________________
ર
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯૭૪
ભલું કરે' એવી સ્કૂલ ભાવનાથી રામભકિત થતી જોઈ તથા પોતાના ભલા માટે પણ ભકતે કેમ કરવું કે જીવનમાં કયા ગુણા કેળવવા વા તેમણે કેલા તપ-ત્યાગ કરવા એ વિશે શ્રી રામાનુયાયી ઉપદેશકોની ઉદાસીનતા જોઈને તથા રામભકિત અંગે ચાલતા ગતાનુગતિક પ્રવાહને ધરમના માર્ગ સમજવાની ભૂલમાં પડેલા લોકોન જોઇને કહ્યું કે · ભુલ સયલ સંસાર 'એ બરાબર વાજબી જ કહેવાય.
"
લેપેામાં રોકાયા હોત અને મુખથી એમ બેાલ્યા કરતા હાત કે ‘હે ગુરો! મને ધનુર્વિદ્યા શીખવી દ્યો ' ધનુર્વિદ્યા શીખવી ઘો’ ? તે તેને સા વરસ તા શું પણ લાખા વરસે પણ ધનુવિદ્યા ન મળી શકત. એટલે જે સાધકો મૂર્તિના સત્યમાગમ દ્વારા જેમની મૂર્તિ છે તે વ્યકિતની જેવી દશા પ્રાપ્ત કરવા ચાહતા હોય તેમણે પેાતાની સામે એક્લવ્યની પ્રવૃત્તિને આદર્શરૂપ રાખવી જરૂરી છે; પણ જે લોકોનો હેતુ માત્ર માનેર જન પામવાનો અને આયાસ વિનાના ધરમને કરવાના હોય તેઓ માટે તે પૂર્વાંકત ઠઠારાવાળી મૂર્તિ જ ખપ લાગે. વૈદિક હિંદુ પર પરામાં પણ શ્રી હનુમાનજી, શ્રી રામચંદ્રજી શ્રીકૃષ્ણ પરમાત્મા વગેરે વિદેહી વીતરાગ સંતાની પ્રતિમાઓને સત્સંગ કરવાની જે પ્રથા છે તે પણ એકલવ્યની જેવી સાધના કરી, શ્રી હનુમાનજી જેવી ભકિતના, વિનયના, બ્રહ્મચર્યના, વીરતાના અને નિર્ભયતા વગેરેને ગુણ મેળવવા સારુ જ છે. એ માટે જ હનુમાનજીનાં મંદિરો બંધાયેલાં છેઅને તેમાં ઉકત ગુણાને સૂચવનારી શ્રી હનુમાનજીની મૂર્તિને પધરાવવામાં આવે છે અને તેનાં દર્શન, વંદન, પૂજન વગેરે દ્ગારા મનન-ચિંતન કરી તેમના ગુણાને હૃદયમાં સ્થિર કરવા સારુ પ્રયત્ન કરવામાં આવે છે, પરિશ્રમ કરવામાં આવે છે અને તે અંગે આવશ્યક ત્યાગ અને તપ પણ કરવામાં કચાશ રખાતી ન હેાય એ જોવું જરૂરી છે. પણ વર્તમાનમાં તેા હનુમાનજીનાં જે મંદિરો છે તેમાં શ્રી હનુમાનજીની મુદ્રા આવી પ્રેરક ભાગ્યે જ જોવામાં આવે છે અને ભકત લોકો દર શનિવારે હનુમાનજીની મૂર્તિ ઉપર તેલ ચડાવીને વા હનુમાનજી ચાલીશાના પાઠ કરીને સંતોષ માને છે અને પાતાને કોઈ જાતના તપત્યાગરૂપ પરિશ્રામ કરવાની જરૂર હાય તેમ કોઈ ભકત માનતા લાગતો નથી. માત્ર હનુમાનજી પેાતાનું ભલું કરે એવી ઈચ્છાને મનમાં રાખીને તેલ ચડાવતા રહે છે. પોતાનું ભલું થાય તે માટે ભકતે પાતે શું કરવું જોઈએ, કેવા સદાચાર પાળવા જોઈએ અને એ અંગે કેવા કઠોર પરિશ્રમ કરવા જોઈએ એ બાબત કોઈ વિચાર કરતું હાય એમ જણાતું નથી. હવે તો શ્રી હનુમાનજીને લોકોના મનેોરંજન માટે માખણના પણ બનાવવામાં આવે છે અને એવા હનુમાનજીનાં દર્શન માટેછાપામાં જાહેરાતા પણ અપાય છે. આ સ્થિતિ હિંદુ વૈદિક ધરમના મારગરૂપ નથી અને જે સ્થિતિ આજે છે તેવી યા તેને મળતી સ્થિતિ યોગીરાજના વખતમાં પણ પ્રવર્તાતી હોય એ અસંભવિત તે નથી જ. એ જોઈને યોગીરાજ શ્રી આનંદઘને કહ્યું કે ધરમને મારગ શેાધવા માટે સકલ સંસાર ભૂલમાં જ પડેલ છે,
શ્રી રામચંદ્રજીના મંદિરમાં તેમની પ્રતિમાનાં દર્શન-વંદન-પૂજન દ્વારા તેમના જીવનનું ચિંતન-મનન કરવાનું છે, અને તે દ્વારા તેમના ગુણાનું વારંવાર સ્મરણ કરીને, ભારે અહ્વાભાવ દ્વારા તે ગુણાનું વિશેષ ભકિત સાથે ચિંતન કરીને ગુણાર્થી ભકતજને રામના ગુણાનું-પિતૃભક્તિનું, માતૃભકિતનું, ભ્રાતૃસ્નેહનું, ન્યાયપરાયણતાનું, એકપત્નીવ્રતનું, લોકપ્રિયતાનું, શૂરવીરતાનું, ઉદારતાનું વગેરે અનેક ગુણાનું વા એ ગુણામાંના ગમે તે એક ગુણનું પોતાના હૃદયમાં એવી રીતે સ્થાપન કરવું જોઈએ કે તે ગુણ વ્યવહારમાં સદા દેખાઈ શકે તથા એ એક ગુણદ્રારા બીજા પણ ગુણે ભકત – સાધકમાં ધીરે ધીરે વિકસી શકે. વર્તમાનમાં તે
આ દષ્ટિએ કોઈ પૂજન-ભજન વગેરે કરતું હાય. એ પ્રાય: ઓછું દેખાય છે અને રામભકિતના ઉપદેશકે પણ ભકતજનોને શ્રી રામચંદ્રજીના ગુણૅ મેળવવાની દષ્ટિએ તેમની ભકિત-સેવાઆરાધના કરવાનું જણાવતા નહીં હોય એવું તે પ્રાય: નહીં હોય છતાં ગાડરિયાં પ્રવાહ તાં ચાલતા રહે છે. એટલે શ્રી આનંદઘનજી મહારાજે પોતાના સમયમાં પૂર્વાંકત ગુણની પ્રાપ્તિની દ્દષ્ટિએ શ્રીરામની ભકિત કરવાની પ્રથાને પ્રચાર નહીં જોઇને. તથા શ્રી રામજી
શ્રી રામચંદ્રજીની પેઠે જ શ્રીકૃષ્ણ પરમાત્માની પ્રતિમા અંગે પણ એ જ રીતે સમજી શકાય એમ છે. શ્રી કૃષ્ણચંદ્રજીની નાસકિત, નસ્પૃહતા, મિત્રભકિત, ઉદારતા, શૂરવીરતા, ગ્રામજન ગેપાલે સાથેના સ્નેહ, પરદુ:ખભંજનતા, કર્મપરાયણતા, વીતરાગતા, ભકતવત્સલતા વગેરે ગુણાના ભકતસાધકે તેમની પૂજા કરતી વખતે વિશેષ વિચાર કરવા જોઇએ અને તેમાંના કોઈ એક ગુણ પાતામાં આવીને સ્થિર થાય તેમ ભ્રયત્ન કરવા જોઈએ અને તે માટે પૂરતાં તપ, ત્યાગ, સાદાઈ, સંતોષ વગેરે જીવનમાં કેળવવા પ્રયાસ કરવે જૉઈએ. વર્તમાનમાં તે એમ થતું હાય એમ જણાતું નથી પણ શ્રીકૃષ્ણ પરમાત્માને નામે છપ્પન ભાગે ધરવામાં આવે છે ત્યારે તેમના અનુયાયી ગ્રામીણા અન્ન વિના ટળવળતા રહે છે તથા ઋતુ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનનાં કપડાં બદલવામાં આવે છે ત્યારે ભારતની પ્રજા વસ્ત્ર વગર અનેક દુ:ખે ભેગવી રહી છે. ત્યારે જેમ ચાલે છે તેમ શ્રી આનંદધન ના વખતમાં ચાલતું હોઈ તેઓને કહેવું પડયું કે ધરમમારગ માટે ‘ભૂલ્યો સયલ સંસાર.’
ઈસ્લામી લેાકાને તે શ્રી «નંદઘનજીએ સંક્ષેપમાં ‘રામ કહા રહેમાન કહેા’ એમ ખરી રીતે સમજીને રામના અનુયાયી અને રહેમાનના અનુયાયી વચ્ચે કશા ભેદ ન રાખવાનું અને પોતપોતાના ધર્મ ખરા અર્થમાં સમજીને પાળવાની વાત કરેલી છે. અને એમ કરવામાં જ ધરમને સાચે। મારગ છે. પણ રાંભવ છે કે એમના જમાનામાં મુસ્લિમ લેોની ઝનૂનીવૃત્તિને જોઈએ અને અને એ વૃત્તિને ધરમના મારગ માનતા લોકોને જોઈને તેમને એક પિતા એક પરિવારના ઉપદેશ આપેલ છે તથા એમ નહીં કરવાથી તેઓ પણ ભૂલ્યા છે. એટલે શ્રી યોગીરાજનું કથન ભૂલ્યો સયલ સંસાર' એ તમામ લોકો માટે સાર્થક નીવડે છે.
બેચરદાસ દોશી
શ્રી ઝાલાવાડ સભાના પ્લેટીનમ જ્યુબિલી મહોત્સવ
મુંબઈની શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન શુભાને ૭૦ વર્ષ પૂરાં થાય છે ત્યારે એ પ્રસંગે તા. ૧, ૨ અને ૩ નવેમ્બરના રોજ હોકી ગ્રાઉન્ડ (ચર્ચગેટ ‘ડી’રોડ) પર મહાત્સવ ઊજવવામાં આવનાર
છે.
મહેદત્સવની ઉજવણી પાછળ સભાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓના વિકાસનું ખાસ લક્ષ્ય છે. ખાસ કરીને બંને સત્રની પૂરી ફી મળે તે માટે શિષ્યવૃત્તિ લેાન, સ્કોલર યોજના, એસ. એસ. સી. તથા સ્નાતકો માટેનાં શિલ્ડ વગેરે નવી ચેાજના છે.
નવેમ્બર તા. ૧, ૨ અને ૩ ના દિવસેએ સભ્યાનાં કુટુંબામાંથી તૈયાર કરેલ મનોરંજન કાર્યક્રમ રાસ - ગરબા હરીફાઈ વકતૃત્વ સ્પર્ધા, બહેનોને સેમિનાર, મહિલા સંગઠન, યુવા મેળા, ડાયરા અને ખાસ સભા વગેરે કાર્યક્રમ યોજાય છે,
વિશેષ માહિતી માટે ૪૭, ડૅા, એમ. બી. વેલકર સ્ટ્રીટ, ૧ લા માળે, કાલબાદેવી રોડ, મુંબઈ-૨ (ફોન: ૩૧૨૮૭૦) ના સંપર્ક - સાધવાનું જણાવવામાં આવ્યું છે.