________________
તા. ૧૬-૯-૭૪.
પ્રબુદ્ધ જીવન
ચીનનું એ વલણ સમજાય તેવું છે. નેપાળમાં કાંઈક વિરોધ થયો પણ પછી શાન્ત પડે છે. પાકિસ્તાન, સિલોન વગેરે પડેશી રાજયોએ મૌન સેવ્યું છે. રશિયાએ ટેકે રાખે છે. દુનિયાના બીજા દેશે એકંદરે મૌન રહ્યા છે. આપણા દેશમાં એવી શંકા ઉઠાવી છે. કે સિક્કિમને આ વિશિષ્ટ દરજજો આપવાથી બીજા રાજ્ય આવો દરજજો માગવા પ્રેરાશે અને દેશની એકતા જોખમાશે. તામિલનાડુ સ્વાયત્તતા માગે જ છે. કાશ્મીરનું કોકડું હજુ ઊભુ છે અને કાશ્મીર પણ આ દરજજો માગવા લલચાય. સરકારે ગણતરીપૂર્વકનું જોખમ ખેડયું છે. સંભવ છે કે અંતે સિક્કિમ પૂર્ણપણે ભારતમાં વિલીન થશે. સરહદી રક્ષણની દષ્ટિએ આ પગલું આવકારદાયક છે. વૉટરગેટ ઉપર અંતિમ પડદે
પ્રમુખ ફૈડે વંટરગેટ પ્રકરણ ઉપર અંતિમ પડદે પાડ્યો - છે. પ્રમુખ તરીકેની પોતાની સત્તાથી નિકસનને તેમના બધા ગુનાએ માટે સંપૂર્ણ માફી બક્ષી છે. આ ભારે હિમતભર્યું અને દીર્ધદષ્ટિનું પગલું છે. કેં કહ્યું છે કે અવુિં પગલું તેઓ જ લઈ શકે તેમ છે અને પિતાના અંતરઆત્માને પૂછી. આવું પગલું લેવાને તેમણે નિર્ણય કર્યો છે. નિક્રર્સનના ગંભીર ગુનામાં છે તે સૌ જાણે છે. તેમની સામે કેસ થાય તે જેલમાં જ જવું પડે. પણ ઊંડે કહ્યું કે ૨૫ ઘા વહેતે રાખવો પ્રજાના હિતમાં નથી અને લાંબા સમય ચાલે એવી યાતનાઓમાંથી પ્રજને બચાવી લેવી જોઈએ. ફેંડે કહ્યું છે કે અંતે તે ન્યાય કરવાવાળો ઈશ્વર છે. નિક, સન અને તેનાં કુટુમ્બીજનેએ ઘણું સહન કર્યું છે. તેમને ઉપર વધારે પગલાં લેવાથી તેમની તબિયત ઉપર અસર થાય તેમ છે અને એટલી હદે જવાની જરૂર નથી. અમેરિકાના પ્રમુખપદની પુનપ્રતિષ્ઠા કરવાની જે પ્રક્રિયા નિકસનના રાજીનામાથી શરૂ થઈ તેને ફાર્ડના આ પગલાથી કળશ ચડે છે. વેરભાવ રાખી, નિકસનને પાયમીલ કરવાથી પ્રજાને લાભ થવાને બદલે હાનિ થાય એવી માન્યતાથી આ પગલું લેવાયું છે. ઑર્ડને આ પગલા માટે તીવ્ર મતભેદ રહેશે. તેમના જ એક મિત્ર અને પ્રેસ સેક્રેટરીએ તુરત રાજીનામું આપ્યું છે. ન્યુયોર્ક ટાઈમ્સ’ સખત વિરોધ કર્યો છે. નિકસનના બધા સૌથી ક્લ જાય અને નિકસન કમ છુટી જાય? કેસ ચાલે અને નિકસનને સજા થાય પછી માફી આપવી કે નહિ તેને વિચાર કરવો જોઈએ એમ પણ દલીલ થાય, પણ આવી પ્રક્રિયા જ રેકવી છે એ હેતુથી પૅડૅ એ પગલું લીધું છે. નિક્સનને બચાવવાના ઈરાદા કરતાં પ્રજાની અને પ્રમુખપદની પ્રતિષ્ઠા જાળવવાને હેતુ મુખ્ય છે એમ લાગે છે. અને રોમ લાગે છે કે
તે નિકસનના બધા સાથીદારોને આવી માફી આપવી પડશે. નહિ તે કોઈ કેસમાં નિકસનને જુબાની માટે બોલાવે તે તેણે જવું જ પડે ને બધું કહેવું પડે. ફડે પ્રજાને પૂરી તૈયાર કર્યા વિના અચાનક ચાને તેની પૂર્વેની જાહેરાત બીજી હોવા છતાં ચાવું પગલું લીધું છે એટલે ઑર્ડ સામે સારો એવો વિરોધ થશે. પણ અંતે શમી જશે એમ લાગે છે. ૧૦-૯૦૪
ચીમનલાલ ચકુભાઈ ચરમ નયણ કરી મારગ જોવો રે - ભૂલ્યો સયલ સંસાર
[ ગતાંકથી ચાલુ ]. હવે અજૈન સંઘે તથા જૈન સંઘને પણ ધ્યાનમાં રાખીને મૂર્તિપૂજાના ઉપયોગની દષ્ટિએ અજેન હિંદુ સંઘ ભૂલ્યા છે અને જૈન સંધ પણ ભૂલ્યો છે એવા મુદ્દાને છણીને લખાણ ખરું થશે. મૂર્તિપૂજા એક સત્સંગની ગરજ સારે છે. જીવંત સંતપુર
પારકે મનુષ્યરૂપે હોવાથી ઘણીવાર તેમાં ખાંખાખેાળિયા લોકો કાંઈ ને કાંઈ દૂષણ શોધી શકે છે. એટલે જ પ્રાચીન અનુભવી જ્ઞાની પુરુષોએ વિદેહી સંતપુરુની છબીઓ, ચિત્રો કે પ્રતિમાઓના દર્શનરૂપ સહવાસની હિમાયત કરેલ છે. એ સહવાસથી વિદેહી પુરુષોના જીવનમાં રહેલા ગુણ સંબંધે વારંવાર ચિંતન-મનન થાય છે.
અને એ રીતે દર્શન કરનાર પિતાનાં દૂષણોને ઓછાં કરવા પ્રયત્ન કરી શકે છે અને પરિણામે પ્રત્યક્ષ જીવનમાં સાદાઈ, સંતોષ વગેરે ગુણો કેળવી શાંતિ અનુભવી શકે છે અને બીજા માનવ વગેરે માટે પણ શાંતિનું નિમિત્ત બની શકે છે. આ મૂર્તિપૂજાને સફળ કરવી હોય તે તે પૂજા માટેનાં ઉપકરણે ઘણાં સાદાં અને ઓછામાં ઓછાં ખરચાળ હોવાં જોઈએ તથા ન્યાયમાર્ગે જ મેળવેલ ધન દ્વારા પ્રાપ્ત કરેલાં હોવાને આગ્રહ સેવા જોઈએ. એ તો સહજમાં જ સમજાય એવું છે. મૂર્તિદ્વારા સત્સંગ મેળવનાર વિશેષ મનન-ચિંતન કરતા રહે એ માટે કોઈ ઉપકરણ બાધક ન હોય એને બરાબર ધ્યાન રાખવું જરૂરી છે. પણ જો ઉપકરણામ આડંબર વધારે હોય, દેખાવનું તત્ત્વ અધિક હોય તે ચિંતન-મનન કરનારને તે ઓછું ઉપયોગી નીવડે છે.
" છબી કે ચિત્ર વા મૂર્તિ દ્વારા વિદેહીં કે જીવંત વ્યકિતને સત્સંગ કરનાર બરાબર જાગરૂક રહીને ચિંતન-મનન કરે અને એ સાથે જોઈ ત્યાગ કપરૂપ કામ કરે તે જરૂરી પોતાની જીવનશુદ્ધિરૂપ કે જીવનવિકાસરૂપ ધાર્યું ફળ મેળવી શકે છે. એ માટે મૂર્તિ ઉપર કોઈ ઘરેણાંગાંઠાં ચડાવવાની જરૂર નથી તેમ અત્તર વગેરેના લેપનની જરૂર નથી તેમ જ પુના ઠઠારાની પણ જરૂર નથી તેમ મૂર્તિ સામે વિવિધ ખાદ્ય-ભેજ્ય પદાર્થોની વાનીઓ ધરાવવાની પણ જરૂર નથી તથા રોજરોજ મૂતિને નવરાવવાની પણ જરૂર નથી. પણ એટલું તો ધ્યાનમાં રાખવાનું જરૂરી છે કે મૂર્તિ કે ચિત્ર વા છબી ચોખ્ખી તો હોવી જ જોઈએ.
મૂતિદ્વારા સત્સંગ કરનાર બહુ બહુ તે મૂર્તિ પાસે બેપાંચ ફૂલ રાખે એટલું બસ છે, સુગંધધૂપનું વાતાવરણ રાખે એ પણ ઠીક છે. કેમ કે મૂર્તિ પાસે અનેક લોકોનું ગમનાગમન થતું રહે છે એટલે વાતાવરણને દેખું રાખવા જણાવેલ રીતે પુષ્પધૂપની મર્યાદા પૂરતી છે.
આવો સત્સંગ કરતાં આડંબર વચ્ચે કે ઘરેણાં વગેરેને ઠઠારો વ કે અત્તર વગેરેના લેપના રગડા વધ્યા તે મનન-ચંતન કરીને સાધના દ્વારા પોતાની જીવનશુદ્ધિ કરનાર કે વિકસાવનારને માટે એ પ્રાય: નકામું છે એ યાદ રાખવાની જરૂર છે. વળી, એવી ધરણાં કે પુષ્પ વગેરેના ઠારાવાળી મૂર્તિ તેની વિદેહી વીતરાગ દશાને સૂચવી શકતી નથી. માત્ર એ જોનારના મનનું રંજન કરવા સિવાય બીજા ખપમાં નથી આવતી. મૂર્તિ દ્વારા વિદેહી કે જીવંત સંતનો સત્સંગ કરનાર સાધકને ઉદ્દેશ એ હોય છે કે જેની મૂર્તિ હોય તે વ્યકિતની જેવી દશા મેળવવી. આ માટે અનાર્ય ભિલ્લાપુત્ર એક્લવ્યનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. જયારે દ્રોણાચાર્યે એના પુત્રને ધનુવિદ્યા શીખવવાની ના પાડી ત્યારે તે હિંમત ન હાર્યો પણ પિતાના વનના આવાસમાં એક સારી જગ્યાએ એટલે બનાવીને તે ઉપર શ્રી દ્રોણાચાર્ગની માટીની જ પ્રતિમા બનાવીને બેસાડી અને તેની પાસે પુપધૂપ વગેરે રાખવા જેવી સારી જરૂરી સામગ્રી રાખી અને ગુરુની પ્રતિમા ઉપર શ્રદ્ધા રાખીને ધનુવિદ્યા શીખવાને સતત પ્રયાસ કરવા માંડયા ત્યારે એકલવ્યને ન કરતાં સવાઈ ધનુર્વિધાઆવડી ગઈ. એક્લવ્ય ગુરુભકત પણ એજ અસાધારણ હતો જયારે દ્રોણાચાર્યે તેના જમણ અંગૂઠાને કાપીને આપવાની માગણી કરી કે તરત જ તેણે પિતાને અંગૂઠો કાપીને શ્રી ગુરુને સોંપી દીધે " અને ત્યાર પછી ડાબા હાથે પણ તે જ ગુરુ ઉપરની શ્રદ્ધા અને ભકિત વડે અસાધારણ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી શક્યા. આમ એકલવ્યે
જે સફળતા મેળવી તેમાં તેની અસાધારણ ગુચ્છાદ્ધા સાથે અનન્ય | ઉત્સાહપૂર્વક કરેલે પરિશ્રમ પણ કારણ છે. એકલવ્ય જો
ગુરુની પ્રતિમા પાસે પુષ્પોને ઠઠારો કરવામાં ૨ાને ગુસ્મૃતિ ઉપર ભાતભાતનાં ઘરેણાંગાંઠાં ચડાવવામાં તથા અત્તર વગેરેના