________________
તા. ૧૯૭૪
પ્રબુદ્ધ અન
નિરંજન ભગત
તજ જેવી તીખી મીઠાશનુ વ્યકિતત્વ અને તરવરતુ, તટસ્થ તથા તલસ્પર્શી કવિત્વ
કદાચ ૧૯૪૦-૪૧નું વર્ષ હશે. માવાદમાં “કુમાર” કાર્યાલયની
નવા આંક
એકડે એકો પરમેશ્વરને નામે પહેલા મૂકો છેક! બગડે બેય
દર બુધવારે યાજાતી કવિ સભામાં કોઈ એક બુધવારે અમે થોડાક કવિમિત્રા બેઠા હતા, જગ્યા નાની અને તે દિવસે સંખ્યા વધી ગઈ. ત્યારે એક પાતળા યુવાન આવ્યો અને કમ્પોઝીટરના ઊંચા સ્ટૂલ પર પાછળ બેસી ગયા હતા. બુધ કવિસભામાં તાજી લખેલી અમારી કવિતા, અમારામાંના બે-પાંચ જણાની કવિતાનું અથવા બહારગામથી “કુમાર” માટે આવેલી કવિતાનું જાહેર વાચન થનું અને ત્યાં ને ત્યાં તેના પર ચર્ચા થતી, ટીકા થતી. એ ચર્ચા દરમિયાન આ યુવાન જે નિર્ભેળ, નિખાલસ અને નિર્ભીક વાણી ઉચ્ચારતા... પોતે ભલે ઊછરતા કવિ હતા, પણ તે કોઈની શેહમાં તણાયા વગર કટાક્ષ કરી લેતા, બચાવની દલીલ કરતા, બધાથી જુદા પડીને પ્રશંસા પણ કરતા. ત્યારથી મને એનું આકર્ષણ થયેલું અને પછી તો એની પ્રતિભાએ ઉત્તરોત્તર શિખર સર કરવા માંડયાં,
પ્રેય જે જે લાગે તેને માની લેવું હોય. ત્રગડે ત્રણ
કીડીને તે મણ આપો, હાથીને દો કણ! ચેગડે ચાર
ફૂલનું શું ભૂલ? હવે પથ્થરને તાર! પાંચડે પાંચ
સાચને ય ચ, એથી ભલી મારી લાંચ. છડ઼ે ક્ય
ગાડી ગીર્વાણની ને જોડી દેવા ‘હય’ સાતડે સાત
બેબડા ને તતડાની નવી કરી નાત” આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધા ગાંઠ ! નવડે નવ
એ પાતળિયો પ્રતિભાશાળી યુવાન તે નિરંજન ભગત...જગત આખાના સાહિત્યિક પ્રવાહોને પી જવાની ધગશ... છતાં પેાતાને
પ્રતીતિ થાય નહિ ત્યાં સુધી અચ્છા અચ્છાની વાત અંધશ્રાદ્ધાથી સ્વીકારવાનો ઈનકાર...પણ ઈનકાર પાછળ સત્યને પામવાની તેની નિષ્ઠા...
એવા આ નિરંજન ભગતને ૧૯૬૯નો રણજિતરામ સુવર્ણ ચન્દ્રક અર્પણ કરવાનો સમારંભ હમણાં અમદાવાદમાં યોજાઈ ગયો, સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતે આ ચન્દ્રકની સાર્થકતાને અને તેને સ્વીકારનારની પાત્રતાને સર્વાનુમતે વધાવી લીધી. ચન્દ્રકની અર્પણવિધિના સમારંભમાં નિરંજન ભગતે “ત્રિવિજ્ઞાન અને મંત્રકવિતા” વિશે કહ્યું.
મુગ્ધ અને તરવરિયા કવિ નિરંજનથી માંડીને આજના પરિપકવ, સ્વસ્થ છતાં સંવેદનશીલ નિરંજનની નિરાળી અને ફકીરી `પ્રતિભાને મેં નિહાળી છે.
જમાનાની અસરને ઓળખે અને જમાંના પર પોતાની અસર પાડે એવી પ્રતિભા નિરંજન ભગતની છે. આ વાત એમના કાવ્યસંગ્રહા, વિવેચન લેખો, ઉદ્ગારો વગેરે આપોઆપ સિદ્ધ કરે છે. જમાનાનાં અને જીવનનાં ભાતીગળ પ્રતિબિમ્બા તેમણે ઝીલ્યાં છે, જોગવ્યાં છે અને વ્યકત કર્યાં છે. નિરંજનની કવિતામાં અને વિવેચનમાં એક ભાવિક બેઠો છે, ભાવુક બેઠો છે, વિચારક બેઠો છે, નાસ્તિક બેઠા છે, આસ્તિક બેઠા છે, અભ્યાસી બેઠા છે, ન્યાયાધીશ બેઠા છે, અને એ બધા ઉપર એક ચિંતક બેઠો છે. આ ચિંતક પણ પાછા ચીલાચાલુ નથી, પ્રગતિશીલ ચિતક છે. તે પ્રગતિમાં, પ્રગલ્ભતામાં અને પરિવર્તનમાં માને છે. નિરંજને જે કંઈ લખ્યું છે તે મંથનમાંથી બહાર આવ્યું છે, પ્રેરાઈને પ્રગટ થયું છે. તેમની ઋજુતા અને રોષ ઓતપ્રોત થઈને બાહ્યાાંતર વહ્યાં છે.
નિરંજનના સર્જનની સાહિત્યિક મૂલવણી કરનારાઓએ તેમને “ગાંધી યુગની કવિતા પંછી વિશિષ્ટ કવિતા વળાંકનાં દર્શન કરાવનાર” કહ્યા છે. કારણ કે મુગ્ધતામાં, સંક્ષુબ્ધતામાં અને સર્વતોભદ્ર સ્વસ્થતામાં તેમણે નવી દિશા ભણી જ સતત મીટ માંડી છે અને કદમ ઉપાડયા છે. આજે પણ એ જ દષ્ટિપૂત, ભાવપૂત અને વિચારપૂત નિરંજન કંઈ નવા જ ચિંતન સાથે સંલગ્ન છે. તે પાતાની સાથે ઝઘડે છે અને સાંપ્રત પ્રવાહ સામે ઝૂઝે છે. તેમનું મૌન પોતે ને મુખરિત છેજ, પણ બીજાઓને પણ મુખરિત કરે છે.
તેમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ “છંદોલય” છે. આ નામ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ--- એકડે મીંડે દશ
દાનવ ન માનવથી થશે. તે યે વ? નિરજન ભગત
e
પોતે જ નિરંજનની કવિ-પ્રતિભાનો પરિચય આપી દે છે. છંદની શિસ્ત અને લયની મસ્તી એ બન્નેને ચાહનારા આ કવિ છે, સાહિત્યકાર છે, વિવેચક છે, વિચારક છે. પેાતે વાસ્તવિકતાથી વિમુખ નથી અને ભાવુકતાથી ઉપરામ નથી. નિરંજનમાં રહેલા ઊર્મિકવિ પોતે વિચારક છે અને વિચારક તે સંવેદનશીલ કવિ છે.
નિરંજનની બાની દુધતાથી દૂર છે. સરળતા, સાહજિકતા, સ્વસ્થતા, સંવેદનશીલતા, તલસ્પર્શિતા અને સચ્ચાઈ નિરંજનની કવિતામાં અને વિવેચનમાં વાસેા કરે છે. એમની કટાક્ષવાણી બુદ્ધિવિવેકી ભદ્રતા ભણી અંગુલિનિર્દેશ કરવા જ પ્રગટે છે, પૂર્વગ્રહમાંથી નહિ.
એવા આ નિરંજન ભગતના વ્યાવહારિક પરિચય મેળવીએ. તેમનો જન્મ ૧૯૨૬ના ૧૮મી મેએ અમદાવાદમાં થયો. ઈન્ટર સુધી અમદાવાદમાં શિષ્ણ લીધું. પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૪૮માં બી. એ. થયા. ફરી અમદાવાદ આવીને એમ. એ. થયા. પછી કૉલેજમાં અધ્યાપનનો વ્યવસાય સ્વીકાર્યો. કવિવર રવીન્દ્રનાથ, કવિ કાંત, કવિ-વિવેચક બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોષી, પ્રહલાદ પારેખ વગેરે ભિન્ન ભિન્ન બાનીના સર્જકોમાંથી પ્રેરણા તેમણે મેળવી છે. તે વિગત પોતે જ દર્શાવી આપે છે કે નિરંજન માત્ર ઊર્મિકવિ નથી, માત્ર વિચારપ્રધાન કવિ નથી; તેમની સર્જન - પ્રતિભા તે। વિવિધ ધારાના સંગમ સમી છે, અને છતાં આગવી છે, અપનાવેલી નથી.
સાનેટ પ્રકાર, ગીતા, મુકતકો, લાંબાં ચિંતનાત્મક કાવ્યો અને “નવા આક” જેવી કવિતા દ્વારા આજની વાસ્તવિક માર્મિકતા
*