SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ * Vશુદ્ધ જીવન તા. ૧-૯-૭૪ નિરંજન ભગતે મહોરાવી છે. “છંદોલય” પછી “કિનારી” પછી અલ્પવિરામ', ત્યાર બાદ “છંદોલય, મિનરી અને અલ્પવિરામ” માંથી ચૂંટેલા કાવ્યો અને બીજાં કાવ્યોનો સંગ્રહ “છંદોલય” અને ત્યાર બાદ “૩૩ કાવ્ય” નામક કવિતા સંગ્રહ પ્રગટ થયા છે. નગરજીવનની કૃત્રિમતાને વ્યકત કરતો “પ્રવાલદ્વીપ” નામક ૧૬ કૃતિઓને કાવ્ય સમુચ તત્કાલીન જીવનમાં ડોકિયું કરવાને સાથે અને સૂચક પ્રયોગ છે. વ્યવસાયે તેઓ પ્રાધ્યાપક છે, પણ પ્રતિભા ઉબૈધની છે. નિરંજનની ક્ષિતિજ કલાસ રૂમ અને પાઠય પુસ્તકની બહાર ઘણી વ્યાપક વિસ્તરી છે. એમની વાગ્ધારાના ધોધમાંથી પ્રગટ પ્રતિષ દૂર દૂરની દિશાઓને આવરી લે છે. રિલ્ક, બદલેર અને એલિયટ જેવા કેટલાક મૂર્ધન્ય કવિઓની વાણીનું તેમણે કિંઠ પાન કર્યું છે. વિદેશી સાહિત્યના સતત સંપર્કથી આ કવિ સમૃદ્ધ છે. ઘણા વખતથી તેમણે કાવ્ય સર્જનમાં ઈયલમ કર્યું છે. એ કોઈ ઝબકારો આવશે કે જ્યારે લખ્યા વિના રહી જ નહિ શકાય ત્યારની વાત ત્યારે, અત્યારે તે કવિતા સર્જનના વહેણને કવિએ પોતે જ થંભાવી દીધું છે. કેવા આત્મમંથન પછીના આ નિર્ણય હશે તે તે નિરંજન નિરાકાર જાણે! પણ નિરંજનમાં કોઈ સમદષ્ટ અધ્યાત્મરંગી ફિલસૂફ તે છેક ૧૯૪૮થી બેઠો હતા. હવે તે વર્તાવા માંડે છે. ૧૯૪૮માં તેમણે “ઉદાસ” નામનું એક ગીત લખ્યું છે. તેમાં “નહીં અશ્રુ : નહીં હાસ, મુજ ઉર એવું ઉદાસ”...“નહીં તૃપ્તિ : નહીં ખીસ” ઉધક ઉદાસીનતાનું આવું ગીત જે તેમને ત્યારે શું તેવું સ્વરૂપ અત્યારે જોવા મળે છે. પ્રકૃતિએ બેલક એવા માણસનું આ સર્જનમીને પણ શું સર્જનાત્મક નથી લાગતું? કવિતામાંથી કોળેલે કવિ કવિતાને કેડેભર રીતે કેળાવીને જ રહેશે એવું મને તે લાગ્યા કરે છે. કારણ કે નિરંજન ભગતમાં તજ જેવી તીખી મીઠાશનું વ્યકિતત્વ છે, અને તરવરતું, તટસ્થ અને તલસ્પર્શી કવિત્વ છે. વેણીભાઈ પુરોહિત જગતભરમાં અન્ન સંકટના ઓળા, લાગલગાટ ત્રીજે વર્ષે ભારતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મહારાષ્ટ્રના મોટા ભાગના પ્રદેશે અનાવૃષ્ટિથી પીડાઈ રહ્યા છે; જ્યારે પૂર્વ ભારતના કેટલાક ભાગે નદીનાં પૂરને કારણે રૂ. ૨૫૦ કરોડના ઊભા પાકથી હાથ ધોઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે જગતના ૫૭ જેટલા વિકસતા દેશોની સ્થિતિ ભારત જેવી જ છે અને એક દષ્ટિએ અન્નસંટની આ સ્થિતિ માંતરરાષ્ટ્રીય સ્વરૂપની બની રહી છે. જગતમાં અત્યારે ૪૦૦ કરોડ લોકોની વસતિ છે. આમાંના દસ લેકમાંથી એક માણસને દિવસની ૧૯૦૦ કેલરી જેટલી શકિત પણ મળતી નથી. (લઘુતમ જરૂરિયાત ૩૦૦૦ કેલરી), દક્ષિણપૂર્વ એશિયાનાં ૧,00,000 બાળકે દર વર્ષે વિટામિન “એ” અને બીજા પિષણને અભાવે આંધળા બની જાય છે. આંકડાઓને હજી વધુ જોઈએ તે ધ્રુજારી છૂટે તેવું દશ્ય ઊભું થાય તેમ છે. છેલ્લે આપણે ૧૯૭૧ની સાલમાં “મબલખ પાક” જેવા શબ્દો સાંભળ્યા હતા. તે સમયે પૂરા જગતમાં મબલખ પાક થયો હતે. ત્યારે જગતભરમાં કુલ ૧૨૦ કરોડ ટન અનાજ પકડ્યું હતું અને જગતના માનવીને માથાદીઠ વરસનું ૭૩૦ રતલ અનાજ મળતું થયું હતું. પરંતુ પછીનાં વરસે કારમાં આવવા લાગ્યાં અને માથાદીઠ ૪૨૦ રતલ અનાજ પ્રાપ્ય થાય તેટલી પેદાશ થઈ હતી. અસમાનતાની વાત જોઈએ તે ગરીબ દેશના લોકો વરસે ૪૨૦ રતલ અનાજથી ચલાવે છે ત્યારે અમેરિકા અને બીજા સમૃદ્ધ દેશે વરસનું માથાદીઠ ૨૦૦૦ રતલ અનાજ આરેગી જાય છે. જો કે અમેરિકા અને કેનેડાના લોકો સીધી રીતે તે દર વર્ષે માત્ર ૧૫૦ રતલ અનાજ ખાય છે, પણ બાકીનું અનાજ ગાય, ભેંસ અને મરઘા-બતકાંને ખવડાવીને તેમાંથી માંસ અને ઈંડાં વગેરે આરોગે છે. બીજી રીતે લખીએ તે એમ કહી શકાય કે ભારત અને ચીન એ બે દેશોના ૧૪ કરોડ લોકો જેટલું અનાજ વરસભરમાં ખાય છે તેનાથી વધુ અનાજ અમેરિકા અને બીજા સમૃદ્ધ દેશના ઢેર ખાણરૂપે ખાઈ જાય છે! ૧૯૭૨ની સાલથી જ અનાજના ઉત્પાદનની દુર્ગતિ શરૂ થઈ છે. જગતભરની વધતી વસતિને પહોંચી વળવા જગતના ખેડૂતોએ દર વર્ષે ૩ કરોડ ટન વધુ અનાજ ઉગાડવું જોઈએ તેને બદલે ૧૯૭૨માં રાા કરોડ ટન ઓછુંચાનાજ પેદા થયું હતું. નાજની પેદાશની વાત અમેરિકા, કેનેડા અને આર્જેન્ટીના માટે બહુ અઘરી નથી. પરંતુ અનાજના ભાવને વશમાં રાખવાનું . અમેરિકન વેપારીને પોસાય નહિ. ૧૯૭૨માં અમેરિકાના ઘઉંના ભાવ ટને રૂા. ૪૮૦ હતા તે ૧૯૭૪માં વધીને રૂા. ૧૭૬૦ થઈ ગયા. એટલે કે ચારગણા ભાવ વધ્યા. મકાઈના ભાવ રૂા. ૪૦૦થી વધીને રૂા. ૧૦૪૦ થઈ ગયા છે. બેંગકોક (થાઈલેન્ડ)ના ખાના ભાવ ટને રૂા. ૧૦૫૦ હતા તે વધીને રૂા. ૪૮૦૦ થઈ ગયા છે! અમેરિકાની આગલી મેસમાં ઘઉંને પાક સારો થવાને છે છતાં પણ શિકાગોની અનાજની બજારના વાયદાના સોદા ઘઉં માટે ટનદીઠ રૂા. ૧૩૬૦ના થાય છે. ઉપર મુજબના આંકડા ગરીબ દેશો માટે ખરેખર ખતરનાક છે. એ ભાવવધારાની ગંભીરતા સમજવા માટે આપણે બીજી રીતે ચાકડા મૂકીએ. ભારત સહિતના ગરીબ દેશે જે અનાજ આયાત કરે છે તેમને પોતાને ખાડે પૂરવા લગભગ ૬ કરોડ ટન અનાજ આયાત કરવું પડે છે. ત્રણ વર્ષ પહેલાં આટલા અનાજ માટે ગરીબ દેશોએ રૂા. ૨૪૦૦ કરોડની રકમ કાઢવી પડતી હતી. હવે આનાથી એાછા અનાજ માટે રૂ. ૮૮૦૦ કરોડની રકમ તાણીતૂસીને અને પોતાની જનતાને કરવેરાથી ત્રસ્ત કરીને કાઢવી પડે છે. ઓસ્ટ્રેલિયામાં ઘઉંના ભાવ ઉપર સરકારને અંકુશ છે છતાં ત્યાંનું ઓસ્ટ્રેલિયન હીટ બોર્ડ કહે છે કે જે ભાવવધારે અમે ગરીબ દેશ માટે કર્યો છે તે “વાજબી” છે ! ગરીબ દેશો પોતાના ઘરઆંગણે ખેતીવાડીને ક્ષેત્રે ઝુંબેશના કાર્યક્રમ સિવાય બીજું કાંઈ આપી શકતા નથી અને પછી પશી વેપારીઓને મનમાન્યા ભાવ અાપે છે. ઘઉંને અમેરિકાથી ભારત સુધી લાવવાનું સ્ટીમરનું ભાડું જ એક કિલોદીઠ ૬૦ પૈસા જેટલું છે. થોડાં વર્ષ પહેલાં તે ભારત સરકારે ઘઉંના પ્રાપ્તિભાવ જ આટલી રાખતી હતી ! ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ) નામે ઓળખાતા સંયુકત રાષ્ટ્રસંઘના તંત્ર અંદાજ કાઢયો છે કે આવતાં ૨૭ વરસમાં જગતની વસતિ બમણી થઈ જશે. તે વપતિને અનાજ ખવડાવવા માટે દર વર્ષે તમામ દેશેમાં મબલખ પાક (વિક્રમ પાક) થવો જોઈએ, ગરીબ દેશમાં મબલખ પાકની તે શું પણ સાધારણ પાકની આશા પણ ત્રણ કારણોને લઈને આકાશકુસુમવત જેવી બની ગઈ છે: (૧) વિશ્વના કેટલાક અગ્રગણ્ય હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે છેલ્લાં ૫૦ વરસમાં જગતના મોટા ભાગના દેશોએ વરસાદ અને અનાજની પેદાશમાં સરેરાશ કરતાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરી છે. પણ હવૅ ૧૯૭રથી આ ચક્રમાં પરિવર્તન આવ્યું છે અને આવતાં ૫૦ વર્ષમાં જગતનું હવામાન ખેતી માટે પહેલાં જેટલું અનુકુળ નહિ રહે. આફ્રિકા અને એશિયાના મોટા ભાગમાં અનાવૃષ્ટિની સ્થિતિ સતત ચાલુ રહેશે. એટલે એ બધા દેશેએ એછા વરસાદથી ચાલી શકે તેવાં પાક લેવાની ટેકનોલોજી વિકસાવવી પડશે. (૨) આમ, એક બાજે પ્રતિકૂળ હવામાન છે. બીજી બાજ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy