SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પ્રબુદ્ધ. જીવન તા. ૧-૯૭૪ સાધન પરની તાણ ઓછી થઈ છે. સ્થાનિક પરિશ્રમ અને સ્થાનિક પહેલને ત્યાં વધુમાં વધુ ઉત્તેજન અપાય છે. ' ચીનમાં ઈન્કમ ટેક્સ નથી પરંતુ એગ્રીકલ્ચરલ ટેકસ છે. આ ટેકસ ખેતીવાડીની ઉપજ પર નખાય છે અને વરસે પહેલાં જેટલે હવે તેટલો જ આજે છે. એટલે કે વર્ષો પહેલાં ખેતીવાડીની નીપજનો જે ભાગ સરકારને આપવાનું રહે એટલે જ આજે પણ આપવાનું રહે છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદન વધે તેની સાથે આ ટેકસ ઘટતી જાય. આની સાથે સરકાર પોતાને મળતાં ખેતીનાં ઉત્પાદનોની પણ વધારે કિંમત આપવા મંડી છે એટલે ખેતીવાડી ઉપરને ટેકસ પહેલાનાં કરતાં અરધ થઈ ગયું છે. પ્રજાને અપાતી ખેતીવાડીની ચીજોના ભાવ અલબત્ત સ્થિર રહ્યા છે. આ ઉપરાંત ચીનમાં યુનિવર્સલ સેલ્સ ટેકસ જેવું પણ કાંઈ છે જે બધી કારખાનામાં બનતી ચીજો પર લેવાય છે. માજશેખની ચીજો પર જુલમ કર લેવાય છે.' વળી ચીનની એક ખાસિયત એ છે કે શહેરમાંથી યુવાનોની રીતસરની હેરફેર કરીને તેમને ગામડાંમાં લઈ જવામાં આવે છે. હાઈ- સ્કૂલમાંથી પાસ થયા પછી છોકરા-છોકરીઓને બેથી ત્રણ વર્ષ સુધી ગામડાંઓના ખેતીવાડીના કોમ્યુનોમાં મોકલી આપવામાં આવે છે. આને માટેની પૂર્વ તૈયારી રૂપે, અઠવાડિયાના છ દિવસમાંથી એક દિવસ કોઈ વર્કશોપમાં કે બીજી એવી ઉત્પાદક પ્રવૃત્તિમાં કિશોર કિશોરીઓને રોકી રાખવામાં આવે છે. આવાં કિશોર-કિશોરીઓને સાઈકલનાં પૈડાં બનાવતાં ડે. લિયેટીએફે જોયાં હતાં તો કેટલાકને ઈલેકિટ્રક ટ્રાન્સફોર્મરનાં બીબાં બનાવતાં જોયાં હતાં. વળી ૧-૧૧ વર્ષનાં બાળકોને લાકડાંનાં સુંદર ખોખાં બનાવતાં પણ તેમણે જોયાં હતાં. કૅલેજૂના છોકરા તે, અદ્યતન પ્રકારનાં સફાઈદાર ગણાય એવાં વિજાણુ સાધન બનાવતા પણ તેમણે જોયા હતા. આમાં ઈ. સી. ઈન્ટિગ્રેટેડ સરકિટ) ઈન્ડસ્ટ્રિયલ લેર જેવાં સાધનો પણ સમાવેશ થતો હતે. " ડે. લિન્ટીએફ તે કહે છે કે અમેરિકામાં પણ જે સામાજિક સેવાઓ મર્યાદિત પ્રમાણમાં મળે છે તેવી સેવાઓની ત્યાં પૂરતા પ્રમાણમાં જોગવાઈ છે. કામ પર જતી બાળકોવાળી માતાને તે ખૂબ છૂટ અપાય છે. ડે. લિયે ટીએફની સાથે દુભાપિ તરીકે કામ કરતી યુવતી અને તેના પતિને, પેકિંગમાંના તેમના નાના ફ્લેટ માટે વરસે - હા વસે દહાડે માત્ર રૂા. ૧૦૦ જેટલું જ ભાડું આપવું પડતું હતું. રોજી, રોટી અને રહેઠાણ એ માનવીની ત્રણ પ્રાથમિક જરૂરત કેટલા સેંઘા ભાવે ચીનમાં પૂરી પાડવામાં આવે છે તે આના પરથી જણાય છે. * ચીનમાં ઘરડાં માબાપને પાળવાની જવાબદારી આપણે ત્યાં છે તેમ રોમનાં બાળકોની છે. જો કોઈને બાળકો ન હોય તો, કોમ્યુને એ જવાબદારી ઉઠાવી લે છે. એમને એક જુદું ઘર આપવામાં આવે છે અને વૃદ્ધો બબ્બે ચોર ચાર દિવસ કોમ્યુનના સભ્યોને ત્યાં જમી આવે છે. આ વ્યવસ્થામાં પીરસ્ય માનસનાં દર્શન નથી થતાં શું? ચીનને વસતિને પ્રશ્ન આપણા કરતાં પણ વિકટ છે અને તેથી ત્યાં સંતતિનિયમન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. સંતતિનિયમનની ગોળીઓ મફત અપાય છે અને ગર્ભપાત માટેની ફી માત્ર કશા રૂપિયા છે. લિન્ટીએફે પોતાના લેખના અંતે ચીનના અર્થકારણની પણ વાત કરી છે. ઘણા સમાજવાદી અને બિનસમાજવાદી દેશોએ વિકાસનાં જે પગલાંઓને અગ્રક્રમ આપે છે તેના કરતાં ઊંધા, જે : ૨ાગ્રક્રમ ચીનમાં આપવામાં આવ્યા છે. ચીનમાં સૌથી પહેલી અગત્ય ખેતીવાડીને આપવામાં આવી છે. એ પછી નાના ઉદ્યોગોને અગત્ય અપાય છે અને એ પછી છેલ્લે મોટા ઉદ્યોગોને સ્થાન અપાયું છે. આને અઈ એ થયો, કે ઉદ્યોગોમાં જંગી રોકાણ કરવાને બદલે વપરાશની સપાટી ઊંચી લાવવામાં તેઓ માને છે. આનો અર્થ અલબત્ત, એ નથી થતો કે ત્યાં ઔદ્યોગિક વિકાસ નથી થતો. ત્યાં ૭ ટકાથી પણ વધારે વિકાસને વેગ છે. ઉદ્યોગોમાં થતું રોકાણ સરકારી નાણાં ઉપરાંત લોકોની બચતના નાણામાંથી પણ થાય છે. બચતનો દર ૧૦ ટકા જેટલો ઊંચા છે. ચીનમાં ચાલબત્ત, શિક્ષણ સિવાયની બીજી સામાજિક સેવાઓ તદન મફત નથી મળતી. ર્ડોકટરને કન્સલ્ટ કરવાની ફી લગભગ ૭૫ પૈસા જેટલી છે. હૉસ્પિટલમાં એક દિવસ રહેવાના ચાર રૂા. અને દવા દારૂના રૂા. ચાઢી જેટલો ખર્ચ થાય છે. જો કે આ ખ કર્મચારી જે કારખાનાં કે કોમ્યુન કે બીજે કયાંય કામ કરતો હોય તે ભગવે છે. એટલે કર્મચારીને તે કશું ચાપવાનું રહેતું નથી. ર્ડો. લિ ટીએફે ચીનના ઉદ્યોગોની સ્થિતિ વિશે વિગતવાર વર્ણન કર્યું છે પણ એનું નિરીક્ષણ કોઈક બીજા વખતે કરવાનું રાખીને એક છેલ્લી વાત પર નજર ફેંકીને આજને લેખ પૂરે કરીશું. - ડૉ. લિન્ટીએફ કહે છે કે દુનિયાના ઘણા દેશો એવા છે કે જે પોતાને ત્યાં ચીનના કરતાં માથાદીઠ આવક ઘણી વધારે છે એવી બડાશ મારે છે અને સાથોસાથ પિતાને ત્યાં વિકાસને વેગ પણ ઘણા માટે છે એવું કહે છે; પરંતુ આ બધા દેશમાં ગરીબે અને ધનવાન વચ્ચેના ગાળા સાગર જેટલો વિશાળ છે; પરંતુ આ બધા દેશનું મૂલ્યાંકન આપણે સરેરાશ માથાદીઠ આવકના ધોરણે ન કરીએ અને એ દેશની સરેરાશ વસતિના ૫ થી ૧૦ ટકા જેટલા સૌથી વધારે ગરીબ વર્ગને કેટલી માથાદીઠ આવક મળે છે એ ધારણે જે મૂલ્યાંકન કરીએ તે ચીનને નંબર ઘણો ઊંચે આવે એમ છે. સમાજવાદી ચીનની એ એક આગવી સિદ્ધિ છે કે એની સરેરાશ માથાદીઠ આવક ઘણી ઓછી હોવા છતાં ત્યાં કોઈ કારમી ગરીબીમાં રબડનું નથી. કામના પ્રમાણમાં પગાર અપાતો ન હોવા છતાં કામ કરી શકે એવા બધા માણસને કામ આપવામાં આવે છે અને સૌથી અગત્યનું તે એ છે કે જેને જેને જે જે કામ સોંપવામાં આવે છે તે ખંતથી અને આનન્દથી કરતા જણાય છે. ચીનની સરકારની નીતિ જેટલું આપી શકાય તેટલા અંગેનું જ વચન આપવાની જણાય છે. ઘણી ખરી ઘરવપરાશની ચીજોના ભાવ વરસેથી એક જ સપાટીએ બાંધી રખાયા છે. એ શા માટે એવું જ્યારે 3. લિન્ટીએફે ચીનાઈ ચાશાસ્ત્રીઓને પૂછયું ત્યારે તેમણે પ્રસંગોપાત્તા ઊભા થતા આઘતિ પ્રત્યાઘાતોને જીરવવાની શકિત આ જડ નીતિમાં નથી એ વાતને સ્વીકાર કર્યો હતો. પરંતુ તેમણે જણાવ્યું હતું કે ભાવો ઊંચા નીચા થતા રહે તે પ્રજાનું ધ્યાન બીજે દોરવાઈ જાય અને એ થતું અટકાવવા જ આવી જડ નીતિ અપનાવવામાં આવી છે. ડે. લિન્ટીએફ અંતમાં અલબત્ત એ અભિપ્રાય વ્યકત કરે છે કે ચીની પ્રજા જ્યારે વધારે સમૃદ્ધ થશે ત્યારે તેમનામાં સ્વાતંત્રયની ભૂખ જાગશે જ કારણ કે એ ભૂખ પણ અન્ન માટેની ભૂખ જેવી એક મૂળગત ભૂખ છે. આજે તે ચીનમાં વાણીસ્વાતંત્ર્ય જેવું કાંઈ છે જ નહિ. વિચારસ્વાતંત્ર્ય પણ નથી કારણ કે નેતાઓને કદાચ એવું લાગે છે કે આવા શેખ એક જ ધ્યેયને અનુસરતી ચીની પ્રજાને પેશાય નહિ; પરંતુ આ કાંઈ અંતને છેડે નથી. ખેારાકની જેમ સ્વતંત્રતા એ પણ ચાંગત સંષને એક વિષય છે. એ સંતેષ જો ન મળે તે સમાજનું સ્વાશ્ય જોખમાય. ચીનમાં થયેલી સાંસ્કૃતિક કાન્તિ જેવી પ્રક્રિયાઓ આ સ્વાસ્થને ટકાવી રાખવામાં થોડો વખત સહાયભૂત થાય પણ ખરી– અને ન પણ થાય.' મનુભાઈ મહેતા
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy