________________
શુદ્ધ જીવન
તા. ૧-૯-૭૪
દૈનિક-દેવસિક પડિક્કમણું કરે છે અને તેમાં વખતે વખતે મિચ્છામિ દુક્કડ વચન બેલતા રહે છે, એ મિચ્છામિ દુક્કડ ને બેલનારા મુનિએ સાધ્વીજીઓ, શાવકૅ તથા શ્રાવિકાઓને વિનયથી પૂછવાને પ્રયત્ન કરીએ કે હે મહાનુભાવો! જે ક્રિયા તમે રોજ કરતા રહો છે તેમાંના કેટલાં સૂત્રોના અર્થ તમે સમજી શકે છે? અને અર્થ સમજીને તમારી પોતપોતાની કરણીને કેવી રીતે યાદ કરી શકે છે? અને તે બાબતનું પ્રાયશ્ચિત લેતાં તમે તરત જ શુદ્ધ કેવી રીતે થઈ જાઓ છો? જે કરણી માટે પ્રાયશ્ચિત કરે છેતે કરણીઓને ફરી પાછી તો નહિ જ કરતા હશેને? જેમ કે, કુટુંબફ્લેશની પ્રવૃત્તિઓ, ખોટું બોલવાની પ્રવૃત્તિ, ચેરીની પ્રવૃત્તિ, અનાચારની પ્રવૃત્તિ, છળકપટ કે છેતરામણ કરવાની પ્રવૃત્તિ તથા ખાવાપીવાની ચીજોમાં કે દવાદારૂની ચીજોમાં તથા બીજી પણ જીવને પગી વસ્તુઓની અંદર ભેળસેળ કરવાની પ્રવૃત્તિ – આ બધાનું પ્રાયશ્ચિત તમે રોજ સવારે અને રોજ સાંજે કરતા જ રહે છો ને? આ બધું પોપટપંડિત જેવું તે નથી ચાલતું?
(૨) મોટાં મોટાં મહાપૂજન કરે છે અને કરાવો છો, એમાં જે હોમહવન થાય છે એને કોઈ અર્થે છે? ગ્રહોની પૂજા થાય છે, એ પણ કઈ જાતની ક્યિા છે? એ બધી ક્રિયાઓમાં બેલાતાં વચનને કોઈ અર્થ સમજાય છે ખરે? આપ સૌના જીવનવ્યવહાર સાથે એ બધી ક્રિયાએાને કોઈ મેળ મળે છે ખરો? સંઘને કે સંઘની કોઈ વ્યકિતને આવી ક્રિયાઓદ્વારા કોઈ લાભ થાય છે ખરે? એક નંબરમાં અને આ બે નંબરમાં જે પ્રવૃત્તિાએ જણાવેલ છે તે ન્યાય માર્ગે પ્રાપ્ત કરેલા ધનથી થાય છે કે ન્યાયમાર્ગે આવેલા ધનથી થાય છે? એ માટે કોઈ વાર વિચાર થાય છે ખરો? " (૩) તમે અહિંસાની દષ્ટિએ ઉ« પાણી પીવાનો નિયમ પાળતા છે અને સાથોસાથ મિલો ચલાવવાને વ્યવસાય કરના હો તે એ બે ક્રિયાઓ વચ્ચે કોઈ મેળ મળે છે ખરો?
(૪) તિથિને દિવસે લીલું શાકપાંદડું તમે ન ખાતા હો પણ તે જ દિવસે ઘી, શિખંડ, દૂધપાક કે ભજીયાં વગેરે જમતાં તો એમ માનીને જ જમતા હશે કે ધી, શિખંડ કે દૂધપાક વગેરેમાં તે કોઈ વનસ્પતિકાયને જીવ મરતે નથી અને શાકપાંદાંડમાં વનસ્પતિકાયને જીવ મરી જાય છે. વળી, તમારી એવી પણ એક સમજ છે કે તિથિને દિવસે આયુષ્યને બંધ પ્રાય: પડે છે એટલે શાકપાંદડાંના જીવની હિંસા કરીએ તે ખરાબ બંધ પડે અને ઘી, શિખંડ, દૂધપાક વગેરે જમવામાં તે કોઈ સ્થાવરકાયને જીવ મરતે નથી એટલે આયુષ્યને સારે બંધ પડવામાં કાંઈ બાધક નથી.
૫. ઉપધાન નામનું તપ આપણા સંધમાં ખૂબ પ્રસિદ્ધ છે અને તે વરસે વરસ વસાણાં ખાવાની મેસમ શિયાળામાં પ્રાય: ચાલતું હોય છે. આ તપમાં આશરે ૨૦-૨૫ પાને બને છે. (કદાચ વધારે પણ બનતાં હો ) તે તપમાં પકવાને ખાવાને વાંધો નહિ જ હોય? આ તપ માટે હજારો રૂપિયાનો ખર્ચ પણ થાય છે. તપ માટે કયાંય ખર્ચા કરવાનું સાંભળ્યું નથી, તપમાં તે ખાવાપીવાને તથા બીજી ભગવૃત્તિને ત્યાગ આવે છે, એટલે આ તપ છે કે ભગપ્રવૃત્તિ છે ? કેટલાક લોકો તે આ ઉપધાન તપને જોઈને એને ભાગતએ માનવા લાગેલ છે. વળી ગુરુમહારાજે તપ માટે જે ખર્ચ કરવાને ઉપદેશ આપે છે તે ખર્ચ માટે ન્યાયમાર્ગો પેદા કરેલું જ ધન જોઈએ એમ નહિ કહેતા હોય? કે અન્યાય માર્ગે જે ધન પિદા કરેલ હોય તે પણ તપ માટે ખર્ચી શકાય એમ કહે છે?
એ અંગે તમારી પાસે કોઈ ખુલાસે છે ખરો? | (૬) સંઘ કાઢવાથી કે તીર્થંકરની પ્રતિમાઓ બનાવરાવવાથી તીર્થકર ગોત્ર બંધાય છે એ વાત ખરી છે? નીતિને માર્ગે ધન મેળવીને સંઘ કાઢવાથી કે પ્રતિમાઓ ઘડાવવાથી તીર્થકર ગાત્ર બંધાય છે કે નિતિને માર્ગે ધન મેળવીને રાંઘ કાઢવાથી કે પ્રતિમાઓ ભરાવવાથી તીર્થકર ગેa ofધાય છે? . (૭) મંદિરમાં સ્તવન કરતી વખતે જુદા જુદા અનેક ભકતજને જુદા જુદા રોગમાં સ્તવને ગાય છે, એક બાજુ ઘંટનાદ
થાય છે અને વળી બીજી બાજુ ભકતજનોને ઘોંઘાટ પણ ચાલુ હોય છે તથા પૂજા વગેરેની ઉછામણીના હોકરા પણ ગાજતા હોય છે. આવી સ્થિતિમાં સ્તવને ગાનારા એ સ્તવને ભગવાનને સંભળાવવા ગાય છે? કે એ સ્તવને દ્વારા એ ભકતજનોને પણ કાંઈ સમજવા વિચારવા જેવું છે ખરું? -
(૮) પજોસણ પર્વમાં મંદિરના અધિકારીએ ભગવાનની માતાને આવેલાં સ્વપ્નને કેમ જાણે ગગનમાંથી ઊતરતાં હોય તે રીતે સૌ લોકોને દેખાડે છે એ તો જાણે સૌને મનોરંજન આપે છે પણ જ્યારે એ સ્વપ્નની પૂજાની બાબત આવે છે અને એ માટે ઘીની કે રૂપિયાની ઉછામણી બોલાય છે એ બધું ભગવાનની ભકિત માટે થાય છે કે પૈસા ઉપજાવવા થાય છે? કોઈ પણ ધર્મસંપ્રદાયમાં આવી જાતની સ્વપ્નપૂજા થતી હોય તે જાણે કે સાંભળ્યું નથી. તો શું જેની ખાસ કોઈ આ નવી શોધ છે?
૯) હાલ તે જૈન ગુરાના કહેવા પ્રમાણે મોક્ષનગરના બારણાં બંધ છે એટલે જે જે ધર્મ ક્રિયા, પચ્ચકખાણે, ત્યાગનાં વ્રત, મહાપૂજન ઉપધાને અને દીક્ષા લેવાની પ્રવૃત્તિ–આ બધી ક્રિયાઓ જીવનમાં તે કોઈ લાભકારક ફળ આપતી જણાતી નથી પણ મર્યા પછી સ્વર્ગના ફળને આપે છે. હવે સ્વર્ગમાં તે ભાગ, ભાગ ને ભાગ જ હોય છે. એક તરફ ભેગાને બંધનરૂપ માનીને વ્રત-પચ્ચકખાણે ચાલે છે અને બીજી તરફ તમામ ધર્મક્રિયાઓનાં ફળરૂપે સ્વર્ગ મળે છે એટલે જે માનવી નુચ્છભેગે પણ બંધનરૂપ છે તેના કરતાં અસંખ્ય ગુણ ચડિયાતા સ્વર્ગીય ભેગા મેળવવા પડે છે એમાં કાંઈ અસંગતિ તો નથી લાગતી ? એક તરફ ધર્મ, બંધનકર્તા ભેગેના ત્યાગની વાત કરે છે અને એ જ ધર્મ, બીજી બાજુ સ્વર્ગીય ભાગને મેળવવાનું મોટું સાધન છે એમ સંભળાવ્યા કરે છે. એટલે સ્વર્ગીય ભાગોમાં હિંસા વગેરે દેષ ન લાગતાં હોવાથી એ ભેગો બંધનકર્તા નથી એવું તો નથીને?
ઉપર જણાવેલ નવ નંબરમાં બતાવેલ સ્થૂલકર્મકાંડની પ્રવૃત્તિ પવિત્ર ધર્મને નામે આજ ઘણા સમયથી ચાલતી આવે છે અને એવી જ પ્રવૃત્તિઓ યોગીરાજના વખતમાં પણ ચાલતી હતી. માત્ર કાળભેદને લીધે સ્વરૂપમાં થોડા ઘણા ફેર હોય પણ તમામ ક્રિયાઓનું કાઠું તે એક જ ગણાય.
આ બધી પ્રવૃત્તિને તે વખતના મુનિસંધ અને શ્રાવકસંધ ધરમના માર્ગરૂપ માનતા અને તે જ રીતે બહુ હોંશથી નીતિ-અનીતિને વિચાર આપ્યા સિવાય તથા વિવેક કે માનસિક પરિસ્થિતિને ખ્યાલ કર્યા વિના એ બધી પ્રવૃત્તિઓ જિનશાસનના માર્ગરૂપ છે, જે માગે. જવાથી માનવ સ્વર્ગના સુખ ઉપર આવીને પોતાના જીવનને નિર્મળ બનાવી શકે છે એમ પણ માનતા અને વર્તમાનમાં પણ લગભગ એ બધી પ્રવૃત્તિઓને ચલાવનારા એમને ધર્મને માર્ગ માને છે અને એ તમામ પ્રવૃત્તિઓ સુંદર સ્વર્ગીય સુખનું ફળ આપનારી છે એમ સમજે છે.
[ઉપર જણાવેલ પ્રવૃત્તિઓમાં લાખો રૂપિયા ખરચાય છે ત્યારે ધર્મના આધારરૂપ સાધમિક જૈન ભાઈ-બહેને બેકારીમાં સબડે છે, નિરક્ષરતાને લીધે પૂરું પોષણ મેળવી શકતાં નથી અને ભૂખનો દુ:ખને લીધે કેટલીક વાર પોતાના ધર્મને પણ ત્યાગ કરે છે એ બાબત પણ એ પ્રવૃત્તિના પ્રવર્તક કોઈ વાર વિચારે છે ખરા?]
આ બધું નિહાળીને જ ગીશ્રી આનંદધનજીએ કહ્યું કે દેવની, ગુરુની કે ધર્મની શુદ્ધિ કેમ રહેશે ? જયાં નીતિને સુદ્ધાં વિચાર નથી એને ધર્મને માર્ગ શી રીતે કહેવાય? ભલે, આ પૂર્વોકત બધી પ્રવૃત્તિઓ તેમના પ્રવર્તાવનારને અથવા તે પ્રવૃત્તિઓને આચરનારાઓને મોજ આપતી હોય–આનંદ આપતી હોય અથવા પ્રતિષ્ઠા આપતી હોય પણ એ પ્રવૃત્તિઓને ધરમને માર્ગ કહીને તે શી રીતે ઓળખાવી શકાય ? એમ વિચારીને શ્રી આનંદધનજીએ નિર્ભીકપણે ઘોષણા કરેલ છે કે ‘ભૂલ્યો સયલ સંસાર” એમાં જૈનસંઘ પણ ભૂલ્યા છે એ વાત આવી જ જાય છે.' ક્રમશ
- બેચરદાસ દોશી