________________
૮૪
પ્રબુદ્ધ જીવન
ભ્રષ્ટાચારનું એક મુખ્ય કારણ ચૂંટણીના અનહદ ખરચાઓ છે. લાયક માણસે ચૂંટાય અને પૈસાનું જોર ન રહે એટલી પ્રજાજાગૃતિ લાવવી. ચૂંટણી ફીમાં ક ંપનીઓ તરફ્થી ફાળા ન અપાય એવા ચેખલીયા કાયદે રદ કરાવવા. તે માટે બધા રાજકીય પક્ષોને તૈયાર કરવા. કાગ્રેસમાં પણ ઘણા સંમતિ આપશે. ચૂંટણીઓમાં ગેરરીતિઓ અટકાવવા ચૂંટણી ધારામાં ફેરફાર કરવા હોય અને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા હોય તેને માટે વિચારપૂર્વકના યોગ્ય સુધારા સૂચવવામાં આવે તે સરકાર તે નહિ સ્વીકારે એમ માનવાને કારણ નથી. કોઈ પક્ષને વર્તમાન ચૂંટણી પદ્ધતિ કે શિક્ષાણ પદ્ધતિમાં એવું સ્થાપિત હિત નથી કે તેમાં યોગ્ય સુધારા કરવા દેાલન કરવું પડે.
મજૂર સંઘે। રાજકીય પક્ષોના હાથા બને છે. તેમનામાં કામચેરી અટકે અને પોતાના જ સ્વાર્થ ન જોતાં દેશનું હિત પણ લક્ષમાં લે.
રાજકીય પક્ષો વિદ્યાર્થીઓના ભયંકર દુરૂપયોગ કરે છે. યુવક શકિતને સાચી દિશા મળે. હમણાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધિકારીઓની ચૂંટણીઓ થઈ તેમાં રાજકીય પક્ષો કુદી પડયા અને લાખો રૂપિયાનું ખર્ચ કર્યું. શાસક પક્ષે યુવકો પેાતાની સાથે છે તે બતાવવા દિલ્હીમાં સંમેલન કર્યું. અને દેશમાંથી રેલવે, બસ દ્વારા હજારો યુવક - યુવતિએ ખડા કર્યા અને કહેવાય છે કે ૨૦ લાખ રૂપિયાનું ખર્ચ કર્યું. પાછા ફરતા શિસ્તનું પ્રદર્શન કર્યું. આવું કરવાવાળા આગેવાનો સત્તા ઉપર રહે તે શરમજનક છે.યુવક શકિતને ઉત્તેજવી એ આગ સાથે રમવા જેવું છે.
બધા ક્ષેત્રમાં ઘણુ' રચનાત્મક કામ કરવાનું છે. અને પ્રજાને સાચું માર્ગદર્શન આપવાનું છે. પ્રજાની શક્તિ કેળવવાની છે, લાઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પ્રજાના માનસપલટો કરવાના છે. ટૅોિય, રસ્કિન અને ગાંધીજી આ સંદર્ભમાં યાદ આવ્યા. ખરી પ્રજાસેવા કરવી હાય તેને માટે મેટું આહવાન છે.
૨૮-૮-૭૪
ચીમનલાલ ચકુભાઈ
પ્રકી` નોંધ
બિહારની લેામાં
બિહારમાં આંદોલન ચાલે છે તેમાં હજારો સત્યાગ્રહીઓ પકડાયા છે. તેમના ઉપર જેલમાં કેવા જુલમા થાય છે તેના એક કિસ્સા ‘ભૂમિપુત્ર’ માં શ્રી નારાયણ દેસાઈના પત્ર તા. ૨૬-૭-૭૪ ના અંકમાં પ્રગટ થયા છે તે વાંચતાં કપારી છૂટે છે. એક સત્યાગ્રહી અશ્વિન ચાબે ઉપર અત્યાચારો થયા તે ચાબેના શબ્દોમાં નારાયણ દેસાઈના પત્રમાં આપ્યા છે. જેલમાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલે છે. કેદી માટે કાંઈ માલસામાન આવે તે જેલર અને બીજાએ પરબારા ઉપાડી જાય. તે અટકાવવા સત્યાગ્રહ કરવાને નિર્ણય કર્યો. જેલરના દલાલાએ ધમકી આપી, પછી જે બન્યું તે ચેાબેના શબ્દોમાં આ પ્રમાણે છે:
“તે દિવસે સત્યાગ્રહ સારુ ગેટ પર આવેલા કેદીઓને લઈને ઘેાડી ધાંધલ થઈ. હું એક બીજી ખોલીમાં બેઠા હતા. એટલામાં અચાનક જૅલની પગલી ઘાંટી વાગી, બધાને અંદર પૂરવામાં આવ્યા. હું જ્યાં હતા ત્યાં પોલીસનું ટાળું આવતું જોઈને અમારા કેટલાક સાથીઓએ બારણુ અંદરથી બંધ કરી દીધું. પણ પોલીસના ધક્કાથી બારણું ખૂલી ગયું. મને ખેંચીને બહાર કાઢ્યો. ત્યાં મને માર્યા, મારવામાં બળતણનાં લાકડાં, લેઢાના છ, કડછી વગેરે સાધનાના ઉપયોગ થયા હતો. મે ત્યાંથી નાસવા પ્રયત્ન કર્યો, પણ એક પેાલીસે મને પગમાં માર્યું એટલે હું પડી ગયા. આ આખા પ્રરાંગે જેલર સાથે જ હતા. પોલીસેા મારી છાતી પર ચડી ગયા અને જોડાવાળા પગે લાતા મારી. હું જ્યાં પડયા હતા તે જગા રસેઢાની નજીક હતી. એક બે જણ ત્યાંથી લેાઢાના બે છડ ધખધખાવી લાવ્યા.મારી આંખમાં એ ખાસવા જતા હતા, પણ મે` આખાને ખૂબ જોરથી મારા બે હાથ વડે દાબી રાખી. તેથી ગળા, કપાળ, છાતી અને બીજા ભાગેમા ડામ દીધા, એક બે જણ ગરમ તવા જ ઘસડી લાવતા હતા.તે વખતે જેલર ત્યાં નહાતા અને એની જ્ગા એસિસ્ટટ જેલર શ્રી તેજનારાયણે લીધી હતી. મારી છાતી પર તવા મૂકતા શ્રી તેજનારાયણે એમને રોક્યા. આ વખતે બીજા સત્યાગ્રહીએ દૂરથી આ કાંડ જોઈ શકતા હતા. એ લાકા ધારત તો ઢેફાં તો મારી શકત. પણ એ લાકો જાણે છે કે આ જ્યપ્રકાશજીનું આન્દોલન છે. એમણે
તા. ૧-૯-૭૪
પેાકારા કર્યા: “હમલા ચાહે જૈસા હાગા, હાથ હમારા નહી ઉઠેગા” મારા માથામાં એટલું મારેલું હતું કે હું બેભાન થઈ ગયા,
“જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જેલરની ઓરડીમાં સૂતા હતા. મેં પાણી માગ્યું. જેલરે કહ્યું કે “તા૨ે લીડરી કરવી છે ને હવે પાણી માગે છે?” હું વચવચમાં ભાનમાં આવતા ત્યારે ચીસે પાડતા અને પછી બેભાન થઈ જતા. મારી ચીસા સાંભળી કોઈકે સુપરિન્ટેન્ડન્ટને
ખબર આપી.
“મારવાની ઘટના લગભગ સવારે સાડા દશ વાગે બની. બે વાગે પ્રાથમિક સારવાર કરવામાં આવી. પાંચેક વાગે આચાર્ય રામમૂર્તિ મારી હાલત જોવા આવ્યા. સાત વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે મારા શરીર પર કુલ પર ઘા હતા. ત્યાં રાતે એક વાગે હુકમ આવ્યો કે એને બેડી પહેરાવેા. દાકતરાએ કહ્યું કે કેદી મરણતાલ માર ખાઈને પડયા છે ને તમારે એને બેડી પહેરાવવી છે. દાકતર જવાબદારી લેવા ઈનકાર કર્યો ત્યારે જ બેડી પહેરાવવાને વિચાર પડતો મૂકાયો, બીજે દિવસે મારી કિડનીમાં ખૂબ લેાહી કેથીટર વડે કાઢવામાં આવ્યું,"
શ્રી નારાયણ દેસાઈએ યાગ્યે કહ્યું છે, કે સરકારે નાગે નાચ માંડયા છે. આંદોલનના સામના કરવા કાયદેસર પગલાં લેવાના સરકારના અધિકાર છે. પણ આવા અમાનુષી કૃત્યોને કોઈ અધિકાર નથી, તેમ કરવા, સરકાર પોતાની ઘેાર ખોદી રહી છે. દારૂબ’ધી – રસબંધી
તામિલનાડુ સરકારે ફરીથી સંપૂર્ણ દારૂબંધી દાખલ કરી છે અને ઘેડાદોડની રેસ બંધ કરી છે. આ આવકારદાયક પગલાંઓ કોઈ રાજકીય હેતુથી લીધા કે સમાજકલ્યાણ માટે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. તામિલનાડુ સરકારને અચાનક નૈતિકતાનું ભાન થયું હોય તેમ માનવાને કારણ નથી. દારૂબંધી કોંગ્રેસની પાયાની નીતિ છે. ગુજરાત સિવાય લગભગ બધા રાજ્યોએ એને તિલાંજલિ આપી છે. મહારાષ્ટ્ર તેમાં સૌથી મેાખરે છે. ત્યા૨ે તામિલનાડુ સરકાર ફ્રીથી દારૂબંધી દાખલ કરે તે આશ્ચર્યજનક અને આવકારદાયક છે.
કોંગ્રેસની મહાસમિતિની છેલ્લી બેઠકમાં કોંગ્રેસ સભ્યોએ ખાદી પહેરવી અને માદક પીણાં ત્યજવા વિશે સૂચક ચર્ચા થઈ હતી. બન્નેને ઉપહાસ થયે હતેા. કૉંગ્રેસના ઘણાં આગેવાનો છડેચોક દારૂ પીવે છે, તે સુવિદિત હકીકત છે. તેમને દૂર કરવાની હિંમત નથી. ઘેાડ - દાઢ જુગાર છે અને ઘણાં ખુવાર થાય છે. ઘેાડાની એલાદ સુધારવી એ બહાનું છે. કહેવાતા ઉપલા અને શિક્ષિત વર્ગનું વ્યસન છે. ઉચ્ચસ્થાને બેઠેલ વ્યકિતઓએ તેને પ્રતિષ્ઠા આપી છે. તામિલનાડુ સરકારને આ બન્ને પગલાંથી આર્થિક નુકસાન થશે. પણ જો તેને બરાબર અમલ થાય તે પ્રજાને અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગને તેથી અનેકગણા લાભ થશે. મહારાષ્ટ્ર સરકાર અને અન્ય રાજ્ય પ્રજાની જુગારવૃત્તિને બહેકાવી રહ્યાં છે અને મીની લેટરી કાઢી ગરીબ માણસને પણ જુગારમાં ``ચી રહ્યા છે અને હરામનું મેળવવાની વૃત્તિને ઉત્તેજે છે. ત્યારે તામિલનાડુ સરકારનું આ પગલું સ્તુત્ય છે. આ બન્ને બાબતમાં મહારષ્ટ્ર સરકારે માઝા મૂકી છે.
સાયપ્રસ
ભૂમધ્ય સમુદ્રના આ ટાપુ સદીઓથી મહાસત્તાઓના આક્રમણને ભેગ બનતા આવ્યા છે. ૧૯૬૦ પહેલાં લગભગ એક સદી બ્રિટિશ હકૂમત નીચે હતા. ૧૯૬૦ માં આ પ્રદેશ સ્વતંત્ર થયા. ટર્કીની નજીક છે. ગ્રીસ થેડે દૂર છે. પણ સાડા છ લાખની વસતિમાં ૨/૩ ગ્રીક છે. અને ૧/૩ ટર્કી છે. બન્ને પ્રજા મુક વિભાગેામાં વહેચાયેલી છે છતાં અમુક પ્રમાણમાં મિા પણ છે. ૧૯૬૦માં સ્વતંત્રતા મળી ત્યારથી આર્કબિશપ મકારીઓસ શાસનના વડા રહ્યા પણ બન્ને પ્રજા વચ્ચે સંઘર્ષ ચાલુ હતા. ગ્રીસમાં ૧૯૬૩થી લશ્કરી અમલ હતા. આ લશ્કરી વડાઓએ સાયપ્રસના બો મેળવવા બળવા કરાવ્યા અને મકારીએસને સાયપ્રસ છેાડી નવું પડયું. પણ ટર્કી માટે ગ્રીસ સાયપ્રસને કબજો મેળવે તે અસહ્ય હતું. તેથી ટર્કીએ આક્રમણ કર્યું. બન્ને દેશને અમેરિકાની વિપુલ સહાય મળે છે અને બન્ને દેશોની સરકારને અમેરિકાના મેાટે ટેકો રહ્યો છે. બ્રિટનને પણ સાયપ્રસમાં મોટું હિત છે. સાયપ્રસના આ આંતરવિગ્રહમાં અને ટર્કી આક્રમણથી જાનમાલની મેટી ખુવારી થઈ. રાષ્ટ્રસંઘે યુદ્ધવિરામ કરાવ્યો અને જીનિવામાં વાટાઘાટો શરૂ કરી પણ નિષ્ફળ ગઈ. અને ટર્કીએ, ફરી આક્રમણ કર્યું. ગ્રીસના લશ્કરી વડાઓના