________________
૮૨
પ્રબુદ્ધ જીવન
ત્યારે વિકટર હ્યુગાને
ઉનાળાના એક દિવસે, જર્સીન! ટાપુ પર, જ્યાંથી રળિયામણુ બંદર દષ્ટિગોચર થાય છે એવી એક ટેકરી ઉપર હું ઊભા હતા. તે સ્થળે મેં એક જીર્ણશીર્ણ અને સેવાળથી લથબથતા બાંકડો જોયો.
આજથી લગભગ સો વર્ષ પૂર્વે, વિક્ટર હ્યુગે દેશવટો ભાગવતા હતા, પોતાના પ્રાણપ્રિય ટ્રાન્સ દેશ વડે હડધૂત થયેલા ને બીમારી ભાગવતા ત્યારે એ રોજ સાંજે આ ટેકરી પર આવતા અને સંધ્યાકાળના આથમતા સૂર્ય સામે નીરખતાં. ઊંડા ચિંતનમાં ડૂબી
જતા...
જ્યારે એ સમાધિ-અવસ્થામાંથી જાગ્રત બનો ત્યારે એઊભા થઈ નાના - મોટા પથ્થરો એક્ઠા કરી, નીચે વહેતા પાણીમાં ફેંકતા અને રાંતોષ અનુભવતા.
આ સમયે, એની આજુબાજુ રમતાં બાળકો કાંઈક આશ્ચર્યભાવે એને નીરખતાં. અને આવી જ એક સાંજે, બધાં કરતાં એક હિંમતવાળી બાળકી એની આગળ આવી અને પૂછી બેઠી : “મહાશય હ્યુગા, તમે અહીં આવીને પથરા શા માટે ફેંકો
છે ”
મહાન સર્જક નાની બાળકીનો આ પ્રશ્ન સાંભળી થેાડીક પળા મૌન રહ્યો; પછી પેાતાના હાથમાંના પથ્થર એ બાળકીને બતાવી બાહ્યો :
46
... આ પથરો નથી, દીકરી ! હું તે મારી જાત પરની દયાભાવનાને દરિયામાં ફેંકું છું...”
આર્થપૂર્ણ ક્રિયામાં આજના સમગ્ર વિશ્વ માટે એક પ્રાણવાન સંદેશા રહેલા છે. આપણને વિવિધ પ્રકારના કેટલાય લાભ મળવા છતાં, આપણામાંના ઘણા લોકોએ આપણી પાતાની જાતની દયા ખાવાની શક્તિને અસામાન્ય હદ સુધી વિકસિત કરી છે. આપણી સામાજિક, આર્થિક, રાજકીય વ્યવસ્થાના સંચાલનમાં, આપણાં વ્યકિતગત દુ:ખોનું કારણ શોધવા માટે આપણે હમેશ અતિજાગૃત રહીએ છીએ.
સવારની મેાડી પડતી ગાડી, અણુથી થનારા વિનાશની દહેશત, આ બંને વસ્તુઓ! સરખી જ રીતે આપણને દુ:ખદાયક લાગે છે. આપણે આધુનિક જીવનની ગૂંચવણા ને તંગદિલીઓ, મુશ્કેલી અને ભયા ઉપર જ જીવીએ છીએ.
મને અહીં એક વિચારક સેનેકાના શબ્દો ટાંકવાનું મન થઈ આવે છે. એણે કહ્યું છે :
“પેાતાને દુ:ખી બનાવતા વિચારોથી માણસને કશે ફાયદો થતા નથી; ઊલટાનું એ દુ:ખકર જ હોય છે. આવું બનતાં પોતાના અન્ય બાંધવા તરફ તેની ઉદાસીનતા વધતી જાય છે. ટૂંકમાં, પેાતાની જાતની દયા ખાવાની ભાવનાના મૂળમાં સ્વાર્થવૃત્તિ જ છે. જે વારંવાર પોતાને માટે જ દિલગીર થયા કરતા હાય તેઓ બીજા લોકો માટે સાચેસાચ દિલગીર થઈ શકે નહિ,"
વેલ્સના ખાણવિસ્તારમાં એક જિલ્લામાં હું ડાકટર હતા ત્યારે એક ખાણ મેનેજરની પત્નીને જોવા ગયો. મેનેજર સ્થૂળદેહી વાતોડિયા માણસ હતા, રવિવારે દેવળમાં તે પ્રવચનો આપતા અને ગામડાના ધાર્મિક નેતા જેવા ગણાતા, તેની પત્ની શાંત, દબાયેલી અને આદર્શ ઘરરખ્ખુ ગૃહિણી હતી અને તે પતિ તરફ નિષ્ઠાવાન સ્ત્રી હતી, તેને તપાસતાં મને ખબર પડી કે તેનું લિવરનું દર્દ ઘણી આગળની, ઑપરેશન પણ ન કરી શકાય તે સ્થિતિમાં પહોંચી ગયું
તા. ૧૬-૮-૭૪
યાદ કરીએ
છે. દુ:ખી હૃદયે મે તેના પતિને એ સમાચાર આપ્યા કે તેની પત્ની હવે થોડા દિવસ જ જીવે તેમ છે- ત્યા૨ે અવિશ્વાસ અને ભય વ્યકત કરતા તેના શબ્દો હું કદી ભૂલી શકીશ નહીં. આઘાત પામી, મારો હાથ જોરથી દબાવી એ એકદમ બોલી ઊઠ્યો : “ એ ભગવાન ! ડાકટર, તે ચાલી જશે તો મારું શું થશે?”
ને. આવા જ એક બીજો પ્રસંગ મને યાદ આવે છે:
મારા વતન સ્કોટલેન્ડની એક સ્ત્રી ૨૬ મે વર્ષે વિધવા બની ત્યારે તેને પાંચ સંતાનો હતાં. એ એંસી વર્ષની આયુએ પહોંચી એ દરમિયાન તે એનાં સંતાનો યુનિવર્સિટીનું શિક્ષણ પ્રાપ્ત કરી, વ્યવસાયામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં હતાં. જ્યારે મેં એક વખત, એમને આ સિદ્ધિ માટે પૂછ્યું તે એણે નિરાભિમાનથી કહ્યું :
ખૂણામાં બેસી, મારી પેાતાની સ્થિતિ વિશે દુ:ખ અનુભવ્યા કરવાની મને આદત નહાતી, ” – આ સ્ત્રી મારી દાદી હતી. રૉબર્ટ લૂઈ સ્ટીવન્સને ક્ષયરોગથી પીડાવા છતાં કેવું મહત સાહિત્ય સર્જ્યું છે ?
રકતપિત્તના રોગથી લગભગ ખલાસ થઈ ગયેલા ફાધર ડેમિયુને આ ભયંકર રોગથી પીડાતાં દરદીઓમાં પોતાનું અદ્ભુત કાર્ય કેવું ચાલું રાખ્યું હતું?
આપણા વિચારોમાં આપણી જાતને ઘડવાની અને મૃત્યુ તરફદારી જવાની બંને શકિતઓ હાય જ છે- અને એમ છતાં, આપણને આપણાં અંગત દુ:ખા ઘેરી વળવાનો ડર જ લાગે તો પેલી ભેખડ પર રાંધ્યાકાળે બેસતા વૃદ્ધ વિકટર હ્યુગાને આપણે યાદ કરીશું. એવું કરવા માટે, આપણે આપણાં બધાં દુ:ખાને એકઠાં કરી, તેમને પથ્થરના રૂપમાં કલ્પી, આપણામાં હોય તેટલી શકિત વાપરીને તેમને દૂર ફેંકી દેવાનું જ રહે છે. નિ:શંક એથી મન ઘણું અંશે આશા અનુભવશે ! ... લેખક : એ. જે. ક્રોનિન
અનુ. : ગુણવંત ભટ્ટ
નથી!
તારા વિનાનું કોઈ નામ શ્વાસમાં નથી;
મારા વિના મુજના કોઈ આવાસમાં નથી. દમ ઘૂંટવાથી શું કદી વસંત રૂપ રહે? ચૈતન્ય પાનખરના કો ઈતિહાસમાં નથી. પારસમણિ છે સ્પર્શવાને આજ પણ અધીર; લોખંડની દીવાલા આસપાસમાં નથી. પરોઢિયે રણરેત શીત હાય એથી શું? લૂ આગ સમી આસભીના ઘાસમાં નથી. એ સૂર્યના પ્રકાશની પ્રતીતિ આપણી; છે. ઘુવડ કહે તેજ અંજવાસમાં નથી. મૃગની તૃષા લઈને મૃગજળને માપીએ; ન કહી શકો પછી કે મઝા પ્યાસમાં નથી. સંસ્પર્શ સત્યના કદી થયા નહીં જ હોય; કામ કહેા મૂળ દર્પણી આભાસમાં નથી.
-સુશીલા ઝવેરી
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ–૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧