SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૭૪ - હિન્દ છોડોની નું જ હોય છે ત્યારે તે પંજાબની એ શરમ અને ગૌરવ પણ હતું. આ શરમ પૂર્ણપણે ઉચ્ચ વગેએ – ધનિકે, શિક્ષક, મહત્ત્વાકાંક્ષીએ અને વિવેકહીનેએ સર્જેલી હતી. ત્યારે ગીરવગાથા નીચલા થરના વર્ગો - ગરીબ, અશિક્ષિત, સંતુષ્ટો અને પ્રમાણિક લેકોનું પ્રદાન હતું.’ - ગુરનામસિંગ, ગુરુમુખસિંગ મુસાફિર, રારંવાલા, પ્રકાશ બાદલ, લક્ષ્મણસિંગ ગિલ, માસ્તર તારાસિંગ, સંત ફતેસિંગ, આ બધા દેશભકતો આવા “પ્રજાહિતના કાર્યમાં પડયા હતા. એવા જ પ્રજાસેવકો દરેક રાજ્યમાં પડ્યા છે. પ્રજાને આ દેશભકતામાંથી કયારે છોડાવી શકીશું? શ્રી મેતીલાલ સેતલવડ શ્રી મોતીલાલ સેતલવડનું, ૮૯ વર્ષની ઉંમરે, મુંબઈમાં તા. ૧-૮-'૭૪ના રોજ અવસાન થયું. એક સોલિસિટર તરીકે, ૪પ વર્ષ સુધી મને શ્રી મોતીલાલને પરિચય હતો. ૧૯૩૮ માં પહેલી કેંગ્રેસ સરકાર મુંબઈમાં રચાઈ ત્યારે હું સરકારી સેલિસિટર નિમાયો અને મોતીલાલ એડવોકેટ જનરલ હતા. હિન્દ છોડેની લડત શરૂ થઈ ત્યારે મેં તુરત રાજીનામું આપ્યું. મોતીલાલ થોડો સંકોચ અનુભવતા, પણ પછી રાજીનામું આપ્યું. તેમના વ્યવસાયમાં મોતીલાલ સર્વોચ્ચ શિખરે પહોંચ્યા. ભારતના પ્રથમ એટર્ની જનરલ થયા. દરેક વકીલને શરૂઆતનાં વર્ષોમાં મુસીબત હોય છે તેવી મેંતીલાલે પણ અનુભવી અને પ્રેકિટસ જામી નહિ એટલે નેકરી લેવા તૈયાર થયા હતા. મેંતીલાલ ઘણા બુદ્ધિશાળી અને મહેનતુ હતા. તેમનું કામ બરાબર વ્યવસ્થિત કેસ ગમે તેટલો અટપટે હોય અથવા હકીકતોથી ભરપૂર હોય પણ મુખ્ય મુદ્દાઓ પકડી લઈ, તેનું વિશ્લેષણ કરી, તર્કપુર:સરની રજૂઆત કરે. તેમની રજૂઆત સાદી અને સીધી. તેમાં ચતુરાઈ કે ચમકારા નહિ. મોતીલાલમાં મુનશીની બહુમુખી પ્રતિભા કે ભુલાભાઈ દેસાઈના બુદ્ધિવૈભવ અને વકતૃત્વ ન હતાં. મેતીલાલ ખૂબ પ્રામાણિક અને નીડર હતા. કોર્ટને પૂરો વિશ્વાસ કે મેતીલાલ કોઈ હકીકત છુપાવશે નહિ અથવા કોર્ટને ગેરમાર્ગે દેરશે નહિ. ૧૨ વર્ષ સુધી દેશના પ્રથમ એટની-જનરલ તરીકે, નવા બંધારણના અર્થઘટનમાં અને શ્રેષ્ઠ પ્રણાલિકાએ પાડવામાં તેમને મેટો ફાળો રહ્યો છે. લો કમિશનના ચેરમેન તરીકે અથવા યુનાઈટેડ નેશન્સમાં આપણા વતી કાશમીરને કેસ અથવા ઈન્ટરનેશનલ કોર્ટમાં પોર્ટુગલ સામે આપણે કેસ રજૂ કરવામાં તેમણે સફળતાથી કામ કર્યું હતું. રાજ્યસભાના સભ્ય નિયુકત થયા ત્યારે પોતાના સ્વતંત્ર વિચારે આપતા. મોતીલાલ કોઈની શેહમાં તણાય તેવા ન હતા. * તેમના પિતાશ્રી સર ચીમનલાલ પેઠે, મેતીલાલે પોતાના વ્યવસાય સિવાય જીવનનાં બીજાં ક્ષેત્રમાં બહુ પ્રવેશ કર્યો ને હતો. તેમનું વાચન વિશાળ હતું. મહત્ત્વાકાંક્ષા ન હતી. પોતાના સ્થાનથી સંતોષ હતો. તેમનું જીવન એકધારી રીતે સુખી અને સમૃદ્ધ હતું. તેનું મુખ્ય કારણ સંયમ અને નિયમિતતા. ગૃહજીવન એટલું જ સુખી હતું. મોતીલાલ પ્રકૃતિથી સ્વલક્ષી હતા, પણ અહંભાવ ન હતો. ઘર અને કેર્ટ સિવાય બહુ બહાર જવાનું નહિ. ઉંમરના પ્રમાણમાં શરીરસ્વાશ્ય બહુ સારું. અંત સુધી પ્રેકિટસ ચાલુ હતી. ચાર મહિના પહેલાં જ નિવૃત્તિ લઈ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. મૃત્યુ પણ એવું જ ધન્ય થયું. કાંઈ માંદવાડ નહિઅચાનક દસ મિનિટમાં જીવનદીપ બુઝાઈ ગયે. ૧૧-૮-'૭૪ ચીમનલાલ ચકુભાઈ સલામતી અને શાન્તિ સિલ્વેનિન્સીનને રશિયામાંથી દેશનિકાલ કર્યા તે પહેલાં, ૯ એગસ્ટ ૧૯૭૩ને દિવસે એક પત્રકારને તેમણે મુલાકાત આપી હતી. તેમાં, રશિયામાં સ્વતંત્ર વિચારકો, સાહિત્યકાર અને વૈજ્ઞાનિકોને જે યાતનાઓ ભોગવવી પડે છે તેનું બયાન કર્યું છે. સંખ્યાબંધ એવા વિચારકોએ સત્યને તિલાંજલિ આપવા કરતાં પોતાની જાતને ભેગ આપવાનું પસંદ કર્યું છે તેના દાખલા આપ્યા છે. પણ બધામાં આવી યાતનાઓ સહન કરવાની શકિત નથી હતી તે પણ કહ્યું છે. મુલાકાતના અંત ભાગમાં, માણસમાં રહેલી આ બન્ને પ્રકારની વૃત્તિઓ, તાત્કાલિક સુખ અને સલામતીની અને બીજી તરફ સાચી અંતિમ શાન્તિ, આત્માની, અને તેને માટે પ્રાણનું પણ બલિદાન આપવાની અણનમ વૃત્તિ અને તૈયારી, બને વૃત્તિઓનું નિરૂપણ કર્યું છે. અંતે કહ્યું છે કે સત્ય માટેની આવી નીડર વૃત્તિથી જ સાચી શાન્તિ મળે છે. મુલાકાતના આ અંત ભાગને અનુવાદ અહીં આપવામાં આવે છે. –ચીમનલાલ માણસજાતમાં રોક મનોવૈજ્ઞાનિક વિચિત્રતા રહેલી છે જે હમેશાં આપણું ધ્યાન ખેંચે છે. તે છે, સુખના દિવસે માં માણસ જ્યારે નિશ્ચિત હોય છે ત્યારે, પેાતાના અસ્તિત્વના બાહ્ય છેડા પર પણ મુશ્કેલીનાં જરાસરખાં ચિહેને ટાળવા; બીજાઓની યાતનાઓ વિશે (અને પોતાની તેમ જ બીજા લોકોની ભાવિ યાતનાઓ વિશે પણ) અજાણ રહેવાનો પ્રયાસ કર; ઘણા સંજોગોમાં, મહત્ત્વના, મૂળભૂત અને આધ્યાત્મિક સંજોગોમાં પણ, નમતું મૂકવું - જો એમ કરવાથી પિતાના સુખના દિવસે લંબાતા હોય તો : અને અચાનક, માણસ જ્યારે દરિદ્રતા અને નગ્નતાની અવદશા પામ્યો હોય અને જીવન માટે શોભારૂપ ગણાય એવું સર્વ કાંઈ ગુમાવી બેઠો હોય, તેવી છેલ્લી અવસ્થા પર તે પહોંચે છે ત્યારે, અંતિમ પળે, સ્વસ્થતા જાળવવાનું, તેમ જ પ્રાણ ભલે જાય પણ પિતાના સિદ્ધાંત સંબંધમાં મચક નહિ આપવાનું જરૂરી આત્મબળ તેનામાં પ્રગટી ઊઠતું તે અનુભવે છે. પહેલા ગુણને લઈને, માણસ તેણે સિદ્ધ કરેલી એક ચોક્કસ ઉચ્ચ ભૂમિકાને કદી વળગી રહી શકતો નથી. બીજા ગુણના બળે માનવજાત સર્વ પ્રકારનાં તળ ઊંડાણોમાંથી પોતાની જાતને બહાર ખેંચી કાઢી શકે છે. અલબત્ત, એ કંઈ ખોટું ન ગણાય છે, માણસ સુખમાં હોય ત્યારે જ પોતાના ભાવિ પતનની અને આવી રહેલી આફતની ઝાંખી મેળવી લે, અને કટોકટીની ઘડી આવે તેના થોડા સમય પહેલાં જ અમુક સહનશકિત અને ધૈર્ય દાખવે–પરિણામે, એ છો ભેગ આપ, પણ થોડે વહેલે આપી દે, ' | ઈતિહાસના વિનાશકારી પ્રવાહને સુલટાવવાનું અશકય છે. ચોવી વાત, તેમ જ, આત્મશ્રદ્ધાવાન વ્યકિત જગતની સૌથી બળવાન સત્તા પર અસર કરી શકે નહિ એવી વાત, કદી સ્વીકારી શકાય નહિ. છેલ્લી કેટલીક પેઢીઓના અનુભવ પરથી મને એમ લાગે છે કે, માત્ર માનવ આત્માની અડગતા, જે હિંસાના આક્રમણ સામે, બલિદાન આપવાની અને મૃત્યુને ભેટવાની તૈયારી સાથે, પિતાની જાતને દઢતાપૂર્વક અગ્રિમ હરોળમાં મૂકે છે, અને જાહેર કરે છે: “રાથી એક ડગલું પણ આગળ નહિ”– આત્માની આ અણનમતા જ વ્યકિતની શાંતિના, જગતની શાંતિના અને સકળ માનવજાતના સાચા રણની બાંયધરી બની રહેશે એમ પૂરી રીતે સાબિત થયેલું છે, સેઝેનિન્સીન
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy