________________
તા. ૧૬-૮-૭૪
એમ પણ કહેવાયું છે. કાયદાના બંધનમાંથી કોઈ મુકત નથી, ન હાઈ શકે. નિક્સનના ગુનાઓ જેવાતેવા નથી. કેટલાક એમ કહે છેકે જે બન્યું છે તેથી પ્રજા હૃદય ઉપર ઉઝરડા પડયા છે. તે ઘા રુઝાવવા, હવે આ બાબત ભૂલી જવી. તેા બીજા કહે છે, અંતરશુદ્ધિ માટે કાયદાની પ્રક્રિયાના પ્રક્ષાલનની જરૂર છે. જોઈએ શું થાય છે. નવા પ્રમુખ નિક્સનને માફી આપી શકે, પણ ફોર્ડ તેમ કરશે નહિ,
એક નોંધપાત્ર હકીકત એ પણ છેકે આટલા ભ્રષ્ટાચાર છતાં નિક્સન સામે કોઈ દેખાવે થયા નથી, તેને કાઢવા કોઈ ઘેરાઓ થયા નથી, કોઈ દેશલન થયું નથી, કોઈ તોફાને થયાં નથી. બધી બંધારણીય રીતે, ન્યાયપુર:સર તપાસ થઈ છે અને છેવટ યેાગ્ય પરિણામ આવ્યું છે. પ્રજાની તાકાતને આમાં પરિચય મળે છે. સાચી લેાકશાહીને વિજય છે. સારી પેઠે સમય લાગ્યો પણ ધીરજ ગુમાવી નહિ. તંત્રને જરા પણ આંચ આવ્યા વિના, એક પ્રમુખને કાઢી બીજા પ્રમુખે હાો સંભાળ્યા તે મહાન સિદ્ધિ છે.
પ્રબુધ્ધ જીવન
અમેરિકાના આ બનાવમાંથી બધા લેાકશાહી દેશોએ બાધપાઠ લેવા જેવા છે. અને એક બેાધપાઠ સૌએ લેવા જેવા છે, ગમે તેવી સમર્થ વ્યકિત હાય પણ નૈતિક મૂલ્યોની સર્વથા અવગણના કરે તે પતન નિશ્ચિત છે, નિફ્ સનને વિદેશનીતિમાં સારી સફળતા મળી. વિયેટનામ યુદ્ધમાંથી અમેરિકાને છેડાવ્યું. ચીન અને રશિયા સાથેના સંબંધે સુધાર્યા, મધ્યપૂર્વમાં આરબા સાથે સુમેળ કર્યો અને વિશ્વશાંતિમાં ઠીક ફાળા આપ્યા. છતાં એમ લાગે કે નિલ્સન એક નિમિ' હતેા. કિસિન્જર ન હેાત તે નિક્સનને આટલી સફળતા ન મળત, પણ સૌથી મેાટી વાત કે ચારિત્ર્યવિનાની હેાશિયારી, અંતે બાજારૂપ થાય છે અને વ્યર્થ છે.
૧૦-૮-૪૭૪ -
ચીમનલાલ ચકુભાઈ
પ્રકીર્ણ નોંધ
રાજદ્વારી કેદીઓ ઉપર જેલમાં અત્યાચારો
પશ્ચિમ બંગાળમાં સિદ્ધાર્થ શંકર રેની આગેવાની નીચે કાગ્રેસ સત્તા પર આવી તે પૂર્વે, નકસલવાદીઓનું સારું જોર હતું. નકસલવાદીઓએ ઘણાં હિંસક કૃત્યો કર્યાં હતાં. રાજકીય વિરોધીઓનાં ખૂન પણ કર્યાં હતાં. સિદ્ધાર્થ શંકર રેની સરકારે કડક પગલાં લઈ નકસલવાદીઓને દબાવી દીધા અને કાયદા અને વ્યવસ્થા સ્થાપ્યાં
૭૫
ઓલ ઈન્ડિયા વીમેન્સ એસસીએશનની કેટલીક બહેને એ મોંઘવારીવિરોધી આંદોલનમાં ભાગ લીધા અને તા. ૩-૫-’૭૪ ના રોજ તેમાંથી કેટલાંક બહેને પકડાયાં અને તેમને જેલમાં લઈ ગયાં, ત્યાં કહેવાતી નકસલવાદી સ્ત્રી-કેદીઓ-મોટેભાગે યુવતીઓને મળવાનું થયું અને તેમના પર થતા અત્યાચારો જાણ્યા, જેનો અહેવાલ એસાસીએશને બહાર પાડયા છે. સામાન્ય સતામણી તો છે જ, ઊલટ તપાસ કલાક સુધી ચાલે વગેરે. પણ ધાર્યા જવાબા ન મળે ત્યારે કેવા અમાનુષી જુલ્મા થાય છે તેની દિલ કંપાવનારી કથા તેમાં મળે છે. આ યુવતીઓને નગ્ન કરી ટેબલ ઉપર સુવડાવે, સળગતી સિગારેટોથી તેમનાં સ્તન, ગરદન કે, ગુહ્ય ભાગેા ઉપર ડામ લગાડે, ખૂંઠમાં લાખંડના સળિયા વારવાર ભેરવે, બેભાન થઈ જાય. આવું ફરી ફરીને થાય—કાંઈ દાદફરિયાદ નહિ.
એને યશ લેવાય છે. આવાં કડક પગલાંમાં હજારોને જેલમાં પૂરી દીધા. એમ કહેવાય છે કે કેટલાયનાં ખૂન પણ થઈ ગયાં. પશ્ચિમ બંગાળની જેલા આવા કેદીઓથી ઊભરાઈ રહી છે. તેમની સામે નથી કોઈ મુકમે. ચાલતા, નથી કોઈ તપાસ થતી. રોલેટ એકટ સામે ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડી. તેને અનેક રીતે ટપી જાય તેવે મિઝા એકટ છે. પણ આપણને કઠે પડી ગયું. ડિફેન્સ ઓફ ઈન્ડિયા એકટના પણ એવા ઉપયોગ થાય છે. પકડાયેલાના માટો ભાગ યુવક – યુવતીઓના છે. લાંબા સમય સુધી જેલમાં સડે છે. કેટલાય રિબાઈને મરી જાય છે. કેટલીક વખત જેલમાં તફાને થયાં અને કેટલાક કેદીઓ મરી ગયા અથવા ઘાયલ થયાનું સાંભળીએ છીએ ત્યારે રાબેતા મુજબની સરકારી યાદી બહાર પડે છે કે કેદીઓએ તોફાન કર્યું અથવા નાસી છૂટવા પ્રયત્ન કર્યાં અને પેલીસને ગાળીબાર અથવા લાઠીમાર કરવા પડયા. સાચી વિગત બહાર આવતી જ નથી. હમણાં ‘ઈકોનેમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં એક સમાચાર આવ્યા છે જે કમકમાટી ઉપજાવે તેવા છે અને તેથી આ લખવા પ્રેરાયો છું.
વિદેશી રાજ્યમાં આવું થતું ત્યારે આપણે હાહા કરી મૂકતા. અત્યારે કોઈ સાંભળનાર નથી. બીજા રાજ્યામાં પણ વધતાઓછા પ્રમાણમાં રાજદ્રારી કેદીઓ પ્રત્યે આવું જ વર્તન થાય છે. કોઈ
ઉપાય નહિ થાય?
આપણા ધારાસભ્યો
મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠક પાંચમી ઑગસ્ટે શરૂ થઈ ત્યારથી, બન્ને ગૃહેામાં વિરોધ પક્ષના સભ્યો તરફથી ધાંધલ અને તેાફાન મચાવી, કાંઈ કામ થવા.દીધું નથી. પહેલા બે દિવસ, બન્ને ગૃહેાની બેઠકો મુલતવી રાખવી પડી. છેવટ, બન્ને અધ્યક્ષોએ ૩૫ સભ્યાને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા ત્યારથી, સસ્પેન્ડ થયેલ સભ્યા તરફ્થી બન્ને ગૃહા ઉપર ઘેરાવેા, બીજા સભ્યો અને પ્રધાનોને ગૃહમાં જતા અટકાવવા, મેટર આગળ સૂઈ જવું, વગેરે પ્રકારના ‘સત્યાગ્રહે’ ચાલે છે. સભ્યોને ઊંચકીને ગૃહની બહાર લઈ જવા પડે અથવા પેાલીસ ઊંચકીને પેલીસ વાનમાં લઈ જાય. તેમાં મેઘવારીવિરોધી મેરચાની બહેન અને પછી કોર્પોરેશનના વિરોધ પક્ષના સભ્યો જોડાયા. આ સભ્યોની માગણી છે કે ધારાસભામાં કાંઈ કામકાજ થાય તે પહેલાં સરકારે ખાતરી આપવી કે પ્રજાને અનાજ, કેરોસીન પૂરતા પ્રમાણમાં પૂરાં પાડવામાં આવશે. ઘેર નિરાશામાંથી લેકપ્રિય થવાને આ એક જ માર્ગ રહ્યો છે. બીજા રાજ્યામાં અને પાર્લામેન્ટમાં પણ એ જ દશા છે. વિરોધ પક્ષો નિષ્ફળતા અનુભવે છે. કોઈ માર્ગ સૂઝતા નથી. કોઈ વખત મનમાં એમ થાય છે કે હજી આપણે લેાકશાહીને લાયક છીએ? હમણાં પંજાબના ભૂતપૂર્વ ગર્વનર ડૉ. ડી. જી. પ્રવા≥એ પેાતનાં પાંચ વર્ષ - ૧૯૬૭થી ૧૯૭૨ - ના ગવર્નરપદના સમયના અનુભવા આપતું પુસ્તક બહાર પાડયું છે. આ પાંચ વર્ષમાં છ વખત તંત્રે બદલાયાં. ચાર પ્રધાનમંડળે થયાં, બે વખત રાષ્ટ્રપતિશાસન થયું. રાજકીય પક્ષો અને રાજદ્રારી વ્યકિતઓની શરમજનક કથાનું વર્ણન છે. પક્ષપલટાઓ, કાવાદાવા, લાંચરુશવત, સાલાલસા, આ બધામાં પ્રજાહિત કર્યાંય દેખાય નહિ. કોઈ પ્રમાણિક નહિ. બીજાં રાજ્યામાં પણ એ જ સ્થિતિ છે. પવાટે લખે છેકે આ રાજ્તારી ખટપટોનું નાટક ચાલતું હતું. ત્યારે પંજાબી ખેડૂત, ઘઉં, જવ અને બીજા’ધાન્યનું વાવેતર, ટ્રે કટર, ટયુબવેલ, ખાતર વગેરે સાધનાથી, વધારવાની મહેનતમાં પડયા છે.
That was the agony and the ecstasy of the Punjab. The agony was entirely the contribution of the upper classes; the rich, the educated, the ambitious and the unscruplous; the ecstacy was the making of the lower classes; the poor, the illiterate, the contented and the honest.