SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રબુદ્ધ જીવન એ કડીઓ માત્ર પેપટની પેઠે ટી જાય છે. પામીએ એ પહેલા પુરુષના બહુવચનનું ક્રિયાપદ છે. એનો અર્થ ‘આપણે સૌ પામીએ’ એવા થાય છે અને એ અર્થ તદ્ન સુસ્પષ્ટ છે. આપણે સૌ પામીએ એટલે આપણે બધા જ-જગત આખાના લોકો માટે પ્રભુદરશન સુખસંપદારૂપ છે, નવનિધિરૂપ છે અને જગત આખાના લોકો માટે સકલ પદારથ સિદ્ધ કરનારું એ સાધન છે. આવા અર્થ સમજાય તે પ્રભુદરશનરૂપ નવી સાધના કરનાર કદી પણ પોતે એકલા જ રાતામાતા થવાના પ્રયાસ ન કરે, પણ જગત આખાના તમામ લોકો રાતામાતા થાય એનું બરાબર ધ્યાન રાખે; અને પ્રભુ દરશન કરનારને જગત આખાની જનતા રાતીમાંતી થવા સાથે જ પોતાને રાતામાતા થવાના અધિકાર છે, એ થયા વિના પોતે એકલાને રાનુંમાનું થવાની વૃત્તિ એ તે પ્રભુને ઠગવાની જ વાત છે, એ હકીકત ધ્યાનમાં આવવી જોઈએ. પંથ નિહાળવા નીકળનાર કવિ આનંદઘનજી ભગવાન અજિતનાથજીના સ્તવનમાં શરૂઆતમાં જ પોતાની જાતને ઓળખવાનો અને જાતને ઓળખીને પંથ નિહાળવાની જે વાત કરે છે તેને અર્થ એ છે કે પ્રભુદરશનરૂપ નવી સાધના કરનાર સૌ કોઈ પામીએ એ ક્રિયાપદના મૂળ અર્થ સમજે. પ્રભુદરશન પદમાં રહેલા પ્રભુ શબ્દના અર્થ ઘણા જ વ્યાપક છે. પ્રભુ એટલે શ્રી અજિતનાથ વગેરે તીર્થંકરો, પ્રભુ એટલે શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણચંદ્રજી, શ્રી હનુમાનજી, શ્રીભદ્રકાળી વગેરે માતા, શ્રી જરર્થે સ્તસાહેબ, શ્રી પેગંબરસાહેબ, શ્રી ઈશુ ખ્રિસ્તસાહેબ, શ્રી યાહેાવાસાહેબ એમ અનેક નામો વડે હિંદુસ્તાનમાં કે બીજા દેશમાં જે નામે પ્રભુ માટે પ્રસિદ્ધ છે અને પ્રચલિત છે તે બધાં નામે અહીં સમજી લેવાનાં છે અને તે દરેક પ્રભુના દરશન કરનારે યા પૂજન કરનારે પામીએ ક્રિયાપદનો ભાવ પૂરી રીતે બરાબર સમજવાના છે એમ કવિ આ સ્તવનની શરૂઆત કરતાં આપણને સૌને જાગ્રત કરી રહ્યા છે. પંડિત બેચરદાસ દોશી કામ, થાક અને કંટાળા “ મલ્ટિપરપઝ મેન ” નામનું એક પુસ્તક બ્રિટનના એક સમાજશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક શ્રી પેટ્રીક ગેરિંગે હમણાં જ પ્રગટ કર્યું છે. એનો અર્થ થાય છે અનેક ઉદ્દેશવાળા માનવ. આ મલ્ટિપરપઝ મેનને સમજવા આપણે થેડાક સાચા દેશી દાખલા લઈએ : એક મોટી આયાત - નિકાસની પેઢીના લક્ષાધિપતિ માલિક છે. તેમની કેબિનમાં બેસીને નિકાસના લાખ્ખો રૂપિયાના સેદા કરે છે. મહત્ત્વના વ્યાપારી નિર્ણય લે છે. બીજી રકઝક કરે છે. પણ સાંજે કેબિન બહાર આવીને જ્યાં રવાનગી કારકુન ટપાલ માટેના કાગળા બીડતા હોય છે ત્યાં શેઠ પોતે જ કાગળનું વજન કરીને કવરને ટિકિટો ચોંટાડે છે અને પરબીડિયાને ગુંદર લગાવીને બીડે છે. આ કામમાં શેઠને મઝા પડે છે. તેમના થાક પણ ઊતરે છે! બીજી એક વ્યકિત મેાટી સાલિસિટરની પેઢીમાં ભાગીદાર છે. અનેક ટ્રસ્ટો સાથે સંકળાયેલ છે. એક વર્તમાનપત્રની માલિકી ધરાવતા ટ્રસ્ટમાં પણ ઉચ્ચ સ્થાને કામ કરે છે. ઉદ્યોગે સાથે સંકળાયેલ છે. આવી અનેકવિધ પ્રવૃત્તિમાં દિવસના બારથી સેળ ક્લાક વીતે છે છતાં તેમને થાક લાગતો નથી. એક છાપખાનામાં આખા દિવસ બીબાં ગાઠવનારો કમ્પોઝિટર સાંજે બીજું કામ શોધે છે. કાગળનાં ખોખાંને લેબલ લગાવે છે. 786. 9-6-98 સાંજે બીબાં ગેાઠવવામાં તે થાકી જાય છે, પણ ખોખાંને લેબલ લગા વવાનું કામ સવાર જેવી તાજગીથી કરે છે! પશ્ચિમની સમુદ્ધ દુનિયામાં કામદારો ‘બોરમ ’થી (કંટાળાભરેલું જીવન) ગળે આવી ગયા છે. એકનું એક કામ કરીને તે સાંજે થાકીને લોથ થઈ જાય છે. એવાં ઘણાં કામે છે જેમાં કામ કરનારને થાક અને કંટાળા વધુ જણાય છે અને કામને સંતોષ ઓછે જણાય છે. આવી સમસ્યા માટે શ્રી પેટ્રિક ગોલ્ડરિંગે એક ઉપાય શોધ્યું છે. દરેક માણસે માત્ર વૈવિધ્ય ખાતર જ નહિ પણ શરીરની કુશળતા જાળવી રાખવા બેથી ત્રણ પ્રકારનાં કામ શોધવાં જોઈએ. પાર્ટ - ટાઈમ કામ કરનારા લોકો, બીજા લોકો જે એક જ પ્રકારની નોકરી કરતા હાય તેના કરતાં વધુ કમાણી કરતા તે હશે જ, પરંતુ પાર્ટટાઈમ કામ કરનારાને મનોવૈજ્ઞાનિક દષ્ટિએ કામનું વૈવિધ્ય મળતાં તેને થાક અને કંટાળા દૂર થાય છે અને એકધારું કામ કરનારા કરતાં તે મન અને શરીરનું આરોગ્ય વધુ સારી રીતે જાળવી શકે છે તેમ શ્રી ગાલ્ડરિંગ પ્રતિપાદિત કરવા મથે છે. શ્રી ગાલ્ડરિંગના જ શબ્દામાં કહીએ તે,“Variety is a p1ime need for a healthy balanced life.” – માણસના આરોગ્યમય અને સમતલ જીવન માટે વિવિધતા એ પ્રાથમિક જરૂરિયાત છે. આપણે ખોરાક, કપડાં, ફૂલની સજાવટ, ઘરની શોભા, અને બીજી ઘણી બાબતોમાં વૈવિધ્યને ચાહીએ છીએ, તે કામની બાબતમાં પણ વૈવિધ્યને સ્થાન હોવું જોઈએ. શ્રી ગેલ્ડરિંગ તે બેધડક રીતે કહે છે કે દરેક વ્યકિતએ ઓછામાં ઓછાં બે કામ (Jobs) હાથ ધરવાં જોઈએ. આને કારણે કામદાર પ્રફ લ્લિત રહી શકે છે. આમ કરવાથી કારખાનામાં માત્ર ખોખાં પેક કરવાનું કંટાળાભરેલું કામ કરનારો પણ બીજું કામ રસપૂર્વક કરી શકશે. મેટરના કારખાનામાં, રેડિયા કે ટી. વી. બનાવતી મેાટી કંપનીઓમાં અને બીજા ઈજનેરી ઉદ્યોગામાં જ્યાં એસેમ્બ્લી વર્ક (અમુક ભાગેને સતત ભેગા કરવાનું કાર્ય) હોય છે ત્યાં સાંજ પડે ત્યાં કામદાર એટલે થાકી જાય છે કે તે પછી તેની વિચાર કરવાની શકિત ક્ષીણ થઈ જાય છે અને શરીર પણ લાથ થઈ જાય છે. દા. ત. આવા કામદાર ૪૦ કલાક એસેમ્બ્લીનું કામ કરવાને બદલે સપ્તાહમાં ૨૦ કલાક આ કામ કરે અને બાકીના ૨૦ કલાક બીજું કામ કરે તે તેની તાજગી એવી ને એવી રહેશે. " ઓફ્સિમાં કારકુની કામ કરનારા લોકો માટે પણ ઉપરનો સિદ્ધાંત કામ લાગે છે. કોઈ પેઢીના સંચાલકને તેને સેક્રેટરી કે કારકુન થાક લાગ્યાની ફરિયાદ કરે છે ત્યારે સંચાલક તો તેને પાછા પાડી દે છે: “ જુઓ, હું દિવસના બાર કલાક કામ કરું છું. મને કંઈ જ થતું નથી. તમે તે માત્ર ૭ થી ૮ કલાક જ કામ કરો છે. ” પણ સંચાલકને જાણ નથી કે શ્રી ગોલ્ડરિંગની વ્યાખ્યા મુજબ તે પોતાની જાણ વગર એક ‘મલ્ટીપરપઝ મેન ” તરીકે કામ કરે છે. તેના કામમાં વૈવિધ્ય હોય છે. ઘણા મેનેજરો ઑફિસનું કામ સતત દસથી બાર ક્લાક કરીને હાથે મેટર ચલાવી શકે છે, કારણ કે મેટર ચલાવવાનું કામ તેને વિવિધતા બક્ષે છે. શ્રી ગાલ્ડરિંગ કહે છે કે જે માણસ કામમાં થાક અને કંટાળાની ફરિયાદ કર્યા કરે છે તે માણસ સામાજિક જીવનમાં પણ અસંતોષી અને અસહકારી બને છે. તેનું વ્યકિતત્વ ખીલતું નથી. તંદુરસ્ત અને પ્રફુલ્લિત સમાજ રચવા માટે તે મલ્ટિપરપઝ માનવ પેદા કરવાની જોરદાર હિમાયત કરે છે. માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, મુંબઈ – ૪, તે નં. ૩૫૦૨૯૬ કાન્તિ ભટ્ટ પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy