________________
પબ જીવ
“પ્રભુ જૈનનુ નવસ કરણ
વર્ષ ૩૬ : અર્કઃ ૮
મુંબઇ, ૧૬ એગ
૧૯૭૪ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨
inert, No. MH. My seath Licence No.: 37
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
*
આઝાદીનાં
૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતાનાં ૨૭ વર્ષ પૂરાં થશે. ૨૮મા વર્ષના પ્રભાતે લોકોના મનોભાવ કેવા છે? સ્વાતંત્ર્ય સંગ્રામ મેાટી આશાઓથી લડયા હતા. વિદેશી શાસનમાંથી મુકિત મેળવવી એ તે, અંતિÆ ધ્યેયનું પહેલું પગથિયું હતું. અંતિમ ધ્યેય તે! પ્રજાની આબાદી છે. સ્વશાસન હાય તેમજ આ ધ્યેય હાંસલ થઈ શકે એવી દૃઢ માન્યતા ઉપર સ્વતંત્રતા માટે લડયા. વિદેશી શાસન પ્રજાના ચતુર્વિધ-રાજકીય, આર્થિક, સામાજિક અને નૈતિક પતનનું કારણ હતું. સ્વરાજ કોઈ એક વર્ગનાં આર્થિક હિત મેળવવા માટે ન હતું. આપણું સ્વપ્ન – જેને બંધારણના આમુખમાં આકાર આપ્યા છે - સમસ્ત પ્રજામાં સમાનતા, ભ્રાતૃભાવ, ન્યાય, રાજકીય, સામાજિક અને આર્થિક, – વ્યકિતનું ગૌરવ અને સ્વતંત્રતા, સૌને પેાતાના વિકાસની સમાન તર્ક અને અવકાશ, આવા એક સમાજની નવરચના કરવાનું છે. ૨૭ વર્ષ પછી તેનાથી લાખા જોજન દૂર છીએ. આ નિષ્ફળતાના દોષ હવે કોઈ વિદેશીઓને શિરે નાખીશકીએ તેમ નથી. એ જવાબદારી આપણી જ છે. આપણી એટલે કોની ? કોઈ એક જ વર્ગની કે સૌ કોઈની ? વિચારીશું તે જણાશે કે દરેક વર્ગ કે વ્યકિત આ દોષ બીજાના ઉપર નાખવા પ્રયત્ન કરે છે. આપણી નિષ્ફળતાનું મૂળ આ નિર્બળતામાં રહ્યું છે.
વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરવું અઘરું નથી. ફુગાવા, મોંઘવારી, બેરોજગારી, સંગ્રહખોરી, નફાખારી, ભ્રષ્ટાચાર, સ્વાર્થ, સત્તાલાલુપતા, શોષણ, વધતી જતી અસામાનતા; આ ચિત્રમાં ઘણા રંગ પૂરી શકાય તેમ છે. તેને જેટલું ઘેરુ અને કાળું કરવું હૈય તેટલું થઈ શકે તેમ છે. ચતુર્વિધ પતનની કોઈ દિશામાં પ્રગતિ કરી હાય તેવું ન લાગે. તેમાં આશાનાં કિરણેા નથી એમ નથી. ૨૭વર્ષમાં સારું એવું કામ થયું છે. એથી વધારે સારુ થઈ શકે તેમ છે પણ અત્યારે નિરાશાનાં વાદળારો આપણને ઘેરી લીધા છે.
શ્રી મુ`બઈ જૈન યુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર ′ નકલ ૫૦ પૈસા
આવી પરિસ્થિતિ છે તેમ સૌ કોઈ સ્વીકારે છે પણ તેનાં કારણેા તપાસીએ ત્યારે ઊંડા મતભેદ દેખાશે. દરેક વર્ગ અને વ્યકિત, પેાતાના સ્વાર્થની દષ્ટિ રાખી, પેાતાના સિવાય, બીજાના વર્તનમાં કારણે શોધશે. સામાન્ય વલણ, શાસક પક્ષ અથવા રાજદ્રારી પક્ષા અને રાજદૂારી વ્યકિતઓ ઉપર બધા દોષ ઢોળવાનું છે. રાજદ્નારી પક્ષા પણ એકબીજાના દોષ જૉશે. ડાબેરી પક્ષા, જમણેરી ઉપર, અને જમણેરી ડાબેરી ઉપર. આમાં કેટલેક દરજજે નીતિવિષયક પાયાના ભેદ હાય છે. જનસંધ અને સામ્યવાદી બન્નેની નીતિ સર્વથા ભિન્ન છે. કૉંગ્રેસ એકંદરે મધ્યમમાર્ગી છે. સર્વોદયવાદીઓ બધા રાજકીય પો! અને રાજદ્રારી વ્યકિતઓને દોષ જોશે. બધા પ્રજાહિતની જ વાત કરશે. વેપારીને ઉદ્યોગવાળા સરકારની, (તેમના હિસાબે ખાટી) નીતિનો દોષ કાઢશે. લાઈસન્સ, પરમિટ, કન્ટ્રોલ, વધારે પડતા કરવેરા વગેરે કારણેા આપશે. વેપારી અને ઉદ્યોગવાળાનું
૨૭ વર્ષ
*
સામાન્ય વલણ ખાનગી ક્ષેત્રને બને તેટલું અંકુશરહિત, વિકાસને પૂરો અવકાશ માગવાનું રહે છે. તેમના તરફથી એમ કહેવાય છે કે આમ કરવાથી ઉત્પાદન વધશે, ભ્રષ્ટાચાર છેા થશે, પ્રજાને ચીજવસ્તુ વાજબી ભાવે મળશે.બીજે પક્ષે, વેપારી અને ઉદ્યોગવાળાના પૂરો 'અણવિશ્વાસ, તેમના જ સ્વાર્થ જુએ છે; સંગ્રહખોરી, નફાખોરી, કાળાં બજાર, અછતના પૂરો લાભ લેવા, ઉત્પાદન પ્રજાહિતમાં નહિ પણ પેાતાને ફાયદો થાય તેવું અને તેટલું કરવું, કરચારી, દાણચારી વગેરે. લાઈસન્સ, પરમિટ અને કુશોને કારણે જ મેટા નફા કરે અને લાંચરુશવતથી જ કામ લે. પરિણામે, ઉદ્દામવાદીઓ તરફથી વેપાર ઉદ્યોગો સરકાર હસ્તક કરવા, જાહેર ક્ષેત્ર બને તેટલું વિસ્તારવું અને ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશે વધારવા, એવી માગણીઓ વધતી જાય છે. જાહેર ક્ષેત્રમાં કાર્યક્ષમતાના અભાવ અને કામદારોની લાપરવાહીને કારણે ઉત્પાદનનું પ્રમાણ ઘટતું રહે છે અને મોટી નુકસાની કરે છે.
મેટા ખેડૂતો, ખાતર, નહેરનાં પાણી, બિયારણ, વીજળી, સરકારની નવી ધિરાણનીતિ વગેરેને પૂરો લાભ ઉઠાવે છે. સહકારી મંડળીઓમાં સ્થાપિત હિતો જામ્યાં છે અને ઉપલા વર્ગને જ તેના ફાયદા મળે છે. જમીનની ટોચમર્યાદા બાંધી પણ તેવા કાયદાના અમલ પૂરો થયે। નથી. ખેતમજૂર- સંગઠનવિહાણા હાઈ તેનું શેષણ થાય છે. ગ્રામપંચાયતથી માંડી જિલ્લા પંચાયત અને મેટાં શહેરનાં મ્યુનિસિપલ કોરપોરેશન બધે ચૂંટણીના ભ્રષ્ટાચાર અને લાગવગશાહી છે. શહેરા અને કારખાનારનેામાં સંગઠિત મંજૂરો અને કામદારો પ્રમાણમાં ઊંચાં વેતન મેળવે છતાં પૂરું કામ આપતા નથી. બેન્કો, વીમા કંપનીઓ, વાહન - વ્યવહાર, તાર-ટપાલ, રેલવે, સરકારી ખાતાઓ, બધે અશિસ્ત, કામચારી અને લાંચ-રુશવત છે. ગરીબાની બેહાલીનો પાર નથી. પરિણામે પ્રજામાનસમાં સતત ઉત્તેજના અને હિંસાનું વાતાવરણ રહે છે. રાજકીય પક્ષો આ પરિસ્થિતિને પૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે. આંતરરાષ્ટ્રીય કારણા-તેલની કટોકટી, યુના ભય—પરિસ્થિતિની વિકટતામાં ઉમેરો કરે છે.
આ બધાના ઉપાય શું? દરેક વર્ગ અને વ્યકિત પોતાના સ્વાર્થની દષ્ટિએ ઉપાય બતાવશે, કોઈ રાજમાર્ગ નથી.
પ્રથમ તા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના અનિષ્ટને ડામવું, જે પ્રજાજીવનને કોરી ખાય છે. સરકારે કાયદા ઘણા ફર્યા છે. તેને અમલ નથી થતા. જાહેર વિડંબના થાય છે. સરકારી અમલદાર અને ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલ વ્યક્તિએ સંડોવાયેલ હોય ત્યાં સફળતા મળવી મુશ્કેલ છે. પૈસાની પ્રતિષ્ઠા તાડવી જોઈએ. માત્ર કાયદાથી આ બને તેમ નથી. સામાજિક દબાણ અને જાગ્રત લેાકમત જરૂરી છે.