SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૭૪ મારા માતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ [ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલા વ્યાખ્યાનને સારી આજે આપણે કદાચ વધુ વ્યાપક બન્યા છીએ. આપણા જીવનની, વિચારણાની સંકુચિતતીની અસરમાં આવ્યા વગર ફેલાવો કરીએ છીએ. આ ચિંતનના ક્રમમાં આ વિષયને ભારતીય પરંપરાના એકથી, વધુ ગ્રન્થોમાં ઉલ્લેખ છે. આ ચારેય પુરુષાર્થ–તપ સમગ્ર જીવનના વિકાસ માટે મૂલ્યવાન છે અને તેનું મહત્ત્વનું સ્થાન પણ છે. સ્ત્રી – પુરુષના જીવનમાં જ્યારે અંતર હતું ત્યારે એને પુરુષાર્થ કહ્યો હશે, કેમકે સ્ત્રીને સંપત્તિ મનાતી હતી. જો કે આજે ય આવું માનનારાઓ કયાંક હોય છે. એના દાખલાઓ મળી આવે છે. મનુષ્યને પોતાનું જીવન છે. પિતાના પારસ્પરિક સમાજ, રાષ્ટ્રના ગૌરવમાં એને પોતાને આજે શોધ છે. પરિણામ શું આવે છે એની શોધ કરવી છે. ત્યારે વિચાર થાય છે કે આ તપમાં ધર્મને પહેલાં સ્થાન કેમ આખું? બાકીના ત્રણ શબ્દો છે એની સાથે સામાન્યપણે ધર્મ કેમ લીધો? કામનાથી એ તરફ અને આથી ધર્મ તરફ જવાય છે. આપણે સામાન્ય અર્થમાં લઈએ છીએ એ અર્થ ધર્મને અહીં થતો નથી. અહીં એને અન્ય અર્થ છે. તપમાં સ્થાન છે તેથી સમુચિત ઢંગથી તેને અર્થ જોવો જોઈએ. જીવનને વિકાસને કેમ બુદ્ધિથી થાય છે. બુદ્ધિ-વિવેક માનવ ઈતિહાસ માટે જરૂરી છે. હવે એ માટે કયો માર્ગ સફળતાને છે એ સમજીએ. સહેજ સ્વાભાવિક ઢંગથી વિકાસ કરીએ. આવું નથી થતું તે ભ્રષ્ટાચાર થાય છે. માટે જ ધર્મથી આરંભ કરવાનું પંડિતએ-વિદ્વાનોએ નક્કી કર્યું છે. એક બાજુ ધર્મ અને સામી બાજુ મેક્ષ અને વચ્ચે અર્થ અને કામ છે, અને તેથી સહજ ગભરાટ ઊપજે છે કે આને તે વળી કે સંબંધ? જીવનની ક્રિયા – પ્રક્રિયા તરફ જોઈએ તે આના વગર ચાલતું નથી. એનાથી જીવનને પોષણ મળે છે. ચાસ્યને સાથે રાખવાનું એ જ કારણ છે કે એમાં સુસંગતિ છે, સમન્વય છે. એ ચારેય તોને આપણા જીવન સાથે સંબંધ છે. આ વિશે પુનરીક્ષણ કરવું જોઈએ. Thought is very cruel – કેમકે તે કોઈની પરવા નથી કરતા. વિવેક–બુદ્ધિનો ક્રમ બંધનમાં નથી અને એ કોઈને બાંધતા નથી. ધર્મ વિશે આપણે જે કંઈ સમજીએ છીએ તેનાથી એટલું જાણવા મળે છે કે આપણે હકીકતે ધર્મથી બહુ જ દૂર છીએ. “સૃષ્ટિથી ધર્મને જુએ”—એવા વિચારવાળા આજે છે. પણ આજના અનેકવિધ પ્રશ્નો વચ્ચે તેનું સમાધાન લેવું જોઈએ. અર્થ વિશે સમજીએ તે તે આપણી મહેનતનું ફળ છે. પણ વિશ્વના બધા પ્રશ્ન એમાં સંકળાયેલા છે. જીવનમાં કેટલીય ગૂંચવણ ઊભી થઈ શકે છે. અર્થોપાર્જન આપણા માટે મહત્ત્વનું અંગ છે એય ખરું. વ્યકિત જે કંઈ કરે તેને સમાજ સાથે સંબંધ છે. સમાજ પ્રત્યેની જવાબદારીની આમાં વાત છે. જો કે થોડાં વર્ષ પહેલાં આવું મનાતું કે સ્વીકારા નહિ. કામનાના આધાર પર માનવી આગળ વધે છે; એ અર્થની હોય, કામનાની હોય, મોક્ષની પણ હોય. એ તત્ત્વોને સાથે લઈને આગળ વધવું જોઈએ. પરંતુ આ માટે જે વિસંગતિએ હોય તે દૂર કરવી જોઈએ. આ ચારેયને એવી તે કઈ રીતે લઈએ કે છેવટે હું કામ, અનું જીવન જીવ્યો છું, મેં જીવનમાં પૂર્ણતા મેળવવાનું રાખ્યું છે એવું સંતોષ રહે. આ પ્રકારનું સમાધાન થાય છે ત્યારે મોક્ષ તરફ પ્રયાણ થાય છે. પરંતુ આજે આને બદલે તો ચોપાસ ગરબડ દેખાય છે. પણ ત્યારે શું દેખાય છે? ખુલ્લા સમાજમાં બંધનવાળા ધર્મ સાથે લઈ ચોલીએ તો આ ફરક પડવાને છે, કેમકે આપણે અહીં કે તહીં જોતા જ નથી ! આ ચારેય તત્તની પરીક્ષા આપણે કેવી રીતે કરી શકીએ ? અથવા કરી શકીએ છીએ ખરા ? કામનો ઈનકાર કરીએ છીએ અર્થથી ધર્મની સાધના કરીએ છીએ અને પછી તેને ધર્મ માનીએ છીએ. એની સામાજિક પ્રતિષ્ઠા બતાવીએ છીએ. હકીકતમાં આમાં ધર્મની ઉપેક્ષા થાય છે, તેની તરફેણ નથી થતી. - રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ આપણી યાત્રા એ માટે છે કે જેથી આપણે એક પછી એક પડદા દુર કરતા જઈએ. આવું જ કિંઈક આ ધર્મ–તપ વિશેનું છે. આજે પણ આપણે એમ કહીએ છીએ કે આ એની મર્યાદા છે. અહમ ને સમષ્ટિની સાથે એકરૂપ કરવું જોઈએ. પાતાને છાવર કરી દેવું જોઈએ. પણ આવું થતું નથી . પશ્ચિમમાં ભાંગ, ચરસ, ગાંજો પીવાથી એક પ્રકારની ‘trip થાય છે એવી માન્યતા અમુક ચોક્કસ વર્ગમાં છે. ભૂતકાળમાં એક લેખમાં લખ્યું હતું કે તે દેશમાંથી અર્થ– કામ લાવે અને ધર્મન્માક્ષની નિકાસ કરે ! આ વિશે સરકાર પણ કશે વાંધા ને જ હોઈ શકે ! પર આને અર્થ એ થયો કે તે લેકેએ મોક્ષને અર્થ બનાવ્યું છે. પાસ સાફસૂફી કરવાનું કઠિન છે. તેથી તે લોકો દૂર જવાનું રાખે છે અને પછી કહેશે કે ધર્મ અને મોક્ષની સીડીઓ પર રહેશે. આ પ્રવાહ મોટો છે. આજે એક નહિ, નવ ભાવનની વાત કરીએ છીએ અને છતાં ગ્લાનિ ઓછી થતી નથી. આને એક પ્રકારનું ધૂમ વેપાર ચાલે છે, સેદો થાય છે. પરંતુ આ બધું ઊલટું છે. તેને તપ સાથે સુસંગતતા નથી. એ ઠીક નથી. આ તપને સ્વાભાવિક ઢંગથી વિકાસ થવો જોઈએ. અને આવું થાય છે ત્યારે તેનું સંપૂર્ણ વ્યકિતત્વ ઊંચું ઊઠે છે અને તે આગળ વધે છે. તેથી નૈસર્ગિક અનુભવને સહારે આપીને વિકાસ સાધવો જોઈએ, પરંતુ આજે આવું બહુ ઓછું થાય છે. કામની જ વાત જુઓ. એ વિશે નવી રીતે વિચારવું જોઈએ. એ વિશે છુપાવીને વાત કરીએ છીએ અને પરિણામે વિકાર વધતે જ જાય છે. માનીએ છીએ કે એ વિશે બહાર બેલીશું તે વિકાર વધશે, એ ખોટું છે. વ્યકિતત્વના વિકાસ માટે જે કંઈ જોઈએ એને આથી લીધા આવે છે, એથી જીવન ખંડિત થાય છે. આવરણમાં જીવનનું સ્વરિશ્ય હેતું નથી. સીધી વાત કરવી જોઈએ. સમજવાની વાત કરવી જોઈએ. નહિ તે નુકસાન થતું રહે છે. આજે આપણી દષ્ટિ એવી થવા પામી છે કે જીવનમાં જે થવું આવશ્યક છે તે સમજતા નથી. એ આપણા મનને વિકાર છે. આ પારું બદલવું પડશે; નહિ તે સ્વાથ્ય સુધરવાનું નથી. અર્થની પરિસ્થિતિ પણ એવી થઈ ગઈ છે. આજનું જીવન સ્થિતિસંકુલ થઈ ગયું છે. ક્રિયા એક જગ્યાએ થાય છે, એની પ્રક્રિયા બીજી જગ્યાએ થાય છે. માટે જ તો એને રોકવું જોઈશે. જે કંઈ થઈ રહ્યાં છે તેને અંદરથી પાસથી જોઈએ. સમાજપરિવર્તનના વિચારથી જોઈએ, સમન્વયની દષ્ટિથી જોઈએ. કોશિશ એવી કરીએ કે તારતમ્ય કાઢીને, સમજીને ગ્રહણ કરીએ. આવશ્યક હોય તે નો અર્થ બેસાડીએ અને પછી એને સમાહાર કરીએ, આવું થશે તો જીવનના અનેકવિધ પ્રશ્નને હલ કરવામાં ખૂબ સરળતા પ્રાપ્ત થશે, એ પ્રશ્નોનું નિવારણ પણ કરી શકીશું. ભંવરલ સિંછી
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy