________________
પ્રબુદ્ધ જીવન
હાં, ૧૮૪
- - - -
-
-
-
-
- -
-
-
-
-
આ
નવા વ્યાકરણની જરૂર
ના
.. મારી અને વ્યાકરણની પ્રથમ ઓળખાણ થઈ ત્યારે એની સામે મારી ઘણી ફરિયાદ હતી. “ભૂત’ને ઉચ્ચાર થતાંની સાથે મારા પેટમાં ધ્રાસકો પડત. આવી સ્થિતિમાં કાળ સમજાવતી વખતે માસ્તર જ્યારે “ભૂત, ભૂત” કરીને બૂમ પાડતા, ત્યારે વર્ગમાંથી અગિયારા ગણવાનું જ મન થતું. પેંડાનું એકવચન અને તમાચાનું બહુવચન મને મંજૂર નહોતું. ભાત કરતાં ભાખરીમાં વધારે શકિત હોય છે એમ કહેનારા લોકો પહેલો શબ્દ નરજાતિને છે અને બીજો નારીજાતિને છે એમ કહેવા માંડે, એટલે ‘શારદા' નાટકનું એક ગીત મને યાદ આવતું – “ઝન દૂઝાવ ! સજી ૩ર થr | (લાકે ગાંડા થયા છે; બધા ઊંધે રસ્તે ચાલવા લાગ્યો છે.)
આપણે શીખીએ છીએ એ વ્યાકરણ જીવનના અનુભવ સાથે સાવ વિસંગત છે, એ વાત આવી રીતે બાળપણમાં જ હું જાણી ગયો હતે. પણ એની સામે બળ જગાડવાની ઇચ્છા માત્ર કાલે જ મારા મનમાં પેદા થઈ. દરેક વાતને સમય હોય છે, એમ જે કહેવાય છે એ તદન સાચું છે!
થયું એમ કે એક મિત્રની સાથે તેના માંદા નેહીને સહેજે મળવા ગય. એ ભાઈ હતા વકીલ. વાતમાંથી વાત નીકળી. વેંકટર પિતાને રોજ કેટલાં ઈંજેકશન આપે છે, તે બતાવે છે એ દવાઓ કેટલી મેંધી હોય છે, પહેલી તારીખે તેમનું બિલ આવે એટલે તે જોવાની પણ પોતાની હિંમત ચાલતી નથી, વગેરે વર્ણન વકીલસાહેબ બહુ જ રસપૂર્વક કરતા હતા. સારું થયું કે એ જ વખતે તેમને તપાસવા ડૉકટર આવી પહોંચ્યા, નહીં તે તેમના વર્ણન પરથી મજકૂર ર્ડોકટર જબરો ડાકુ હશે એવી અમારી ખાતરી જ થઈ જાત.
વેંકટરસાહેબના આગ્રહને વશ થઈ અમે તેમની ગાડીમાં ઘેર પાછા આવવા નીકળ્યા. ગાડી ચાલવા માંડી કે ડૉકટરસાહેબ રંગમાં આવીને ઘર અને દવાખાના માટે પોતાને કેટલી ભાડે આપવું પડે છે એ કહેવા લાગ્યા. તેમના ઘરમાલિકની એક સિનેમા કંપની હતી. એના જેવો લખપતિ પણ પિતાને આવી રીતે લૂંટે છે તેથી વેંકટરને બહુ જ દુ:ખ થતું હતું. ‘લુચ્ચે ', “ચેર' એમ કહીને તેના પર ગાળાને વરસાદ એ વરસાવવા લાગ્યા. એ ભાઈને કોણ જાણે સો વરસની આવરદા પ્રભુએ બક્ષી હશે કે શું, તેની ગાડી બરાબર આ જ ટાણે સામેથી આવી ચડી. ઘણા દિવસથી અમે તેને મળ્યા ન હતા, તેથી તેનું ચાપાણીનું આમંત્રણ સ્વીકાર્યા સિવાય છૂટકે જ નહોતો!
તેમને બંગલે ફાંકડી ચા અને મસાલેદાર ચેવડાને ન્યાય આપતાં આપતાં તે પોતાના રોદણાં રડવા લાગ્યા. ચિત્રપટનાં નટ અને નટી ઓના ભાવ કેટલે વધી ગયો છે, નટીઓ ગમે તેટલી ગેારી હોય તે પણ કાળા બજાર કેવી રીતે કરે છે, પંદર હજારને મોઢે કરાર થયે હોય તો તેમાંના દસ હજાર શરૂઆતમાં જ ચૂપચાપ કેવી રીતે આપવા પડે છે, આવડી મેટી રકમો હિસાબમાં બીજે કયાંક ઉધારતાં કેવી મુશ્કેલી પડે છે, આટલા પૈસા આપ્યા છતાં રૂપાળા ચહેરા સિવાય બીજી કોઈ જાતની મૂડી આ લોકો પાસે નથી હોતી, છતાં તેઓ કામને કેવી રીતે ખોટી કરે છે, એ બધું તેમણે અમને આદિથી
અંત સુધી વિગતવાર સંભળાવ્યું. 1 તેમની રજા લઈને અમે તેમના ઘર બહાર નીકળ્યા. બે ડગલાં માંડ ભળ્યું હશે એટલામાં પાછળથી આવનાર ગાડીમાંથી કોકે અમને બૂમ પાડી. પાછા વળીને જોઈએ છીએ તો એ જ કંપનીના એક પ્રખ્યાત નટ ! અમે તેમની ગાડીમાં બેઠા કે તરત તેમણે પોતાની કથની શરૂ કરી. કોર્ટમાં તેમને કોઈ કેસ હતો. એ કેસમાં તેમના
વકીલે એમને એવા નિચાવી કાઢઢ્યા હતા કે –
એ વકીલ બીજા કોઈ નહીં, પણ જેમની અમે ખબર કાઢવા ગયા હતા તે જ !
હરાવું કે રડવું કશી ખબર નથી પડતી. વકીલ કહે કે મને દવા આપનાર વેંકટર કુર, ડૉકટર કહે, મારે ઘરવાળે લબાડ; એ ઘરવાળો કહે કે મારી કંપનીમાં કામ કરનારા નટ ચેર; અને પેલા નટવર્થ કહે કે મારે કેસ ચલાવનારે વકીલ બદમારા ! આમાંને દરેક જણ સાચું બોલતે હતે. પણ એ સાચું બોલવામાં એક ભેદ હતું. આ બધા સજજને ફકત પોતાના વહેવારની દષ્ટિથી સા. બેલતા હતી, વહેવારની દષ્ટિ હમેશ એકાંગી હોય છે, તે પિતા પૂરનું જુએ છે. બીજા તારી સાથે જેવી રીતે વર્તવું જોઈએ એમ તને લાગે છે, તેવી રીતે તું બીજાની સાથે વર્તન કર’ એમ કહેનાર ઈશુની દષ્ટિ સાચી જીવનદષ્ટિ કહેવાય. પણ આવી દષ્ટિ હજારોમાં એકાદ માણસની હોય છે. બાકીના બધા – પણ તેમનું વર્ણન કરવાની જરૂર જ શો? સવારથી એ બધાંનાં પ્રત્યક્ષ દર્શન તે હું કરી જ રહ્યું હતો ને !
આમ શાથી થાય છેએને હું વિચાર કરવા લાગે અને મને એકદમ એક વિચાર સૂઝી આવ્યો – આનો રખે ટોપલે વ્યાકરણને માથે ઓઢાડવો જોઈએ. આ વ્યાકરણે ત્રણ પુરુષની ત્રણ નોખી દુનિયા શા માટે નિર્માણ કરી ? તેણે જો એક પ્રથમ પુરુષ રાખ્યો હોત તો એના બાપનું શું જાત? પણ પોતાની વિદ્રત્તનું પ્રદર્શન કરવા માટે તેણે બીજા અને ત્રીજા પુરુષની શોધ કરી. એટલે સહેજે જ જે ઊો તે સાચું બોલો', 'પરોપકાર કરે, ‘બાળકોએ માબાપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ,’ ‘મૂંગા પ્રાણીઓ પર દય કરો” એમ ઉપદેશ કરવા લાગ્યો. “હું સાચું બોલું,’ ‘હું યોગ્ય કામ કરું' એમ કહેવાની જરૂર કોઈને જ જણાતી નથી. બેજે વાંચી લેવાનો વખત આવ્યે તેમને ભારે હોય તે હિ બીજાને માથે લાદવાને મનુષ્યસ્વભાવ જ છે. વ્યકિરણે ત્રણ પુમ કલ્પીને બરાબર આ જ વાતને ઉત્તેજન આપ્યું. પરિણામે દુનિયાને સુધારવાની જવાબદારી બીજા ને ત્રીજા પુરુષને સેપી દઈને પ્રથમ પુરુષ સાવ આઝાદ રહ્યો! અને તેથી જ માનવજીવનમાં અનેક દુ:ખે નિર્માણ થયાં.
તેથી ગઈ કાલથી મને લાગ્યા કરે છે કે ગમે તેમ કરીને નવું વ્યાકરણ તૈયાર કરવું જ જોઈએ. આ વ્યાકરણમાં બીજા ને ત્રીજા પુરુષને બંધી હશે. આવું વ્યાકરણ તૈયાર થાય તે જ નવા સમાજ અને નવા માનવીનાં તમને - એમને જે ઝાંખાં સ્વપ્નાં આવે છે તે કયારેક પણ સ્પષ્ટ દેખાવા માંડશે – અંશત: ભલે, પણ અન્ય સુષ્ટિમાં અવતરશે.
| વિ. સ. ખાંડેકર (‘મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા', જૂન ૧૯૫૩, મરાઠી પરથી )
સંઘના સભ્યોને નમ્ર વિજ્ઞપ્તિ હજુ ૧૯૭૩ ના સભ્યોનાં ચેડા લવાજમે બાકી છે, અને ૧૯૭૪ ના જે સભ્યનાં લવાજમ બાકી છે, તે બધા સભ્યોને અંગત રીતે કાડૅ લખવામાં આવ્યા છે. તો જે સભ્યોનાં લવાજમે બાકી છે તેમણે પોતાનાં લવાજમે સત્વર મેકલી આપવા વિનંતિ છે.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,