________________
તા. ૧-૮-૪
બુ
જીવન
નિભાવી લેવાશે નહિ, એ ખરું છે કે પ્રજાના સહકાર વિના અથવા લોકમાનસ બદલાય નહિ, તે માત્ર કાયદાથી કે દંડથી, આ પરિરિસ્થતિ પલટાવી શકાય તેવું નથી. થોડી પણ નૈતિકતા અથવા સામાજિક જવાબદારીનું ભાન અનિવાર્ય છે. જયપ્રકાશ જેવા આવા રચનાત્મક કાર્યમાં મદદ કરી શકે. એમને પણ નૈતિક ક્રાન્તિ કરવી છે; પણ તેમને આ સરકાર ઉથલાવી નાખવી છે એટલે આવી મદદથી સરકાર ટકે અથવા તેની સ્થિતિ સુધરે એવું તેઓ ઈચ્છતી નથી.
' ચીમનલાલ ચકુભાઈ
શ્રી ગૌતમસ્વામીનું ચિત્ર
બીજી તરફ ખેંચી જવા ભારતવિરોધી પ્રચારને ખૂબ વેગ આપે છે. સરહદ ઉપર લશ્કરી હિલચાલ થઈ રહી છે. અમેરિકા પાસે સારા પ્રમાણમાં લશ્કરી સહાય માગી છે. ઈન્દિરા ગાંધીને પણ કહેવું પડયું છે કે આપણે પૂરા સાવચેત રહેવાની જરૂર છે. ચીન વલણ હજી ભારતવિરોધી રહ્યું છે અને પાકિસ્તાન તેનું હથિયાર છે. પરિણામે લશ્કરી ખર્ચને બોજો વધતો રાખવો પડે છે. તંગ વાતાવરણ રાખી આપણી ઉપર આર્થિક ભીંસ ચાલુ રાખવા ચીન - પાકિસ્તાનની મુરાદ છે. પાકિસ્તાનમાં ભુટ્ટોનું સ્થાન લઈ શકે એવું કોઈ છે નહિ અને તેથી અસ્થિરતા અને તંગ વાતાવરણ ચાલુ રહેશે. ફુગાવો અને મેઘવારી સામેનાં સરકારી પગલાં
ફુગાવો અને મેંઘવારી ભયજનક સપાટીએ પહોંચ્યાં છે તેનું સરકારને હવે ભાન થયું હોય તેમ લાગે છે. ત્રણ વટહુકમ કાઢયા છે. આ ત્રણેનું એક જ ધ્યેય છે-નાણાને પુરવઠો ઓછો કરવો. અને ખરીદશકિત ઘટાડવી. ફુગાવા અને મેઘવારીનાં સાચાં કારણે પૂરાં કોઈ સમજતું નથી. અર્થશાસ્ત્રીઓ પણ મૂંઝાયા છે. નાણાને વધારે પડતે પુરવઠો એક કારણ હોય. એટલે બેન્કધિરાણ પર પણ અંકુશ મૂક્યા છે અને વ્યાજના દર વધાર્યા છે. આમ કરી વેપા- રીઓની સંગ્રહશકિત ઓછી કરવાનું ધ્યેય છે. સરકાર તરફથી ભારપૂર્વક કહેવામાં આવે છે કે આ પગલાં શરૂઆત છે અને વધારે કડક અને અણગમતાં પગલાં સુરતમાં લેવાશે. વધારાનું બજેટ આ લખાણ પ્રકટ થાય તે પહેલાં જાહેર થયું હશે. ૨૫૦ કરોડના નવા કરવેરા આવશે એમ કહેવાય છે. રાજ્ય સરકારને પણ વધારાનાં બજેટે લાવવા આદેશ અપાયો છે, ખાસ કરી મેટા ખેડૂત ઉપર કોઈક કરવેરા નાખવા. સાદી બુદ્ધિથી સૌ સમજે છે કે સાચો ઉપાય ઉત્પાદન વધારવું, દુર્ભય બંધ કરવો અને કાળું નાણું અટકાવવું એ છે. કાળાં નાણાંને વ્યાપ બધાં પગલાઓને નિરર્થક બનાવે એટલે છે. સરકારી ભ્રષ્ટાચાર, અમલદારે અને રાજદ્વારી વ્યકિતઓને, કાળાં નાણાંને ઉત્તેજન આપે છે. સરકાર ધાડો પાડે છે, બજારોમાં, વેપારીઓ અને કોન્ટ્રાકટરો ઉપર, દાણચોરો ઉપર, મોટા ભાગના છૂટી જાય છે અથવા કાંઈ અસરકારક પરિણામ આવતું નથી. ચૂંટણીના ફંડ માટેના ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને વેપારીઓ અને ઉદ્યોગવાળાઓને બહાનું મળે છે. કંપનીઓ પાસેથી ચૂંટણી ફંડમાં રાજકીય પક્ષોએ નાણાં ન લેવાં એ ચખલિ કાયદો કરી, ભ્રષ્ટાચારને વધાર્યો. કન્ટ્રોલ નાખી વેપારીઓને કાળાં નાણાં મેળવવા માર્ગ મોકળો કરી આપ્યો. વેપારીઓ અને ઉદ્યોગવાળા ગમે તેટલી ફરિયાદો કરે પણ રારકારી (બેટી) નીતિથી જ અઢળક કમાણી કરે છે. સરકાર સાચી રીતે અરારકારક પગલાં લેવા માગે છે એવી કોઈને પ્રતીતિ નથી. પણ આ વખતે હવા થોડીક જુદી લાગે છે. જે વર્ગોને આજ સુધી પંપાળ્યા છે, મજૂરો, સંગઠિત ટ્રેડ યુનિયને, મોટા ખેડૂતે તેમના ઉપર પગલો લેવાની શરૂઆત કરી છે. ઈન્દિરા ગાંધી સ્પષ્ટ કહે છે કે ચૂંટણીમાં હારી જઈએ તે પણ રાષ્ટ્રના હિતમાં જરૂરી હશે તેવાં પગલાં લઈશું. કાયદાએ તે અત્યારે પણ ઘણા છે પણ તેનો અમલ થતો નથી, કદાચ કર નથી. અમલદારે કસ્ટમના, ઈન્કમટેક્ષના, એકસાઈઝના, વિદેશી હૂંડિયામણના, ઘણી ધાડ પાડે છે અને બધું પતી જાય છે. કાયદાની આંટીઘૂંટીઓ એવી છે કે વર્ષો સુધી તપાસ ચાલે, પછી કેસ ચાલે, પછી સુપ્રીમ કોર્ટ સુધી અપીલે થાય અને પછી બધું ભૂલી જવાય. આ બે મહિનામાં ખૂબ અફવાઓ ફેલાઈ છે. પણ ગાજ્યા મેઘ વરસે નહિ એવું થાય. બધાને વગેસગે કરવાને પૂરે રસમય અને ચેતવણી મળ્યાં. ૧૦૦ અને તેની ઉપરની નેટે ચલણમાંથી રદ થશે, અથવા ૧૦૦ ની ૩૦ થશે, બંન્કનાં લેકરો ઉપર સીલ મરાશે, સંગ્રહ થયેલ માલ જપ્ત થશે - આવું કાંઈ થાય તે પહેલાં, બધું થાળે પડી જાય. પ્રમાણિક માણસે અથવા જેની ખુલ્લી આવક છે એવા દંડાય અને ગરીબ પીસાય. જો કોઈ અસરકારક પગલાં નહિ લેવાય તે આ અસહ્ય પરિસ્થિતિ હવે લાંબે વખત
હમણાં હમણાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગોનાં ચિત્રો પ્રકાશિત થયાં છે એમ મેં સાંભળેલ છે અને “જિનસંદેશ” પત્રમાં છપાયેલ ભગવાન મહાવીરનું ચિત્ર તથા શ્રી ગૌતમસ્વામીનું ચિત્ર એ બને એ છપાયેલ ચિત્રોમાંનાં ચિત્રો છે એમ એ પત્રના સમાચાર ઉપરથી સમજાય છે.
ભગવાન મહાવીરનું ચિત્ર અચલકરૂપે છે એટલે સર્વથા ચેલકવસ્ત્ર – વિનાનું છે ત્યારે શ્રી ગૌતમસ્વામીનું ચિત્ર આખી પલાંઠી ઢંકાય એ રીતે વસ્ત્રવાળું છે એટલું જ નહીં પણ તેમને જે હાથ મુખ પાસે છે તે હાથમાં મુહપાણી ન મૂકતાં જે હાથ નીચે ઝુકેલ છે તે હાથમાં મુહપરી આપેલ છે અને રજોહરણ – એ – તે ચિત્રમાં બરાબર સ્પષ્ટ કળાયો નહીં, પણ છેક નીચેના ભાગમાં ઘા જેવું કાંઈ રાખ્યું હોય એમ મને જણાયું.
અસલ ચિત્ર તો મેં જોયેલ નથી પણ “જિનસંદેશ’માં શ્રી ગૌતમસ્વામીનું જે ચિત્ર છપાયેલ છે તેને આધારે મારે તે ચિત્ર વિશે થોડુંક જણાવવું છે તે આ પ્રમાણે છે :
જૈન શાસ્ત્રમાં શ્રી ગૌતમસ્વામીના સંબંધમાં શી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશીગણધર તથા શ્રી ગૌતમસ્વામી એ બન્ને વચ્ચે શ્રી પાર્શ્વનાથની પરંપરાના અને ભગવાન મહાવીરની પરંપરાના મુનિઓના વેશ વિશે ચર્ચા થયેલ છે એ ઉપરથી સાફ માલૂમ પડે છે કે કશી કેશીગણધર પાર્શ્વનાથજીની પરંપરાના હોવાથી સચેલકવસ્ત્ર-હતા અને શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર શ્રી મહાવીરસ્વામીની પરંપરાના હોવાથી અચેલક - વસ્રરહિત - હતા. જો શ્રી ગૌતમસ્વામી અચેલક હોય તો પછી તેમને સહસ્ત્ર ચીતરવા એ, તે શાસ્ત્રની હકીકતનું અતિક્રમણ જ કહેવાય અને તેમાં વળી મુહપત્તીને હાથમાં રાખેલ બતાવવી એ વળી વિશેષરૂપે ઈતિહાસનું અતિક્રમણ કહેવાય. આચારાંગસૂત્રમાં જ્યાં ઉપકરણોને ઉલ્લેખ આવે છે ત્યાં મુહ૫રીને નિર્દોશ જોવામાં આવતું નથી. આ રીતે જોતાં શ્રી ગૌતમસ્વામીનું ચિત્ર તેમના સમયની અપેક્ષાએ બરાબર ન ગણાય. મને તો એ છપાયેલ ચિત્ર જોઈને એક સાથે વાળ એળેલા ધોળા કપડાવાળા કોઈ યતિનું ચિત્ર હોય એવો ભાસ થાય છે.
આપણને પિતાને અચેલક ચિત્ર જોવું ન ગમતું હોય એટલા માટે સચેલક તે પણ આખી પલોંઠી ઢંકાય એવાં વસ્ત્રસહિત ચિત્ર બનાવવામાં તો શાસ્ત્ર અને ઈતિહાસ બનેનું ઉલઘન જણાય છે. વળી શ્રી ગૌતમસ્વામીનું ચિત્ર પદ્માસનસ્થ હોવાથી જો સવસ્ત્ર ન હોત અને મુહપતી વગરનું જ હેત તો જોનારને ગમે તેવું જ બનત. પદ્માસનમાં નગ્નતા પ્રકટરૂપે દેખાતી હોતી નથી.
આપણી ઈચ્છા પ્રમાણે અને આપણને ગમે તેવાં પ્રાચીન પુરુષનાં ચિત્રો દોરવામાં તે કાળનું, શાસ્ત્રનું અને ઇતિહાસનું પણ અતિક્રમણ જણાય છે એ વાત ચિત્રોને કરાવનાર મહાશયના. મનમાં કેમ નહીં આવી હોય?
પંડિત બેચરદાસ દોશી