________________
૧૯૮
: “બુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૪
મિલાવી શકે તેમ નથી. તેઓ માને છે કે સંસ્થા કેંગ્રેસ અને શાસક કેંગ્રેસ એકસાથે રહીને પોંડિચેરી તેમ જ કેઇમ્બતુરની લોકસભાની બેઠકે ૨ાને પ્રાદેશિક કાઉન્સિલની ચૂંટણીઓ લડે તો તેઓ ડી. એમ.કે. અને સામ્યવાદી પક્ષના ટેકાવાળી એ. ડી. એમ.કે. ને હરાવી શકે. કોઈમ્બતુરની બેઠક સામ્યવાદી પક્ષના સભ્યની હતી. આમ કરવાથી સામ્યવાદી પક્ષને શાસક કેંગ્રેસથી અળગે કરી શકાશે, અને પોંડિચેરીની કાઉન્સિલ તેમ જ ૧૯૭૬માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી જીતવામાં તેને મદદ મળી રહેશે. - તામિલનાડુ અને પોંડિચેરીમાં એમને સફળતા પ્રાપ્ત થાય તે અન્ય રાજ્યોમાં સંસ્થા કોંગ્રેસ પર પડનારી પ્રતિકૂળ અસરની તેઓ ચિંતા કરતા નથી. છેલ્લાં ત્રણ વર્ષથી શ્રી કામરાજે એમની પ્રવૃત્તિઓ તામિલનાડુ પૂરતી મર્યાદિત રાખી છે. પિતાના રાજયમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા એમનું સમગ્ર ધ્યાન આપવાની જરૂર હોઈ એમણે અન્ય રાજ્યોમાં ઝાઝો રસ લીધો નથી. છેલ્લાં બે વર્ષથી તેમની તબિયત પણ સારી રહેતી નથી અને એને કારણે પણ એમની રાજદ્વારી પ્રવૃત્તિ મર્યાદિત બની ગઈ છે.
શાસક કોંગ્રેસની નેમ માર્ક્સવાદીઓ, અકાલીઓ, ડી. એમ. કે, મુસ્લિમ લીગ ’ અને જમણેરી સામ્યવાદીઓની સહાય મેળવી ગમે તે પતિને આશ્રય લઈ શાસક કોંગ્રેસ સત્તા ટકાવી રાખે છે એની એમને કોઈ ચિંતા થતી નથી. શાસક કોંગ્રેસની નેમ તે બીજા બધા પક્ષોને નિર્બળ અને ખતમ કરવાની છે કે જેથી કોઈ પણ એમના
આધિપત્યને પડકારી શકે નહીં. આમ શાસક કોંગ્રેસ પોંડિચેરી અને કોઈમ્બતુરમાં સંસ્થા કોંગ્રેસ સાથે ચૂંટણી-સમજૂતી કરશે. જ્યારે ઉ. પ્રદેશ, કેરળ અને બીજા કેટલાંક રાજ્યોમાં તે જમણેરી સામ્યવાદીઓ સાથે સમજૂતી કરશે. અને તેથી શાસક કોંગ્રેસ કોઈમ્બતુરમાં સંસ્થા કોંગ્રેસને સહાય ન કરે અને શ્રી કામરાજ માટે ખરાબ પરિસ્થિતિ સર્જાય તેવી રીતે વર્તે તો મને આશ્ચર્ય થશે નહીં. ઈદિરાબહેન પિતાના હિત ખાતર ફેબ્રુઆરીમાં થનારી ઉ. પ્રદેશની ચૂંટણીઓ જીતવા માગે છે. પોંડિચેરીમાં શ્રી કામરાજ સાથેની ચૂંટણી - સમજૂતી પાછળ એક કારણ એ પણ છે કે તેઓ કાર્યકરોના મનમાં ગૂંચવાડો અને શંકા પેદા કરી ઉત્તર પ્રદેશમાં સંસ્થા કેંગ્રેસને નિર્બળ કરવા માગે છે. તામિલનાડુમાં શાસક કોંગ્રેસનું કોઈ વજન નથી અને તેથી ત્યાં કામરાજ સાથે ચૂંટણી–સમજૂતી કરવામાં તેમ જ શ્રી કામરાજના સહકારથી તામિલનાડુમાં પોતાને પગદડે જમાવવાને એને ઈરાદો છે, પણ ઉ. પ્રદેશમાં એને વધુ લાભ થવાની આશા છે. શ્રી કામરાજને તામિલનાડુમાં પોતાની સ્થિતિ અંગે ચિન્તા હોઈ આ વસ્તુ તેઓ જોઈ શકતા નથી. ,
છે એવો નિર્ણય કેમ કર્યો? ' , કે આને કારણે ઘણાં વર્તુળોમાં એવી માન્યતા ફેલાઈ છે કે આ સમજૂતીને પરિણામે બન્ને કોંગ્રેસનું આખરે જોડાણ થશે. ઈન્દિરાજીએ લખનૌમાં પિતાના પ્રવચનમાં એને નિર્દેશ કર્યો છે, જ્યારે શ્રી કામરાજ આવી કોઈ વાત થયા ઈન્કાર કરે છે. એમની વાટાઘાટે અંગે એમણે કોઈ સ્પષ્ટ નિવેદન કર્યું ન હોવાથી આશંકા અને કુશંકાએ વધુ ઘેરી બનવા લાગી છે. વળી વડા પ્રધાન સાથેની એમની મર્યાદિત સમજૂતીને સંસ્થા. કોંગ્રેસની કારોબારીએ લાચારીપૂર્વક સ્વીકાર કર્યો હોવાથી નજીકના ભવિષ્યમાં જોડાણ અંગે કેટલાકે એને અછડતો ઉલ્લેખ પણ કર્યો છે. સંસ્થા કોંગ્રેસની કારોબારીએ આ નિર્ણય શા માટે કર્યો તે યોગ્ય રીતે સમજાય તે સારુ કેટલીક સ્પષ્ટતા કરવી જરૂરી છે. બેંગરમાં કોંગ્રેસ કારોબારી મળી ત્યારે શ્રી કામરાજે જણાવ્યું હતું કે ઈન્દિરાજી સાથેની એમની પ્રથમ મુલાકાતમાં કોઈ મહત્વની વાત થઈ નથી. જો કે એમની વાટાઘાટે લગભગ દોઢ કલાક ચાલી હતી. એમણે એ પણ ખુલાસે કર્યો હતો કે એમણે કોઈ દરખાસ્ત કરી નથી. આમ છતાં અગાઉ મેં જણા] તે પ્રમાણે વડા પ્રધાને સાથે એમણે શા માટે ચૂંટણી સમજૂતી કરી તે અંગે સ્પષ્ટતા કરી હતી.
વડા પ્રધાન સાથે બીજી મુલાકાત યોજાશે કે કેમ તે અંગે પણ પિતાને માહિતી નહીં હોવાનું એમણે જણાવ્યું હતું. વડા પ્રધાન એવી દરખાસ્ત કરશે તે પોતે એને વિચાર કરશે. મોટા ભાગના સભ્યોએ પિડિચેરીની રટણી-સમજતી અંગે અસંમતિ વ્યકત કરી હતી અને તેથી આ પ્રશ્ન દિલ્હીમાં મળનારી કારોબારી પર મુલતવી રાખવામાં આવ્યો હતે.
ટેકે કેમ ? અમે દિલ્હીમાં ફરી મળ્યા ત્યારે કારોબારીના મોટા ભાગના સભ્યોએ શાસક કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાને વિરોધ કર્યો હતો. અખબારોમાં એવા હેવાલ પ્રસિદ્ધ થયા હતા કે કામરાજ અને ઈન્દિરાબહેન વચ્ચે બીજી મુલાકાત યોજાશે, પરંતુ શ્રી કામરાજે એ અંગે પિતાને કોઈ માહિતી હોવાને ઈનકાર કર્યો હતો. કારોબારીએ બહુમતીના અભિપ્રાયને ધ્યાનમાં રાખી આ અંગે નિર્ણય કરવાની સત્તા કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોક મહેતા અને શ્રી કામરાજને સોંપી હતી. મેં આ નિર્ણયને વિરોધ કર્યો હતો કારણ કે એમાંથી કામરાજ - ઈન્દિરાબહેન વચ્ચે સમજૂતી થવાને સંભવ હતો. હું એમાં ટેકો આપી શકે નહીં. એટલું જ નહીં, પણ હું મારા વિચારો વ્યકત પણ કરીશ. જે સભ્યો આ સમજૂતીના વિરોધી હતા તેમણે પણ હરાવને એટલા માટે ટેકો આપ્યો કે એમાં કામરાજની પ્રતિષ્કને સવાલ હતો. વળી તેઓ એવી પણ આશા રાખતા હતા કે શ્રી કામરાજ બહુમતીના મંતવ્યની અવગણના કરશે નહીં.
જોડાણને પ્રશ્ન જ નથી ત્યાર બાદ શ્રી કામરાજ વડા પ્રધાનને બે વાર મળ્યા અને મર્યાદિત ચૂંટણી - સમજૂતી કરી. નિર્ણય કરતાં પહેલાં એમણે શ્રી અશોક મહેતાની સલાહ પણ લીધી નથી. આમ ચૂંટણી - સમજૂતી એ હકીકત બની ગઈ. કારોબારીના કેટલાક સભ્યોની હાજરીમાં શ્રી કામરાજે જણાવ્યું કે હવે ચૂંટણી-સમજૂતીમાંથી ખરી જવું, એ એમના માટે શક્ય નથી. સભ્ય શ્રી કામરાજને ગુમાવવા તૈયાર ન હતા, એમને લાગ્યું કે એમને નુકસાન તે થશે. શ્રી અશોક મહેતા અને બીજા સભ્યોએ સ્પષ્ટતા કરી ફે આ સમજતી પેડિચેરી અને કોઇમ્બતુર પૂરતી મર્યાદિત રહેશે અને ઉ. પ્રદેશ તેમ જ અન્યત્ર તેઓ શાસક કેંગ્રેસને જોરદાર મુકાબલો કરશે, શ્રી કામરાજે પણ જણાવ્યું કે ઉ. પ્રદેશમાં શાસક કેંગ્રેસ સામે તેરી સંસ્થા કેંગ્રેસને ટેકો આપશે અને તે અંગે નિવેદન પણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ મદ્રાસ નહી જાય તો લોકસભામાં ઇન્દિરાની સરકાર સામે રજૂ થયેલા અવિશ્વાસના ઠરાવને ટેકો આપશે. એમણે સ્પષ્ટતા કરી કે બે ઠોંગ્રેસના જોડાણ કે એકતાને કેાઇ સવાલ જ ઊભો થતો નથી.
મને ખબર છે કે અત્યારના સંજોગોમાં હતાશ થયેલા ત્રણચાર કેંગ્રેસી નેતાએ બે કેંગ્રેસના જે.ડાણને ટેકો આપે છે. વડા પ્રધાન કે બીજા કોઈની પણ સાથે અમારે ગત વેરઝેર નથી તેમ જ અંગત વેરઝેરના હિસાબે પણ ચૂકતે કરવાને સવાલ નથી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાએ દરમ્યાન કેંગ્રેસે જે ઉરચ પ્રણાલિકાઓ જાળવી છે તે જાળવવાનું અને દેશ અત્યારે જે આર્થિક બરબાદી તરફ ઘસડાઇ રહ્યો છે તેમાંથી તેને ઉગારવા તેમજ શસ્કિૉંગ્રેસ જે ગેરરીતિએને ઉપયોગ કરે છે અને લોકશાહી સમાજ માટે અત્યંત ખતરનાક નીવડે એ રીતે અન્ય રાજકીય પક્ષોને ખતમ કરવી. સરકારી સાએાને ઉપયોગ થાય છે, શાસ્ક કેંગ્રેસે વ્યાપક અને શરમજનક ભ્રષ્ટાચાર છૂટો મૂકી છે તેમ જ દેશની અર્ધા ભાગની વસતિ માટે ભયાનક નીવડેલી અસાધારણ મોંઘવારીમાંથી દેશને ઉગારવાનો સવાલ મહત્ત્વનું છે. જો બન્ને કેંગ્રેસનું જોડાણ થાય તો પ્રધાનની રુશવતખારી સમેત સરકારનાં ગેરકૃત્યો, સ્ટેટ બેન્કની રૂ. ૬૦ લાખની ઉચાપત, મારુતિ મોટર્સની ખતરનાક ઘટના અને શાસક પક્ષનાં. બીજા ચાવ કોને અમારે બચાવ કરવો પડે. સંસ્થા કોંગ્રેસની વિશાળ બહુમતી કદીયે આવા જોડાણને વિચાર ફરી શકે નહીં, કારણ કે એના પિતાના તેમ જ સમગ્ર દેશ માટે તે આપઘાતજનક અને બદનામ કરનારું. પગલું નીવડશે. . ; ; , , (કૅરસ - પત્રિકામાંથી સાભાર)
મેરારજી દેસાઈ