________________
તા. ૧૬-૧-૭૪
પ્રબુદ્ધ જીવન
પાંડિચેરી પેટા-ચૂંટણુએ અંગેની
સમજૂતીની ભૂમિકા :
શકે. પ્રજાને વહાલા થવા સરકારના દોષે જ આગળ ધરીશું અને પ્રજાના દો તરફ દુર્લક્ષ કરીશું તે અરાજકતા વધવાની છે. આવા નીડર, નિ:સ્વાર્થ, પ્રમાણિક આગેવાને પ્રજાકીય સંગઠન કરી, પ્રજાને સાચું માર્ગદર્શન આપે તો સરકારની ખેતી નીતિ હોય ત્યાં સરકારને પણ કહી શકશે. અત્યારે ઘેરી નિરાશાનું વાતાવરણ છે તેમાં કાંઈક આશાને સંચાર થાય. રાષ્ટ્રીય એકતા કયાં રહી?
આઝાદી પછી, પ્રાન્તવાદ, ભાષાવાદ, કોમવાદ વધતા રહ્યા છે. દેશી રાજયના વિલીનીકરણથી રાજકીય એકતા થઈ પણ સાચી ભાવાત્મક એકતા થવાને બદલે વિભાજક બળો જોર કરતાં રહ્યાં છે. આર્થિક સમસ્યાઓથી નવા પ્રવાહ શરૂ થયા છે. તેમાં એક છે, “સ્થાનિક” લોકોના હક્કો અને “બહારના” લોકોને હાંકી કાઢવા અથવા સર્વસામાન્ય આર્થિક લાભથી વંચિત રાખવાની પ્રક્રિયા. મેઘાલયે તાજેતરમાં એક કાયદો કર્યો છે. મેઘાલયમાં બહારથી આવેલ લોકો જેને ૧૨ વર્ષથી ઓછો વસવાટ હોય તેવાઓએ મેઘાલયમાં રહેવા પરમિટ મેળવવી પડશે, જાણે વિદેશમાં રહેવાનું હોય. મૂળભૂત અધિકારોમાં ભારતના કોઈ પણ નાગરિકને દેશમાં કોઈ પણ ભાગમાં જવા આવવાને, વસવાટ કરવાને, ધંધારોજગાર કરવાને, મિલકત ધરાવવાનો અધિકાર છે. આ કાયદે દેખીતી રીતે બિનબંધારણીય છે. કદાચ તેને રાષ્ટ્રપતિની મંજૂરી નહિ મળે. મણિપુરમાં “બહારના” લોકોને હાંકી કાઢવા ઉગ્ર આંદોલન ચાલે છે અને તેફને થાય છે. મુંબઈમાં શિવસેનાનું એવું જ વલણ છે. થડા દિવસ પહેલાં આશ્વ બેન્કની એક શાખા ચેમ્બરમાં ખેલવાની હતી. શિવસેનાએ આગ્રહ રાખે કે મરાઠીભાષી કલાને નોકરી આપવી. બેન્ક કહ્યું કે તેના ઘારણ મુજબ નોકરીની લાયકાત માટે પરીક્ષા લેવાય છે. તેમાં પાસ થાય તો નેકરીમાં રાખશે. શિવસેનાએ આગ્રહ રાખ્યો કે આવી પરીક્ષા ન લેવી અથવા પાસ ન થાય તે પણ નોકરીમાં રાખવા. અંતે શાખાનું ઉદ્ઘાટન મુલતવી રાખવું પડેલું. તામિલનાડુમાં ડી. એમ. કે.નું પણ કાંઈક આવું જ વલણ છે. આ રોગ ફેલાતું જાય છે.
દેશમાં રાજકીય અદતા ન હતી ત્યારે પણ સાચી સાંસ્કૃતિક એકતા હતી. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદો, ભાગવત, દેશની સાંસ્કૃતિક એકતાના પાયામાં રહ્યાં છે. સંતપુરુષે અને ભકતજેને દેશના ચારે ખૂણે ફરીવળતા. શંકરાચાર્યે ચારે દિશામાં મઠો સ્થાપ્યા. જેનધર્મ અને બૌદ્ધધર્મ દેશવ્યાપી હતા. ઉત્તર પ્રદેશના સહજાનંદ સ્વામીએ ગુજરાત - સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપે. સૌરાષ્ટ્રના દયાનંદ સ્વામીએ, પંજાબમાં આર્ય સમાજ રથા. કબીર, મીરાં, ચૈતન્ય, નરસિંહ મહેતાનાં ભજને દેશભરમાં ભકિતભાવથી આવકાર પામ્યાં છે. મુસલમાનો આવ્યા અને સાત સદી સુધી રહ્યા અને દેશના મોટા ભાગ ઉપર રાજ કર્યું, પણ વીસમી સદીમાં અચાનક ભાન થયું કે, હિન્દુ-મુસ્લિમ બે ભિન્ન પ્રા છે અને સાથે રહી ન શકે. દેશના ભાગલા થયા અને ત્યાર પછીથી એકતાનાં બળે નિર્બળ થતાં રહ્યાં છે અને વિભાજક બળો જોર કરે છે. વિચારક પુરુષોને ભય છે કે, આવા પ્રવાહ ચાલુ રહેશે તે દેશના વધારે ટુકડા થશે. ધાર્મિક ભાવનાને અભાવ અને માત્ર આર્થિક અને રાજકીય હિતેને મેહ આ પરિસ્થિતિ માટે મહદ અંશે જવાબદાર છે. ચૂંટણીએ તેમાં ઉમેરો કર્યો છે. ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓએ કોમવાદને ઉત્તેજન આપ્યું છે. આર્થિક આબાદી માટે પણ દેશની એકતા અનિવાર્ય છે. તે પ્રત્યે દુર્લક્ષ કરી, દરેક રાજ્ય, ટૂંકી દૃષ્ટિથી જીવનની જરૂરિયાતવાળી વસુઓની નિકાસંબંધી કરે છે. શિક્ષણક્ષેત્રે કૈલેજપ્રવેશમાં ગુણવત્તાનું રણ છાડી સ્થાનિક અને બહારના ભેદો કાયમ થતા જય છે. આમાં પણ ગરીબને અને સાધારણ સ્થિતિના લોકોને જ સહન કરવું પડે છે. સાધનસંપન્ન લોકો પોતાનો માર્ગ એક અથવા બીજી રીતે કરી લે છે. કેન્દ્ર સરકાર અસહાયપણે આ વણસતી પરિસ્થિતિની સાક્ષી રહી છે. ૧૧- ૧૭૪
. ' ચીમનલાલ ચકુભાઈ
શ્રી કામરાજે વડા પ્રધાન ઈન્દિરાજી સાથે તામિલનાડુ અને પેડિચેરીની પેટા ચૂંટણી અંગે ચૂંટણી સમજૂતી કરી છે. સંસ્થા કેંગ્રેસની કારોબારીએ રને અસ્વીકાર કરવાને અશકિતમાન હવાને કારણે એને સ્વીકાર કર્યો છે; અને તેને કારણે સંસ્થા કેંગ્રેસના કાર્યકરો સમેત કેટલાંક વર્તુળામાં સંસ્થા ગેસના ભાવિ વિશે શંકા અને ગૂંચવાડે પેદા થયાં છે. સંસ્થા કેંગ્રેસના પિતાના તેમ જ દેશના હિત ખાતર એ જરૂરી છે કે એ ગૂંચવાડે અને શંકાઓ દૂર કરવામાં આવે. આ પ્રશ્નની ચર્ચા થઈ અને નિર્ણય લેવા અંગે શ્રી કામરાજને સત્તા આપવામાં આવી ત્યારે મેં મારા વિરોધનેધાવ્યો હતો. મેં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે હું મારાં મંતવ્ય જાહેર રીતે વ્યકત કરીશ અને તેથી શ્રી કામરાજના નિર્ણય પાછળ શાં કારણો છે તેનું સ્પષ્ટ પૃથક્રણ કરવું જરૂરી બને છે. એની અસર અને પરિણામે વિશે પણ સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે.
તામિલનાડુમાં રાજરમત ઉચ્ચ કક્ષાએ ગેરશિસ્ત અને દગાખેરીને પરિણામે શાસક કેંગ્રેસ અસ્તિત્વમાં આવી અને સાચી કેંગ્રેસને સંસ્થા કેંગ્રેસ તરીકે ઓળખાવવામાં આવી ત્યારથી શાસક કોંગ્રેસ સરકારની સત્તાના ગેરવાજબી ઉપગ અને રુશવતખારીથી સાચી કેંગ્રેસને ખતમ કરવાના પ્રયાસે કરે છે. ૧૯૭૧ સુધીમાં ત્રણથી ચાર રાજયમાં સંસ્થા કેંગ્રેસની સરકારોને ગબડાવવામાં અને સફળતા સાંપડી છે. ગેરમાર્ગે પ્રાપ્ત થયેલ આ સફળતાથી શાસક કેંગ્રેસને સંતોષ થશે નથી અને તેથી તે સંસ્થા કેંગ્રેસને વેરવિખેર કરવાના પ્રયાસો સતત ચાલુ રાખે છે. તામિલનાડુમાં શ્રી કામરાજની નેતાગીરી ખતમ કરવા માટે ૧૯૭૧માં શાસક કેંગ્રેસ ડી. એમ. કે. ને શરણે ગઈ હતી. એ કાર્ય પૂરું થતાં હવે ડી. એમ. કે.ને નાશ કરવા તે શ્રી કામરાજને સાથ લે છે. તામિલનાડુમાં શાસક કેંગ્રેસની કોઈ તાકાત નથી, અને તેથી ત્યાંની આમજનતામાં જેમના વિશે ખૂબ જ આદર છે તે શ્રી કામરાજની સહાયથી શાસક કેંગ્રેસ પોતાની જાતને સ્થાપિત કરવા માગે છે.
શ્રી કામરાજને ધક્કો માર્યો ૧૯૬૬ અને ૧૯૬૭માં ઈન્દિરાજીને વડા પ્રધાન બનાવવામાં મુખ્ય ભાગ ભજવનાર શ્રી કામરાજ હતાશ થયા, કારણ કે ઈન્દિરાબહેને દેશનાં વડા પ્રધાન બન્યા પછી તરત જ એમની અવગણના કરી–એમના અહંને ધકકો માર્યો. વળી એમની નીતિરીતિ પણ શ્રી કામરાજને પસંદ આવી નહીં.
૧૯૬૯માં ભારતના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે શ્રી સંજીવ રેડીની પસંદગી કરવામાં તેમ જ ૧૯૬૯ના નવેમ્બરમાં કેંગ્રેસના સભ્યપદેથી ઈન્દિરાજીને દૂર કરવામાં શ્રી કામરાજે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તામિલનાડુમાં ડી. એમ. કે. ની સરકારને દૂર કરવા તેએ ભારે પ્રયત્ન કરે છે; વળી એ. ડી. એમ. કે. ને પણ તેઓ અનિષ્ટ તરીકે ગણે છે. હિંગલની પેટાચૂંટણીમાં એ.ડી. એમ.કે.ના ઉમેદવારને નેધપાત્ર સફળતા મળી. એ ચૂંટણી લડનારા અન્ય પક્ષોના ઉમેદવારે કરતાં અમારા પક્ષના ઉમેદવારને વધુ મત મળ્યા હતા. શ્રી કામરાજ માટે આ પરાજય અણધાર્યો હતો. તેમને આ પરિણામ ખૂબ જ, ખતરનાક લાગ્યું હતું. એમને લાગે છે કે, શસિક કેંગ્રેસ અને એ. ડી. એમ.કે. ભેગા થાય તે ડી. એમ.કે. ની સરકાર તથા શાસક કેંગ્રેસ અને એ.ડી. એમ. કે. અને સામ્યવાદી પક્ષના સંયુકત બળને તેઓ હંફાવી શકશે નહીં. ડી.એમ.કે. એ. . એમ. કે. સાથે તેને હાથ * પાંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. . . . ..