SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ • તા. ૧-૮-૨૪ કપ મગન પ ર વાર ન ઐતિહાસિક ચુકાદો અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્ત્વના કેસનો ચુકાદ ત્યાંની સુપ્રીમ કેટે" ગઈ કાલે રાખે. વેટરગેટ પ્રકરણે અમેરિકાના રાજકારણમાં અને જાહેર જીવનમાં અભૂતપૂર્વ પરિસ્થિતિ સર્જી છે. મુખ્ય મુદ્દે તેમાં એ છે કે પ્રમુખ નિશ્યન અને તેના સાથીદાર ન્યાયના કામમાં અવરોધ કર્યો, તેના પુરાવાઓને નાશ કર્યો અથવા કોર્ટમાં રજૂ કરવા ઈનકાર કર્યો અને ગુનેગારોને બચાવવા અથવા ફેડવા અને ગુનાઓ ઉપર ઢાંકપિછેડો કરવાનો પ્રયત્ન કર્યો. આ આપ સાચો ઠરે છે તે ગંભીર ગુને છે અને નિસને પ્રમુખપદ છોડવું પડે. નિક્સને એક એક ઈંચની ભૂમિકા માટે લડત આપી છે. છેલ્લી ઘડી સુધી ખેંચે, પછી અશક્ય બને ત્યારે હું નમતું મૂકે અને કેટલાક સમયની રાહત મેળવે, વળી ભીંસ લાવે અને આવા વર્તનનું પુનરાવર્તન થાય. ધીમે ધીમે તેની આસપાસનો ભરડો ઘેરો થને જાય છે. એક પછી એક તેના નિકટના સાથીએ ગુનાએ કબૂલ કરતા જાય છે અને વધુ હકીકતો બહાર આવે છે. પિતાના સાથીઓ સાથેની વાતચીતની કેટલીક ટેપરેકર્ડે ખૂબ દબાણ થતાં, કોર્ટમાં રજૂ કરી, પણ કેટલાક ભાગો કાઢી નાખીને. પણ આ ભાંડે ફૂટી ગયે. બીજી ૬૪ ટેપરેકોર્ટે ન આપી એટલે એટર્ની જનરલ અને સ્પેશિયલ પ્રોસિક્યુટરની અરજીથી ડિસ્ટ્રિકટ જજ સિરિકાએ આ રેકોર્ટે રજૂ કરવા હુકમ કર્યો. નિફને સુપ્રીમ કોર્ટને અપીલ કરી. આ વિચિત્ર મુકી હતું. અમેરિક્ષ વિરુદ્ધ તેને પ્રમુખ એવું મથાળું હ]. પ્રમુખની બંધારણીય રને વિશેના અગત્યના મુદ્દાઓ તેમાં રમાયેલા હતા. નિકસનને એ દાવે હતો કે અમુક દસ્તાવે રજૂ કરવા કે નહિ તેનો નિર્ણય કરવાના પ્રમુખને જ અધિકાર છે અને બાવા અધિકાર બંધારણમાં છે. બે મુદાં હતા. બંધારણમાં હકીકતમાં તેના અધિકાર છે કે નહિ; ને હોય તો પણ તેને નિર્ણય કોણ કરે, પ્રમુખ પોતે કે કોર્ટ? Who has the right to define the President's Constitutional powers and duties--himself or the Supreme Court? સ્પેશિયલ પ્રોસિકયુટ કોર્ટને કહાં: In our view, this nation's Constitutional form of Government is in serious jeopardy if the Presidert, any President, is to say that the Constitution means what he says it does and that there is no one, not even the Supreme Court to tell him otherwise. નિક્સન તરફથી એમ કહેવામાં આવ્યું કે પ્રમુખની અબાધિત સત્તા છે અને બંધારણ મુજબ જાહેર હિતમાં શું કરવું તેને નિર્ણય કરવાને તેને જ અધિકાર છે અને તેની ફરજ છે. The President has an obligation to carry out his Constitutional duties. પ્રમુખ ખેાટે નિર્ણય કરે તે શું થાય ? નિકાનના વકીલે કહ્યું કે કેંગ્રેસ (પાર્લામેન્ટ) તેની સામે પગલાં લે, પણ કોર્ટને અધિકાર નથી. કોર્ટના એક જજે પૂછ્યું : If you know the President is doing some wrong, you can impeach him, but the only way you can find out is this way, to know the evidence which he withholds); you can't impeach him (without knowing the evidence); so you don't impeach hint! બીજો મુદે એમ હતું કે પ્રમુખ અને તેના નિકટના સાથીદાર વચ્ચે ખાનગી વાતચીત થાય તેને જાહેર કરવાની ફરજ પડે તે કઈ ખાનગી વાતચીત થઈ ન શકે અને તેમ કરવું, જાહેર હિતમાં નથી. એક જજે કહ્યું: What public interest is there in preserving secrecy with respect to a criminal conspiracy? ગુનાઓને ઢાંકવામાં જાહેર હિત શું છે? એક વિશેષ મુદ્દા એ હતું કે એટર્ની જનરલની સ્પેશિયલ પ્રેરિકકયુટર તરીકે પ્રમુખે નિમણૂક કરી છે, પ્રમુખના તાબેના અધિકારી છે અને તેવા અધિકારી પ્રમુખને હુકમ કરી ન શકે. The President did not deligate to the special prosecutor the right to tell him whether or not his confidential communication should be made available in evidence... The Attorney General is nothing but a surrogate to the President. The Executive power is vested in one man and that is the President. આવા બંધારણીય મુદ્દાઓ અમેરિકાના ઈતિહાસમાં પૂર્વે રજૂ થયા ન હતા. કોર્ટે સર્વાનુમતે નિકસનના વકીલની બધી દલીલે રદ કરી, નિકને ટેપરેકર્ડ રજૂ કરવી જોઈએ એ અભિપ્રાય આપ્યો છે. - નિર્ણય સર્વાનુમતિ છે એ અતિ મહત્ત્વની વસ્તુ છે. છૂટથી એમ કહેવાતું કે ૮ જજેમાંથી ત્રણ ક્રિસને નિયુકત કરેલ છે અને તે તેની તરફેણ કરશે. જજ તરીકે કોઈ વ્યકિતની નિમણે ક સરકાર કરે તેથી પિતાને ત્યાં સરકારને વેચી દેતો નથી. આપણે ત્યાં પણ જજોની નિમણૂકને વિવાદ ચાલ્યો છે તેમાં આ હકીકત લક્ષમાં રાખવાની છે. કમિટેડ જજની બહુ અર્થહીન વાત થાય છે અને લોકોને ભરમાવવામાં આવે છે. નિકસનું હવે 9 કરશે? કોર્ટના નિર્ણયની અવગણના કરશે? તે માટી કટોકટી ઊભી થાય. ટેપરેકર્ડો આપે તે પોતાના વિરુદ્ધની જુબાની પૂરી પાડે છે. ન આપે તે તેને કાઢી મૂકવાનું સબળ કારણ પૂરું પાડે છે. નિસન સત્તા માટે જેટલું લડે છે તેટલું કદાચ કોઇ કિતએ કઈ નહિ હોય. પણ છેવટ લેકશાહી તંત્ર છે, સ્વતંત્ર પ્રેસ છે, સ્વતંત્ર ન્યાયાલય છે, સ્વતંત્ર પાર્લામેન્ટ છે. પ્રમુખ સરમુખત્યાર નથી. નિકર કદાચ ટેપરેકોર્ડો આપશે અને છતાં પોતે ગુનેગાર નથી તેવી લડત ચાલું રાખી, બને તેટલો સમય સત્તા પર રહેશે. ભૂંડે હાલે નીકળવું ન પડે એ કદાચ ભય લાગે તે રાજીનામું આપે. પણ નિકસનની ચામડી ગુંડા કરતાં પણ જાડી છે. પાચી માટીને માનવી નથી. તેની અનૈતિકતા અને બેશરમપણીમાં દાનવનું બળ છે. અમેરિકા માટે અને બધાં લોકશાહી તંત્ર માટે આ ૨jકાદે ખરેખર ઐતિહાસિક છે. ૨૫-૭-'૭૪ ચીમનલાલ ચકુભાઈ શાહ નોંધ : અ લખ્યા પછી જાહેર થયું કે નિક સને ટેપ રેકોર્પો આપવા કબૂલ કર્યું છે. લડત બને તેટલી લાંબાવી, બને તેટલા વધારે સમય સત્તા પર ટકી રહેવું એવી ધારણા લાગે છે. સ ા સુમાચાર : રવીન્દ્ર સંગીત-સંધ્યા બુધવાર, તા. ૭ મી ઓગસ્ટે ગુદેવ ટાગેરની પૂણ્ય તિથિ નિમિત્તે અંદાના કાર્યાલયમાં નીચે મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંજે ૬-૧ થી ૭ : છે. યશવંત ત્રિવેદીને વાર્તાલાપ – ગુરુદેવ ટાગોરનાં જીવન અને કવન ઉપર સાંજે ૭-૦થી ૮૦ : શ્રી બળવંત મડગાંવકર તથા તેમનાં પત્ની શ્રીમતી નલિનીબહેન બંગાળીમાં રવીન્દ્ર સંગીત ( ગુજરાતી ભાવાનુવાદ સાથે) રજૂ કરશે. સોને રસમયસર હાજર રહેવા વિનંતી છે. સ્વાતંયના ૨૭ વર્ષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૪-૮-૭૪નાબુધવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “સ્વાતંત્રયના ૨૭ વર્ષ” એ વિષય ઉપર શ્રી પરમ:નંદ કાપડિયા સભાગૃહમાં જાહેર દયાખ્યાન યોજવામાં આવ્યાં છે. રસ ધરાવતા ભાઈબહેનેને સમયસર ઉપસ્થિત થતા વિનંતી છે. -ચીમનલાલ જે. શાહ -કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy