________________
તા. ૧૬-૭–૭૪
પ્રબુદ્ધ જીવન
બ્લેકઆઉટ–વણસેલા સંબંધની નિશાની
માળીને શું સૂઝયું કે એણે ઘર પાસેના ભરચક આસોપાલવને પાંખ કરી મૂકે છે. અચાનક ધંધામાં ખોટ ગઈ હોય અને પછી કુટુંબમાં વાતે વાતે અને વર્તને હાથ ખેંચાતે રહે એ આસોપાલવ દરિદ્ર લાગે છે. એક જ આસે પાલવમાં આટલા ફુગાવ શાને?એવા ઈરાદાથી પણ માળીએ આસોપાલવ ખંખેર્યો હોય તે તે જાણે. પાંદડાં ખરી પડે છે પછી કોઈ સગપણ રહેતું નથી. ખરી પડેલાં પાંદડાંમાં દેખાય છે અનાથ આશ્રમનાં બાળકોની લાચારી.
ઝીણી તરડ ખર્યો પર્ણો, બિન્દુ ઝરમર ઝર્યું : એ કરૂણ ના! પૂછી જોયું ધીમે કદિ પવનને કેમ તૃણના સુકાયેલા હૈયે રણઝણ નહીં : સ્પંદન નહીં? વ્યથી એની કેવી એરવ ઉરના ફંદનમહ?
કિનારાને ઝંખી જળવમળમાં નાવ ગરતી. ચિરાયેલા મેલા સઢ પવનને જય ભરખી. હવે તે આ આંખે અગર અમથા હેઠ હરખી પડે તે હીએ છે: શીતળ તળિયે આગ બળતી!
આપણા સંબંધ જ આપણાં સુખદુ:ખનું કારણ હોય છે. આપાલવ સાથે આટલો આંખને સંબંધ બાંધ્યું તે એને જોતાંની સાથે પ્રતિભાવ કે પ્રત્યાઘાતની પરંપરા શરૂ થઈ ગઈ. એક એક પાંદડાના જીવનમાં પણ લીલાશ એમ ને એમ નથી પ્રકટતી. અંધકારને મુકાબલે તે બીજ કરે છે, પણ ડાળ પર છૂટવાની મથામણને અનુભવ શું હોય છે અને આપણે આપણી ભાષામાં કઈ રીતે અનુવાદ કરશું? પવનના સ્પર્શને રોમાંચ, પંખીના ટહુકાનું રેશમ, રાતના અંધકારને આસવ, અને કિરણને નાતે નાતે બંધાતા સૂરજ અને ચન્દ્ર સાથે એમને સંબંધ. આ બધાંની લાગણીઓની લીલા ન હોત તે પાંદડામાં કોઈ લીલાશ હેત ખરી?
કપાયેલી પાંખે વિહગ ધરતીને નભ કહે: દિલાસાઓ જઠ્ઠા હૃદયમનને રહે રહી દહે: અહીં દષ્ટિ સામે અગનઝરતાં વાદળ સરે: પડી કેવી ઝીણી તરડ ફૂલ ને ઝાકળ પરે ! બધા સંબંધનું સ્વરૂપ કથળી જાય ગરવું: ક્ષણેના ભાંગેલા પરિચય લઈને રઝળવું!
જેવી થઈ જાય છે. આપમેળે લખાતું પણ નથી અને લખાયેલું વંચાતું પણ હેતું નથી. આ બે ગામમાં જે બ્લેકઆઉટ પ્રવર્તે છે તે વણસેલા સંબંધની નિશાની છે. બન્ને વચ્ચે Communication સ્થાપી આપે એવો ફકીર કયાં?
સુરેશ દલાલ
નૂતન ચેતનાને દિવ્ય સંચાર
કોઈક વાર થાય છે કે બધા જ સંબંધ કાપી નાખ્યું. ગણિતથી બંધાયેલા-સંધાયેલા સંબંધે તો આપમેળે ખરી પડે છે. આ બધી જાણકારી આપણી પાસે હોય કે ન હોય પણ સમય નામના માળી પાસે તે હોય જ છે. પણ અનાયાસે બંધાયેલા–જનમજનમની છાયા ઓઢીને લોહીની જેમ વહેતા સંબંધનું શું કરશું?
સંબંધમાં કવિતા છે. પણ અંતે તો બધા જ સંબંધે કરુણ કવિતા છે. શાણા માણસ પોતાના સંબંધો વિશે ડંફાસ મારતે નથી હોતે. કારણ કે કઈ ઘડીએ વળગેલાં પાંદડાઓ ખરી પડશે એની ખુદને જ ખબર નથી હોતી. સંબંધોના ગૌરવને નંદવાઈ જતાં વાર નથી લાગતી અને બે વ્યકિતઓ વચ્ચે Communication સાવ ભૂંસાઈ જાય છે.
આ લખું છું ત્યારે મને યાદ આવે છે કયાંક વાંચેલે અક પ્રસંગ. એક ગામ હતું. ગામમાં એક ફકીર હતા. બધાંને મદદ કરી છૂટતો. કેટલાક માણસે કામ કરીને જ વાત કરી શકે છે, તો કેટલાકની વાત જ કર્મને લય જાળવી લે છે. ફકીરની વાતમાં જીવનને મર્મ હતો અને પોતે જે કરી છૂટતે એમાં જીવનને ધર્મ હતે.
એક દિવસ એક ડોશી એની પાસે આવી અને એણે ફકીરને કહ્યું કે મારે એક કાગળ લખવો છે અને બીજે ગામ મેકલવો છે.
ફકીરે કાગળ લખવાની ના પાડી. ડોશીએ કહ્યું: “એશિયાળીનું આટલું કામ પણ ફકીર થઈને નહીં કરો ?”
સરિતાને કાંઠે, ઝરણાની ગોદમાં, ઘાસના મેદાનમાં અને જંગલની વનરાજમાં અભુત એકાંત મળી રહે છે. સેંકડો ટેકરીઓની ટોચેથી હું દૂરદૂરના માનવીએની સંસ્કૃતિનાં દર્શન કરી શકું છું.
વિષમ સંજોગોમાં અંતરાત્માની તાબેદારી અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાને જે ભારેખમ ઉપદેશ અપાય છે એનું આખરી પરિણામ તે માણસને અંતર્મુખ અને આત્મનિર્ભર બનાવવામાં જ આવે છે.
મારી જાતમાં સ્વયં પર્યાપ્તિ અનુભવું છું. મારી જાત સિવાય મારે બીજો કોઈ સાથી નથી. વૃક્ષની ડાળીને મારે એકલે હાથે હું બેવડી વાળી દઉં છું, એમ શયતાન અને એના ફિરસ્તાએને પણ હું એકલે હાથે ભગાડી શકું છું.
આપણી નબળાઈને સમયે ઈશ્વરને આપણે મદદગાર ન ગણવે જોઈએ. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી તમારી તાકાતને રજમાત્ર અંશ પણ ઓછા થઈ જતું હોય તે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનું માંડી વાળે.
પ્રાર્થના અને ભકિતને બદલે માણસની ટચલી આંગળીમાં વધારે પ્રમાણમાં ઈશ્વરી અંશ છે.
દેવોને કોઈ સંપ્રદાય હોતો નથી. તેઓ કોઈ માણસને પક્ષ લેતા નથી. મને લાગે છે કે કુદરત અમુક ગયાગાંઠયા સાચદિલ અને શ્રદ્ધાળુ આત્માઓ પ્રત્યે જ પ્રેમ ધરાવે છે. હું ટેકરીની તળેટીમાં રહેતા કોઈ અજાણ્યા માણસને જોવા જાઉં છું, એને દેવદેવલાંની કે માણસની પડી નથી; છતાં એની વાડીમાં પણ સ્ટ્રોબેરી અને ટમાટો તે ઊગે જ છે. એની ટેકરી પર પણ સૂરજ ઉદારતાથી પ્રકાશ
ફકીરે કહ્યું : “મારો પગને અંગૂઠો ખૂબ જ દુ:ખે છે. ખૂબ વેદનાથી પીડાઉ છું.”
ડોશીએ કહ્યું: “અભણ છે તે પણ એટલી તે ખબર છે કે પગના અંગૂઠાથી કાગળ લખાતા નથી હોતા.”
અને પછી ફકીરે જે ઉત્તર આપ્યો તે આપણને નિરુત્તર કરી મૂકે એવો છે. ફકીર કહે કે “માજી! તમને કાગળ તે હું લખી આપું, પણ તમે જે ગામમાં કાગળ મોકલે છે-તે પણ સાવ અભણ છે અને એ વાંચવા માટે મારે જ જવું પડશે.”
સંબંધ વણસે છે ત્યારે બે વ્યકિતની સ્થિતિ પેલાં બે ગામ