________________
r
૬૦
પ્રબુદ્ધ જીવન
શ્રી બચુભાઇ રાવતને સુવર્ણચંદ્રક અર્પણ સમારંભ
“કુમાર” માસિકના સુવર્ણ જયંતીના શુભ પ્રસંગને અનુલક્ષીને “કુમાર”ની શરૂઆતના કાળથી—પચાસ વર્ષથી જે સેવા કરી રહ્યા છે, એ કાર્યને જ જેમણે પેાતાના જીવનનું મિશન બનાવ્યું છે એવા શ્રી બચુભાઈ રાવતનું સન્માન કરવાને લગતા એક સમારંભ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને મેસર્સ ચીમનલાલ પેપર કુાં. ના સંયુકત ઉપક્રમે ગેાવાલિયા ટેન્ક ઉપર આવેલા તેજપાલ એડિટોરિયમમાં તા. ૧૪-૭-’૭૪ના રોજ સવારના ૯-૩૦ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવ્યા હતા. આ સમારંભના અતિથિવિશેષ તરીકે જાણીતા સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના પ્રમુખ શ્રી ગુલાબદાસ બ્રોકર હતા.
આ પ્રસંગને અનુલક્ષીને “ગુલછડી” નામની એક પુસ્તિકા પણ પ્રગટ કરવામાં આવી હતી, જેનું સંપાદન શ્રી સુરેશ દલાલે કર્યું હતું. તેમાં, “કુમાર”નું જયારે પ્રકાશન શરૂ થયું તેના પ્રથમ પાનાનું લખાણ તેમ જ જાણીતા તૅર કવિઓની તેર કવિતા પ્રગટ કરવામાં આવી હતી. આ પુસ્તિકા “કુમાર”ના આદ્ય તંત્રી શ્રીરવિભાઈ રાવળને તેમ જ તંત્રી શ્રી બચુભાઈ રાવતને અર્પણ કરવામાં આવી હતી.
સમારંભની શરૂઆતમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આ સમારંભને સફળતા ઈચ્છતા આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા, અને આ પ્રસીંગને અનુરૂપ સ્વરચિત કાવ્ય પણ વાંચી સંભળાવ્યું હતું.
ત્યાર બાદ શ્રી ચીમનલાલ પી. શાહે પાતાનું આવકાર-પ્રવચન વાંચી સંભળાવ્યું હતું, તેમાં ‘“કુમાર”ના સ્થાપક શ્રી રવિશંકર રાવળને અને તેના તંત્રી શ્રી બચુભાઈ રાવતને અભિનંદન આપ્યાં હતાં અને તેઓ બન્નેનું તેમ જ “કુમાર”નું દીર્ઘાયુ ઈચ્છયું હતું.
ત્યાર બાદ શ્રીયુત્ ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું હતું કે સ્વ. પરમાનંદભાઈને, શ્રી રવિશંકર રાવળ અને શ્રી બચુભાઈ રાવત સાથેના ગાઢ સંબંધ હતો અને એ કારણે પણ આ પ્રસંગમાં યુવક સંઘ જોડાય તે ખૂબ ઉચિત ગણાય. ‘‘કુમાર”ને અંજલિ આપતાં તેમણે જણાવ્યું કે “કુમાર” જેવું માસિક પચાસ વર્ષ સુધી તેનું ધારણ સાચવીને ચાલુ રહે એ જ એની મહત્તા, લોકપ્રિયતા અને ઉપયોગિતા સિદ્ધ કરે છે.
આ જગતમાં આજે અશુભ તત્ત્વોના એટલા વ્યાપક ફેલાવા થયા છે કે કયારેક માણસને પ્રશ્ન થાય છે કે આ જગતમાં કોઈ શુભ તત્ત્વની હયાતી રહી છે કે નહિ ?
પરંતુ રવિભાઈ અને બચુભાઈ જેવા માણસા પચાસ પચાસ વર્ષથી ધૂણી ધખાવીને “કુમાર” જેવા માસિક દ્વારા એવા સતત પ્રયત્ન કરતા રહ્યા છે કે માનવીના મનમાં શુભ તત્ત્વાના કેવી રીતે આવિર્ભાવ થાય, તે કેમ ટકી રહે, કેમ તેની વૃદ્ધિ થાય. આવાં શુભ તત્ત્વાના આધારે જ આજની દુનિયા ટકી રહી છે. માટે બચુભાઈના સન્માનને લગતું જે આયોજન આપણે કર્યુ છે તે કેટલું બધું ઉચિત છે તે આના પરથી સમજાય છે.
તેમણે શ્રી બચુભાઈને માટે શુભેચ્છાઓ વ્યકત કરી હતી અને તેમનું દીર્ઘાયુ ઈચ્છનું હતું.
ત્યાર બાદ જાણીતા કવિ શ્રી રાજેન્દ્ર શાહે જણાવ્યું કે “કુમાર” પચાસ પચાસ વર્ષો સુધી યૌવનનું તેજ જાળવી શક્યું છે. એ તેજને પેષણ શ્રી બચુભાઈએ આપ્યું. કેટલાયે યુવાનોનાં જીવનવહેણ શ્રી બચુભાઈએ બદલી નાખ્યાં છે. તેઓ દીર્ઘ જીવન પ્રાપ્ત કરે એવી મારી પ્રાર્થના છે.
ત્યાર બાદ શ્રીયુત્ શાન્તિલાલ હરજીવનદાસ શાહે બેાલતાં જણાવ્યું કે આપણે એ ગૌરવ લેવા જેવી વાત છે કે દૈનિકોમાં “મુંબઈ સમાચાર” અને માસિકોમાં “કુમાર”, તેમની સ્થાપનાથી
તા. ૧૬-૭-૭૪
આજ સુધીની લાંબી મજલ કાપનાર ગુજરાતી પત્રો આજ સુધી જીવંત રહ્યાં છે. “કુમાર” જેવા ઉચ્ચ આદર્શને વરેલા માસિકને પચાસ વર્ષ સુધી ટકાવવું એ ખૂબ જ મોટી વાત છે. આવાં પત્રો દીર્ઘકાળ સુધી ટકી રહે તે માટે આપણે સૌએ સક્રિય રહેવું જોઈએ. “કુમાર” મેં વાંચ્યું, મારા પુત્રે વાંચ્યું અને મારો પૌત્ર વાંચે છે. “કુમાર”ની પરંપરાનું આ જવલંત ઉદાહરણ છે. શ્રી બચુભાઈનું એમણે દીર્ઘાયુ ઈચ્છઠ્યું હતું. ત્યાર બાદ અતિથિવિશેષ શ્રી ગુલાબદાસ બ્રોકરે શ્રી બચુભાઈની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરીને બચુભાઈ કવિઓમાં કેટલા પ્રિય થઈ પડયા છે તે જણાવ્યું હતું. શ્રી સુંદરમ્, શ્રી ઉમાશંકર જોષી અને ત્યાર પછી આજના ઊછરતા કવિઓ સુધી શ્રી બચુભાઈએ પ્રેરણા આપી છે, કવિઓના ઘડતરમાં ફાળો આપ્યો છે. શ્રી બચુભાઈએ ગુજરાતને કવિતા વાંચતુ-ગાતું કર્યું છે. અને “કુમાર” તેમ જ બુશુભાઈ બન્ને લાંબું જીવન ભાગવે એવી શુભેચ્છા વ્યકત કરી હતી અને “ગુલછડી” પુસ્તિકા તેમને અર્પણ કરી હતી.
ત્યાર બાદ મે, ચીમનલાલ પેપર કુાં. તરફથી તૈયાર કરવામાં આવેલ સુવર્ણચન્દ્રક શ્રીયુત ્ ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રીયુત બચુભાઈને અર્પણ કર્યો હતો. શ્રી ચીમનલાલ પી. શાહે સુવર્ણચંદ્રક શ્રી બચુભાઈને પહેરાવ્યો હતો અને પછી પેાતાના પ્રવચનમાં “કુમાર” સામયિક, તેના આદ્યતંત્રી શ્રી રવિશંકર રાવળ અને હાલના તંત્રી શ્રી બચુભાઈ રાવત સાથેના ગાઢ સંબંધા તથા “કુમારૅ” ગુજરાતી જનતાની કરેલી સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યાર બાદ શ્રી બચુભાઈ રાવતે બાલતાં જણાવ્યું કે ચક દ્વારા મને જે માન આપવામાં આવ્યું છે તેના માટે ‘“કુમાર”ના આદા સ્થાપક અને તંત્રી શ્રી રવિશંકર રાવળ અધિકારી છે.
આ પ્રસંગે મને મારા પુરોગામીઓનું સ્મરણ થઈ આવે છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં જે માસિકો વગેરેએ પોતાના અનન્ય ફાળા આપ્યો છે તેમને અંજલિ આપવાની મારી ફરજ સમજું છું. ત્યાર બાદ તેમણે ‘બુદ્ધિપ્રકાશ,” “વીસમી સદી”થી માંડી છેક “કુમાર”ની સ્થાપના થઈ ત્યાં સુધીનાં બધાં સામિયકો તેમ જ તેમના સંપાદકો તંત્રીઓને યાદ કર્યા હતા. તેમ કરતાં પોતાના અંગત જીવનના ઘણા મોટા ગાળા “કુમાર”ના વિકાસાર્થે ગાળ્યા છે તથા તે અંગે તેઓ વિવિધ જાતના સમર્થ સાહિત્યિક પુરુષોના પરિચયમાં કેમ આવ્યા તેને પણ ઉલ્લેખ કર્યો હતે. તેમણે પોતાના બાળપણથી જ જે એક વાક્ય તેમના જીવનમાં માર્ગદર્શક બની રહ્યું હતું તે ટાંક્યું હતું કે 'Every man cannot be a great man, but every man can be a gentleman,’‘કુમાર”ની જ્યારે શરૂઆત થઈ ત્યારે તે ગાળામાં કુમારો-કિશારાની ભૂખ ભાંગે એવું કોઈ સામયિક નીકળતું ન હતું એ કારણે “કુમાર” શરૂ કરવાની શ્રી રવિશંકરભાઈને પ્રેરણા મળી હતી ને તેઓ પણ તેમાં જોડાયા હતા.
ત્યાર બાદ શ્રી ચીમનલાલ પી. શાહે સભાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને, શ્રીબચુભાઈ રાવતને તથા શ્રી ગુલાબદાસ બ્રોકરને ફૂલહાર અર્પણ કર્યા હતા. છેલ્લે સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે સૌના આભાર માન્યો હતે.
સમારંભનું કામ પૂર્ણ થયા પછી જાણીતા કવિ શ્રી સુરેશ દલાલના સંચાલન હેઠળ કવિસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં શ્રી અનિલ જોશી, શ્રી જગદીશ જોશી, શ્રી નીતિન મહેતા, શ્રી પ્રબોધ પરીખ, શ્રી બરકત વીરાણી, શ્રી યશવંત ત્રિવેદી, શ્રી રમેશ જાની, શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી વિપિન પરીખ, શ્રી વેણીભાઈ પુરોહિત, શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર, શ્રી સુરેશ દલાલ તથા શ્રી હરીન્દ્ર દવેએ ભાગ લીધા હતા. શ્રોતાએથી તેજપાલ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો હતા અને પ્રસન્નતાના વાતાવરણમાં સાડા બાર વાગે સૌ વિખરાયાં હતાં, સંકલન : શાન્તિલાલ ટી. શેઠ