________________
તા. ૧૬-૭-૭૪
એક, બે અને ત્રણ જેવી નિશ્ચિત વાત કરી છે:
(૧) બિહાર વિધાનસભાનું વિસર્જન થવું જરૂરી છે. લોકોને વિશ્વાસ ગુમાવી બેઠેલ વ્યકિતએ પ્રતિનિધિત્વ ચાલુ ન જ રાખી શકે એ નિયમનું આ કાર્યક્રમમાં સમર્થન છે. અંગ્રેજ કરતા તેમ જ ગાળી અને ટીઅરગેસ દ્રારા કાયદા અને વ્યવસ્થા, જનતાની ચૂંટેલી સરકારે, જાળવવાં પડે તો મૂળભૂત ચૂંટણીની પ્રથામાં કંઈક ખામી છે, જે દૂર કરવી રહી.
(૨) વ્યાપક ભ્રષ્ટાચાર અંગે તાકીદનાં પગલાં લેવાની જરૂર છે. ભ્રષ્ટાચાર મહત્ત્વાકાંક્ષી આયોજન અને ઉદાત્ત હેતુઓને ભરખી જાય છે. ભ્રષ્ટાચાર પર ઘણના ઘા પડે તે કાર્યક્ષમતા અવશ્ય વધે અને લોકકલ્યાણની વાતો માત્ર “ગરીબી હઠાવ ” જેવા સૂત્ર પૂરતી મર્યાદિત ન રહે અને વાસ્તવિક બની શકે. ભ્રષ્ટાચારનાં ચે।ક્કસ ઉદાહરણ - સાબિતી સાથે – સરકારને ન મળતાં હોય એ તે દંભ અને લોકોની હાંસી કરવાની વાત થઈ! જનસામાન્યને જાણ છે તે શું સી. બી. આઈ.ને ખબર નથી?
(૩) વિદ્યાર્થીઓ અને જનતાની શકિત જાગ્રત કરવાની જરૂર છે, જે એક નૈતિક પરિબળ બની રહે અને રાજકારણ પર ચાંપતી નજર રાખી શકે. આ નવે જનકારણનો પ્રયોગ છે. આમાંથી ખરી લેાકશાહી જન્મશે.
આવા કાર્યક્રમ તો કેવળ સ્થાપિત હિતોને જ અસ્વીકાર્ય હાઈ શકે. અને આજે છાશવારે આર્થિક સ્થાપિત હિતોને જ બધા દોષ માટે જવાબદાર ગણાવતા રાજકારણીઓનું સ્થાપિત હિત સૌથી વધારે ભયંકર છે. ચૂંટણીમાં થતા ધૂમ ખર્ચમાં કાળાં નાણાંનો ઉપયોગ નથી થતે શું? આ વ્યાપક ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતી પ્રક્રિયા રાજકારણીઓની છે. શ્રી ઈન્દિરાજીએ અને બીજા મેવડીઓએ તે શ્રી જયપ્રકાશજીનો આભાર માનવા જોઈએ કે તેમણે આજે ભ્રષ્ટાચાર સામે જનતાને પુણ્યપ્રકોપ જાગૃત કર્યો છે. થ્રી ઈન્દિરાજી ધારે તો ભષ્ટાચારને ડાંભી શકે છે એમ જનતાને વિશ્વાસ છે. પરંતુ તેઓ ભ્રષ્ટાચારને ડાંભવા માગે છે કે નહીં તેની લોકોને પ્રતીતિ નથી. એમની પાસે જે જે એકહથ્થુ સત્તા છે, બધાં ઉપકરણ છે તેનાથી ભ્રષ્ટાચારીઓને વીણીવીણીને સાફ કરી શકે છે, માત્ર એમના અભિગમને જ પ્રશ્ન છે.
અંતમાં, શ્રી ચીમનલાલ ચકુભાઈએ લખેલ છે કે વિનોબાજીએ હવે સ્પષ્ટપણે જાહેર કર્યુંછેકે આ પગલાં ભૂલભરેલાં છે અને હાનિકારક છે. આવું વિધાન પૂ. વિનેબાજીએ કર્યું તેના પુરાવા કયાં છે? ‘ભૂમિપુત્ર’ વાંચનારને તે ખ્યાલ હશે કે એક વાર પૂ. વિનેબાજીએ તે કહેલું કે થેડી મારપીટ પણ કરવી. એ વિના સરકાર કાં ધ્યાન આપે છે? આ વિધાનશ્રી ચીમનલાલ ચકુભાઈએ અવશ્ય વાંચ્યું હશે. પરંતુ એક બીજો મુદ્દે પણ છે. પૂ. વિતાબાજી અનેકવાર કહે છે કે ગાંધીજી કરતાં મને વિશેષ દેખાય છે, કારણ કે હું એમના ખભા પર ઊભા છું. આ જ ન્યાયે શ્રી જયપ્રકાશજી વિનોબાજીના ખભા પર ઊભા છે અને તેમને પણ વિશેષ દેખાય છે. પૂ. વિનેબાજી, સૂક્ષ્મમાં પ્રવેશ સાથે, પાપ - પુણ્યથી પર એવી બ્રહ્મનિષ્ઠામાં રત છે. શ્રી જ્યપ્રકાશજી, પાપ અને દુરાચાર પ્રત્યે પુણ્યપ્રકોપ અને સદાચાર માટે પ્રસન્નતા એ સમાજ માટે અત્યંત આવશ્યક સાપેક્ષ મૂલ્યનું પુન:પ્રતિષ્ઠાપન કરવા પ્રયત્ન કરે છે. સૌ બુદ્ધિશાળી અને પ્રામાણિક વ્યકિતઓ એમનું સમર્થન કરે એવી કાળની માગ છે. એ વિના ભારત - ઉદ્ધાર શકય નથી. -ડા, અશોક બી. વૈદ્ય
પ્રબુદ્ધ જીવન
નોંધ : શ્રી જયપ્રકાશની આગેવાની નીચે, પ્રથમ ગુજરાતમાં અને હવે બિહારમાં જે આંદોલન ચાલે છે તેનાં સ્વરૂપ અને પરિણામ વિશે, તીવ્ર મતભેદ છે. કેટલાક લોકો,આ આંદોલનમાં મહાન ક્રાન્તિ જુએ છે. જયપ્રકાશ પણ કહે છે કે આ આંદોલન સમૂળી કાન્તિ છે. એક રાજકીય પક્ષને હટાવી બીજા પક્ષને લાવવાનું આ આંદોલન નથી, પણ નૈતિક ક્રાન્તિ માટે છે. કેટલાક એમ માને છે કે આ આંદોલનનું બીજું કાંઈ પરિણામ ન આવે તે! પણ, પ્રજાનું લડાયક ખમીર જાગ્રત થાય અને ટકી રહે તે પણ આવકારદાયક
e
છે. જેઓ આવા અભિપ્રાય સાથે સંમત નથી થઈ શકતા તેમના ઉપર એવા આક્ષેપ મુકાય છે કે તેઓ શાસક પક્ષના ટેકેદાર છે અથવા સ્થાપિત હિતેાના સમર્થક છે અને કાન્તિથી ડરે છે. આચાર્ય કૃપલાનીએ સચાટ રીતે બતાવ્યું છે કે આ આંદોલનમાં ક્રાન્તિનાં કોઈ બીજ નથી. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના તંત્રી શામલાલે આ આંદોલનની ત્રુટીઓ સરસ રીતે નિરૂપી છે. ઈલસ્ટ્રેટેડ વીકલી'ના તંત્રી ખુશવંતસિંગે ધારાસભા વિસર્જનની માંગણીને બિનલાકશાહી કહી છે. આમાંથી કોઈ શાસક પક્ષના ટેકેદાર નથી અથવા સ્થાપિત હિતોના સમર્થક નથી. પ્રજાનું લડાયક ખમીર આવા આંદોલનથી જળવાતું નથી. ઊભરાથી લડાયક ખમીર પેદા થતું નથી. આ આંદોલનનાં અસરકારક પરિણામ ન આવે તો વધારે નિરાશા આવે. સ્વરાજની લડત સાથે આ આંદોલનને સરખાવી શકાય નહિ. બિનપક્ષીય લેાકશાહીની વાત શ્રી જ્યપ્રકાશે હાલ તુરત છેડી દીધી છે. તે અંતિમ ધ્યેય છે, તાત્કાલિક ઉદ્દેશ નથી એમ કહ્યું છે. ધારાસભા વિસર્જન પછી, ફરી ચૂંટણી જ કરવી એમ જાહેર કર્યું છે. સમાજમાં શું એવી નૈતિક ક્રાંતિ થઈ ગઈ છે કે તુરતમાં ચૂંટણી થાય તે એવી પ્રામાણિક અને કુશળ વ્યકિતએ ચૂંટાશે, જેથી સમાજની કાયાપલટ થશે? ગુજરાતમાં હાલ ચૂંટણી થાય તે કુશળ અને પ્રામાણિક માણસા ચૂંટાશે? તેને માટે કાંઈ તૈયારી થઈ છે ? બિહારમાં તેથી પણ બૂરા હાલ થવા સંભવ છે. આવી નૈતિક કાન્તિ માટે અને પ્રામાણિક અને કુશળ વ્યકિતઓની પસંદગી માટે દીર્ઘ તૈયારી અને ભગીરથ પુરુષાર્થ કરવા પડે. તેમાંનું કાંઈ થયું છે? વર્તમાન રાજકીય વ્યકિતઓને આંચકો આપવા અને ચેતવણી આપવી એટલું જ પરિણામ આવવાનું હોય તો તેને માટે મેાટી કિંમત ચૂકવીએ છીએ. ભ્રષ્ટાચાર સમાજવ્યાપી રોગ છે, દરેક વર્ગને લાગુ પડેલે છે. જયપ્રકાશ પ્રત્યે પૂરો આદર હોવા છતાં, તેમનાથી જેને મતભેદ છે તેઓ માને છે કે તેમના આ પુણ્યપ્રકોપ, સકારણ હવા છતાં, તેમણે જે પ્રકારનું આંદોલન શરૂ કર્યું છે તે, જે અનિષ્ટોના સામના કરવો છે તેને માટે, અસરકારક માર્ગ નથી.
શ્રટી જયપ્રકાશ જે સંસ્થાઓ સાથે જોડાયેલ છે તેની ગ્રાન્ટ બંધ કરી બિહાર સરકારે મોટી ભૂલ કરી છે અને કિન્નાખોરી બતાવી છે. આ અક્ષમ્ય છે.
૭-૭-૭૪
ચીમનલાલ ચકુભાઈ ભગવાન મહાવીર ચિત્રમય જીવન ગ્રંથનું પ્રકાશન
મુનિશ્રી યશેવિયજી મહારાજના નિર્દેશનમાં તૈયાર કરવામાં આવેલા ‘ભગવાન મહાવીર ચિત્રમય જીવનગ્રંથ'ના પ્રકાશનવિધિ મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન શ્રી. નામજોશીના વરદ હસ્તે ગઈ તા. ૧૬મી જૂને કરવામાં આવ્યો હતો. બિરલા માતુશ્રી સભાગારમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવનપ્રસંગે! તેમ જ ગૌતમ સ્વામીના કૈવલ્યજ્ઞાનપ્રાપ્તિની મુદ્રા સહિત ૩૫ બહુરંગી ચિત્રાને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચિત્રા આર્ટ પેપર પર ચાર રંગમાં છાપવામાં આવ્યાં છે. દરેક ચિત્રની નીચે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં એનો પરિચય આપવામાં આવ્યો છે. આ સાથે ચિત્રના પ્રસંગની માહિતી પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાં મુનિશ્રી યશે!વિજયજીની પ્રતિભા અને સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી ગેકુળદાસ કાપડિયાની ચિત્રકલાને સુભગ સંયોગ થયો છે. જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ દ્વારા આ ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે અને એની કિંમત ૬૧ રૂપિયા છે.
આ ગ્રંથના પ્રકાશનવિધિ પ્રસંગે આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી, મુનિશ્રી યશેોવિજયજી અને અન્ય સાધુ-સાધ્વીઓ તેમ જ જૈન સમાજના ચારે ક્રિકાઓના અગ્રણીઓ હાજર હતા. આ પ્રસંગે વકતાઓએ કરેલાં પ્રવચનામાં મુનિશ્રી યશેાવિજયજીની કલાસાધનાનો નિર્દેશ કરીને ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણશતાબ્દીના વર્ષમાં આ ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે અને આવકાર આપ્યા હતા. ગ્રંથના પ્રકાશન વિધિ કરતાં શ્રી નામોશીએ કહ્યું હતું કે ભગવાન મહાવીરના ઉપદેશ વર્તમાન યુગ માટે અત્યંત ઉપયોગી છે. એમણે આવા સુંદર ગ્રંથ પ્રગટ કરવા માટે આનંદ વ્યકત કર્યા હતા.