________________
૫૮
પ્રબુદ્ધ જીવન
ત!, ૧૬-૭
મેળવી શકે તેમ નથી, અને યુનિવર્સિટીએના આડેધડ વિકાસને પરિણામે ઉચ્ચ શિક્ષણનું ઘારણ સતતપણે કથળતું જ રહ્યું છે અને વિદ્યુતાની લાગણીમાં ચોંકાવનારી હદે વધારે થાય છે. પરંતુ શ્રી જયપ્રકાશ નારાયણના ને તેમના ટેકેદારોના મગજમાં આ વાત હોય તે તે તેમણે સાફ શબ્દોમાં કહેવી ઘટે .
તદુપરાંત, પોતાનાં સંતાનને કૅલેજમાં મોકલવાની નિરર્થકતા માબાપને ગળે તેમણે ઉતરાવવી જોઈએ તથા કૅલેજ - પ્રવેશ માટેના ધસારાને ખાળવા માટે કશુંક કરવું જોઈએ. તેઓ જો એમ કરશે તે તેમને એ જ બળને સામને કરવાનું આવશે, જે યુનિવસિટી - શિક્ષણના વિચારહીન વિસ્તરણ માટે જવાબદાર છે.
આને અર્થ એ નહિ કે બધું જેમ છે તેમ ચાલવા દઈ શકાય. ભ્રષ્ટાચાર, મેઘવારી, સંપત્તિનું ભૂંડું પ્રદર્શન, જીવનદશાની અવનતિ, અને જુવાનની વિફલતાની લાગણીના સ્વરૂપે આજે ચાર ઉશ્કેરાટ માટે એટલાં બધાં કારણે છે કે, જેનામાં સહેજ પણ નૈતિક સંવેદનશીલતા હોય તેવી હરકોઈ વ્યકિતને રેષ વ્યાપે. પણ જે અત્યુકિતભરેલી ભાષાએ જ પ્રથમ તેમને પડ્યાં હતાં તેના વડે જ આ દૂષણે સામે લડી શકાશે નહિ. એમને દૂર કરવા માટે એકલા નૈતિક પુણ્યપ્રકોપની જ નહિ પણ રાજકીય અને આર્થિક ધ્યેય વિશેની એક . નવી સ્પષ્ટતાની તથા એવાં સાધનાની આવશ્યકતા છે કે જેને આધાર લોકમતને ભરમાવવા ઉપર નહિ પણ સમસ્યાઓના લાભાલાભ પર માંડાયેલી સૌમ્ય કેળવણી ઉપર રહેલો હોય. આ ઘણું વિકટ કામ છે. પરંતુ ચૂંટણી - ઝુંબેશ ચલાવવાથી કે બનાવોએ પોતાના ચિત્ત પર કરેલા જખમનું પ્રદર્શન કરવાથી કાંઈ નૈતિક કાંતિ થતી નથી. .: શામલાલ
અનુ.: મહેન્દ્ર મેઘાણી
શ્રી જયપ્રકાશજીનો અગ્નિપથ
‘પ્રબુદ્ધ જીવન’ ના ૧૬ જૂન ૧૯૭૪ના અંકમાં શ્રી ચીમનલાલ ચકુભાઈએ “બિહારના બેહાલ’ એ લેખમાં શ્રી જયપ્રકાશનાં વ્યકિતત્વ, જીવન અને કાર્યપ્રણાલી અંગે જે શંકા અને વિધાન કરેલ છે તે સમાજના અમુક વર્ગમાં પ્રચલિત સંશયનાં ધોતક છે. શ્રી મકરન્દ દવેએ પૂજ્ય ગાંધીજી માટે લખેલ તે જ આજે શ્રી જયપ્રકાશજી માટે કેટલું સાચું છે?
“કોણ આવશે? કોણ આવશે? તુજ પંથે હે બાગી ! હે અગ્નિપથ અનુરાગી !”
પીઢ, દુન્યવી દષ્ટિએ સફળ અને સલામતીપ્રેમી સજજનેને મૌલિક અને ક્રાન્તિશીલ પ્રતિભાની કદી ગડ બેસતી નથી. કાન્તિની પ્રક્રિયા અંગે “તેથી શું?” અને “પછી શું?” એવા પ્રશ્ન ઉપલક દષ્ટિએ તાર્કિક અને બૌદ્ધિક દેખાય છે પણ એની ભીતરમાં બુર્ઝવા મનનો ભય સમાયેલ હોય છે – જે અજ્ઞાત મનમાં હોવાથી વ્યકિતને પિતાને પણ તેને ખ્યાલ હોતો નથી. આજે ભ્રષ્ટાચાર એટલે વ્યાપક બને છે કે જાણે એ સૌકોઈને કોઠે પડી ગયા છે. પૂજ્ય વિનાબાજીએ પણ એમની લાક્ષણિક મર્માળી શૈલીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણી લેવા કહ્યું છે! આ કેવો વેધક કટાક્ષ છે? કારણકે લાંચ આપીને પણ કામ તો થાય છે ને એ સંતેષ ધરાવતે એક મૂઠીભર વર્ગ જ આજે માલેતુજાર અને સત્તાધીશ થઈ પડેલ છે. આ વર્ગની પાસે સાધન - સગવડ અને વગ છે. ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનથી આપણી સમાજવ્યવસ્થાને નાશ થશે એવી વાત આ વર્ગ જ વહેતી કરે છે. એક કરુણતા પણ વિસરાઈ જાય છે કે રોજિંદા જીવનવ્યવહારમાં પ્રામાણિક, ભાવનાશીલ અને શકિતશાળી વ્યકિતની તે વિડંબના જ થઈ રહેલ છે. આ ભ્રષ્ટાચાર અને તેને વ્યાપક સ્વીકાર રાષ્ટ્રની અસ્મિતાને ભરખી ન જાય તે માટે શ્રી જયપ્રકાશજીનું
આંદોલન ઐતિહાસિક રાષ્ટ્રશિક્ષણની પ્રક્રિયા છે. રાષ્ટ્રની જનતા આ માટે શ્રી પ્રકાશજીની ઋણી છે. ગુજરાતની કાનિત - લહરોના નિમંત્રણની મઝધારમાં ઝુકાવનાર આ નિત્યયુવા નેતૃત્વ રાજકારણથી અત્યંત વ્યાપક જનકારણની અગ્નિશિખામાં સમગ્ર જીવનનું સ્નેહ પૂરી રહ્યા છે. આપણે સૌ આ ઘટનાની એટલા નજીક છીએ કે કાળના પ્રવાહમાં આનું ભવિષ્યમાં શું મૂલ્યાંકન થશે તે કલ્પવું મુશ્કેલ છે.
શ્રી ચીમનલાલ ચકુભાઈને વાંધો છે કે શ્રી જયપ્રકાશ) રાજકારણમાં નેતૃત્વ લેવા તૈયાર નથી અને તેઓ તે ભડકો કરી આપશે, પછી બીજાએ બધું કરવાનું રહેશે. આને શ્રી જયપ્રકાશજીની તેઓ ખામી ગણે છે. વાસ્તવમાં શ્રી પ્રકાશજીના જીવનની ! મોટી ખૂબી છે. ગાંધીજી અને વિનોબાજીએ પણ સત્તા સ્વીકારી નહતી. સત્તાના રાજકારણમાં ભાગ ન લેવાથી તે શ્રી જયપ્રકાશજી આજે કરોડો લોકોના લાડીલા બન્યા છે. ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક પરંપરાને તેને અનુસરે છે. બીજું, શ્રી જયપ્રકાશજી લોકોના પુરુવાર્થ પર ભાર મૂકે છે તે આનંદની વાત છે. નેતૃત્વનો મહિમા નેતાની પતીકી તાકાતમાં નથી, પરંતુ પ્રજાના સુષુપ્ત પુષ્પો જાગ્રત કરવાની શકિતમાં નિહિત છે. પૂજ્ય વિનોબાજીએ પણ એ વાત અનેક વાર કરી છે કે તમે જ બધું કરશે તે લોકો શું કરશે? શ્રી જયપ્રકાશજીની ચિનગારી માત્ર પૂરતી થાય એવો રાષ્ટ્રવ્યાપી અસંતેષ આજે મેર દેખાય છે. પાંચ લાખ માનવી ધામ તડકે શાતિમય સરઘસ કાઢે અને ગોળીબાર થતાં પણ ટોળાંવાદ ન ઉદ્ભવે એ કેવી ઐતિહાસિક ઘટના છે? આ આંદોલનને નહીં પિછાણીએ તે ક્રાનિત સાથે કદમ નહીં મિલાવી શકીએ. તીરે ઉભા માત્ર તમાશાની ચિતા જે કરીશું ?
શ્રી જયપ્રકાશજી જવાબદારી લેવા તૈયાર નથી એવું વિધાન શ્રી ચીમનલાલ ચકુભાઈને કર્યું છે એ દુ:ખદ વાત છે. પ્રોસ્ટેટ’ની મેજર સર્જરી પછી, હૃદયની નાદુરસ્ત હાલતમાં અને જીવનના જોખમે આવા વ્યાપક આંદોલનની જવાબદારી લીધી તે કંઈ ખેલ નથી. સમગ્ર જીવન - શ્રી જયપ્રકાશજીનું - જોઈશું તે વ્યાપક પ્રશ્નો અંગે સક્રિય જવાબદારીની પરંપરા જણાશે. પ્રધાનપદું લેવું એ જ જવાબદારીની માપશીશી હોય તે ગાંધીજી, વિનેબાજી, રવિશંકર મહારાજ ઈ. બધા જ નાપાસ થશે. રાજકોષ્ણ જ જીવનનું, સમાજનું કેન્દ્ર બની જાય તે સંસ્કૃતિના સ્વાથ્ય માટે ખતરનાક વાત છે.
શ્રી જયપ્રકાશજીમાં સ્થિરતા નથી એમ ઘણાને લાગે છે, એ વિધાનદ્રારા તે શ્રી ચીમનલાલ ચકુભાઈએ એક મનોવૈજ્ઞાનિક સમસ્યા ખડી કરી છે. એક વાત પકડીને જીવનભર તેને જ વળગી રહેવામાં એક માનસિક સલામતી છે – ગતિશીલતા તે નથી જ. પૂજ્ય ગાંધીજીને કોઈએ પૂછેલ કે તમે પહેલાં અને પાછળથી કહેલ બે વાતમાં વિરોધાભાસ હેય તે સાચું શું માનવું? પૂજ્ય ગાંધીજીએ કહ્યું, “જીવન પરિવર્તનશીલ છે અને હું શીખતે જ રહું છું. મેં જે વાત પાછળથી કહી હોય તે સાચી માનવી.” અંતરાત્માને આવિર્ભાવ જેમ જેમ થતું જાય અને જીવનના પ્રશ્ન અને ઉકેલ માટે પ્રયત્ન સરાણે ચડતે જાય તેમ તેમ જાગ્રત વ્યકિત પરિવર્તનશીલ બનતી જ જાય. એ જ રૌતન્યની, આત્માની પ્રતીતિ છે. શ્રી જ્યપ્રકાશજીની પરિવર્તનશીલતા એ મનની ચંચળતા નથી, સતત શીખવાની તત્પરતા છે–ચૈતન્ય છે.
શ્રી જયપ્રકાશજી પાસે કોઈ નિશ્ચિત કાર્યક્રમ નથી એનું પણ શ્રી ચીમનલાલ ચકુભાઈને દુ:ખે છે. આ વિધાન અનાવશ્યક છે. વર્તમાનપત્રનાં નિવેદન દ્વારા પણ જાણવા મળે છે કે શ્રી જયપ્રકાશજી સ્પષ્ટ કાર્યક્રમ આપી રહ્યા છે. જે અસ્પષ્ટતા એમાં દેખાય તે કદાચ આપણી દષ્ટિની આગળનાં ભયનાં ઝાંઝવાં હોઈ શકે. શ્રી જયપ્રકાશજીએ