SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૭૪ ખુબ જીવન આજે ક્યાં ગયાં છે? એ બધાંનો આરંભ થયો ભૂમિદાનના વિચારથી, ઘણા લોકોને સાવ નિર્દોષપણે એવું લાગ્યું કે ગામડાંની તમામ અસમાનતાનો જાદુઈ ઉકેલ આખરે એમને ભૂદાનમાં સાંપડી ગયા હતા. થેડા વખતમાં જ કોઈક ધનના દાનનો વિચાર લઈને આવ્યું. સંપત્તિદાનની શક્યતાઓ તે વળી ઓર આકર્ષક હતી. સ્વપ્નાનું જણ આંજેલા સર્વોદયવાદી કહેવા લાગ્યા કે હવે શ્રીમંતા પેાતાના ધનમાંથી સ્વેચ્છાએ ગરીબોને હિસ્સો આપશે એટલે તેમની પર કરવેરા નાખવાની જરૂર નહિ રહે. વાત ત્યાં અટકી નહિ. કોઈએ કહ્યું કે જો સંપત્તિનું દાન થઈ શકે તે પછી ખુદ જીવનનું પણ કેમ નહિ? અને ત્યાં તે, બસ, જીવનદાનના વિચારે એક અવનવા પુષ્પની માફક આકાર લીધા. જીવનદાનનો પયગામ ફેલાતાંની સાથે જ આત્મસમર્પણ કરનારા માનવીઓની એક આખી સેનાની સેવાઓ દેશને સાંપડી જશે. આ બધા વિરાટ ખ્યાલો આજે કર્યાં છે? સમયે એમને ઝાંખી સ્મૃતિઓમાં પલટાવી નાખ્યા છે. પરંતુ આ દેશના સુશ જને તે હમેશાં લોકોને સલાહ આપતા આવ્યા છે કે જેને નાશ થયો હોય તેને શે!ક કરવા નહિ. પૃથ્વી પર જે કાંઈ છે તે બધું નાશવંત છે, અને શાણા લોકો ત ક્ષણભંગુરને છેડીને જે શાશ્વત છે તેની પાછળ જાય છે. ભૂદાન, સંપત્તિદાન અને જીવનદાનનાં ફ્ લા બધાં કરમાઈ ગયાં હોય તે હરકત નહિ; બીજી અનેક અવનવી બહાર છે જેને ખીલવી શકાય. અને પૂરતી મહેનત કરી હોય તે તે! કદાચ રાજકીય જીવનના બદબા મારતા ઉકરડા સુદ્ધાં કમળ - તળાવડીમાં પલટાવી શકાય. હાલ બિહારમાં ચાલી રહેલું નાટક બધું આ અંગેનું જ છે. એના પહેલા અંકની તેમ રાજ્યની વિધાનસભાના વિસર્જનની છે. એમાં મુશ્કેલી એક જ છે કે મોટા ભાગના સભ્યો હઠ પકડીને બેઠા છે. પણ તેથી કાંઈ નિરશ થવાનું કારણ નથી. પોતાના વિરોધીઓને મહાત કરવા માટે, આ નાટકના સૂત્રધારોએ હજી તે પહેલેા અંક પૂરો થાય તે પહેલાં જ બીજો એક ચાલુ કરી દીધા છે. તેખા દલીલ કરે છે કે, સભ્યોને જો રાજીનામાં આપીને વિધાનરાભાની આવરદા ટૂંકાવી નાખવાનું ગળે ઉતરાવી ન શકાય, તે વિદ્યાર્થીઓને તે પોતાના વર્ગો છેડીને તમામ કાલેજોને એક વરસ માટે બંધ રખાવવાનું જરૂર સમજાવી શકાય. તે પછી નૈતિક ક્રાંતિ અને શૈાણિક ક્રાંતિ પડખોપડખ ચાલી શકે. પણ શું એ શકય છે? શાંતિમય પરિવર્તનની મજલમાં કયાંક, દેખીતી રીતે જ, બહુ મોટો ગેાટાળા થઈ ગયું છે. કહેવાની ભાગ્યે જ જરૂર હાય કે ભ્રષ્ટાચાર સામેના એક વ્યાપક સંગ્રામના સમય કયારના યે પાકી ગયો હતો, અને બિહાર તેના આરંભ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, કારણ કે રાજકીય જીવન ત્યાં જેટલી બદબા મારે છે તેનાથી અરધી યે બીજા કોઈ રાજ્યમાં નથી મારતું. પણ એ સંગ્રામ ચલાવવાના છે કઈ રીતે ? અને તેના ચોક્કસ ઉદ્શાશા છે? શું એની જેમ એટલી જ છે કે હાલની વિધાનસભાને વિખેરી નાખીને તેને સ્થાને બીજીને ચૂંટવી ? જો એમ જ હેય તે, નવા ચૂંટણીપ્રચાર પણ એ જ ભાષણખારીથી અને કાળાં નાણાંના એ જ વ્યયથી ખરડાશે નહિ તેની શી ખાતરી? જેમ ખોટાં વચને ભ્રષ્ટ કરે છે તેમ ખાટી આકાંક્ષાઓ પણ ભ્રષ્ટ કરનારી જ નીવડે છે, તે ભૂલી જવું પાલવશે નહિ. કે પછી ઈરાદે જ ચૂંટણીઓને નેવે મૂકીને આખી રચનામાં પલટો લાવવાના છે? જો એવું હેય તે, બધા સૂત્રધારો એ નવી રચનાના આકાર અને વાંધાંક અંગે સંમત છે? હાલની ચળવળ ચલાવવાનાં સાધનો અંગે પણ જે લોકો એકમતી સાધી શકતા નથી, તે સમસ્ત રાજકીય જીવનને સર્વસંમતિને ધેારણે ચલાવવાની આશા કઈ રીતે રાખે છે? الله) 40 રાજકર્તા પક્ષનાં સૂત્ર અને તેના ખરા ઉર્દૂ શેની વચ્ચે ભેદ પાડતાં પ્રજાએ જો શીખવાનું હાય તે, ક્રાંતિકારીઓનાં ઘેષિત ધ્યેયને તેમનાં કાર્યોનાં સંભવિત પરિણામા માની લેવાની ગલત સામે પણ તેમણે ચેતતા રહેવાનું છે. જે દેશમાં ઉદ્દામવાદીઓ ને મવાળાએ, રૂઢિપૂજકો ને રૂઢિભંજકોએ, ઉદ્યોગપતિઓ તે કામદારોએ પ્રસંગાપાત્ત ભેગા મળીને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નું સૂત્ર પેાકારેલું છે ત્યાં, ભાષાની ઈમાનદારી વિશે જેને થોડી પણ ખેવના હાય તેવા લોકોએ પોતાની જાતને ક્રાંતિકારી ગણાવનારાઓના ઉદ્શેની તુલના કરતી વેળા બેવડી તકેદારી રાખવી પડે તેમ છે. આ ચેતવણી આજે સવિશેષ તાકીદની બની છે કારણ કે બિહારના લોકોમાં શ્રી જયપ્રકાશ નારાયણ એવી માન્યતા પ્રેરી રહ્યા છે કે કેળવણીમાં ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવા માટે રાજ્યની બધી કાલેજોને તે એક વરસ માટે બંધ કરાવી દેવા માગે છે. વિચિત્રતા એ છે કે એમની નજર શેની ઉપર છે તે તે એમણે પ્રશ્નને કહ્યું નથી. હકીકતમાં તો, એ કાંતિ કેવી જાતની હાવી જોઈએ તે બાબત, એમને જયારે બીજું કશું કરવાનું નહિ હોય તે બાર મહિના દરમિયાન, શિક્ષકો ને વિદ્યાર્થીએ વિચાર કરે એવું તે માગે છે. કોઈ પણ પ્રકારની ક્રાંતિના કરતાં પેાતાના હવે પછીના ‘પ્રમેશન’ અંગે જેમને વધારે ચિન્તા છે તેવા મધ્યમ વયના માનવીઓ, તથા શિક્ષણનું માળખું બદલા કરતાં યેનકેન પ્રકારે ડિગ્રી મેળવી લેવા જેઓ વધુ આતુર છે . એવા મેાટા ભાગના જુવાનીઆએ માટે એ બહુ મેટી વાત છે. શિક્ષણમાં ક્રાંતિએ શે આકાર લેવા જોઈએ તે ઠરાવવાનું શ્રી જયપ્રકાશ નારાયણ જો બહારના શિક્ષકો ને વિદ્યાર્થીઓ પર છાડી શકતા હાય, તે તે પછી રાજ્યમાં નૈતિક ક્રાંતિ લાવવાને શ્રેષ્ઠ તરીકો શેાધવાનું પણ તે વિધાનસભાના સભ્ય પર છેાડી શકે. આજે યુનિવર્સિટીઓમાં જે શિક્ષણ મેટા ભાગના યુવાનો મેળવે છે તેને તેમની પોતાની જરૂરિયાત સાથે તેમ જ જે સમાજમાં એ વે છે તેની જરૂરિયાત સાથે કશે નાતા નથી, તે જોવા માટે બહુ તીક્ષ્ણ દષ્ટિની જરૂર નથી, પણ યુવાન કોલેજિયને જ્યારે શિક્ષણપ કૃતિની કંગાલિયતને વખોડતા હાય છે ત્યારે તેને આર્થ તેમને મન તો એટલા જ થતા હોય છે કે હવે ડિગ્રી એ નોકરી મેળવવાનું કોઈ ચમત્કારિક તાવીજ નથી રહી. દરેક ગ્રેજ્યુએટને માટે, બલકે દરેક મેટ્રિકયુલેટને માટે, નોકરી ઊભી કરવી તે કેળવણીમાં એટલી નહિ જેટલી અર્થતંત્રમાં ક્રાંતિને જરૂરી બનાવે છે. દર વસે પૂરતી શેટી સંખ્યામાં કારખાનાં, ઑફિસો, દવાખાનાં, હાટલા ઊભાં થાય ત્યારે જ સહુ કોઈને નોકરી મળી રહેશે. વિદ્યાર્થીએની અવળચંડાઈ તા એ છે કે, પરીક્ષાનાં પેપરો એમનામાંથી મેટા ભાગ ગમે તેવાં ખરાબ લખે તે છતાં અમુક પરીક્ષામાં પાસ થનારાએનું પ્રમાણ ૪૦ને બદલે ૭૦ ટકા હાવું જોઈએ, એટલી જ એમની માગણી છે. અર્થતંત્ર વધુ સારી રીતે કેમ ચાલી શકે, ને જ્યાં અનાજનું એક જ ડૂંડું આજે ઊગે છે ત્યાં બે કેવી રીતે ઉગાડી શકાય તેવા સવાલ પૂછતાં તે હજી તેમણે શીખવાનું છે. જેઓ અર્થશાસ્ત્રનું શિક્ષણ આપે છે તેમને ખુદને પણ એ બાબત વિશે બહુ બહુ તે ધૂંધળા ખ્યાલ છે કે જે ભણેલા ને અભણ લોકો દર વરસે વસંતમાં ઉમેરાતા જાય છે. તેમને માટે અર્થતંત્ર પૂરતી નોકરીઓ શી રીતે પેદા કરી શકે. શ્રી જયપ્રકાશ નારાયણને જો કોઈ નવે ને તેજસ્વી વિચાર આવ્યા હેય તે તે એમણે ગુપ્ત રાખ્યા છે. આ રીતે જોતાં, કૅલેજોને એક વરસ બંધ રાખવાની માગણી પણ એ કૉલેજોમાં અપાતા શિક્ષણના જેટલી જ પ્રસ્તુત છે. અલબા, ઘણીખરી કૅલેજોને સમૂળગી બંધ કરી દેવાના પક્ષમાં મજબૂત દલીલા થઈ શકે તેમ છે, પણ તે તે એવા કારણે કે આજે તેમાં દાખલ થનારાઓને મોટો ભાગ ઉચ્ચ શિક્ષણમાંથી કશે લાભ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy