________________
૫૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭–૪
૫૬,૧૩૭ પાઉન્ડમાં વેચાઈ હતી તે આ લિલામમાં ૮૯,૨૫૦ પાઉંન્ડમાં વેચાઈ.
આમાં કળાની કિંમત કે કદર નથી. માત્ર પૈસે ખૂબ વધ્યો છે અને વધારાનું નાણું ગમે તેમ રોકવું અને તેમ કરતાં બહુ લાભ થાય છે એટલું જ છે. આ એક માટે વેપાર થઈ પડે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી - રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૭ મી ઑગસ્ટે નક્કી થઈ છે. શાસક પક્ષે શ્રી ફખરુદ્દીન અહમદને પિતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આ પસંદગી ઈન્દિરા ગાંધીની છે. તેને પાર્લામેન્ટરી બોર્ડની સર્વાનુમતે મંજૂરી મળી છે. ૧૯૬૯ ના ઝંઝાવાત પછી, આ ચૂંટણીનું પરિણામ લગભગ નક્કી છે.
| વિરોધ પક્ષો કોઈ ઉમેદવાર ઊભા રાખી શકશે કે નહિ તે વિશે શંકા છે. શ્રી ગિરિ બીજી વખત ચાલુ રહેવા ઈચ્છે છે એવી વાત બહાર આવી હતી. કોણ નથી ઈચ્છતું? રાજેનબાબુ અને રાધાકૃષ્ણન બને આવું ઈચ્છતા હતા. રાજેનબાબુએ તેમના અંગત મંત્રી જ્ઞાનદેવીને લખેલ પત્રો હમણાં પ્રકટ થયા છે. કેટલાક પત્રમાં આ વાતનો ઉલ્લેખ છે. દેખીતા નિર્મોહમાં રહેલ મેહ છુપાત નથી. મારે આવું પદ નથી જોઈનું પણ આગ્રહ કરે તે ના કેમ પડાય ? રાધાકૃષ્ણન બીજી વખત રાષ્ટ્રપતિ થવા ઈચ્છતા હતા તે જાણીતી હકીકત છે. પણ શ્રી ગિરિ, ઈન્દિરા ગાંધીની મરજી વિરુદ્ધ ઉમેદવારી નહિ કરે, ન કરી શકે, એ પણ હકીકત છે. સામાન્ય રીતે, રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે મનમેળ જોઈએ. નહિ તે તંત્રનું કામ મુશ્કેલ થાય. રાષ્ટ્રપતિ માત્ર રબરસ્ટેમ્પ ન હોય. સલાહ આપે, પણ છેવટ બંધારણીય વડા છે. કેબિનેટના નિર્ણય સ્વીકાર જ પડે. રાજેનબાબુ અને નહેરુ વચ્ચે સારા એવા મતભેદ હતા. રાજાજી રાષ્ટ્રપતિ બને એમ નહેરુ ઈચ્છતા હતા. પણ સરદાર પટેલ અને બીજાઓના આગ્રહ પાસે નમતું મૂકવું પડયું. ગિરિએ પણ રેલવે હડતાળમાં કંઈક સ્વતંત્ર વલણ બતાવ્યું. પણ ગિરિ બીજી ટર્મને મેહ રાખે તે વાજબી ન હતું. તેમની ઉંમર ૮૦ વર્ષની થઈ અને ગમે તે કહે, તેમની તબિયત સારી નથી. ફખરુદ્દીન અહમદ, કસાયેલ કોંગ્રેસી છે, રાષ્ટ્રવાદી છે, અનુભવી છે અને ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ છે. તેમના કરતાં વધારે વ્યકિતઓ નથી એમ નથી, પણ તેઓ મુસ્લિમ છે તે એક વિશેષ કારણ છે. ઝાકીરસાહેબનું બે વર્ષમાં અવસાન થયું એટલે આ વખતે કોઈ મુસલમાન રાષ્ટ્રપતિ થાય તે મેગ્ય છે. બંગ્લાદેશ, પાકિસ્તાન તથા આરબ રાજ્ય સાથેના સંબંધને વિચાર કરતાં પણ આ પસંદગી યોગ્ય લાગે છે.
પ્રાયશ્ચિત્ત થાય, તેમની માનવતા જાગે તો જ આ કલાંક જાય. ગુજરાત અને સૌરાષ્ટ્રના હરિજન સેવક સંઘના કાર્યકર્તાઓ શિથિલ હોય એવું જણાય છે. રાજ્યપાલ પોતે આ ગામની મુલાકાતે જઈ આવ્યા તે સારું છે. પણ ખરી શાનિત કરવી હોય તે કેટલાક કાર્યકર્તાઓએ થાણું નાખી ત્યાં રહેવું પડશે, નહિ તો ભારેલા અગ્નિ પેઠે, ધંધવાનું રહેશે. હુમલે કરનારા પર કેસ થયો છે તેને નિકાલ નહિ થાય ત્યાં સુધી ઉશ્કેરાટ રહેશે. કેટલાકને સજા થશે તે વેર કાંધાશે. પોલીસ કઈ ઉપર જુલમ કે જબરજસ્તી ન કરે તેની કાળજી રાખવી જરૂર છે. ભેજનાલય અને વસાહત
સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી વણિક ભેજનાલય લગભગ ૧૮ વર્ષ પહેલાં શરૂ કર્યું. શ્રી રામજી શામજી વીરાણીના સારી રકમના દાનથી શરૂઆત થઈ. માસિક માત્ર રૂપિયા ૧૫ લઈ, સામાન્ય સ્થિતિના ભાઈઓને માટે સારા ભોજનને પ્રબંધ થયું છે. બે વર્ષથી અતિ મેઘ વારીને કારણે માસિક રૂ. ૨૫/- લેવાય છે. મુંબઈમાં જેને રહેવા ઘર ન હોય તેવાઓને લાભ અપાય છે. નોકરી કરતા હોય તેમણે. ફરજિયાત દેશમાં પોતાનાં માબાપ કે બીજાં રાગાંઓને માસિક રૂા. ૨૫- ઓછામાં ઓછા મોકલવા જોઈએ અને મનીઓર્ડર કર્યાની રસીદ બતાવવી જોઈએ. માનવતાની આ પ્રવૃત્તિ પ્રત્યે લોકોને બહુ
આકર્ષણ છે. એટલે સંસ્થાને લાખ રૂપિયાનું દાન મળી રહે છે. ત્રણચાર વર્ષ પહેલાં ચીરાબજારમાં મોટું મકાન લીધું છે, જ્યાં શ્રી રામજી હંસરાજ કમાણીના રૂપિયા બે લાખના દાનથી માટી વાડી પણ કરી છે. અત્યારે લગભગ ૫૫૦ ભાઈઓ ભેજનાલયને લાભ લે છે. સંસ્થાને મોટાં દાન મળવાથી, સામાન્ય સ્થિતિના ભાઈઓ માટે રહેવાની સગવડ કરવાનું વિચાર્યું. મલાડમાં દસ હજાર વાર જમીન લઈ તેના ઉપર ત્રણ ચાલી - દરેકમાં ૫૦ ડબલ રૂમ બાંધી. ત્યાર પછી બીજી દસ હજાર વાર જમીન લઈ બીજી એવી ત્રણ ચાલી બાંધી, જેનું ઉદ્ ઘાટન તા. ૭-૭-'૭૪ના રોજ થયું. ત્રણ કુટુમ્બની મોટી વસાહત થઈ છે. ત્યાં બાળમન્દિર, જૈન ભવન, દવાખાનું વગેરે પ્રબંધ થયો છે. હવે સ્કૂલ કરવાની વિચારણા ચાલે છે. આ ઉદ્ઘાટન પ્રસંગે એક એવું સૂચન થયું કે ભેજનાલયમાં જે ભાઈએ જમે છે તેમાંના મેટા ભાગને રહેવાની કોઈ સગવડ હોતી નથી અને ગમે ત્યાં સૂઈ રહે છે. તેમને માટે ભેજનાલયના મકાનમાં રહેવાની સગવડ - ડોમિટરી જેવી – કરવી. ઘણી જગ્યા, છે તેથી સંસ્થાના કાર્યકર્તાઓ આ વિચારી રહ્યા છે. આ ભોજનાલય અને વસાહત મેટા આશીર્વાદરૂપ છે. સારું અને વ્યવસ્થિત કામ થતું હોય તે લાખ રૂપિયા કેમ મળી રહે છે તેનું આ સંસ્થા ઉત્તમ ઉદાહરણ છે. સન્નિષ્ઠ કાર્યકર્તાઓનું જૂથ છે. ૭-૭-'૭૪
ચીમનલાલ ચકુભાઈ
નવી મોસમ, નવી બહાર
હરિજને પર અત્યાચાર
ધ્રાંગધ્રા નજીક રણમલપુર ગામે બે હરિજનનાં ખૂન થયાં, અનેકને ઈજા થઈ, તેમનાં ઘરબાર લૂંટી લીધાં, એ કરુણ ઘટના, ગુજરાત માટે શરમજનક છે. ૫૦૦ સવર્ણોએ હરિજને પર હુમલો કર્યો તેમાં બૈરાંઓ પણ જોડાયાં અને સરપંચની પત્નીએ આગેવાની લીધી એ માની ન શકાય એ બનાવ છે. હરિજનને એટલો જ ગુને કે તેમના કૂવામાં પાણી ખૂટી ગયું તેથી સવણેના કૂવામાંથી પાણી ભરવાનું કર્યું. હરિજનો હવે આવા જુલમ સહન કરે તેમ નથી, તેઓ જાગ્રત છે, એ હકીકત સવર્ણો કયારે સમજશે? એ ખરું છે કે હરિજને સવર્ણોના પ્રમાણમાં ઘણા ગરીબ છે, સવર્ણોને ત્યાં મજૂરી કરવી પડે છે, સંખ્યામાં એછા છે તેથી દબાયેલા રહે છે. અસ્પૃશ્યતાનું કલંક અને જ્ઞાતિવાદ હિન્દુ સમાજને કેરી ખાય છે, પણ સદીનું પાપ ધેવાતું નથી. કાયદાથી કે પોલીસથી આ પ્રશ્ન હલ થાય તેવું નથી. સવણેને ખરેખર
[‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના તા. ૪-૭-૭૪ ના અંકમાં આવેલ શ્રી શામલાલના લેખો ઉલ્લેખ મેં અન્યત્ર કર્યો છે. તેના પરથી ટૂંકાવીને અનુવાદ ભાઈ મહેન્દ્ર મેઘાણીએ એકલાવ્યો છે, જે અહીં આપવામાં આવે છે. – તંત્રી
સમય રૂઝ લાવવાની અદ્ભૂત ક્રિયા કરતે હશે, પરંતુ મહાવિનાશનું કાર્ય પણ એ જ કાળ કરતા હોય છે. અને અન્યત્ર કરતાં આ દેશમાં એ વધુ વેગભેર કામ કરે છે. બીજી ભૂમિમાં જે તેજસ્વી વિચારેને ફૂલતાંફાલતાં ને કરમાઈ જતાં દાયકાઓ લાગે, તે ઘણી વાર થોડાક મહિનામાં જ અહીં પોતાની પાંખડીઓ ખેરવી નાખે છે. એક કાળે જે ‘દાન’ - પુષે આટલી બધી વિપુલતામાં ખીલેલાં હતાં તે સહ