________________
તા. ૧૬-૭-૭૪
પ્રબુદ્ધ જીવન
૫૫
નથી. ખરાબની સાથે સ્વાભાવિક અને
જાણ છે. આ વાત
સારા અને ખરાબ રાખે તેની સાથે ખરાબ. મોરારજીભાઈએ કહ્યું, અમારી નીતિ જુદી છે. સારાની સાથે સારા થવું સ્વાભાવિક અને સહેલું છે. તેનું કાંઈ મહત્વ નથી. ખરાબની સાથે સારા રહીએ તે સારાપણું છે. આ વાત કુવને બહુ ગમી નહીં. બીજી વખત કુવને રશિયામાં માગ્યા ત્યારે કુવે શરૂઆતમાં કહ્યું, મિ. દેસાઈ, તમે તે સામ્યવાદના દુશમન છે, મેરારજીભાઈએ જવાબ આપ્યો, મિ. કુવ, હું કોઈ માણસ કે વાદને દુશમન નથી અને મને એવી કોઈ દુશ્મનીમાં રસ નથી. હું એવી કોઈ દુશ્મનીમાં માનતા પણ નથી. મારા દુશમનની સાથે પણ હું દુશ્મની રાખતું નથી.
વર્લ્ડ બેન્કના પ્રમુખ મિ. બ્લેકને મળવાનું થયું. ભારત-પાકિસ્તાન વચ્ચે કેટલાક મુદ્દાઓની વાત કરવાની હતી. બ્લેકને શરૂઆતમાં જ એમણે કહ્યું કે હું સ્પષ્ટ કર્યું તેથી ખાટું ન લગાડજો. પછી સ્પષ્ટતાથી બધી વાત કહી એટલે બ્લેકને ખોટું લાગ્યું. મોરારજીભાઈએ કહ્યું, તમે વચન આપ્યું હતું કે ખેટું નહિ લગાડો છતાં નારાજ થયા છો. પછી બ્લેક શાંત થયા અને પિતાની ભૂલ સ્વીકારી.
આવા ઘણા પ્રસંગે છે. દરેકમાં મોરારજીભાઈ ખૂબ સ્પષ્ટ જ વાત કહે. છેવટ સામાને તેની ભૂલ સમજાય અથવા મેરારજીભાઈને જવાબ આપી ન શકે. મેરારજીભાઈ સિદ્ધાંતની બાબતમાં કોઈ દિવસ નમતું ન મૂકે. જવાહરલાલ પણ આ હકીકતથી વાકેફ હતા એટલે મેરારજીભાઈને કોઈ દિવસ આગ્રહ ન કરે. મેરીરજીભાઈ
જવાહરલાલ ઈશ્વરમાં માનતા ન હતા અને તેથી સત્યને સામાન્ય રીતે પસંદ કરવા છતાં અસત્યના અવલંબનને એમણે છેક છોડી દીધું ન હતું. પરંતુ એસત્યને દોષ પિતાને માથે ન આવે એટલા માટે પોતાના સાથીઓ પાસે એવે વ્યવહાર કરાવતા હતા અથવા સાથીઓ એમના મનમાં સમજીને એ જાતને વ્યવહાર કરતા હતા. હું આ જાતના વ્યવહારમાં ઉપયોગી ન હતા એની મારા દિલ્હીમાં આવ્યા પછી એમને ખાતરી થઈ.”
હવે એક છેલ્લે પ્રસંગ લઈએ.
કેન્દ્રના મંત્રીમંડળમાં મેરારજીભાઈનું ચોથું સ્થાન હતું. બીજું અને ત્રીજું, મૌલાના આઝાદ અને પંતજીનું. તેઓ બન્ને અનુક્રમે પક્ષના ઉપનેતા થયા હતા. પંતજીના અવસાન પછી મેરારજીભાઈ ઉપનેતા થવા જોઈતા હતા અને પરિણામે નહેરુ પછી તેરો વડા પ્રધાન થાય એવી સ્વાભાવિક અપેક્ષા હતી. પણ નહેરુની ઈચ્છા કાંઈક જુદી જ હતી.' તેથી મેરારજીભાઈને ઉપનેતા ન થવા દીધા અને ઉપનેતાપદનું મહત્વ ઘટાડી નાખ્યું. નહેરુના અવસાન પછી મેરારજીભાઈએ વડા પ્રધાનપદની અપેક્ષા રાખી. પણ લાલબહાદુર શાસ્ત્રી થયા. શાસ્ત્રીના વિસાન પછી, રીતસર ચૂંટણી થઈ તેમાં સફળતા ન મળી. મેરારજીભાઈને સ્થાનને કોઈ મોહ નથી પણ સ્વમાનને સવાલ હતા તથા શાસ્ત્રી કે ઈન્દિરા ગાંધી કરતાં તે વધારે અનુભવી છે તેવી એમની માન્યતા છે. ૧૯૬૭ની ચૂંટણી પછી ફરી ઉમેદવારી જાહેર કરી. ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ માર ખાધા હતા અને કામરાજને ચિંતા હતી કે હરીફાઈ થાય તે કોંગ્રેસ વધારે નબળી થાય. કામરાજે એકરાર કર્યો કે મેરારજીભાઈને તે અન્યાય કર્યો હતો. છતાં કોંગ્રેસ તુટી ન જાય તે ખાતર પોતે ચૂંટણીમાંથી ખસી ગયા પણ મંત્રીમંડળમાં નહિ જોડાય એમ કહ્યું. મેરારજીભાઈ કહે છે, “ઈન્દિરાબહેન ૧૯૬૨થી મારી સામે પૂર્વગ્રહ રાખતાં હતાં અને મને એમને દુશમન માનતાં હતાં એમ મને લાગતું હતું.” પછી નાયબ વડા પ્રધાન થવા તેમને કામરાજે આગ્રહ કર્યો. તેની વાટાઘાટમાં બહુ અપમાનજનક અને કફોડી સ્થિતિમાં મુકાયા. તેમને ગૃહ ખાતું જોઈતું હતું, તે ચવ્હાણને આપ્યું અને તેમને નહોતું જોઈતું તે નાણા ખાતું તેમને મળશે એમ કહ્યું. નાયબ વડા પ્રધાનનું, બીજા મંત્રીએ કરતાં ઊંચું સ્થાન ગણાય, જેમ સરદાર પટેલનું હતું, એ મેરારજીભાઈને આગ્રહ હતે. ચવ્હાણ અને જગજીવનરામે ઈનકાર કર્યો અને
નાયબ વડા પ્રધાન એટલે કેબિનેટમાં બીજા નંબર સિવાય વિશેષ કાંઈ નહિ એમ સાફ કહ્યું. આવી કફોડી સ્થિતિ છતાં, કામરાજની વાત તેમણે સ્વીકારી. પરિણામ આપણે જાણીએ છીએ. ઈર્ષાળુ લેકો ગમે તે કહે, મેરારજીભાઈએ કોંગ્રેસના હિત માટે જ આ પદ સ્વીકાર્યું હતું. કામરાજ યેજનામાં પણ તેમને અન્યાય થયો હતો. તેમને ખસેડવા જ તે યોજના થઈ હતી. આવું ઘણું મેરારજીભાઈએ સહન કર્યું છે. તે માટે તેમની જીવનશ્રદ્ધા સમજવી જોઈએ.
તેમને ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા છે. કર્મનો સિદ્ધાંત દઢપણે તેઓ માને છે. સંચિત કર્મોનાં સુખ યુ દુ:ખ માણસ ટાળી શકતા નથી. નિ:સ્વાર્થ જનસેવાની મારફત જ ઈશ્વરદર્શન થાય છે એવી એમની દઢ માન્યતા છે તેથી એવો વ્યવહાર એમણે સૌની સાથે રાખ્યો છે. એમને દુશ્મન માનનારા કેટલાક હશે, પણ પોતે જીવનમાં કોઈને દુશ્મન માન્ય નથી. જીવનમાં સત્ય શોધવાનું માણસનું મુખ્ય કર્તવ્ય છે અને એ જીવનતત્ત્વ શોધવા માટે જ જીવનની બધી પ્રવૃત્તિ થવી જોઈએ. આવી શ્રદ્ધાથી તેમને કોઈ દિવસ નિરાશા સાંપડી નથી અને સદા નિર્ભય રહ્યા છે.
મેરારજીભાઈના જીવનવૃત્તાંતના કેટલાક અવલોકનકારોને તેમાં અહંભાવ અને દંભ દેખાય છે. અહંભાવથી ઈશ્વરદર્શન કે સત્યદર્શન ન થાય તે મેરારજીભાઈ સારી રીતે જાણે છે. દંભ અને અસત્યના તે તેઓ દુશ્મન છે, જો કોઈ ચીજ સાથે તેમને દુશ્મની હોય છે. છતાં તેમનામાં અહંભાવ કે દંભ કોઈને લાગતે હોય તે તેવી વ્યકિત મેરારજીભાઈને પૂરી સમજી નથી એમ મેરારજીભાઈને લાગશે. તેમના આદર્શો બહુ ઊંચા છે. ગીતા તેમને કંઠસ્થ છે અને જેલમાં તેને નિત્ય પાઠ કરતા, છતાં તેમના ઉચ્ચ આદર્શ અને જીવનવ્યવહારમાં કોઈ અંતર દેખાતું હોય તે તે પ્રકૃતિદેષ લેખ જોઈએ, ભાવનાદોષ નહિ. મેરારજીભાઈએ પ્રયત્નપૂર્વક પિતાનું જીવનઘડતર કર્યું છે. પોતાની પ્રકૃતિ ઉપર કોઈ માણસ પૂરે વિજય મેળવી શકતા નથી. તે જ જીવનની સાધના છે. આદર્શ અને વ્યવહાર વચ્ચેનું અંતર ઓછું કરવું એ જ પુરુષાર્થ છે. એ અંતર ઓછું ન થાય અને આદર્શની વાત કરનારને વ્યવહાર જોઈ, બીજાને અહમ અને દંભ લાગે, તેમાં જીવનની કરુણતા છે. મેરારજીભાઈના જીવનમાં આવી કર ણતા સારી પેઠે દેખાય છે. ૫-૭૭૪
ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નેંધ પૈસે વધ્યો અને તેની કિંમત ઘટી
ફુગાવાને કારણે નાણાંને પુરવઠો વધતું જાય છે. તે સાથે ચીજવસ્તુઓના ભાવ વધતા જાય છે અને નાણાંની કિંમત ઘટતી જાય છે. નાણાંને બચાવવા માટે લેકે ચીજવસ્તુઓમાં રોકાણ કરે છે અને તેને વેચે ત્યારે વધારે કિંમત મેળવે છે. ખૂબ પૈસાદાર લોકો ઝવેરાત કે મિલકતમાં શકે તેમ પ્રાચીન કળાકૃતિઓ અને અનુશેમાં રોકે છે. લંડનમાં વખતોવખત આવી કળાકૃતિએ – ચિત્રો, ચાઈનીઝ માટીની રંગીન વસ્તુ – વગેરેનું લિલામ થાય છે. આવું એક લિલામ ઘેડા દિવસ પહેલાં થયું તેમાં એક ચીની માટીને ઘડે જે ૧૯૫૨માં ૩૧૧ પાઉન્ડમાં વેચાયા હતા તે આ વખતે ૨,૩૧,૦૦૦ પાઉન્ડમાં વેચાયે. એક ચીની ધૂપદાની જે ૧૯૫૩માં ૨૮ પાઉન્ડમાં વેચાઈ હતી તે ૯૯,૭૫૦ પાઉન્ડમાં વેચાઈ. બાર ચાંદીના ચમચા--મહાપુરુષોનાં ચિત્રાવાળા, ૧૫૯૨માં બનાવેલા, જે ૧૮૫૮માં ૪૩૦ પાઉન્ડમાં અને ૧૯૧૪ માં ૨,૦૦૦ પાઉન્ડમ’ વેચાયા હતા તે આ લિલામમાં ૭૦,૦૦૦ પાઉન્ડમાં વેચાયા. ૧૭૨૦માં બનાવેલી તપકીર સૂંઘવાની સેનાની એક નાની ડબી જે ૧૯૭૧માં