________________
Regd. No. MH. By south 54 Licence No. : 87
પ્રબુદ્ધ જીવ
પ્રમુદ્ધ જૈનનુ નવસ રણ વર્ષ ૩૬ : અદ
મુંબઇ, જુલાઇ ૧૬, ૧૯૭૪ મગળવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શલિંગ : ૨૨ તંત્રીઃ
શ્રી મુંબઇ જૈન યુવક સાનુ પાક્ષિક સુખપત્ર છૂટક બા ૦-૫૦ પૈસા
ચીમનલાલ ચકુભાઈ શાહ
શ્રી મારારજીભાઈનુ જીવનવૃત્તાંત
શ્રી મેરારજીભાઈના જીવનવૃત્તાંતના બે ગ્રન્થેા - લગભગ ૭૫૦ પાનાં વાંચતાં જે વિચારો સ્ફુર્યા તે રજૂ કરું છું. આ લખાણ વલાકન નથી.
ગરીબાઈમાં ઊછરી, અભ્યાસ કર્યો. પછી બાર વચ્ચે સરકારી નાકરી કરી એમાં દેશની કુસેવા કરી એનું ભાન થતાં, નેકરી છેાડી. તેના પ્રાયશ્ચિત્ત તરીકે, બહેા કુટુમ્બ હોવા છતાં, બાકીનું જીવન જનસેવા અને દેશસેવામાં જ ગાળવું અને પેાતાના સ્વાર્થ માટે કોઈ પણ કામ ન કરવું એવા સંકલ્પ કર્યો.
૧૯૩૦માં, ૩૪ વર્ષની વયે, નોકરી છેડયા પછી, ૪૪ વર્ષ સતત દેશની સેવામાં ગાળ્યાં છે. આઝાદીની લડતમાં અનેક વખત જેલ ભાગવી, ઉચ્ચ સ્થાનો – નાયબ વડા પ્રધાન સુધીનાં – પ્રાપ્ત કર્યા અને છેડયાં.
મેરારજીભાઈ સદા વિવાદાસ્પદ વ્યકિત રહ્યા છે. કોઈ વખત એમ લાગે કે વિવાદ નોતરે છે. સત્યના આગ્રહી અને સ્પષ્ટવકતા તેમ જ મક્કમ મનના એટલે ઘણા સંધર્ષોના સામના કરવા પડયા. કેટલાક એમ માને છે અને મેરારજીભાઈ એમાંના એક હતા (છે?) કે સત્ય કડવું હોય તેથી કહેતા ડરવું ન જોઈએ. પણ મેરારજીભાઈએ કહ્યું છે કે ૧૯૫૨ પછી, સત્યમપિ પ્રિયં બ્રૂયાત્, ન બ્રૂયાત્ સત્યમપ્રિયમ્ એ ઋષિમુનિઓની સલાહ વિચારવા જેવી છે અને તે પ્રમાણે વર્તવું શરૂ કર્યું. તેમાં કેટલે દરજજે તેમને સફળતા મળી છે તે, જેમને મેરારજીભાઈના અનુભવ છે તે કહી શકે.
આત્મકથા લખવી વિકટ કાર્ય છે. તેમાં પેાતાના વિશે અને પોતે જેના સંબંધમાં આવ્યા હાય તેવા બીજાઓને વિશે લખવાનું હોય છે. પોતાના ગુણદોષ યથાર્થ રીતે વિરલ વ્યકિતએ જ રજૂ કરી શકે. માનવસહજ નિર્બળતાથી પોતાના ગુણ વધારે દેખાય, દોષ ઓછા દેખાય. પોતે કર્યું છે તે યોગ્ય હતું તેવું બતાવવાની વૃત્તિ રહે. જેના તરફથી સહાય કે સહાનુભૂતિ મળ્યાં હોય તેના ગુણ લાગે. જેની સાથે કોઈ કારણસર વિરોધ થયે હોય તેના અવગુણ લાગે. કોઈ માણસ બીજાને પૂરી રીતે ઓળખી શકતો નથી. તેના જે અંગને અનુભવ થયો હાય – સારા કે નરસે - તે ઉપરથી તેના સમગ્ર વ્યકિતત્વને માપતાં તેને અન્યાય થવા સંભવ રહે. બીજાના વિશે અભિપ્રાય આપવામાં આવાં ોખમ છે.
આત્મકથા શા માટે લખવી? અમર થવા? પોતે કર્યું છે તે વાજબી હતું તે બતાવવા? મેરારજીભાઈ કહે છે તેમના જીવનના પ્રસંગેામાંથી વાંચનારને એની કોઈ મૂંઝવણમાં કદાચ કાંઈ, ઉપયોગી તત્ત્વ મળી શકે એવું માનીને તેમ જ એને એ આપવાનો મારો ધર્મ છે એમ સમજીને પોતાનું જીવનવૃત્તાંત લખવાનું તેમણે સાહસ કર્યું છે. ભારતીય પરંપરામાં આત્મકથાને બહુ સ્થાન નથી. આપણા
મહાન લેખકો પોતાની શ્રેષ્ઠ કૃતિઓમાં પેાતાના નામનો પણ ઉલ્લેખ નથી કરતા. મહત્ત્વ કૃતિનું છે, વ્યકિતનું નહિ.
આત્મકથા બે પ્રકારની હોય છે. એક, જેમાં વ્યકિતના આંતરિક વિકાસનું વર્ણન હોય અને બનાવે તેના ઉદાહરણ તરીકે
આવે. ગાંધીજીએ આત્મકથા પોતાના સત્યના પ્રયોગા આલેખવા લખી. તે બતાવવા જરૂરી હોય તેટલા પૂરતા બનાવા નોંધ્યા. બીજી આત્મકથા બહારના બનાવની જ કથા હોય અને તેમાં તે શું ભાગ ભજવ્યા તે આવે. પહેલા પ્રકારની આત્મકથા જ ઉપયેગી છે. બીજા પ્રકારની માત્ર ઈતિહાસ છે, તે પણ ઘણા અપૂર્ણ.
આત્મકથાના લેખક માટે બે મોટાં ભયસ્થાન છે. તેના ઉપર સહેજે અહંભાવ અને દંભને આરોપ આવે. પોતાના વિશે લખવાનું એટલે હુંપણુ તે આવવાનું જ. નમ્રતા હાય તે મર્યાદિત રહે. દંભ એટલે મનમાં એક હોય અને કહેવું અથવા કરવું બીજું. વિચાર, વાણી અને વર્તનની એકતાનો અભાવ. આવા ભાવ ઈરાદાપૂર્વકના હાય, તે દંભ છે. પણ તે અજાણતા અથવા અસહાયપણે કે નિર્બળતાથી હાય, તેા દંભ નથી. માણસને ભાવના અને આદર્શ હોય છે. તે પ્રમાણે વર્તન કરી શકાતું નથી. આદર્શ અને વ્યવહાર વચ્ચે સદા અંતર રહે છે. આ અંતર ઓછું કરવાના સતત પ્રામાણિક પ્રયત્ન હોય તો એવું અંતર દંભ ન કહેવાય. પોતાના આદર્શને જોશેારથી પોકારતા રહે અને તે પ્રમાણે પોતે વર્તન કરે છે એવા દાવા કરે છતાં આદર્શ વ્યવહારથી ઘણા દૂર હોય તો બીજાઓને દંભ લાગે તેમાં નવાઈ નહિ. આવી છાપ નિવારવાના સરળ આર્ગ હૃદયની નમ્રતા, પોતાની પૂર્ણતાઓની સતત જાગૃતિ અને સચ્ચાઈ.
મેરારજીભાઈની આત્મકથામાં સૌથી વધારે વખત જે શબ્દો આવે છે તે છે, સત્ય, ઈશ્વર, સ્પષ્ટતા, મક્કમતા, નિડરતાઆ પાંચ શબ્દો તેમના ધ્રુવતારક છે એમ કહેવાય. સત્યના આગ્રહી વ્યકિતએ સદા વૃક્ષમાં રાખવું જોઈએ કે સંપૂર્ણ સત્ય કોઈને લાધ્યું નથી. તેથી બીજાના વિચારો પ્રત્યે અંતરની ઉદારતા અને પોતા વિષે સાચી નમ્રતા ન હોય તો સત્યનો આગ્રહ અને મક્કમતા દુરાગ્રહમાં પરિણમે અને તે બીજા ઉપર એક પ્રકારને જુલ્મ થઈ જાય. મારારજીભાઈની આત્મકથા વાંચતાં આવા ઘણા વિચારો આવે છે.
તેમના દીર્ઘકાળના જાહેર જીવનમાં તેમણે ઘણાં મહાન કાર્યો કર્યા છે. કુશળ વહીવટકર્તા તરીકે તેમણે નામના મેળવી છે. પાતે જ્યાં અગત્યનો ભાગ ભજવ્યું છે એવા બનાવાની હકીકતો તેમણે આપી છે. બીજાએ, જેના નિકટના સમાગમમાં તેઓ આવ્યા – ગાંધીજી, સરદાર, નહેરુ, ઈન્દિરા ગાંધી - વગેરે વિશે પણ તેમણે લખ્યું છે. મહત્ત્વની વસ્તુ બનાવા નથી પણ તેની પાછળ મેરારજીભાઈની શું ભાવનાઓ અને આદર્શ હતા તે છે. આ ભાવનાઓ અને