SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 8) પર પદ્ધ જીવન - તા. ૧૭૭૪ રૂા. ૧૦૦ની નોટોને બદલવા અંગે કેટલીક કક્ષાની વ્યકિતઓને ખાસ સગવડે આપવાની જોગવાઈઓ પણ અર્થશાસ્ત્રીઓની યોજનામાં છે. ગ્રેગ્યુઈટી, પેન્શન, વીમાની પિલિસીના પૈસા કે મનીઓર્ડરના પૈસા મેળવનાર વ્યકિતઓને અમુક સંગેમાં વટહુકમની જોગવાઈ માંથી બાકાત રાખવાનું સૂચવાયું છે. અર્થશાસ્ત્રીઓએ વટહુકમ અંગેની બંધારણીય ગ્યાયોગ્યતા વિચારી છે અને વટહુકમને તૈયાર મુસદ્દો સરકારને આપે છે. એ વટહુકમ આપતાં પહેલાં બેન્ક સહિતની તમામ નાણાં સંસાઓ પાસે કેટલી રેકડ રકમે છે તેને ગુપ્ત અહેવાલ મેળવી લેવા અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું છે કે એક સરકારી વટહુકમ દ્વારા જૂની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનું તેમ જ બેન્કની અનામત સ્થગિત કરવાનું પગલું ભરવું જોઈએ. તે માટે અર્થશાસ્ત્રીઓએ ચલણી નોટોને પાછી ખેંચવાની વિગતપૂર્ણ પદ્ધતિ પણ તેમના નિવેદનમાં આલેખી છે. ચલણની માટી નોટોનું મૂલ્ય વટહુકમ દ્વારા ૩૦ ટકા જેટલું ઘટાડી નાખવું. એટલે કે રૂપિયા એકસેની નોટ રૂા. ૭૦ની થઈ જાય, રૂ. ૫૦ની નેટ રૂ. ૩૫૦ની, રૂા. ૧૦૦૦ની નેટ રૂ. ૭00ની અને રૂ. ૧૦,૦૦૦ની નોટને રૂ. ૭૦૦૦ના મૂલ્યની બનાવી દેવી. આ મેટી રકમની ચલણી નેટના માલિકોએ વટહુકમની તારીખથી બેન્કો, સહકારી બેન્કો, ટપાલ ખાતાઓ અને બીજી નિર્દિષ્ટ નાણાં સંસ્થાઓ જે અનામતે સ્વીકારતી હોય તે આ ડિપોઝિટનાં ખાતાઓનું રૂપાંતર બ્લોકડ ડિપોઝિટ ખાતાઓમાં કરી નાખશે. આ નવાં ખાતાઓમાં નીચે પ્રમાણેની રકમે જૂના ખાતામાંથી બદલવામાં આવશે : (૧) કરન્ટ ડિપોઝિટની ૩૦ ટકા રકમને સ્થગિત કરીને નવા બ્લેક એકાઉન્ટમાં રખાશે; (૨) બચત ડિપોઝિટની ૨૫ ટકા રકમને; અને (૩) ફિકસ્ડ ડિઝિટ, જેની મુદત બે કે ઓછા વર્ષમાં પાકતી હેય તેની ૨૦ ટકા રકમને નવા બ્લેક એકાઉન્ટમાં રખાશે. આ નવા ખાતામાંથી દસ વર્ષ સુધી ચેકો દ્વારા રકમ ખેંચી શકાશે નહિ કે નિર્દિષ્ટ કરી હોય તેવી પદ્ધતિ સિવાયની પદ્ધતિ દ્વારા તે રકમને ટ્રાન્સફર કરી શકાશે નહિ. બ્લોક એકાઉન્ટ ધરાવનારાઆને સરકાર તરફથી દસ વર્ષની મુદતનાં ખાસ બચત સર્ટિફિકેટ અપાશે. આ પ્રકારનાં સર્ટિફિકેટ ધરાવનારને બે છ માસિક હપ્તામાં ૯ ટકા વ્યાજ આપવાને વિકલ્પ અપાશે. ઉપર મુજબનાં તમામ સર્ટિફિકેટ ઉપર દસ વર્ષને અંતે લગભગ ૨.૬ ગણી રકમ મળે તેવી ગણતરી છે. એટલા માટે જીવનનિર્વાહ આંક સાથે જ વળતરવાળાં સર્ટિફિકેટને સાંકળવાનું સૂચન “સેમી બોમ્બલા”માં કરવામાં આવ્યું છે. હુકમની તારીખથી 'મહિનાની અંદર અથવા તે સરકાર નક્કી કરે તે મુદતની અંદર બેન્ક, સહકારી બેન્ક, ટ્રેઝરી કે બીજી માન્ય કરેલી સંસ્થામાં પોતાની ચલણી નોટો ઉપર છાપ મરાવી જવી. પછી એ છાપવાળી જૂની નાટેના બદલામાં ઘટાડેલી કિંમત મુજબનાં ખાસ બચત સર્ટિફિકેટ આપવાં. જે જૂની નોટ વટહુકમની તારીખ પછી ત્રણ મહિનાની અંદર છાપ લગાવવા માટે ન રજૂ થાય તે નોટોને રદ સમજવી. આ બચત સર્ટિફિકેટે દસ વર્ષની મુદતે પાકે તેવાં આપવાં. રૂ. ૧૦,૦૦૦થી ઓછી કિંમતવાળી નોટો રજૂ કરનારાનાં નામ, સરનામું, વ્યવસાય વગેરેની નોંધ લેવી; પરનું રૂ. ૧૦,૦૦૦વાળી નોટ રજૂ કરનારને બચત સર્ટિફિકેટે આપતાં પહેલાં ખાસ કક્ષાના આવકવેરા અમલદારને તે વ્યકિત પાસે વધુ પડતાં નાણાં કેમ આવ્યાં તે અંગે પૂછી લેવું. . રૂા. ૧, ૨, ૫, ૧૦, ૨૦ અને ૫૦ની કિંમતની નેટના માલિકોએ એક મહિનાની અંદર અથવા વટહુકમમાં નિર્દિષ્ટ કરેલી તારીખની અંદર પોતાની નેટે “સ્પેશ્યલ બેન્ડ મેડેલિયન”ના બદલામાં સરકારને પાછી સોંપી દેવાનો વિકલ્પ રાખવે. તેનાથી મઢેલા આ સિક્કાને મહત્તમ ૧૦ વર્ષ પછી જ વટાવી શકાય તેવી જોગવાઈ રાખવી. વળતરરૂપે જે ખાસ સTટફિકેટે અપાયે કે સેનાના ચન્દ્રકે (મેડેલિયન) અપાય તેના ઉપર માલિકને ૧૦ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે તેવી જોગવાઈ રાખવી. આમ મેટી નોટનું ચલણ ૩૦ ટકા જેટલું ઘટી જાય અને નાની નોટનું અમુક પ્રમાણ દસ વર્ષ સુધી ચલણમાંથી સ્થગિત રહેશે. વટહુકમ લાગુ થાય તે પછી ત્રણ દિવસ સુધી બેન્ક, શેરબજારો વગેરે નાણાંબજારો બંધ રહેવાં જોઈએ. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની તમામ નાણાં સંસ્થાઓ અને તાલુકા કક્ષાના વહીવટી તંત્રે વટહુકમને અમલ માટે તૈયાર રહેવું. જરૂર પડયે સ્કૂલો બંધ રાખીને શિક્ષકોની પણ સેવા લેવી. અર્થશાસ્ત્રીએ પોતાની ઉપરની જનતાને “ડિમોનેટાઈઝેશન”થી ભિન્ન ગણાવે છે. “ડિમેનેટાઈઝેશન”માં ઘણી વખત સમાન મૂલ્યની નવી નોટ, જૂની નોટોના બદલામાં અપાય છે. “ડિમેનટાઈ શન”ના પગલામાં ૩થી ૫ દિવસ સુધી બજારો બંધ રહે છે અને નવી ને અપાઈ જાય એટલે વ્યવહાર ચાલુ થાય છે. આને કારણે કામચલાઉ રીતે ભાવ નીચા જાય છે. - ૧૯૪૬માં ભારત સરકારે “ડિમેનેટાઈઝેશન” કર્યું ત્યારે ધારી અસર થઈ નહોતી. સિલોનને પણ આવો અનુભવ હતે. ‘સેમી બેમ્બલાની નવા પ્રકારની સ્કીમ દ્વારા ભાવની સપાટીને ઓછામાં ઓછી ૨૫ ટકા જેટલી નીચી લાવવાને ઈરાદે છે. વળી રૂા. ૧૦૦ અને તેના ઉપરની નેટની માલિકી ધરાવનારાએ જૂની નેટ ઉપર છાપ લગાવવા માટે તમામ ને બહાર નહિ લાવે, કારણ કે તેમાં ખાવકવેરા ખાતાની તપાસનો ડર રહે છે. આને કારણે અમુક નોટોનું મૂલ્ય-કાયમ માટે ચલણ બહાર ચાલ્યું જશે. નાણાંના પુરવઠામાં કાપ મૂકીને અમુક ચલણને સ્થગિત કરવાની પદ્ધતિ યુરોપના દેશોમાં ભૂતકાળમાં અપનાવાઈ છે. આ પ્રકારના નાણાં સુધારાને અમલ ગ્રીસ, હંગેરી, ઓસ્ટ્રિયા, રશિયા, પિલાન્ડ, રુમાનિયા વગેરે દેશેએ કર્યો છે. તેમાં બેજિયમ, ડેનમાર્ક, નોર્વે, નેધરલેન્ડ અને ચેકોસ્લોવેકિયામાં આ નાણાં સુધારા સારી રીતે સફળ થયા છે. બેજિયમે “સેમી બામ્બલા”ને મળતી આવે તેવી નાણાકીય સુધારાની પદ્ધતિ અપનાવી હતી અને તે પછી બાર દેશાએ મે પદ્ધતિ અનુસરી હતી. સ્વરાજ પછી કરવેરાના માળખામાં મૂળભૂત ફેરફાર કરવા ભારત સરકારે શ્રી કાલડર નામના બ્રિટિશ અર્થશાસ્ત્રીને ભારત બોલાવ્યા હતા. તેમણે સુચવેલા સર્વગ્રાહી સુધારાને ઉપરછલા અપનાવ્યા પછી તેની તૈયાર રાંધેલી સ્કીમને અભરાઈએ ચડાવી દેવાઈ હતી. રાજકારણીઓ કે કરશાહીનું માનસ ધરાવતા ઉચ્ચ અધિકારીઓ અર્થશાસ્ત્રીઓએ તૈયાર ભોજનરૂપે આપેલી આ સ્કીમને અપનાવવામાં કદાચ નાનમ સમજે તે અત્યંત ઉપયોગી એવી “સમી બામ્બલા”ની સ્કીમ અભરાઈએ ચડવાને ડર રહે છે. ભારત સરકારેવાંછુ સમિતિ દ્વારા “ડિમેનટાઈઝેશન”ની થયેલી ભલામણને ફગાવી દીધી હતી, પરંતુ “ડિમોનેટાઈઝેશન”ની પદ્ધતિનું બિલકુલ નવીનીકરણ કરીને તેને આપત્તિવિહીન બનાવનારી “સેમી બેમ્બલા”ની જનાને અમલ થાય તે કાળાં નાણાંનું જે દૂષણ છે તે તત્કાળ તે ઓછું થશે તેમાં શંકા નથી. અર્થશાસ્ત્રીઓની વૈજના વ્યવહારુ પણ છે. અને નેટની ફેરબદલી અને નવા સેનાના ચન્દ્રક વગેરેમાં સરકારને શરૂઆતના વર્ષમાં રૂા. ૧૫૦ કરોડ અને પછી રૂ. ૫૦ કરોડથી રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ થશે, પણ તેને કારણે ફગાવાના સમગ્ર કાળને નાથી શકાશે તેને લાભ તે અગણિત છે. કાન્તિ ભટ્ટ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને મુંબઈ -૪ ટે. નં. ૩૫૦૨૯૬. પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy