SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રબુદ્ધ જીવન ડું૦ રમણલાલ ચી. શાહે શેભાવ્યું હતું અને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ વખતની વ્યાખ્યાનમાળામાં નીચે મુજબના વકતાઓને નિમંત્રવામાં આવ્યા હતા: ડા॰ ભગવાનદાસ મહેતા, પ્ર. શ્રીમતી ધૈર્મબાળાબહેન વારા, શ્રી કાંતિલાલ કાલાણી, ફાધર વાલેસ, શ્રી પ્રબોધ ાસી, શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર, પ્રા રમેશ ભટ્ટ, શ્રી નવલભાઈ શાહ, ડા. રમણલાલ શાહ, શ્રીમતી મૃણાલિની દેસાઈ, વૈદ્ય પ્રાગજીભાઈ રાઠોડ, ી દલસુખભાઈ માલવણિયા, શ્રી ભંવરમલ સિંધી, શ્રી મનુભાઈ પંચાલી (દર્શક), શ્રી રોહિત મહેતા, શ્રીમતી શ્રીદેવી મહેતા, શ્રી નારાયણ દેસાઈ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ. આ વખતે બહારગામથી ૧૨ વકતાઓને બેલાવવામાં આવ્યા હતા. નવે દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી અને ધાર્યા પ્રમાણે કાર્યક્રમ સાંગેાપાંગ પાર પડયો હતો. વસંત વ્યાખ્યાનમાળા છેલ્લાં છ વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ વસંત વ્યાખ્યાનમાળા, આ છઠ્ઠા વર્ષે પણ ફ્લોરા ફાઉન્ટન ઉપર આવેલા સતા એડિટોરિયમમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એપ્રિલ માસની તા. ૧૫-૧૬-૧૭-૧૮ એમ ચાર દિવસ માટે યોજવામાં આવી હતી. તેમાં “સંસદીય લાકશાહીનું ભાવિ” એ વિષય પર નીચેના ચાર વકતાએ બાલ્યા હતા: ડા૦ રજની કોઠારી (ડિરેકટર, સેન્ટર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સેસાયટી), પ્રો, હિરેન મુખરજી (એમ.પી.), શ્રી સી. એસ. પંડિત (તંત્રી, ફ્રી પ્રેસ જર્નલ), શ્રી મધુ દંડવતે (એમ.પી.). આ ચારે વ્યાખ્યાનો ખૂબ જ રસપ્રદ રહ્યાં હતા અને શ્રોતાઓની ચિક્કાર હાજરી વચ્ચે આ પ્રવચન લોકપ્રિય થયાં હતાં અને સૌને વિચાર કરતા કર્યા હતા, અને આ પ્રવચનેાની ટૂંકી નોંધો ‘જન્મભૂમિ’માં વ્યાખ્યાનના બીજે જ દિવસે પ્રગટ કરવામાં આવતી હતી, તે માટે તેના તંત્રી શ્રી મનુભાઈ મહેતાના અમે આભારી છીએ. વૈદાકીય રાહત કાર્યાલય તરફથી જરૂરિયાતવાળાં ભાઈબહેનને કશે પણ ભેદમાવ રાખ્યા વિના વૈદ્યકીય રાહત માટે પેટન્ટ દવાઓ તેમ જ ઈન્જેકશન આપવામાં આવે છે. જૈન કિલિનકના ડા. સાંઘાણીને આ કામ સોંપવામાં આવ્યું છે. તેઓ ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીખાની ચકાસણી કરીને ચિઠ્ઠી આપે તેમને મફત દવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગઠવણના પરિણામે આ પ્રવૃત્તિ સંતાષકારક રીતે ચાલી રહી છે. આ કાર્યમાં સહકાર આપવા માટે અમે ૦ સાંઘાણીસાહેબના આભારી છીએ. વૈદ્યકીય સારવાર માટેનાં સાધનો પણ જરૂરિયાતવાળાં ભાઈબહેનોને મફત આપવામાં આવે છે. આ ખાતામાં આગલા વર્ષની રૂા. ૯૯-૭૫ની પુરાંત હતી, અને રૂા. ૩૬ ભેટના મળ્યા હતા, આમ એકંદર રૂપિયા ૧૩૫-૭૫ થયા. વર્ષ દરમિયાન આ ખાતામાં રૂા. ૭૮૦-૯૧નું ખર્ચ થયું. એટલે વૈદ્યકીય રાહત ખાતે રૂ.૬૪૫-૧૬ આ વર્ષે સંઘના આવક જાવક ખાતામાંથી ઉપાડવા પડયા છે. આ કારણે, વૈદ્યકીય રાહત ફંડમાં મિત્રા નાણાં મેળવી આપે એવા અમે નુરોધ કરીએ છીએ. હોમિયોપથી સારવાર રિઝર્વ ફંડ આપણા જૂના અને વયોવૃદ્ધ સભ્ય શ્રીયુત મંગળજી ઝવેરચંદ મહેતાના પ્રયત્નથી આ ખાતામાં આગલા વર્ષે રૂા. ૧૫૦૦-૮૦ની રકમ મળી હતી અને આ વર્ષે પણ તેમના જ પ્રયત્નથી રૂા. ૧૦૫૨૦૦ને તેમાં ઉમેરો થયા અને આખી રકમના વર્ષ દરમિયાન વ્યાજના રૂા. ૧૬૬-૦૦ મળ્યા. એટલે વર્ષની આખરે આ ખાતામાં ૫. ૨૭૧૮–૦૦ જમા રહે છે. શ્રી મંગળજીકાકાની સંઘને ઉપયોગી થવાની વૃત્તિ માટે આપણે ખરેખર તેમના આભારી છીએ. ગુજરાત - રાજસ્થાન રેલરાહત ફંડ ગુજરાત અને રાજસ્થાનમાં અભૂતપૂર્વ રેલસંકટ આવ્યું તેના અનુસંધાનમાં ઑકટોબર ૧૯૭૩માં સંઘે ગુજરાત-રાજસ્થાન રેલરાહત ફંડ શરૂ કર્યું હતું, અને તેમાં પ્રાપ્ત થયેલી રકમ રૂા. ૧૮૧૪૬ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને સોંપી હતી. % તા. ૧૭ f વર્ષ દરમિયાન સંઘના કાર્યાલયમાં યોજાયેલાં સંમેલન ૧૯૭૩ ઓગસ્ટ--૬: બંગાળી સંગીતના જાણીતા કલાકાર શ્રીમતી તાપે।તી મુખરજીના રવીન્દ્રનાથ ટાગરનાં બંગાળી બીતોને કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર-૯ : શ્રી મેઘાણીભાઈનું “જીવન અને કવન” એ વિષય ઉપર શ્રી મનુભાઈ પંચાળી (દર્શક)નું એક જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ૧૯૭૪ જાન્યુઆરી- ૨૧: દક્ષિણામૂર્તિ અને ઘરશાળાના જાણીત કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીને સંઘના સભ્યો સાથે એક વાર્તા લાપ યોજવામાં આવ્યો હતો. ફેબ્રુ આરી - ૨ : “આજની રાજકીય પરિસ્થિતિ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામ આવ્યું હતું. માર્ચ-૪: “ અંદાજપત્ર” એ વિષય ઉપર પ્રા. ડી. ટી લાકડાવાળાનું એક જાહેર પ્રવચન રાખવામાં આવ્યું હતું. શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ ગયા વર્ષે આપણુ સભાગૃહ સંઘના નિયમ પ્રમાણે જરૂરિયાત વાળી સંસ્થાઓને વાપરવા માટે આપ્યું હતું. એની કુલ આવક રૂા. ૬૧૩–૦૦ થઈ હતી. ગયા વર્ષ કરતાં આ પ્રમણ વધ્યું ગણાય. આજ સુધી આપણે લગ્ન કે સગપણ સિવાયના સમારંભા કે મીટિંગે માટે ત્રણ કલાકના (માઈક સાથે) રૂા. ૪૩ ઘસારાના લઈને અને (માઈક વગર) રૂા. ૩૩ લઈને વાપરવા આપતા હતા, પરન્તુ હવે આપણે ચાંદલા -- સગપણ માટે પણ રૂ. ૧૦૧ લઈને સભાગૃહ વાપરવા આપવાનું નક્કી કર્યું છે. તે સંઘના સભ્યો-મિત્રાને ૩૨ હેય ત્યારે કાર્યાલયને સંપર્ક સાધવા વિનંતિ છે. સંઘના આજીવન સભ્ય અંગે સંઘના ૫૦૦ આજીવન સભ્યો બનાવવાનો આપણે સંકલ્પ હતા અને છે. આજ સુધીમાં ૨૫૦ આજીવન સભ્યો થયા છે. તે ચાલુ સભ્યાને આજીવન સભ્ય થવા તેમ જ મિત્રાને આજીવન સભ્ય બનવા માટે કહેવા વિનંતિ કરવામાં આવે છે. સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૯ રાભા બૅલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં રૂા. ૨૩૬૪૫-૫૫ની આવક થઈ હતી અને ખર્ચ રૂા. ૨૦૩૫૧-૨૯ના થયા હતા. સરવાળે ૫. ૩૨૯૪–૨૬નો વધારો રહ્યો છે. આપણું જનરલ ફંડ રૂા. ૧૭૮૯૮-૭૨નું ગયા વર્ષે હતું. તેમાં સંઘના આવકજાવકના વધારાની રકમ રૂ. ૩૨૯૪-૨૬ ઉમેરત તે ગ઼. ૨૧૨૯૨-૯૮નું થાય છે અને તેમાંથી “પ્રભુ જીવન”ની ખોટ રૂા ૧૪૭૧-૬૪ બાદ કરતાં, વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂા. ૧૯૭૨૧–૩૪નું રહે છે. આપણું મકાન ફંડ રૂા. ૨૪૦૧૯-૧૯નું હતું, તે તેટલું જ રહે છે. આપણુ રિઝર્વ ફંડ રૂા. ૮૫૯૪૦-૮૯નું રહે છે. આપણુ પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે શ. ૨૨૩૦–૧૮નું હતું, તેમાં પુસ્તક વેચાણના રૂા. ૬–૦૦ આ વર્ષે આવ્યા તે ઉમેરત વર્ષની આખરે પુસ્તક પ્રકાશન ફંડ રૂા. ૨૨૩૬-૫૦નું રહે છે. અંતમાં વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો અને અન્ય મિત્રએ જે સહકાર આપ્યા છે તે માટે અમે તે સૌન ઋણી છીએ અને અમારા કાર્યક્રમોને સારી એવી પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી દૈનિકોને પણ ખાસ આભાર માનીએ છીએ. આપણી પ્રવૃત્તિઓને વધારે વેગ મળે અને તે વધારે વિસ્તરે એવી અમારી અંત:કરણની ભાવના છે. ચીમનલાલ જે. શાહ સુબાધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy