________________
તા. ૧-૭–૭૪
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત: વર્ષ ૧૯૭૩
સમયની રફતારમાં પાછું એક વર્ષ પૂરું થયું, અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ગત વર્ષને, એટલે કે ૧૯૭૩ના વર્ષને વાર્ષિક વૃત્તાંત આપની સમક્ષ રજૂ કરતાં અમારે આનંદ અને ગૌર લેવાના રહે છે. '
આ વૃત્તાંત રજૂ કરીએ એ પહેલાં આપણે સખેદ નોંધ લેવાની રહે છે કે સંઘની પાયાની બે વ્યકિતઓની ચિરવિદાયથી સંઘને ન પુરાય એવી ખોટ પડી છે. એક તે. શ્રી દીપચંદ ત્રિભવનદાસ શાહ અને બીજા શ્રી ચંદુભાઈ ઝવેરી, શ્રી દીપચંદભાઈને સંઘના વિકાસમાં શરૂઆતથી એમના જીવનના અંત સુધી–ધા માટે ફાળો રહ્યો ઘણાં વર્ષો સુધી તેઓ કારોબારીમાં હતા તેમ જ સંધના મંત્રીપદે પણ હતા; અને શ્રી ચંદુભાઈ ઝવેરી સંઘના મુરબ્બીશુભેચ્છક અને સંધની નાની-મોટી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા, એટલું જ નહિ, તન-મન-ધનથી ભેગ આપવા હમેશાં તત્પર રહેના..
આ બન્ને સદ્ગત આત્માને આપણી ભાવભરી શ ાંજલિ આપી, અમે હવે ગત વર્ષની પ્રવૃત્તિઓને અહેવાલ આપની સમક્ષ રજૂ કરીએ છીએ.
આ અહેવાલ વહીવટી દષ્ટિએ તા. ૧-૧-૭૩ થી ૩૧૧૨-'૩ સુધીને અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૨૩-૬-૭૩ના રોજ મળી હતી ત્યારથી આજ સુધીને એટલે કે તા. ૧૫-૬-૭૪ સુધી છે.
* “પ્રબુદ્ધ જીવન” આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના તંત્રીપણા નીગે તે છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે અને સતત પ્રગતિ કરતું રહ્યું છે. હજુ તેને ખૂબ જ વિકાસ થાય એવી આપણા સૌની તીવ્ર ઈચ્છા છે. “પ્રબુદ્ધ જીવન” એક વૈચારિક પત્ર તરીકે જે રીતે પ્રગટ થઈ રહ્યું છે, તેના ઉચ્ચ ધેરણની પ્રશંસા કરતા અનેક પત્ર કાર્યાલયને મળતા જ રહે છે, અને તેની ગ્રાહકસંખ્યામાં પણ વધારો થતો રહ્યો છે, પણ સાથે ખર્ચમાં પણ વધારે થતો જાય છે. એટલે આજે આપણા ૭૪૭ ગ્રાહકો છે, તેથી સંતોષ ને લેતાં ગ્રાહકેની સંખ્યા વધીને ૩CO૦ સુધી પહોંચે એ માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ગત વર્ષ દરમિયાન “પ્રબુદ્ધ જીવન” ને રૂા. ૧૭૨૭૪-૭૮ની આવક થઈ છે, જ્યારે રૂા. ૧૮૭૪૬-૩૪ને ખર્ચ થયો છે. પરિણામે રૂા. ૧૪૭૧-૬૪ની ખેટ આવી છે. આપણા આ પ્રકાશનને શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી રૂ. ૫૦૦ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી રૂ. ૨૫૦૦ તેમ જ શ્રી બી. જી. શાહ તરફથી રૂા. ૫૦૦ અને ડૅ૦ મનુભાઈ તરફથી રૂા. ૫૧ દર વર્ષે ભેટ મળે છે, તે માર્ટ આપણે ખરેખર તેમના આભારી છીએ. અને આ ઉપરાંત શ્રી બી. જી. શાહે તેમનાં સુપુત્રીના સગપણના અનુસંધાનમાં રૂ. ૧૦૧ અને લગ્નના અનુસંધાનમાં રૂા. ૧૦૦૧ વધારાના ભેટ તરીકે આપ્યા હતા. આમ કરીને તેમણે એક નવી પ્રથા શરૂ કરી ગણાય, જે ખૂબ જ આવકાર્ય છે, તે માટે તેમને અમારાં અભિનંદન ઘટે છે. અન્ય સભ્યો તેમ જ શુભેચ્છકો પણ આ પ્રથાને અનુસરે એવી અપેક્ષા રાખીએ.
શ્રી મ. એ. શાહ સા. વા. અને પુસ્તકાલય ગત વર્ષ દરમિયાન રૂા. ૨૧૭૩-૪૫નાં નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ
ગત વર્ષ દરમિયાન રૂ. ૧૫૧૪૭-૭૩નો ખર્ચ થયે છે, જ્યારે આવક રૂ. ૧૩૨૪૬-૨૪ની થઈ છે. જેમાં મ્યુનિસિપાલિટીની રૂા. ૧૦૦૦૦-00ની ગ્રાન્ટને સમાવેશ થાય છે.) એટલે રૂા. ૧૯૦૧-૪૯નો નફો રહ્યો છે. આગલાં વર્ષોની ખેટ રૂ. ૩૦૭૮૪-૬૮ ઊભી છે, તેમાંથી આ રકમ બાદ કરતાં વર્ષની આખરે રૂા. ૨૮૮૮૩–૧૯ની ખેટ ઊભી રહે છે.
નવા વર્ષમાં આપણે નવાં પુસ્તકો વસાવ્યાં છે અને અંગ્રેજી સામયિકનાં મેટાં લવાજમ પણ ભર્યા છે અને એવી પ્રથા શરૂ કરી છે કે વાચકોની માંગણીને અનુલક્ષીને વધારાના ચૅગ્ય પુસ્તકો પણ વસાવવાં. આ માટે વાચકનાં સૂચનો માગવામાં આવે છે.
મ્યુનિસિપાલિટીની ગ્રાન્ટના આ વર્ષે રૂા. ૧૦,૦૦૦ મળ્યા હોવાના કારણે આ વર્ષે આપણે ખેટમાંથી બહાર નીકળી ગયા છીએ, પરંતુ આ પ્રવૃત્તિને વધારે વેગવાન અને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ કર્યો છે; એ કારણે સ્ટાફમાં પણ વધારે કરવો પડે, જનાં અને નકામાં થઈ ગયેલાં પુસ્તકોની પુરવણી કરવી પડે અને અઘતન પુસ્તકો પણ મોટા પ્રમાણમાં વસાવવાં પડે ! કારણે નાણાંની માટી જરૂરિયાત ઊભી થાય. આ લક્ષમાં રાખીને લાયબ્રેરીના લાભાર્થે તા. ૩-૩-'૭૪ના રોજ આઈ. એન. ટી.નું પ્રસિદ્ધ નાટક “સંતુ રંગીલી”ના એક ચેરિટી શે રાખેલ હતું અને આ સમારંભના પ્રમુખ તરીકે જાણીતા બિલ્ડર્સ, યશવંત કોર્પોરેશનવાળા શ્રી યશવંતભાઈ દાદભાવાળાને આપણે મેળવી શકયા હતા અને આંના અનુસંધાનમાં એક સુવેનિઃ પણ પ્રગટ કરવામાં આવ્યું હતું. અને જણાવતાં હર્ષ થાય છે કે સુવેનિરમાં જાહેરખબર આપીને તેમ જ ડોનેશનરૂપે રકમે. આપીને મિત્રો તેમ જ પ્રશંસકોએ અમારા લક્ષ્યાંકને પહોંચી વળવામાં અમને સરળતા કરી આપી હતી. આ માટે અમે એ સૌને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના ઋણી છીએ.
અત્યારે પુસ્તકાલયની ચાલુ સભ્ય ૪૫૦ છે. પુસ્તકાલય પાસે એકંદરે ૭૪૭૫ પુસ્તકો છે. પુસ્તક ઘેર લઈ જનાર પાસેથી રૂા. ૧૦ ડિઝિટ લેવામાં આવે છે અને વાર્ષિક લવાજમ રૂ. ૫ લેવામાં આવે છે.
આપણા વાચનાલયમાં એકંદરે ૧૦૮ સામયિકે આવે છે. તેમાં ૫ દૈનિક, ૨૬ સાપ્તાહિક, ૧૧ પાક્ષિક, ૬૦ માસિક અને ૫ વાર્ષિક આવે છે; અને ભાષાની દષ્ટિએ ગણીએ તે ૭૮ ગુજરાતી, ૧૬ હિન્દી, ૧૩ અંગ્રેજી અને ૧ મરાઠી આવે છે. આ વાચનાલયને લાભ લેવા માટે કોઈ પણ જાતની પ્રવેશ –ફી કે લવાજમ રાખવામાં આવેલ નથી અને કોઈ પણ પ્રકારના નાતજાતના ભેદ વગર ગમે તે વ્યકિત સવારના સાડા આઠથી સાંજના સાત વાગ્યા સુધી વાચનાલય અને પુસ્કાલયને લાભ લઈ શકે છે.
આ વાચનાલય અને પુસ્તંકાલયને લોકો વધારે લાભ લેતા થાય એ દૃષ્ટિએ તેની માહિતીને લગતાં ચાર હજાર કાર્ડો છપાવીને નજીકની સ્કૂલના પ્રિન્સિપાલને આપ્યાં છે, જે વિદ્યાર્થીઓના વાર્ષિક રિઝલ્ટની સાથે મોકલવામાં આવશે. આ કારણે સભ્યામાં વધારે થાય એવી આશા રહે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૪ ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર સુધી, એમ નવ દિવસ માટે, ભારતીય વિદ્યાભવનમાં યોજવામાં આવી હતી. આ વખતની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાને