SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭–૭૪ પ્રબુદ્ધ જીવન - પ્રકીર્ણ નેધ પ્રેસિડેન્ટ નિકસન અને ડૅ. કિસિજર પ્રેસિડન્ટ નિકસનના સડેલા તંત્રને ટકાવી રાખવામાં કોઈ એક વ્યકિતએ સૌથી વધારે ફાળો આપ્યો હોય તે તે ડૅ. કિસિજર છે. વિદેશનીતિમાં તેમને અદભુત સફળતા મળી છે. પ્રેસિડન્ટ નિકસને કોઈ એક સારું કામ કર્યું હોય તો તે ડે. કિસિજરની વિદેશમંત્રી તરીકેની નિમણુકનું છે. અમેરિકાની વિદેશનીતિમાં ધરમૂળનો ફેરફાર તેમને આભારી છે. ચીન અને પછી રશિયા સાથે, વર્ષોના વેર પછી, સહકારનું વાતાવરણ ઊભું કર્યું. રશિયા અને ચીનના પરસ્પર વિરોધ છતાં, બન્ને સાથે સંબંધ સારા કર્યા. વિયેટનામમાંથી અમેરિકાને છેડાવ્યું: મધ્યપૂર્વમાં ઈજિપ્ત, સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું અને કદાચ આ પ્રદેશમાં કાયમની શાંતિ સ્થપાય તેવી આશા બંધાઈ. આવી વ્યકિત સામે અચાનક અમેરિકામાં વિરોધ વંટોળ જાગે, એટલી હદ સુધી કે કિસિજર જેવી વ્યકિત, ખૂબ અકળાઈને, રાજીનામું આપવાની ધમકી આપે ન્યારે આપણને આશ્ચર્ય થાય. વૉટરગેટ પ્રકરણે અમેરિકાના જાહેર જીવનમાં એટલું બધું ઝેર પ્રસરાવ્યું છે કે તેની સાથે જરા પણ જેને સંબંધ હોય તેવી વ્યકિત, ગમે તેવી મહાન હોય તે પણ, અમેરિકન પ્રજાને અસ્વીકાર્ય છે. નિકસનના નિકટના બધા સાથીએ તેના ભોગ બન્યા છે. એક કિસિજ્જર તેમાંથી બચ્યા હતા. વાયરટેપિંગ અથવા જાસૂસી સાથે તેમને કોઈ સંબંધ ન હતો એવી જબાની, વિદેશમંત્રી તરીકે તેમની નિમણૂક મંજૂર થઈ ત્યારે, તેમણે સેનેટ કમિટી સમક્ષ આપી હતી. હવે કેટલીક માહિતી બહાર આવી છે, જે પરથી એમ કહેવામાં આવે છે કે કેટલુંક વાયરટેપિંગ અને જાસૂસી તેમની સૂચનાથી થયું હતું. આ માહિતીથી અમેરિકન પ્રેસ ડે. કિસિજ્જર ઉપર તૂટી પડયું છે. પણ આશ્ચર્યજનક ઘટના તો એ છે કે આવી અફવાઓ નિકસનના નજીકના માણસેએ ઈરાદાપૂર્વક પ્રસરાવી છે એમ વહેમ જાય છે. ડૅ. કિસિન્જરે સેનેટ કમિટીને વિનતિ કરી છે કે કમિટી ફરી તેમની જુબાની લે અને જે કાંઈ તપાસ કરવી હોય તે કરે અને તેમના ઉપર આરેપ મૂકવામાં આવે છે તેને નિર્ણય કરે. સેનેટ કમિટીએ આ વિનતિ માન્ય રાખી છે. આ ઘટનાનાં સારાં અને નરસાં બન્ને પાસાં છે. નરસું પાસું એ છે કે અમેરિકાનું જાહેર જીવન એટલું નીચી કક્ષાએ ઊતર્યું છે કે કોઈની પ્રામાણિકતામાં વિશ્વાસ રહ્યો નથી. પોતાની અત્યંત નિકટની વ્યકિતઓ સાથે વાતચીત થાય તે બધાનું વાયરટેપિંગ થાય તે બતાવે છે કે કોઈને પરસ્પરનો વિશ્વાસ નથી. એવા સંજોગોમાં મુકત મને વાત પણ કેમ થાય? બીજી બાજુ, અમેરિકન પ્રેસની નીડરતા છે. કોઈ પણ વ્યકિતની શેહમાં તણાયા વિના, અનિષ્ટ ઉધાડાં પાડવાં એ મેટું કામ છે. આમાં કાંઈક વધારે પડતું થાય છે એવું કોઈ વખત લાગે. પણ આવી બાબતમાં ભયથી દબાઈ જાય તેના કરતાં કાંઈક અતિરેક થતો હોય તે સહી લેવા જેવો છે. ઉરચ સ્થાને બેઠેલી અને ખાસ કરીને રાજદ્વારી વ્યકિતએ સતત ચેતતી રહે તે જરૂરનું છે. કેંગ્રેસ અને સામ્યવાદી પક્ષ ૧૯૬૯માં કૉંગ્રેસમાં ફૂટ પડી અને ઈંદિરા ગાંધીની લેકસભામાં પાતળી બહુમતી રહી ત્યારથી સામ્યવાદી પક્ષ કેન્દ્રમાં અને રાજ્યમાં કેંગ્રેસને ટેકો આપતે રહ્યો છે. એટલી હદ સુધી કે સામ્યવાદીઓ સારી સંખ્યામાં કેંગ્રેસમાં દાખલ થયા અને કેંગ્રેસને ડાબી બાજુ ખેંચવામાં સારી લાગવગ ધરાવતા થયા. કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં કેંગ્રેસ અને સામ્યવાદીઓનાં સંયુકત મંત્રી મંડળે થયાં. ઉત્તર પ્રદેશ અને રિસાની તાજેતરની ચૂંટણીઓ પછી, સામ્યવાદી પક્ષના ટેકાથી કેંગ્રેસ સત્તા પર છે. બિહારમાં જયપ્રકાશના આંદોલનના વિરોધની આગેવાની સામ્યવાદી પક્ષે : લીધી. રેલવે હડતાળમાં, મજરે ઉપરને પિતાને કાબૂ ન જાય તે માટે તેમાં સામેલ થયા, પણ હડતાળને તેડવામાં કેંગ્રેસ સરકારને મદદ કરી. ભારતને સામ્યવાદી પક્ષ રશિયાના આદેશ મુજબ વતે છે તે સુવિદિત હકીકત છે. ઈન્દિરા ગાંધીની આગેવાની નીચે કેંગ્રેસ સત્તા પર રહે તેમ રશિયા ઈરછે છે. પણ હવે કાંઈક પવન બદલાતા હોય તેમ લાગે છે. છેલ્લા ૯ મહિનામાં ઈન્દિરા ગાંધીએ આર્થિક નીતિ બદલાવી છે. ચોખાને વેપાર સરકાર હસ્તક લેવાનું છોડી દીધું. ઘઉંને વેપાર વેપારીઓને પાછા સેપ્યો. મજૂરો અને અન્ય કર્મચારીઓ સાથે સખત હાથે કામ લેવું શરૂ કર્યું. ખાનગી ક્ષેત્રને એકંદરે વધારે છૂટછાટ મળતી થઈ છે. રાષ્ટ્રીયકરણ સ્થભિત ક છે. એકંદરે ડાબેરી ઉદ્દામ વલણ એછું કરી, મધ્યમમાર્ગી અથવા જમણેરી વલણ લેતા જાય છે. આ બધું સામ્યવાદી પક્ષને પોસાય તેવું નથી. તેથી તેના વલણમાં પણ ફેરફાર થતે જણાય છે. પશ્ચિમ બંગાળમાં સંયુકત મંત્રીમંડળમાંથી છૂટા થયા. કેંગ્રેસ સાથે છૂટાછેડા કરશે? હજી તેવું લાગનું નથી. રશિયાની એવી ઈચ્છા નથી એટલે સામ્યવાદી પક્ષનું સંદિગ્ધ વલણ રહેશે એમ જણાય છે. ઈન્દિરા ગાંધી સામ્યવાદી નથી અને તે પક્ષના ટેકા વિના સત્તtt પર રહી શકતું હોય તો તે પક્ષને ખંખેરી નાખવા તૈયાર છે એમ લાગે. આર્થિક કટોકટી એટલી ગંભીર છે કે તેને હળવી કરવા, જે કાંઈ પગલાં લેવાં પડે તે લેશે. તેમાં કેઈ સિ ;ાંતને વળગી રહે તેમ નથી. ચીમનલાલ ચકુભાઈ વાત વિચારની.... મનુષ્યનું અન્ય જીવસૃષ્ટિ કરતાં ઉચ્ચ સ્થાન માત્ર તેની વિચાર શકિતને કારણે જ છે. વિચારથી તે બ્રહ્માંડના પ્રત્યેક અંશ સાથે જોડાયેલું રહે છે. જુદી જુદી જગ્યાએ રહેતી વ્યકિતઓ, પરસ્પર પ્રત્યો પરિચય ને હોવા છતાં, પોતપોતાના વિષયના વિચારોની આપ-લેથી ભાઈચારે અનુભવી શકે છે. વિચારની પણ જવલંત ક્ષણો હોય છે. ટબમાં વસ્ત્રહીન બનીને નાહત આર્કિમિડીઝે, મસ્તક પર સફરજન પડયું ત્યારે ન્યુટને, કે લેબોરેટરીમાં પ્રયોગ કરતાં માદામ કરીએ અનુભવેલી વિચારની આવી જ્વલત ક્ષણે ઐતિહાસિક બની ગઈ છે. | વિચારને પગ પણ હોય છે! કેટલીક વાર બે વ્યકિતઓને એક સરખા વિચારો આવે છે અને જ્યારે બન્નેને ખબર પડે ત્યારે તેઓ આશ્ચર્ય અનુભવે છે! નેપ્રાન ગ્રહની શોધને વિચાર કેન્ય વૈજ્ઞાનિક લાવેરિયર અને અંગ્રેજ વૈજ્ઞાનિક એડમને લગભગ એક જ વખતે જુદા જુદા દેશમાં આવેલ. વિચાર ઈશ્વરનું જ સ્વરૂપ છે. નરી આંખે તે દેખાતો નથી પણ તેની શકિત મોટામાં મોટા અણુબોમ્બ કે હાઈડ્રોજન બે મબથી વધારે છે. તેની બુદ્ધિ રાક્ષસી કોમ્યુટર કરતાં વધુ તીવ્ર છે અને તેની ઝડપ રૅકેટ તે ઠીક, પ્રકાશ કરતાંય વધુ છે. સકળ બ્રહ્માંડમાં તે પલકમાત્રમાં પહોંચી શકે છે. ભયંકરમાં ભયંકર શસ્ત્રયુદ્ધ કરતાંય વિચારયુ ? ભયંકર નીવડી શકે છે. તમે વ્યકિતનું સર્વસ્વ છીનવી લે છતાં તેના વિચારે પર કાબૂ ન મેળવી શકો તો કશું જ છીનવી શકતા નથી. પણ જો તમે તમારી ઈચ્છા મુજબ તેને વિચારતા કરી શકે તે દેખીતું કશું જ ન છીનવ્યા છતાં તમે તેનું જીવન છીનવી શકવા સમર્થ છે. ભયંકર અંધકારમાં પણ યથાર્થ દષ્ટિએ વિચારનાર તેજકિરણ રેલાવી શકે છે. સંત અને મહાત્મા દેહસ્વરૂપે તે ક્ષણિક જ જીવે છે, વિચારસ્વરૂપે તેઓ અનંતકાળ જીવન જીવતાં હોય છે. બ્રહ્માંડને પ્રત્યેક જીવ સર્જન અને વિચારનું કેન્દ્ર છે. આ બે શકિતઓની અભિવ્યકિત પ્રમાણે જીવની કક્ષા ગણવી. ધીરુભાઇ એન. શાહ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy