SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ પ્રબુદ્ધ જીવન ભાગમાં) કે બહારની જેટલી ક્રિયાઓ છે તેમાં ધર્મ અને પુણ્યમાં કાંઈ અંતર નથી. સ્થૂલ દષ્ટિવાળાને ધર્મની ક્રિયાઓ અને પુણ્યની ક્રિયાઓ અલગ અલગ લાગે છે, પણ તે અલગ અલગ નથી, ફરક માત્ર ભાવનાના છે. દાન, શીલ, તપ, વ્રત વગેરે ક્રિયાઓ કરતાં કરતાં આત્મા નિષ્કામ થતા જાય, વીતરાગભાવ કેળવાય, તે કર્મબંધ તૂટે છે, નિર્જરા થાય છે, મુકિતનું કારણ બને છે. આ બન્ને વાત કેટલેક દરજજે પરસ્પરવિરોધી છે. પહેલી દષ્ટિ હું સમજું છું ત્યાં સુધી મૂલ જૈન દર્શનની છે. બીજી દષ્ટિ કવિ અમરમુનિના મતે વર્તમાન યુગમાં જૈન ધર્મનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે છે. જૈન દર્શનની મૂલ દૃષ્ટિના આવી રીતે વિકાસ થવા જોઈએ એવી ભાવના તેમાં અંતર્ગત છે. બીજી દષ્ટિ ખરી રીતે ગીતાના કર્મયોગની છે. ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૬ જૂનના અંકમાં શ્રી દલસુખભાઈ માલવણિયાના નિશ્ચય અને વ્યવહાર, પુણ્ય અને પાપ વિષે લેખ છે. તેમાં જૈન દર્શનમાં ક્રમિક વિકાસ કેમ થયા છે અને કયાં અટકી પડયા છે તે સરસ રીતે બતાવ્યું છે. મારી વિનંતિથી તેમણે તે લેખ લખ્યા છે. તેમાં જૈન દર્શનની મૂળ માન્યતા બતાવી છે. જૈન · આગમામાં કર્મના પુણ્ય કે પાપ અથવા શુભ - અશુભ એવા કોઈ ભેદો હતા નહિ. જે કાંઈ કર્મ છે - પ્રવૃત્તિ છે- તે અશુભ જ છે, અહિતકર છે, મેક્ષમાં બાધક છે. માટે કર્મથી છુટકારો મેળવે અને મેક્ષ પામેા. જૈન ધર્મની પ્રથમ ભૂમિકામાં શ્રામણ્યનું જ મહત્ત્વ હતું, ગૃહસ્થાશ્રામ તે પાપની ખાણ જ છે – આ ઉપદેશ ઉપર ભાર હતો. ક્રમે કરી અણગાર અને સાગાર ધર્મ એમ ધર્મના બે પ્રકાર ઊભા થયા, તે સાથે કામણે। અને શ્રામણેાપાસક વર્ગો સ્વીકાર્યા, મહાવ્રતા અને અણુવ્રતા થયા. પણ અણુવ્રત આંશિક વ્રત જ છે, તેમાં શુભ પ્રવૃત્તિની વાત નથી. ત્યાં પણ આંશિક નિવૃત્તિની જ વાત છે. પછીના કાળે વ્રતો ઉપરાંત શુભ પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં દાન અને બીજા' પારમાર્થિક કાર્યાના સમાવેશ થાય છે. ત્યાં પણ, મંદિરો અને ઉપાશ્રય, શ્રામણાની ઉપાસના, વગેરે ઉપર ભાર છે. તેથી તેરાપંથમાં અયતી ને દાન, પાપ મનાયું છે. ગૃહસ્થા સંયતી છે. અમુક વર્ગમાં શ્રાવકોને સહાય અથવા સાર્મિક વાત્સલ્યને આગળ કરવામાં આવ્યું. પણ સામાજિક કલ્યાણની બધી પ્રવૃત્તિઓ, લેાકસંગ્રહ, ત્યાં સુધી પહોંચ્યાં નહિ. તેવું જ અહિંસા વિષે. સર્વભૂત પ્રત્યે કરુણા કરવી એટલે તેમની હિંસા ન કરવી એ પ્રથમ ભૂમિકા હતી. તેરાપંથની અને બીજા જૈન ફિરકાએમાં પણ કેટલેક અંશે હજી આ જ ભૂમિકા છે. અહિંસા એટલે કષ્ટમાંથી બચાવવા, સક્રિય કરુણા, કામણેા કરી શકતા નથી એટલે શ્રાવકને તેને ઉપદેશ ક્યાંથી આપે? માટે આવી પારમાર્થિક પ્રવૃત્તિએથી પુણ્ય છે, તે કર્મબંધ છે, સેનાની બેડી છે, તે મૂલ ભાવ ગયા નથી. તેરાપંથ આ ભાવની અંતિમ કોટિ છે. પણ જેનેાના બધા સાધુ - સાધ્વીઓમાં વધતેઓછે અંશે આ ભાવ અને ઉપદેશ ચાલુ છે. કાનજી સ્વામી જેવા જપ, તપ, વ્રતની ક્રિયાઓની નિરર્થકતા બતાવે અને શુભ પ્રવૃત્તિઓથી પુણ્ય અને કર્મબંધ છે એમ કહે,તેરાપંથ, રામવિજયસૂરિ અને બીજા સાધુએ –સાધ્વીઓ જપ, તપ, વ્રતની ક્રિયાઓનું સમર્થન કરે, પણ પારમાર્થિક સમાજકલ્યાણની પ્રવૃત્તિઓને બંધનું કારણ બતાવે - ભલે સાનાની બેડી કહે, – જ્યારે કવિ અમરમુનિ કહે કે ધર્મ અને પુણ્યની બાહ્ય ક્રિયાઓમાં કાંઈ ફરક નથી, ફરક માત્ર ભાવનાના છે, ત્યારે જૈન દર્શનની સાચી સમજણ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે તેમાં પરિવર્તન કે વિકાસના વિચાર કરવા જોઈએ. મારા એક મિત્ર છે. દર વર્ષે લાખો રૂપિયાનું દાન આપે છે. એક તા. ૧-૭-૭ દિવસ મને કહે, ચીમનભાઈ, આ બધી સાનાની બેડી જ છે ને ? મેં કહ્યું, દાન પરિગ્રહનું પ્રાયશ્ચિત્ત છે, નિર્જરાનું કારણ થઈ શકે, ત્યારે તેમને આનંદ અને આશ્ચર્ય થયું. શ્રી દલસુખભાઈએ તેમના લેખના અંત ભાગમાં ક્રમિક આધ્યાત્મિક વિકાસને ઉલ્લેખ કર્યો છે. ક્રમિક વિકાસની સાધનામાં વ્યવહાર અત્યંત જરૂરી છે. વ્યવહારમાં મૂર્છાત્યાગ અત્યંત જરૂરી છે. એ ક્રમે કરી બને. ઠેકડા મારવાથી બનતું નથી. તેમ કરતાં બન્ને બગડે. મેક્ષધર્મ અને વ્યવહારધર્મ, ધર્મ અને પુણ્ય આ બધાના એવા ભેદ પાડીએ કે રેલવેના સમાન્તર પાટા પેઠે કયાંય ભેગા જ ન થાય તે બેમાંથી એક પણ પ્રાપ્ત ન થાય, વ્યવહારની પ્રત્યેક ક્રિયામાં ધર્મ ગ્રંથાઈ જવા જોઈએ. આપણે માનીએ છીએ કે સમ્યક્ દર્શન વિના સમ્યક્ શન કે સમ્યક્ ચારિત્ર ન આવે. પણ સમ્યક્ દર્શનની સાધના શું? અનુકંપા, પ્રશમ, સંવેગ, સમ્યક્ દર્શન માટે જરૂરી છે. આ માત્ર કહેવાથી આવતાં નથી, તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. એટલે કે સમ્યક્ ચારિત્રના માર્ગે જવાના પ્રયત્ન કરવે જોઈએ. પારમાર્થિક પ્રવૃત્તિ એક એવા માર્ગ છે. તેમાં સ્વાર્થ, અહંભાવ, રાગદ્વે ષ, પરિગ્રહમૂર્છા, કાંઈક ઓછાં થાય છે. આ દીર્ઘકાલની સાધના છે. આમ સદ્પ્રવૃત્તિથી પુણ્ય થાય, માટે કર્મબંધ છે એમ કહી તેના નિષેધ સાચા માર્ગ નથી. કવિ મરમુનિએ કહ્યું છે કે, ધર્મ અને પુણ્યની બાહ્ય ક્રિયાઓમાં ફરક માત્ર ભાવનાને છે. આવી નિષ્કામ ભાવના કેળવવા એવાં કાર્ય કરવાં જોઈએ, તે ક્રમે ક્રમે એવી ભાવના કેળવાય. સાગરકાંઠે ઊભે રહી માણસ કહે, પેતે તરતા શીખી ગયા છે, એમ કહો, સાગર તરાતા નથી. સંસારસાગરનું પણ એમ જ છે. મારી એવી નમ્ર માન્યતા છે કે કેટલીક સદીઓથી જૈન દર્શનના વિકાસ અટકી પડયા છે, સ્થગિત થયા છે. એનું એક કારણ એ પણ હાય કે આગમે। - શાસ્ત્રો - ને સર્વજ્ઞની વાણી કહી એટલે તે અંતિમ છે અને તેને વિષે કાંઈ વિશેષ કે સ્વતંત્ર વિચાર કરવા તે મિથ્યાત્વ માન્યું. શાસ્ત્રોને નામે કાંઈક ચાલે છે. ભગવાન મહાવીરના નિર્વાણ મહાત્સવ આવે છે. શાસ્ત્રોને નામે તેના વિરોધ થાય છે. તે મેક્ષમાર્ગ નથી. છાપાંઓમાં પાનાં ભરી જાહેરખબરો આવે છે. તેના જવાબ આપીએ તો તે છાપાંઓ, જાહેરખબર રૂપે ન આપે તે છાપતાં નથી. પોતે સ્વતંત્રપણે વિચાર કર્યો ન હાય તા, શાસ્રને નામે સાધુ કહે તે સ્વીકારવા સિવાય કોઈ માર્ગ ન રહે. સામાન્ય માણસે, અંતિમ સાધ્ય શું છે, તેના કરતાં તે સાધ્યને પહોંચવાની સાધનાના મુખ્યપણે વિચાર કરવા જોઈએ. કેવલજ્ઞાન, મેક્ષ, આત્માના શુદ્ધ સ્વભાવ, આવી સ્થિતિને જેને અનુભવ નથી તેણે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ તેમાં જ લક્ષ રાખવું એ મુમુક્ષુનું લક્ષણ છે. મેક્ષ અથવા કેવળજ્ઞાન એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને પામવું. આત્મા કર્મમલના થોથી આચ્છાદિત છે. કર્મમલનું કારણ રાગદ્વેષ અને કષાયો છે. તેથી કપાય કેમ ઓછા થાય કે પાતળા પડે એની પ્રતિક્ષણ જાગૃતિ આધ્યાત્મિક સાધના છે. આ સાધના અતિ કઠિન છે અને દીર્ઘકાલ કરવી પડે છે. જીવનના વ્યવહારમાં ડગલેપગલે તે દેખાવી જોઈએ. માણસ જેટલે દરજ અહંભાવ ઓછા કરે, બીજા સાથે તાદાત્મ્ય સાધે, બીજાના દુ:ખનું સંવેદન કરે, તેટલા આ માર્ગે આગળ વધે છે, ધર્મ અને વ્યવહાર જુદા પાડવાથી આ બનતું નથી. દરેક પ્રવૃત્તિમાં ઓછેવત્ત અંશે હિંસા અને રાગદ્રેષ રહેલાં જ છે. પ્રવૃત્તિથી ભાગી જવાથી અંતરના કષાય ઘટતા નથી. તેને વિશુદ્ધ કરવામાં સાધનાની કસોટી છે. તા. ૨૩-૬-’૭૪ ચીમનલાલ ચકુભાઈ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy