________________
प्रबद्ध भवन પ્રબુદ્ધ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૫૦ પૈસા
Regd. No. MH. Byouth 54 Licence No.: 37
પ્રભુ જૈન. નવસ કરણ વર્ષ ૩૯ : 'ક' ૫
મુંબઇ, જુલાઇ ૧, ૧૯૭૪ સામવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શલિંગ : ૨૨
તંત્રી: ચીમનલાલ ચકુભાઈ શાહ
ધર્મ અને પુણ્ય
જૈન ધર્મની આ અદ્ભુત ચિંતનપ્રણાલીને સારી રીતે સમજી લેં। તે તમને ધર્મ અને પુણ્યનું અંતર સ્પષ્ટ રીતે સમજાઈ જશે. બહારની જેટલી પણ ક્રિયાઓ છે તેમાં ધર્મ અને પુણ્યમાં કાંઈ ફેર નથી. સ્થૂલ દષ્ટિવાળાને ધર્મની ક્રિયાઓ અને પુણ્યની ક્રિયાઓ જુદી જુદી લાગે છે, પરંતુ ખરેખર તે જુદી જુદી નથી જ. જે ક્રિયા દાનની છે, જે શીલની છે, જે તપ અને ત્યાગની છે, જે સામાયિક, વ્રતાચરણ, પ્રત્યાખ્યાન વગેરેની જે ક્રિયાઓ ધર્મની છે, એ બધી જ ક્રિયાઓ પુણ્યની પણ છે. ભાવાર્થ એ છે કે જેટલી પણ બહારની ક્રિયાઓ છે, તે ધર્મ અને પુણ્યની એકસરખી જ છે. ફરક માત્ર ભાવનાના જ છે. બાહ્ય ક્રિયાઓ કે સાધના કરતાં કરતાં જો આત્મા નિષ્કામ થઈ રહ્યો હોય, અથવા તેમાં વીતરાગભાવ જાગ્રત થઈ રહ્યો હોય, જે કોઈ ક્રિયા અથવા સાધના સાધક કરી રહ્યો હોય, તેની પાછળ સંસારની કોઈ પણ કામના અથવા બીજી કોઈ સૂક્ષ્મ વાસના તેના મનમાં રહી ન હેાય અને નિષ્કામભાવથી બધી જ ક્રિયાઓ કે સાધના ચાલી રહી હોય, તે તે સઘળું ધર્મના ડાયરામાં ચાલી જશે. આ સાધના અથવા ક્રિયાથી કર્મબંધન તૂટશે, નિર્જરા થશે અને તે મુકિતનું કારણ બનશે. પરન્તુ જ્યારે કોઈ પણ પવિત્ર ધર્મકરણી અથવા બાહ્ય ક્રિયામાં કે સાધનામાં સંસારની કોઈ લૌકિક કામના હાય, અહમ્ ભાવના હાય-પછી ભલે ને તે સૂક્ષ્મ રૂપની જ કેમ ન હોય—તેને સારી રીતે સાફ કરવામાં ન આવે તે તે જે કઈ પણ રાગ વગેરેના વિકારનો અંશ છે તે પુણ્ય બનશે. નિષ્કર્ષ એ છે કે જો તમે દાન, શીલ, તપ અને વ્રતનું આચરણ તથા ધાર્મિક ક્રિયાકાંડ વગેરે કોઈ પણ કામના, ઈચ્છા, તમન્ના કે નામનાની દષ્ટિએ નહીં, પરન્તુ નિષ્કામભાવથી કરતા હો, તમારી ભીતરમાંતમારામાં—એક જ લક્ષ્ય હોય કે આ આત્મામાં પરમાત્મશકિત જગાડીએ, આત્મશુદ્ધિદ્રારા આત્મકલ્યાણ કરીએ, અને કોઈ ભૌતિક વસ્તુ આપણા મનના કોઈ ખૂણેખાંચરે ન હોય તે તે આચરણ કે ક્રિયાકાંડ એ ધર્મનું જ રૂપ લેશે, તે જ આપણી બંધનમુકિતનું કારણ બનશે. સંસારનાં બંધનોથી આપણે મુકત થઈ એક દિવસ પરમાત્માસ્વરૂપને પ્રાપ્ત કરી લેશું. પરન્તુ જે તમારા મનમાં એ જ દાન વગેરેનાં આચરણે અથવા ક્રિયાકાંડોની પાછળ જરા અંશે પણ રાગ હોય, કોઈ ઈચ્છા કે તમન્ના મનના ખૂણામાં ભરાઈ રહી હોય તે તે સઘળું ધર્મનો અંશ ન બનતાં પુણ્યના અંશ બનશે. પુણ્યના અંશ બનશે-એનો અર્થ એ જ છે કે તે ક્રિયા અથવા દાન, શીલ, તપ વગેરેનું આચરણ આપણને ભૌતિક ઐશ્વર્યની તરફ લઈ જશે. પછી ભલે તે સ્વર્ગમાં લઈ જાય, ચક્રવર્તીપદ પર લઈ જાય, પરન્તુ તે પદ શુદ્ધ નહીં હોય, તે નિર્મલ કે નિષ્કલંક નહીં હોય, તેની અંદર ભારોભાર મેલ હશે. કદાચ એ મેલ તમને એક દિવસ પાપની ગર્તામાં લઈ જશે કે ભટકાવશે અથવા
તમને તે જ પદ પર લઈ જઈને, સંસારમાં ભટકાવશે. ધર્મના નિધૂમ દીવા આત્મામાં પ્રગટાવે”
આ દષ્ટિએ ધર્મક્રિયા અથવા વ્રતાચરણ કરતાં સંયમ–સાધકે ભૌતિક ઐશ્વર્યા કે કામનાઓને કોઈ પણ સ્થાન ન આપવું જોઈએ. તે ન મળે. અથવા મળવાની સંભાવના હોવા છતાં તેનાથી પીઠ ફેરવીને તેને બાજુ પર ખસેડી દેતાં તે બધું તુચ્છ થતું જશે. આચાર્યએ આ દિશામાં સુંદર સંકેત કર્યો છે કે જ્યારે સાધક પોતાના અંતરાત્મામાં ધર્મના નિળ ભાવ જગાડશે ત્યારે તેને સંસારના ભૌતિક પદાર્થ કે ઐશ્વર્ય નિતાંત તુચ્છ લાગશે. આ અદ્ભુત ધર્મકલાને પ્રાપ્ત કરવા માટે તમને કોઈ ભૌતિક સાધન, ધનવૈભવ કે ઐશ્વર્યની જરૂર નહીં પડે. જરૂર છે એક માત્ર ધર્મના ધૂમ્ર વગર - નિ મ—દીવે, જે ખંડિત રીતે પ્રગટાવેલા છે. એવા દીવા, જેના માટે ન જોઈએ વાટા, ન જોઈએ તેલ કે ન દીવાસળી, અને ન જોઈએ માટી કે સાનું, જેમાંથી એને ઘાટ બનાવી શકાય. માટી કે અન્ય ધાતુના દીવાથી જ્યાત જરૂર ઉત્પન્ન થશે, પણ તેમાંથી નીકળશે માત્ર ધુમાડો અને ફેલાશે કાલિમ. જ્યારે આત્મામાં ધર્મના દીવા પ્રગટાવવાથી પ્રકાશ જ પ્રકાશ થશે. તેમાંથી વાસના - કામનાનો ધુમાડો નહીં નીકળે, તે કયારેય આલવાશે જ નહીં. માટે જ આત્મામાં ધર્મના નિધૂમ - ધુમાડા વગરને • દીવા પ્રગટાવે અને તેનાથી જ કલ્યાણ થશે.
મૂળ હિંદી
ઉપાધ્યાય કવિ મરમુનિ
અનુવાદક: ડ્રીમતી રંજન હેમેન્દ્ર નંદુ
✩
નોંધ : ઉપાધ્યાય કવિ અમરમુનિના જે લેખમાંથી ઉપરના ભાગ લીધા છે તેમાં તેમણે પ્રથમ ધર્મ અને પુણ્યના સ્વરૂપનું અંતર સમજાવ્યું છે. આત્માની દષ્ટિ બહિર્મુખી અને અન્તર્મુખી હોય છે. બહિર્મુખી દષ્ટિ પાપની હાય કે પુણ્યની હાય, વાસનાઓ અને કામનાઓહિંસા કોધ, વૈર વગેરે-પાપના વિકલ્પ છે; યશ, પ્રતિષ્ઠા, ઐશ્વર્ય, સ્વસ્થ શરીર, સુબુદ્ધિ પુણ્યના વિકલ્પ છે. અન્તર્મુખી દષ્ટિમાં આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનું છે. કવિશ્રી અક્ષરમુનિ કહે છે, ધર્મ આત્માની શુદ્ધ મૂલ સ્થિતિ છે, પુણ્ય આત્માની બાહ્ય વિકૃત સ્થિતિ છે, પાપનું પરિણામ નરક અથવા તેનાં દુ:ખે છે, તે પુણ્યનું પરિણામ સ્વર્ગ, સંપત્તિ અથવા તેનાં સુખ છે. પણ બન્ને કર્મબંધ છે, ધર્મ નથી. ધર્મ આત્માને બંધનથી મુકિત આપે છે, આત્માના સ્વરૂપને વિકૃત કરવાવાળા રાગ - દ્ર ષ, કામ - ક્રોધથી મુકિત આપે છે, નિષ્કામ અને વીતરાગી બનાવે છે. પુણ્ય, સુખ - સંપત્તિ આપે પણ કર્મથી મુકિત નહિ. બધી શુભ પ્રવૃત્તિથી પુણ્ય છે.
આવા ભેદ બતાવ્યા પછી કહે છે. ( લેખના ઉપર આપેલ