SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જ0' પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૪ તેને જ પરિણામે કર્મના શુભ - શુભ, પુણ્ય-પાપ એવા ભેદની વિચારણા થઈ છે. આ પ્રવૃત્તિ નવી હતી એ એટલા માટે કહી શકાય છે કે પુણ્યકર્મ કોને કહેવું અને કોને પાપ કહેવું એમાં ઠીકઠીક મતભેદ પ્રાચીન કાળમાં પણ જોવા મળે છે. વળી પુણ્યકાર્ય કે સત્કાર્ય કે શુભ પ્રવૃત્તિને વેગ આપવાનું " ; બીજું પણ એક વિશેષ કારણ એ ઊભું થયું કે આચાર્ય જંબૂ પછી મોક્ષનો સંભવ તે મટી જ ગયે એમ મનાયું. એટલે હવે કામણભિક્ષુ પણ મેશે તો જઈ શકે જ નહિ, તે પછી તેને માટે સ્વર્ગને રસ્ત ખેલ્યા સિવાય બીજો માર્ગ હતું નહિ. એટલે શુભ કર્મનું ફળ સ્વર્ગ એ માન્યતા દઢ બનતી ગઈ અને મનાયું કે સ્વર્ગમાંથી ફરી જ્યારે તે મનુષ્યલોકમાં જન્મે છે ત્યારે વિદેહમાં જન્મ લઈ સંપત્તિ વગેરે પામે છે. આમ શુભ કર્મનું ફળ સ્વર્ગ અને મનુષ્યલકની સંપત્તિા એમ સ્વીકારવું પડયું અને પછી જ એ સંપત્તિને ત્યાગ કરી એ મેક્સે જાય છે. આવી માન્યતા સ્થિર થઈ. આમાંથી એમ ફિલિત થયું કે પુણ્યકર્મથી કે શુભ કર્મથી મનુષ્યભવમાં સંપત્તિસુખ અને સ્વર્ગનાં બધાં જ સુખ મળે છે. આમ કર્મ માત્ર દુ:ખનું જ કારણ છે, તેને સ્થાને સુખ - સંપત્તિનું પણ કારણ તે બની શકે છે, જો તે શુભ હોય અને આમ શુભ – અશુભ કર્મ એવા ભેદો દઢ. થયા. અશુભથી નારકનાં દુ:ખે અને શુભથી સંપત્તિનું સુખ. ખરી વાત એવી છે કે સુખ સંપત્તિમાં નથી પણ આત્મામાં છે. તે સંપત્તિને નિમિત્ત બનાવી લઈ શકે છે અને ધારે તે તેના ત્યાગમાં પણ સુખ લઈ શકે છે. અને સંપત્તિધારી સુખી થવાને બદલે દુ:ખી પણ થઈ શકે છે. આ પરમાર્થની વાત ગૌણ બની ગઈ અને સંપત્તિા એ સુખનું કારણ છે અને તેનું કારણ શુભ કર્મ છે એવી વિકૃત માન્યતાએ જૈનેમાં જડ જમાવી. જૈન શ્રાવક સંઘ જેમ જેમ વ્યવસ્થિત થતો ગયો તેમ તેમ મંદિર-ઉપાય જેવાં સાધને પણ ઊભાં થવા લાગ્યાં અને પ્રચાર-- પ્રસારનાં એ ઉત્તમ સાધને મનાવા લાગ્યાં એટલે તે કામમાં શ્રાવકો પિતાની સંપત્તિને ઉપયોગ કરે તે માટેની પ્રેરણા આપવી તે અનિવાર્ય હતું. અને સાધુઓની સંખ્યા વધવા સાથે તેમની ભિક્ષાના પ્રશ્ન પણ મહત્વ લઈ લીધું હતું. આથી દાનનું મહત્ત્વ ગાવું પણ અનિવાર્ય થઈ પડ્યું હતું. આથી સર્વપ્રથમ તે શ્રમણાને આહારદાન એ મુખ્ય પુણ્યકાર્ય મનાયું અને કાળક્રમે શ્રાવકોને સહાય કરવી એ વિશે પણ લક્ષ ગયું છે અને સાધાર્મિક વાત્સલ્યને નામે તે પ્રચલિત થયું છે. તેરાપંથીઓ જે એમ કહે છે કે અસંયતીને દાન દેવું તે પાપ છે એ બતાવી આપે છે કે સર્વપ્રથમ દાનને વ્યવહાર સાધુથી થયું છે અને પછીના કાળે શ્રાવકને અને બીજાને સહાયતા કરવાને માર્ગ મોકળે થયું છે. આમ કમે કરી પ્રોત્ર વિસ્તરતું ગયું છે. સર્વભૂત પ્રત્યે કરુણા કરવી એટલે તેમની હિંસા ન કરવી એ પ્રથમ ભૂમિકા હતી. પણ તેમને કષ્ટમાંથી બચાવવાની પ્રવૃત્તિ શમણે કરી શકતા નહિ અને અસંયતીને બચાવવામાં પાપ છે એવી જે તેરાપંથી માન્યતા છે તેના મૂળમાં પણ આ ઈતિહાસ પડેલે છે. પણ ક્રમે કરી બચાવવામાં પણ ધર્મ છે એવી માન્યતા પ્રબળ બની છે. અને આજે તેરાપંથી સાથે બધા જ સંપ્રદાયને જે વિવાદ છે તે આ જ છે. અને આપણે જોઈએ છીએ કે તેરાપંથી હવે અણુવ્રતની વાત કરે છે, પણ અસંયતીને બચાવવામાં પાપની ચર્ચા કરતા નથી. આ સમયબળ છે. દાનના ક્ષેત્રમાં પણ ઉપાકાય કે મંદિરનિર્માણ એ પ્રાથમિક ભૂમિકામાં હતાં નહિ કારણ 8મણે એવી કોઈ તેમના માટે નિમિત જગ્યામાં રહેતા નહિ. પણ પછીના કાળે એ પણ દાનના ક્ષેત્રમાં આવી ગયા, આપણે જોઈએ છીએ કે હજી કાલ સુધી જે તેરાપંથીઓ ઉપાયને વિરોધ કરતા હતા તે આજે અણુવ્રતવિહારના નામે મકાન બંધાવી તેમાં રહેવા લાગ્યા છે. ઉપાય બાંધવો એ પાપની પ્રવૃત્તિ માનનાર આજે અણુવ્રતવિહારમાં રહે છે અને શ્રાવકો પુયોર્જન માટે તે બાંધી આપે છે. આ સમયને ફેર છે. મંદિરે માટેના દાનની પ્રવૃત્તિ તો વળી વધારે જોરદાર છે. તેથી તે તીર્થંકરનામ બંધાય છે અને તીર્થંકર થવાય છે ત્યાં સુધીના ઉપદેશ અપાયો છે. જીર્ણ મંદિરના ઉદ્ધારને મહત્ત્વ ઓછું નથી છતાં નવાં નવાં મંદિરે જે ઊભાં થઈ રહ્યાં છે તે આ જ ઉપદેશનો પ્રતાપ છે. આ બધા પુણ્યના પ્રકારોની ચર્ચા પ્રાચીન આગમાં જોવા મળતી નથી. છતાં ક્રમે કરી એ પુણ્યકામે મનાય છે, એ વિચારણાને ક્રમે કરી વિકાસ સૂચવે છે. સમ્યક્દર્શનનું મહત્ત્વ ખરું અને તે જે હોય તો આત્માની બધી જ પ્રવૃત્તિ બદલાઈ જાય, એમાં સંદેહ નથી. પણ તે પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન છે તે જો હોય નહીં તે અત્યારે જે શ્રી કાનજી સ્વામીના ભકતોમાં બની રહ્યું છે તે જ બને. અને રામ્યકદર્શન વિના જ ધાર્મિક ક્રિયાઓ કરવા જતાં તેનું તાત્પર્ય હાથ લાગતું નથી અને જેને ક્રિયાજડતા શ્રીમદ્ કહે છે તેવું બને તેમાં સંદેહ નથી. એટલે અન્ય સંપ્રદાયમાં ક્રિયાજડતા અને માત્ર ફ& ક્રિયા કરવા તરફનું વલણ દેખાતું હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ખરી વાત એવી છે કે આપણને અભિમાન તે છે કે અમે જેન છીએ, પણ તેમાં સ્વપ્રયત્ન જેવું કશું જ નથી. માત્ર પરંપરાપ્રાપ્ત નિયમોનું જડ પાલન છે. જૈન તે થવાય જે કમે કરી સ્વપ્રયત્ને આત્માના વિકાસને માર્ગ સ્વયં નક્કી કરી તે પ્રમાણે જીવન ઘડવાનો પ્રયત્ન થાય. અને એ માર્ગ એટલે ક્રમિક ઉત્થાનને માર્ગ, અને એમાં કાંઈ ઠેકડે નથી મરાતે, એ તે ક્રમે કરી પગથિયાં ચડવાં પડે છે. તેમ બને તે જ ખરે માર્ગ હાથ આવે. એટલે નિશ્ચયનયની વાત સાચી હોય તે પણ ક્રમિક વિકાસના સાધનમાં વ્યવહાર અત્યંત જરૂરી છે જ. વ્યવહારમાં મૂછત્યાગ અત્યંત જરૂરી છે. એ કમે કરી બને. પ્રથમ ધનદોલત જે કૌટુંબિક પરંપરાથી મળ્યાં હોય તેની મૂછ જાય, પછી ઑપાજિતની અને તેમાં પણ સ્વોપાર્જનની મર્યાદા સ્વીકારવી. પછી શરીરનાં ઉપકરણની મર્યાદા કરવાનું બને, પછી શરીરની આસકિત ક્રમે ઘટાડવાનું બને. આ બધો વ્યવહારમાર્ગ છે અને આ માર્ગ સ્વીકાર્યો હોય તે જીવનમાં અનુકંપા આદિ ગુણે અનિવાર્ય રીતે આવે જ, દાનાદિની પ્રવૃત્તિ વધે જ, બીજનું ભલું કરવાની પ્રવૃત્તિ વધે છે. અને છેવટે જ્યારે શરીરની પણ આસકિત છૂટી જાય અને માત્ર આત્મધ્યાનમાં જ લીન થાય ત્યારે જ પ્રવૃત્તિમાત્રને ત્યાંગ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય. એટલે તેને પ્રતિક્રમણ આદિ કરવાની આવશ્યકતા ન રહે અને નિશ્ચયકોટિને પ્રાપ્ત થાય. આદર્શ નિશ્ચયંદષ્ટિને હોય એ જરૂરી, પણ ત્યાં પહોંચવાને માર્ગ છે તે જ વ્યવહાર છે. તે છોડી દેવામાં આવે તો નિશ્રયદષ્ટિની ઉપલબ્ધિ થતી નથી, પોપટરટણ જરૂર થાય. અને એ અત્યારે થઈ ૨હયું છે, પછી તે શ્રી કાનજીસ્વામીના ભકત હોય કે અન્ય સંપ્રદાયના. તેમાં ભેદ માત્ર એટલું જ છે કે એક પક્ષમાં બાહ્ય ક્રિયાકંડો નથી થતા તે બીજામાં થાય છે. એક માને છે કે આત્મધ્યાનથી જ બધું થાય છે અને બીજો માને છે કે ક્રિયાકાંડથી જ બધું થાય છે. પણ આત્મધ્યાન માટેની જે યોગ્યતા તે એકમાં નથી તો બીજમાં ક્રિયાજડતા છે. આમ બન્ને ખેટે માર્ગે જ છે. એક શાનજડ છે તે બીજા ક્રિયાજડ. એટલે એકબીજાના દોષ જોવાને કશે અર્થ નથી. બન્નેએ સુમાર્ગે આવવાની જરૂર છે. ૩૧-૫-૭૪ દલસુખ માલવણિયા
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy