SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬૭૪ પ્રબુદ્ધ જીવન ૩૯ તે તેની મ્લેચ્છ ભાષાથી જ તેને સમજાવી શકાય છે. તેમ લૌકિક પુરુને લૈકિક વ્યવહારને આશ્રય લઈને જ પરમાર્થ સમજાવી શકાય છે. આ જ રીતે આચાર્ય કુન્દકુન્દ પાર સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહાર વિના પરમાને ઉપદેશ અશકય છે; જેમ અનાર્યને સમજાવવો હોય તે અનાર્ય ભાષાને જ ઉપયોગ કરી સમજાવી શકાય છે. આમ આચાર્ય કુન્દકુન્દ વ્યવહારનો સર્વથા લે૫ કરે છે એમ કહેવું બરાબર નથી. અમુક સમય સુધી વ્યવહારને ઉપયોગ સાધનાકાળમાં છે જ. શ્રી કાનજીસ્વામીએ જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ ઈત્યાદિ ક્રિયાની નિરર્થકતા બતાવી હોય તે તેને અર્થ પણ એટલે જ સમજવો જોઈએ કે જ્યાં સુધી વાસ્તવિક સમ્યક્રદર્શન ન હોય ત્યાં સુધી એ ક્રિયાઓ નિરર્થક છે; તેમાંથી જે લાભ થવો જોઈએ તે થતું નથી, કારણ કે સાચી સમજણ વિના તે ક્રિયાઓ થઈ રહી છે. એટલે ખરી રીતે શ્રી કાનજીસ્વામી તે તે ક્રિયાને નિષેધ કરે છે ત્યારે તાત્પર્ય એટલું જ છે કે પ્રથમ સયકદર્શન અને પછી જ સમ્યક્રચારિત્ર - એ ક્રમ શાસ્ત્રમાન્ય છે. સાચી સમજણ વિનાની ક્રિયા સફળ થતી નથી. અત્યારે સમાજમાં જે રીતે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં સાચી સમજણ નથી એ તે માનવું જ પડે છે. અન્યથા વર્ષીતપ જેવું મહાતપ કર્યા પછી પણ જીવનમાં વાસ્તવિક જે પરિવર્તન અપેક્ષિત છે તે ઘણામાં જોવા મળતું નથી. એમ કેમ બને? એટલે શ્રી કાનજીસ્વામી ક્રિયાને નિષેધ કરે છે એમ કહેવા કરતાં કહેવું એમ જોઈએ કે સાચી સમજણ વિનાની ક્રિયાને નિષેધ કરે છે અને સમ્યક્ ક્રિયાની પ્રાપ્તિ માટે ભાર સમ્યકદર્શન ઉપર આપે છે. પ્રથમ સમ્યકદર્શન પ્રાપ્ત કરો પછી જે થશે તે બધું જ રામ્ય હશે, લાભદાયી હશે. તેમનાં વ્યાખ્યામાં આ દષ્ટિને અતિરેક થાય છે અને તેથી છાપ એવી ઊભી થાય છે કે તેઓ ચારિત્રને નિષેધ કરી રહ્યા છે. પણ આવું તે હરેક ઉપદેશક માટે બને છે. એક અન્તના નિરાકરણ માટે બીજો અન્ત જ્યાં સુધી ઊભો ન થાય ત્યાં સુધી નિરાકરણ થતું નથી. એટલે શ્રી કાનજીસ્વામીની વાણીમાં અનેકાંતને બદલે એકાંતને ભાસ થવા પૂરો સંભવ છે. અને સાંભળનાર તે એ જ છાપ લઈને જાય છે કે ક્રિયાકાંડો નિરર્થક છે. તેથી તે જે કાંઈ ક્રિયાકાંડ કરતા હોય તે તો છેડી જ દે છે અને સમ્યકુદર્શન માટે જરૂરી જે સાધન છે તે પણ આચરતે નથી. એટલે કે સમ્યક્દર્શનની જે શરતે છે - અનુકમ્પા, પ્રશમ - સંવેગ આદિ તે પણ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરતા નથી. જે હતું તે છૂટી ગયું તેમાં કાંઈ નુકસાન નથી પણ નવું કશું જીવનમાં આવ્યું નહિ તે જ નુકસાન છે. જીવનમાં, વ્યાપારમાં જે કાવાદાવા ચાલતા હોય તેમાં તે કશે જ ભેદ પડતું નથી, પૈસા વધ્યે જ જાય છે અને પછી મંદિર વગેરેમાં વાપરી સત્કાર્ય કર્યાને સંતેષ લઈ ધર્મકાર્ય કર્યાને આનંદ માને છે. પરંતુ ‘ન્યાયસંપન્નવિભવ:” જે માર્ગાનુસારી માટે અનિવાર્ય શરત છે તેનું તે પાલન થતું જ નથી. અને સેનગઢમાં ઠાંઠમાઠ વધારી ધર્મોલ્લોત થયાનું માની જીવનની સાર્થકતા સમજતા થઈ જાય છે. આ કાળે જ્યારે લોકોને મોંઘવારીની ભેંસ નડી રહી છે ત્યારે સેનગઢમાં તે ચેાથે આરે જ પ્રવર્તે છે. કારણ પૈસો છે. તે ગમે તે રીતે ભેગા કરવા છે અને પછી કોઈ તથાકથિત ધર્મકાર્યમાં વાપરી પાપનું પ્રાયશ્ચિત્ત થયાનું માને છે. એટલે એમ કહેવું કે શ્રી કાનજીસ્વામી વ્યવહારને નિષેધ કરે છે એ વાજબી નથી. તેમણે જે નવા વ્યવહારો જૈન ધાર્મિક સમાજમાં ઊભા કર્યા છે તે અત્યાર સુધીના ચલિતા વ્યવહારને ટપી જાય તેવા છે. માત્ર તે વ્યવહારે ચાલુ વ્યવહારોથી ચેડા જુદા પડે છે એટલું જ, ઉપદેશમાં વ્યવહારને નિષેધ છે જ પણ આચરણમાં તે તેની વૃદ્ધિ જ દેખાઈ આવે છે. તેમની વ્યવહાર નિશ્ચયની અને ઉપાદાન-નિમિત્તની જે વ્યાખ્યા છે તેને કેટલાકે સુબુદ્ધ દિગંબર વિદ્વાને પણ સ્વીકાર કરતા નથી પણ ગુજરાત - કાઠિયાવાડમાં દિગંબર ધર્મના પ્રચારનું કાર્ય તે તેમના દ્વારા થઈ જ રહ્યું છે. તે તેમને પ્રકટ વિરોધ ન કરે એવી દિગંબર વિદૂત સમાજની માન્યતા છે. એટલે સેનગઢ બ્રા સંતની વાહવાહ થઈ રહી છે. ભગવાન મહાવીરને ઉપદેશ જે ગ્રન્થમાં ઉપલબ્ધ છે તે તો માત્ર આગમ છે. પણ આચાર્ય કુદકુન્દને ઉપદેશ તે પરમાગમ છે અને તેને પથ્થરમાં કોતરાવી મંદિર બનાવી પચીસ લાખથી પણ વધારે ખર્ચ કરવું તે પરમ વ્યવહાર નથી તે બીજું શું છે? કલ્યાણક ઉત્સવમાં દેવદેવીઓને નાટારંભ એ વ્યવહાર નથી તે શું છે? આત્મજ્ઞાનીઓનું સંમેલન અને તેમાં આણંદજી કલ્યાણજીની પેઢી જેવી પેઢીની સ્થાપના, જે દિગંબર તીર્થરક્ષા માટે પ્રયત્ન કરે, તે માટે શ્રી કાનજીસ્વામીના નામે ફંડ થાય, આ તે વ્યવહારની પરાકાષ્ઠા છે. સંપ્રદાયમાં સમન્વયને બદલે સદૈવ વડત ચાલુ રહે એ જ તે પરમ વ્યવહાર છે. શરીર ભલે મારું ન હોય પણ મંદિર તે મારું છે, ભગવાન મારા છે, એને માટે હું લડી લઈશ, લાખે ખર્ચ કરીશ આથી ઊંચે અધ્યાત્મવાદ હવે કો હોઈ શકે? આ બધું અધ્યાત્મને નામે વ્યવહારનું જ સમર્થન છે. એટલે વ્યવહારને લેપ થઈ રહ્યો છે એવી બીક રાખવાની જરૂર નથી. તે તે ફૂલીફાલી રહ્યો છે. આ બધું જ જે થઈ રહ્યું છે તેના તટસ્થ દર્શક શ્રી કાનજીસ્વામી છે. તેમને તે આ સાથે કાંઈ લેવાદેવા નથી એમ ભકતે કહી શકે છે. પણ તેમની સમક્ષ જ આ બધું થઈ રહ્યું છે એ હકીકત છે. એટલે આ તે બાવાજીની લંગાટીમાંથી સકળ સંસાર ઊભા થાય છતાં બાવાજી તે તટસ્થ એ ઘાટ છે. ' હવે થોડું પુણ્ય વિષે પણ વિચારી લઈએ. પ્રાચીન જૈન આગમેમાં કર્મના પુણ્ય કે પાપ અથવા તે શુભ - અશુભ એવા કોઈ ભેદ હતા નહિ, જે કાંઈ કર્મ છે તે અશુભ જ છે, અહિતકર છે, મામાં બાધક છે, માટે કર્મથી છુટકારો મેળવો અને મોક્ષ પામેઆ સામાન્ય માન્યતા હતી અને કર્મના શુભ – અશુભ, પુણ્ય - પાપ એવા ભેદ પડયા પછી પણ એ બંધન છે એ વાત તે સ્વીકૃત જ છે. પાપ એ લોઢાની બેડી હોય તો પુણ્ય એ સુવર્ણની સાંકળ છે. પણ બંધન તો બન્નેય છે અને મોક્ષાર્થીએ તે એ બંધનને ત્યાગ જ કરવું જરૂરી છે. આ માન્યતામાં તે કશે ભેદ પડ નથી. જૈન ધર્મની પ્રાથમિક ભૂમિકામાં શ્રમણ્યનું જ મહત્ત્વ હતું. શ્રમણામાં સુભિક્ષુ અને કુભિ એવા ભેદ પડતા હતા પણ ગૃહસ્થાશ્રમ . પાપની ખાણ જ છે- આ ઉપદેશ ઉપર ભાર હતે. ગૃહસ્થામાં સારા - નરસાની ચર્ચા હતી નહિ. ગૃહસ્થ તે દુર્ગતિ જ પામે અને શ્રામણ - સુશ્રમણ મોકો જાય - આવી સામાન્ય માન્યતા હતી. જેમ જેમ જૈન સંઘની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ ગૃહસ્થામાં પણ સારાનરસાને ભેદ થવા લાગ્યા અને શ્રમણોપાસક વર્ગ ઊભા થયે એટલે એના આચાર-વિચારની આવશ્યકતા ઊભી થઈ. આમ અણગાર ધર્મ અને સાગારધર્મ એમ ધર્મના બે પ્રકાર ઊભા થયા. હવે જો ભિક્ષુ કામણ કે અણગાર જ મો જાય અને તેને તે માર્ગ નિવૃત્તિમાર્ગ જ છે તે પછી ઉપાસકોની શી ગતિ? તેમના માટે આંશિક નિવૃત્તિ એટલે કે અણુવ્રત આદિ બાર વ્રત અને અન્ય શુભ પ્રવૃત્તિને માર્ગ નક્કી કરવામાં આવ્યો અને એ આચારના પરિણામે સ્વર્ગમાં તેમની મૃત્યુ પછી ગતિ થાય એમ નક્કી કરવામાં આવ્યું. ઉપાસકદિશામાં વણિત દશે શ્રાવકે સ્વર્ગે ગયા છે અને અન્યત્ર ભગવતી આદિમાં વણિત શ્રાવકો પણ સ્વર્ગે ગયા છે. પણ એક વાત ધ્યાન દેવા જેવી છે કે ઉપાસકદશામાં શ્રાવકોનાં કર્તવ્યમાં આંશિક વ્રતની જ વાત છે, શુભ પ્રવૃત્તિની કોઈ ચર્ચા જ નથી. માત્ર અતિથિસંવિભાગવ્રતમાં શુભ પ્રવૃત્તિને સંકેત મળે છે. પણ પછીના કાળે વ્રત ઉપરાંત શુભ પ્રવૃત્તિ ઉપર ભાર આપવામાં આવ્યું છે અને
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy