SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રબુદ્ધ જીવન ઉચિત એ છે કે સીતાજીને જ કમળના રંગ વિશે પૂછી જોવું, કારણ કે તેઓ દરરોજ કમળાને નિહાળતાં હતાં. બંને સીતાજી પાસે પહોંચી ગયા. પ્રણામ કરી પ્રશ્ન રજૂ કર્યો. સીતાજીએ કહ્યું કે કમળના રંગ શ્વેત હતા. સીતાજીના ઉત્તરથી હનુમાનજીને મૂંઝવણ થઈ, કારણ કે તેમણે પણ સરોવરનાં કમળા જોયાં હતાં. હનુમાનજીની મૂંઝવણ સીતાજી સમજી ગયાં. તેમણે કહ્યું: 'હનુમાનજી, કમળા શ્વેત રંગનાં જ હતાં, પણ તમારી આખામાં રામજી પ્રત્યેના અને મારા પ્રત્યેના અતિ અનુરાગને લીધે રાક્ષસો પ્રત્યે ભારે દ્રષ હતે. રાવણના દુષ્કૃત્યથી તમારી આખા રકતવર્ણી બની ગઈ હતી. એટલે શ્વેત કમળા તમને લાલ રંગનાં લાગતાં હતાં. માણસનું મન રાગદ્વેષથી સભર હોય છે ત્યારે તે નિરામય કે અનાસકત રહી શકતા નથી. હનુમાનજીને સીતાજીના ખુલાસા વાજબી લાગ્યો અને તેમણે સ્વામી રામદાસે કરેલ કમળાનું વર્ણન માન્ય રાખ્યું ! માણસમાં કેટલી બધી આસકિત, રાગદ્વે ષનું કેટલું બધું મેટું પ્રમાણ અને પરસ્પર વિરોધી લાગણીઓનો શંભુમેળા અસ્તિત્વ ધરાવતાં હોય છે ! આ અને આવાં અન્ય તત્ત્વોની રોજની ખેંચતાણથી માણસ તૂટતો જતો હાય છે. જીવનને આમ ટુકડે ટુકડે તૂટતું જવા દેવું ? ના. લાચારી, બેદરકારી, મૂઢતા, અવહેલના આદિ ભાવા સેવવાથી જીવનને નહીં પામી શકાય, એ જીવન વિશે વિચાર કરનાર માણસ સમજે છે. એ જાણે છેકે અહંતાને નિ:શેષ કર્યા વિના અનાસકત ભાવ કેળવ્યા વિના, નિર્મળતા પચાવ્યા વિના અને સહજપણાને પામ્યા વિના જીવનને સાંગેાપાંગ પામી શકાશે નહીં. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ બાળકૃષ્ણ ભ. બેારકરે આ વાત ઉત્તમ રીતે કહી છે: जीवन त्यांना कळले हो पक्व फळापरि मीपण ज्यांचे सहजपणाने गळले हो जळापरि मन निर्मळ ज्यांचे गेले तेथे मिळले हो नक्षत्रांचे वैभव ज्यांनी आत्मदळाने तुळले हो जीवन त्यांना कळले हो. પકવ ફળની માફક જેની અહંતા સહજપણે ખરી પડી છે, જળની માફક જેનું નિર્મળ મન જયાં જાય ત્યાં મળી જાય છે, નક્ષત્રોનો વૈભવ જેણે આત્મદળથી તોળ્યા છે, તેમને જીવન સમજાયું છે. અહીં આત્મદળ શબ્દ દ્વારા કવિ આપણી એક વિશિષ્ટ કથાને વણી લે છે. રુકમણીએ કૃષ્ણને એક તુલસીદળથી તેાળ્યાની વાત પ્રચલિત છે. કવિ અહીં તુલસીદળને બદલે આત્મદળ અને કૃષ્ણને બદલે સમગ્ર બ્રહ્માંડના વૈભવને નિરૂપી વિશેષ પરિમાણ આપે છે. જીવનના આંતર- બાહ્ય વૈભવને સમજવાની મથામણ માણસ આદિકાળથી કરતો આવ્યો છે. પણ માણસનું વ્યકિતત્વ એટલું સંકુલ છે, એની મનની ગતિવિધિ એટલી નિરાળી છે, એનું સંવેદનતંત્ર એટલું સૂક્ષ્મ છે કે એ બધાંને પૂરેપૂરી રીતે પામવાનું દુર્લભ છે, છતાં જીવનના દરવાજા સરખી રીતે ખખડાવ્યા પહેલાં જીવન સંકેલાઈ ન જાય તેટલું આપણે ન કરી શકીએ? કાન્તિલાલ કાલાણી 44 ચિન્તનયાત્રા - સ્વ. પરમાનંદુભાઈનાં પ્રગટ - અપ્રગટ લખાણામાંથી ચૂંટીને તારવેલા લેખાનું પુસ્તક “ચિન્તનયાત્રા” સંઘ તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. ૩૦૪ પાનાંના આ પુસ્તકની કિંમત રૂા. ૭-૦૦ રાખવામાં આવી છે. સંઘના આજીવન સભ્યાચાલુ સભ્યો તેમ જ ‘પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકોને રૂા. ૫/– ની કિંમતથી આ પુસ્તક મળશે. તો જેમને આ પુસ્તક ખરીદવું હોય તેઓને કાર્યાલયનો સંપર્ક સાધવા વિનંતિ છે. –મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહનું કાર્યાલય હવેથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના કાર્યાલયમાં રાખવામાં આવેલ છે તેની નોંધ લેવાનું ગૃહના મંત્રીઓ જણાવે છે. તા. ૧૬-૪ * નિશ્ચય અને વ્યવહાર: પુણ્ય અને પા ૫ શ્રી ચીમનભાઈએ એક ભાઈની મૂંઝવણ' નામે લેખ પ્રબુદ્ધ જીવન'માં લખ્યા છે. તે વાંચી કેટલાક વિચારો આવ્યા તે લખવા પ્રેરાયો છું. આચાર્ય કુન્દકુન્દે અનેક ગ્રન્થા લખ્યા છે તેમાં સમયસારમાં જે ઉપદેશ છે તે નિશ્ચયપ્રધાન છે અને તેમાં વ્યવહારનયને ભૂતા અને નિશ્ચયનયને ભૂતાર્થ કહ્યો છે. આચાર્ય કુન્દકુન્દનું આ વિશ્લેષણ માત્ર અદ્વૈતી વેદાન્ત અથવા તે શૂન્યવાદીનું અનુસરણ છે. જૈન નયવાદમાં નો અભૂતાર્થ = મિથ્યા હોઈ શકે નહિ. હાય તે તે નયાભાસ ગણાય. નિશ્ચય હાય કે વ્યવહાર બન્ને સાપેક્ષ સત્ય છે. જ્યાં સુધી સાપેક્ષ હાય ત્યાં સુધી જ તે નયે ગણાય અને નિરપેક્ષ બને તે નયાભાસ કોટિમાં ગણાય, ભગવતીમાં નિશ્ચય અને વ્યવહારનાં ઉદાહરણા છે. ભમરાને કાળા કહેવા એ વ્યવહારનય અને પાંચે ય વર્ણવાળા કહેવા તે નિશ્ચય છે. આમાં વ્યવહારનયનું દર્શન આંશિક સત્ય છે—સ્કૂલ છે–પણ સત્ય નથી, મિથ્યા નથી. મિથ્યા તે થાય જો એમ કહ્યું હોય કે ભમરો કાળા જ છે. ભગવતીના ઉદાહરણથી બીજી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે તે કાળમાં વ્યવહાર - નિશ્ચયને અર્થ આંશિક - સ્થૂલજ્ઞાન એ વ્યવહાર અને સૂક્ષ્મ અથવા નિશ્ચિત જ્ઞાન નિશ્ચય, પણ નયવાદમાં એક વાત તો નક્કી જ કે તે અમુક અપેક્ષાએ સત્ય છે. પરંતુ મિથ્યા તે નથી જ. પરંતુ આચાર્ય કુન્દકુન્દે વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો ત્યાં તેમના ઉપર અદ્વૈતવાદની અસર છે. પરંતુ એ અસર છતાં સંપૂર્ણપણે અને સંગત રીતે તેઓ એ વાદને અનુસરી શકયા નથી. આથી જ વ્યવહારનયને ભૂતાર્થ કહ્યા છતાં અને નિશ્ચયનયને ભૂતાર્થ કહ્યા છતાં છેવટે તે એ બન્ને પક્ષોના ત્યાગની જ વાત કરી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જે સમયપ્રતિબદ્ધ છે, એટલે કે આત્મતત્ત્વમાં ભારત છે તે આ બન્ને નયાના મન્તવ્યને જાણે તે છે, પર’તુ તેનું ગ્રહગ્ કરતા નથી—એ મન્તવ્યોને પકડી રાખતા નથી, કારણ એ તે નયાના જે પક્ષો છે તેથી અતીત થઈ ગયેલ છે. સારાંશ કે જૈન પક્ષ એવા છે કે નયા, પછી તે નિશ્ચય હાય કે વ્યવહાર, શિક સત્ય છે, એટલે કે સાપેક્ષ સત્ય છે. પરંતુ પ્રમાણ જ એવું જ્ઞાન છે જે સંપૂર્ણ સત્યનું ગ્રહણ કરે છે. આથી આચાર્ય કુન્દકુન્દે નિશ્ચય હાય કે વ્યવહાર, એ બન્નેથી ઉપર જઈને આત્મજ્ઞાનની વાત કરી છે. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્યું છે કે વ્યવહારથી એમ કહેવાય છે કે જીવે કર્મ બાંધ્યું છે અને નિશ્ચયી એમ કહેવાય છે કે બાંધ્યું નથી. પણ ખરી વાત એવી છે કે બંધન અને બંધન એ સાપેક્ષા છે, જો બંધન હોય તો અબંધન ઘટે અને બંધન હોય તે બંધન ઘટે. પણ તાત્ત્વિક રીતે તે એ બન્ને પક્ષોનું નિરાકરણ કરીને પાતિક્રાંત થવું એ જ પરમ સત્ય છે, તે નથી બદ્ધ કે નથી અબદ્ધ. અહીં બૌદ્ધ આચાર્ય નાગાર્જુનની ભાષામાં જ આચાર્ય કુન્દ કુન્દ વાત કરી રહ્યા છે. નાગાર્જુને કહ્યું છે કે બધી જ દષ્ટિ અથવા તે પક્ષોના નિરાકરણ માટે શૂન્યદષ્ટિ છે. પણ જો કોઈ શૂન્યદષ્ટિમાં જ બંધાઈ રહે તે તેને ભગવાને સાધ્ય કહ્યા છે એટલે કે તેના નિસ્તાર તા થાય જ નહિ. માટે શૂન્યદષ્ટિથી પણ અતીત થવું. તે જ · પ્રમાણે વ્યવહારના નિરાકરણ માટે નિશ્ચયદષ્ટિ છે, પરંતુ તેમાં જ કોઈ ફસાઈ પડે તે તેના ઉદ્ધાર નથી. આત્મજ્ઞાનીએ તે વ્યવહારની જેમ નિશ્ચય પણ છેડવાના જ છે અને પક્ષાતિક્રાંત થવાનું છે. વળી નાગાર્જુને કહ્યું છે કે જેમ મ્લેચ્છને કોઈ વાત સમજાવવી હોય
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy