________________
તા. ૧૬-૬-૭૪
હોવા છતાં, ચૂંટણી ન કરે તે, એક જ ધારાસભા વિજિત હાય તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણ મુજબ થાય કે નહિ તે સંબંધે અભિપ્રાય આપ્યો નથી. અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી તેથી કલ્પિત અથવા સંભવિત હકીકતા ઉપર અભિપ્રાય આપવાની જરૂર નથી, યે।ગ્ય પણ નથી. દાખલા તરીકે, સુપ્રીમ કોર્ટને ખાતરી થઈ હાત કે ગુજરાત વિધાનસભાનું બદદાનતથી વિસર્જન કર્યું છે અથવા સમય હાવા છતાં, સરકાર કે ચૂંટણીપંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરતાં નથી તે રાષ્ટ્રપતિની ચૂંટણી કદાચ ન થઈ શકત.
સુપ્રીમ કોર્ટના સાત જજોના અભિપ્રાય સર્વાનુમત છે અને તે અભિપ્રાય સર્વથા યોગ્ય છે. સરકારે આ અભિપ્રાય મેળવ્યા તે સારું કર્યું છે. શંકાને સ્થાન રહેવા દીધું નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી જેવી મહત્ત્વની બાબતમાં નિશ્ચિતતા હોય તે બહુ જરૂર છે. સીરિયા અને ઈઝરાયલ
ડા. કિસિન્જરને એક વિશેષ યશકલગી પ્રાપ્ત થઈ છે. સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના કરાર કરાવ્યા છે. ૩૪ દિવસની અવિરત મંત્રણાઓમાં કિસરની ધીરજ અને કુનેહની કસી થઈ. ઈઝરાયલ – ઈજિપ્ત યુદ્ધવિરામમાં લશ્કરો છૂટાં પાડવાની એટલી મુસીબત ન હતી, કારણ કે સિનાઈ રણ વચ્ચે છે. સીરિયાઈઝરાયલની સરહદ ગાઢપણે સંકળાયેલી છે અને એક એક ફલાંગ વિષે તકરાર થાય તેવું હતું. ગેાલન ટેકરીઓ અને ૧૯૬૭ માં ઈઝરાયલે કબજે કરેલ અને તેમાં વસાહત કરેલ પ્રદેશ, બન્ને માટે ગત્યનો છે. મંત્રણાઓ છેલ્લા તબક્કામાં હતી ત્યારે દારુણ હત્યાકાંડ થયા. પેલેસ્ટાઈનના ગેરીલાઓએ હુમલા કરી લગભગ ૩૦ ઈઝરાયલી યુવકયુવતીઓનાં ખૂન કર્યાં. ઈઝરાયલે તુરત વળતો હુમલા કરી લગભગ ૫૦ આરબાને મારી નાખ્યા, વાતાવરણ અત્યંત તંગ બન્યું અને મંત્રણાઓ તૂટી પડશે એવા ભય પેદા થયો. પણ આ ભયંકર બનાવે જ બન્નેની સાન ઠેકાણે લાવવાનું કામ કર્યું. આ વાટાઘાટોમાં કિસિન્જરે એક બીજું પણ ડહાપણનું પગલું ભર્યું. રશિયાના સાથ લીધા. આરબ રાજ્યમાં રશિયાની લાગવગ વધારે રહી છે. પણ હવે આરબ રાજ્યાને પ્રતીતિ થઈ છે કે અમેરિકાના સહકાર વિના મધ્યપૂર્વમાં શાન્તિ થાય તેમ નથી. આ યુદ્ધવિરામ પછી ઘણા વિકટ પ્રશ્નો બાકી રહે છે, ખાસ કરી પેલેસ્ટાઈન અને જેરુસેલામના, પણ શાન્તિ મંત્રણાઓ માટે હવે માર્ગ માકળા થયા છે. ૨૫ વર્ષના સતત સંઘર્ષ પછી દુનિયાના એક સ્ફોટક વિસ્તારમાં શાન્તિની સ્થાપનાની આશા જન્મી છે. વિયેટનામમાં યુદ્ધવિરામના કરાર કર્યાને એક વરસ થયું પણ ઇન્ડો- ચાઈનામાં હજી શાન્તિ થઈ નથી. આપણે આશા રાખીએ કે આરબ-ઈઝરાયલની યાતનાઓના હવે અંત આવશે. ઈગ્લાન્ડમાં રાજકીય ભ્રષ્ટાચાર
આપણે ત્યાં રાજકીય વ્યકિતઓના ભ્રષ્ટાચારની ખૂબ ચર્ચા થાય છે. અમેરિકા અને બીજા કેટલાક દેશમાં રાજકીય ભ્રષ્ટાચાર આપણા કરતાં કાંઈ ઓછા નથી. પણ ઈંગ્લાંડમાં પ્રમાણમાં સારું ગણાતું. ત્યાં પણ બે–ત્રણ વર્ષથી આ વિષયે સારો ઊહાપદ્ધ જાગ્યા છે. એક પેલ્સન નામના આર્કિટેકટનું વિશાળ પાયા ઉપર બાંધકામનું કામકાજ હતું. તે નાદાર થયા. નાદારીમાં તેની તપાસમાં કેટલાક પાર્લામેન્ટના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આગેવાન સભ્યાને તેણે લાંચરુશવત આપી મોટા કોન્ટ્રાકટો મેળવ્યા હતા તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હમણાં પાર્લામેન્ટમાં ભેંસના બુકીઓ સંબંધે કડક કાયદા થયો. એક સભ્ય તે કાયદાના સતત વિરોધ કરતા હતા. પછી હકીકત બહાર આવી કે બુકીઓ વતી તેમનાં હિતોનું રક્ષણ કરવા તેને રોકયા હતો અને પાંચ વર્ષ સુધી દર વર્ષે પાંચ હજાર પાઉન્ડ તેને આપવા તેવા તેમની વચ્ચે કરાર થયા હતા. મેટી કંપનીઓ, ઉદ્યોગપતિઓ, મેટા કોન્ટ્રાકટરો, વેપારી એસોસિયેશને પેાતાનાં હિતોના રક્ષણ માટે પાર્લામેન્ટના સભ્યોને આવી લાંચરુશવત આપે છે. આપણે ત્યાં પણ એમ કહેવાય છે કે કોઈ મોટા ઉદ્યોગપતિ વતી કેબિનેટમાં કોઈ ચર્ચા થાય કે તુરત તે વાત તેને પહોંચી જાય. આવી લાંચ
શુદ્ધ જીવન
આપવાની અનેક રીતે, સીધી અને આડકતરી હોય છે. મારારજીભાઈએ એમની આત્મકથામાં એક દાખલેા આપ્યા છે. તેમના પુત્ર કાન્તિલાલ ઈન્ટર સાયન્સમાં નાપાસ થયા. પછી ગ્રાઉન્ડ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા હતા. એક દિવસ આર. ડી. બિરલા મેરારજીભાઈને મળવા આવ્યા. મેરારજીભાઈ કામમાં હતા તેથી બિરલા બહાર બેઠા હતા ત્યાં કાન્તિલાલ આવ્યા. બિરલાએ પૂછ્યું, શું કરે છે? કાન્તિલાલે કહ્યું, ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ. બિરલાએ કહ્યું, અહીં શીખવાને બદલે અમેરિકા જાવ. કાન્તિલાલે કહ્યું, પૈસા નથી. બિરલાએ કહ્યું, અમે આર્પીશું. પછી મેરારજીભાઈને ખબર પડી, કાન્તિલાલને કહ્યું, ના કેમ ન પાડી. પછી બિરલાજીને ઠપકો આપ્યા. બિરલાજીએ કહ્યું, મેં તે સાદે ભાવે કહ્યું હતું, બીજો કોઈ હેતુ ન હતો. મેરારજીભાઈએ કાન્તિલાલ સંબંધે આવા બીજા દાખલાઓ પણ આપ્યા છે. મેરારજીભાઈ કહે છે, આ બાબતમાં તેઓ ઘણી તકેદારી રાખતા. બિરલાએ અથવા બીજા ઉદ્યોગપતિઓએ કેટલી સ્કોલરશિપે કોને આપી છે, કાને નાકરીએ અને એજન્સીઓ આપી છે. અથવા બીજી સહાય કરી છે તે તપાસીએ તે ભ્રષ્ટાચારનું મૂળ કયાં છે તે ખબર પડે. આવી લાલચ રોકવી બહુ અઘરું છે. લાગવગવાળા સ્થાને બેઠેલ વ્યકિતઓએ પોતે શુદ્ધ રહેવું એટલું જ નહિ પણ તેમનાં કુટુમ્બીજનેએ પણ કોઈ લાભ ઉઠાવવા ન જોઈએ. એમ કહેવું કે મારો પુત્ર ધંધા કરે એ તેનો અધિકાર છે તે પણ કાંઈક આત્મવંચના છે. ઈન્દિરા ગાંધીનું મારુતિ બાબતમાં એવું જ બન્યું છે. લાલચ બૂરી ચીજ છે. પ્રતિષ્ઠા ખરડાયા વિના રહે જ નહિ. ઉચ્ચ સ્થાને બેઠેલ વ્યકિતઓનાં નિકટનાં કુટુમ્બીજનોએ આવા ભાગ આપવા જ રહ્યા. પાર્લામેન્ટના કેટલાયે સભ્યાને આવી નિયમિત આવક છે.
૩૫
હવે ઈંગ્લાન્ડમાં એમ વિચારવામાં આવે છે કે દરેક સભ્ય પેાતાની મિલકત અને આવકનાં સાધના જાહેર કરવાં – ડિસ્કલાઝર ઓફ ઈન્ટરેસ્ટ. કંપનીના ડાયરેકટરોએ આમ કરવું જ પડે છે. પોતાનાં હિતોની આવી જાહેરાત કેટલે દરજજે કરવી, પેતા પૂરતી કે કુટુમ્બીજનોની પણ; કેટલાં અને કોણ કુટુમ્બીજના વગેરેની તીવ્ર ચર્ચા ઈંગ્લાન્ડમાં ચાલી છે. કંપની કાયદામાં કુટુમ્બીજનાની વ્યાપક વ્યાખ્યા આપી છે. અલબત્ત, ત્યાં પણ સાવ રોકી શકયા નથી પણ મર્યાદા બંધાઈ છે. અંતે તે માણસના ચારિત્ર્ય ઉપર જ આધાર રાખવા રહ્યો. પણ લલચામણી પરિસ્થિતિમાંથી તેને બચાવવા પણ જોઈએ. શ્રી રિખવદાસ રાંકાનું સન્માન
ભારત જૈન મહામંડળ અને અન્ય સંસ્થાઓ વતી જૂનની ૯મી તારીખે, મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણમંત્રી શ્રી નામજોષીના પ્રમુખપદે શ્રી રિખવદાસ રાંકાનું સન્માન કર્યું અને લગભગ રૂપિયા એક લાખ પાંચ હજારની થેલી તેમને અર્પણ કરી, તે પ્રસંગે જૈન જગત, હિન્દી અને અને ગુજરાતીના વિશેષાંકો બહાર પડયા, જેમાં અનેક વ્યકિતઓએ શ્રી રાંકાજીને અંજલિ અર્પી છે. રાંકાજી સાથે મારે લગભગ પંદર વર્ષથી નિકટના પરિચય છે. તેઓ સાત્ત્વિક વૃત્તિના છે. ગાંધીજી, વિનાબાજી, કેદારનાથજી અને ખાસ કરીને શેઠ જમનાલાલ બજાજના નિકટ સાન્નિધ્યથી તેમની આધ્યાત્મિક વૃત્તિને ઉત્તેજન મળ્યું છે. તેઓ સ્વભાવે નરમ છે. કોઈ સાથે સંઘર્ષ તો શું પણ મતભેદથી પણ ડરે. હાડોહાડ સેવાભાવ છે. સારા લેખક છે. જૈન સમાજની એકતા માટે તનતોડ મહેનત કરે છે. વર્ષોથી ભારત જૈન મહામંડળના પ્રાણસમા છે. ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રનું કામ તેમને બહુ ગમે છે અને છેટુભાઈ કામદાર સાથે, દેશના કોઈ પણ ભાગમાં આ કામ માટે, ગમે તેવા પરિામનું હાય તે પણ, ઉત્સાહથી ભ્રમણ કરે છે. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહાત્સવના કામમાં બે વર્ષથી ખંતપૂર્વક જોડાયા છે. ભારત જૈન મહામંડળની પ્રેરણા અને પ્રયત્નનું જ આ પરિણામ છે. બધા ફિરકાઓને સાથે રાખી, આકામ ઉપાડયું છે. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ સંબંધે શ્રી રાંકાજીએ હમણાં એક પુસ્તક પ્રકટ કર્યું છે તેને સારો આવકાર મળ્યા છે. હવે તેનું નવસંસ્કરણ કરી બીજી આવૃત્તિ પ્રકટ કરવાના કામમાં પડયા છે. તેમની પ્રકૃતિ નિવૃત્તિની ઝંખનાવાળી છે પણ જે કામેા ઉપાડયાં છે તે હાલ ન છેડવાઅમે તેમને બાંધી રાખ્યા છે. આ ત્રણે સંસ્થાઓ માટે મને શ્રીરાંકાજી જેવા સહકાર્યકર મળ્યા છે તે મારું સદ્ભાગ્ય છે.
૧૧-૬-’૭૪
ચીમનલાલ ચકુભાઈ