________________
૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૭૪
નહિ. તેને સ્પષ્ટ માર્ગદર્શન અને દઢ આગેવાની જોઈએ.
જયપ્રકાશના સાથીદાર કોણ છે? એક તરફથી જનસંધ અને સ્વતંત્ર પક્ષના કેટલાક આગેવાને, શ્રી પાલખીવાળા અને શ્રી મીનુ મસાણી, તો બીજી તરફથી સમાજવાદી પક્ષના મધુ લિમયે અને રાજનારાયણ – આ બેમાં મેળ કેમ ખાય? એક સ્થાપિત હિતેના રક્ષણ માટે લેકશાહી અને મૂળભૂત હકોની વાત કરે, બીજો સ્થાપિત હિતેને ઉચ્છદવા સમાજવાદની વાત કરે. આ બધા જયપ્રકાશને ઉપયોગ કરે છે એમ લાગે.
જયપ્રકાશની પારદર્શક પ્રામાણિકતા, બુદ્ધિમત્તા, દેશદાઝ, ત્યાગ, ગરીબો માટેની ઊંડી હમદર્દી, આ વિશે કોઈ મત ભેદ નથી. તેથી જ તેમના પ્રત્યે ઊંડો આદર છે. પણ ઘણાને એમ પણ લાગે છે કે તેમનામાં સ્થિરતા નથી. માકર્સથી શરૂઆત કરી, ગાંધીના અનુયાયી થયા. પછી રાજકારણ છોડી ભૂદાનમાં ગયા અને તેને માટે જીવનદાન કર્યું. હવે ફરી રાજકારણમાં આવે છે પણ ઉચ્ચ કોટિનું. રાજકારણ - હાયર પોલિટિકસ - પક્ષીય ગંદું રાજકારણ નહિ. પણ આગેવાની કે જવાબદારી લેવી નથી. કારણ કે તેમને સત્તા મેહ નથી. પણ સત્તાસ્થાને હોય તેવાને ઉખેડી નાખવાની નૈતિક સત્તા પ્રાપ્ત કરવી છે. મિત્રભાવે અબ્દુલ ગફુરને સલાહ આપે કે કેંગ્રેસ વરિષ્ઠ મંડળની પરવા કર્યા વિના તેમણે રાજીનામું આપી દેવું. એવી સલાહ ન માને તે રાજીનામું આપવાની ફરજ પાડવા આંદોલન જગાવવું. કેટલેક દરજજે આ બધી ગાંધીજીની ભાષા છે. ગાંધીજી પણ અંગ્રેજોને મિત્રભાવે સલાહ આપતા કે હિન્દ છોડી જાવ. બે પરિસ્થિતિ વચ્ચે અસમાન-જમીનને ફરક છે તે સમજવું જોઈએ.
આ બધું લખતાં સંકોચ થાય છે. જયપ્રકાશજી વિષે મને ઘણે આદર છે. હું નાનો માણસ છું, પણ જેમ જેમ વિચાર કરું છું તેમ લાગે છે કે અત્યારે જે બિહારમાં થઈ રહ્યું છે તેમાં બિહારની પ્રજાની બેહાલી વધવાની જ છે. બિહાર ખૂબ ગરીબ અને પછાત પ્રદેશ છે. દુર્ભાગ્યે બિહારમાં રાજકીય ભ્રષ્ટાચાર અને કાર્યક્ષમ રાજતંત્રને અભાવ સતત રહ્યો છે.
રાજકીય, આર્થિક, સામાજિક, નૈતિક, બધી રીતે દેશની અતિ વિષમ અને કરુણ સ્થિતિ છે. રાજકીય અને બીજાં બધાં ક્ષેત્રે ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ પહોંચે છે, સજજન અને બુદ્ધિશાળી વ્યકિતઓએ ઘણું કરવાનું છે. જયપ્રકાશ તે કરી શકે તેમ છે. આ આંદોલનનું કોઈ લાભદાયી પરિણામ નહિ આવે તે પ્રજામાં વ્યાપક નિરાશા થશે, જયપ્રકાશ જેવા પણ નિષ્ફળ ગયા એમ થશે. પરિણામે વિરોધ પક્ષો, જે કઈ છે તે પણ નિર્બળ થશે. જયપ્રકાશજી આ બધું ફરી વિચારે અને વિનોબાજી જેવાને મળી, પ્રજાને સાચું માર્ગદર્શન આપે એમ સૌ કોઈ પ્રાર્થે છે. ૧%-૭૪
ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નોંધ રાષ્ટ્રપતિની ચૂંટણી
સુપ્રીમ કોર્ટના સાત જજએ સર્વાનુમતિ અભિપ્રાય આપ્યું છે કે ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું હોવા છતાં, રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે છે અને શ્રી ગિરિની પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં, આ ચૂંટણી થવી જોઈએ. જનસંઘ તરફથી રજૂઆત થઈ હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તે પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ અને થઈ શકે છે, પણ ઈરાદાપૂર્વક તે ચૂંટણી કરવામાં આવતી નથી. સરકાર તરફથી અને ચૂંટણીપંચ તરફથી રજૂઆત થઈ હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧૯૭૧ની વસતિગણતરી પ્રમાણે થવી જોઈએ. વસતિ વધારો થતા, ધારાસભાના સભ્યોની
સંખ્યા વધે છે. તે પ્રમાણે નવા મતવિસ્તારે નક્કી કરવાના રહે છે અને નવાં મતપત્ર તૈયાર કરવાનાં છે. તે બધું કામ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તે પહેલાં થઈ શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે આ હકીકતો માન્ય રાખી છે. જનસંઘે કહ્યું કે ૧૯૬૧ ની વસતિગણતરી પ્રમાણે ચૂંટણી કરે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે બંધારણ મુજબ ૧૯૭૧ ની વસતિગણતરી પ્રમાણે જ ચૂંટણી થાય.
સુપ્રીમ કોર્ટે બે બાબતોમાં અભિપ્રાય આપ્યું નથી. અત્યારે એક ગુજરાતની જ ધારાસભા અસ્તિત્વમાં નથી, પણ જો સારી એવી સંખ્યાની ધારાસભાઓ અથવા લોકસભાનું અસ્તિત્વ ન હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણી થાય કે નહિ તે સંબંધ અભિપ્રાય આપ્યું નથી. સારી સંખ્યા કોને ગણવી તેનું કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. સંજોગે પ્રમાણે તે નક્કી કરવાનું રહે. આજે એવી પરિસ્થિતિ નથી અને કલ્પિત અથવા સંભવિત પરિસ્થિતિ સંબંધે અભિપ્રાય આપવાની જરૂર નથી. તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તેને નિર્ણય કરવાનો રહે. સુપ્રીમ કોર્ટના આ અભિપ્રાય સમજવા રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે તે જોઈએ. બધાં રાજ્યની વિધાનસભાઓ અને સંસદના લોકસભા અને રાજ્યસભાના સભ્યો મળીને ચૂંટણીસભા - ઈલેકટોરલ કૅલેજ - બને છે, જેના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. આ દરેક સભ્યને સરખે મતાધિકાર નથી. કુલ સભ્યોની સંખ્યા અને દેશની કુલ વસતિ અને દરેક રાજ્યની વસતિ લક્ષમાં લઈ, દરેક રાજ્યની વિધાનસભા અને સંસદના સભ્યોના પ્રત્યેક મતને ચોક્કસ આંક આપવામાં આવે છે અને તેવી કુલ મતગણતરી પ્રમાણે ચૂંટણી થાય છે. ૧૯૬૯ની ચૂંટણી ૧૯૬૧ની વસતિગણતરીને આધારે થઈ હતી. આ ચૂંટણી ૧૯૭૧ની વસતિગણતરીને આધારે થશે. વળી ૧૯૬૯ પછી ચાર નવાં રાજ્ય – હિમાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા-અસ્તિત્વમાં આવ્યાં છે. આ બધી હકીકતે લક્ષામાં લઈ ચૂંટણીપંચ ચૂંટણીસભાના દરેક મતને આંક નક્કી કરે છે. આ વખતે, ચૂંટણીસભાના કુલ ૪૪૦૫ સભ્ય છે. તે દરેકના મતને એક લક્ષમાં લઈએ તે કુલ મત ૧૦,૮૨,૮૮૬ થાય છે. તેમાં ગુજરાતના ૧૮૨ સભ્ય (હાલ ૧૭૦ છે) ગણ્યો છે અને દરેકના મતને ૧૪૭ અક આપ્યું છે. એટલે ગુજરાતના કુલ મત ૨૬,૭૫૪ (૧૮૨ * ૧૪૭) થાય છે. સંસદના દરેક સભ્યના (૫૨૧ લોકસભાના અને ૨૩૦ રાજયસભાના) મતને ૭૨ ૧ને અક છે એટલે સંસદના સભ્યોના કુલ મત ૫,૪૧,૪૧૫ થાય છે. તેમાં ગુજરાતના સભ્ય પણ આવી જાય. ઉત્તર પ્રદેશની વિધાનસભાના ૪૨૫ સભ્યો છે અને દરેકના મતને આંક ૨૦૮ છે જેથી તેના કુલ મત ૮૮,૪00 થાય છે.
બંધારણમાં એ પ્રબંધ છે કે ચૂંટણીસભામાં કોઈ જગ્યા ખાલી પડી હોય તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે. આખી વિધાનસભા વિસજિત હોય એવો આ પહેલો પ્રસંગ છે. સુપ્રીમ કોર્ટે એમ ગયું લાગે છે કે કુલ ૧૦,૮૨,૮૮૬ મતેમાં ગુજરાત વિધાનસભાના ૨૬,૭૫૪ મત ન હોય તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેધપાત્ર ફેર પડતો નથી અને ચૂંટણીસભાની એટલી જગ્યાઓ ખાલી છે એમ ગણાય. પણ ધારો કે ૮ વિધાનસભા અથવા લોકસભા વિસજિત હોય તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્ત્વને ફેર પડે અને તેવા સંજોગેમાં ચૂંટણી થાય કે નહિ તે સંબંધે ત્યારે વાજબી રીતે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યું નથી. તેણે મધ્યમ માર્ગ લીધો છે.
બીજી બાબત જેમાં અભિપ્રાય નથી આપ્યો તે એ છે કે ધારે કે સત્તાધારી પક્ષ રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે બદદાનતથી એક અથવા વિશેષ ધારાસભાનું વિસર્જન કરે અથવા એક અથવા વિશેષ ધારાસભા વિસજિત થઈ હોય ત્યાં ઈરાદાપૂર્વક બદદાનતથી, સમય