SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, By south 54 Licence No.: 37 પ્રબુદ્ધ જીવન શુદ્ધ જૈનનું. નવસ...સ્કરણ વર્ષ ૩૬: મ±: ૪ મુંબઇ, જૂન ૧૬, ૧૯૭૪ રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૦, પરદેશ માટે શિલિંગ : ૨૨ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ બિહારના બેહાલ શ્રી જયપ્રકાશ નારાયણે, ઓપરેશન કરાવી પાછા આવ્યા પછી, બિહારના આંદોલનને વેગ આપ્યો છે. પાંચમી જૂને પાંચ લાખ મણસાના શાન્ત સરઘસની આગેવાની લઈ, બે લાખ સહીઓનું નિવેદન, ધારાસભા વિસર્જનની માગણી કરતું, રાજ્યપાલને સુપરત કર્યું. ત્યાર પછી વિરાટ સભામાં આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો. ૭મી તારીખથી ધારાસભાનું પિકેટિંગ કરવું; ૧૨ તારીખ સુધીમાં બધા સભ્યો રાજીનામાં ન આપે તે તેમનાં ઘરોને ઘેરો ઘાલવેા; વિદ્યાર્થીઓએ એક વર્ષ કાલેજ છેાડી આંદોલનમાં જોડાઈ જવું; પેલીસે ઉપરીઅધિકારીના હુકમ માનવો નહિ; પ્રજાએ કરવેરા ભરવા નહિ, કારણ કે સરકાર પ્રજાના વિશ્વાસ ગુમાવી બેઠી છે. સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ આપે એવા કાંઈક કાર્યક્રમ છે. બે દિવસ પહેલાં, ત્રીજી તારીખે, સામ્યવાદી પક્ષે એક લાખ માણસનું સરઘસ કાઢી, ધારાસભા વિસર્જનને! વિરોધ કર્યો. એમ કહેવાય છે કે સરકારે દેહાતામાંથી લાકોને પાંચમી તારીખે આવતા અટકાવવા ટ્રેનો અને બસ રોકી રાખી. પાંચમી તારીખના શાંત સરઘસ ઉપર એક કોંગ્રેસી ધારાસભ્યના ફ્લેટમાંથી ઈન્દિરા બ્રિગેડને નામે ગાળીબાર થયો અને બાર માણસે ઘાયલ થયા. એ ધારાસભ્ય લાપત્તા છે. કોંગ્રેસપ્રમુખે જાહેર કર્યુ કે ઈન્દિરા બ્રિગેડ સાથે કૉંગ્રેસને કોઈ સંબંધ નથી. આ આંદોલનમાં વિરોધ પક્ષો પૂરો સાથ આપશે એવી ગણતરી હતી પણ વિરોધ પક્ષોના ધારાસભ્યોમાં તીવ્ર મતભેદ છે. જનસંઘના કેટલાક ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. બીજાએ રાજીનામાં આપવાનો ઈનકાર કર્યો અને પક્ષમાંથી છૂટા થયા. જનસંઘે તેમને બરતરફ કર્યા. તેવું જ સમાજવાદી પક્ષ અને સંસ્થા કૉંગ્રેસમાં થયું છે. તારકેશ્વરી સિંહાએ રાજીનામાના સખત વિરોધ કર્યો છે. સંસ્થા કોંગ્રેસ પેાતાના સભ્યોને કોઈ આદેશ આપી શકી નથી. શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૭-૫૦ પૈસા સાતમી તારીખે ધારાસભાનું પિકેટિંગ થયું. ૫૩ વ્યકિતઓની ધરપકડ થઈ. આ “સત્યાગ્રહ” ચાલુ રહેશે. બિહાર સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવા પૂરી તૈયાર છે. કૉંગ્રેસમાં વિખવાદ હતા તે હાલપૂરતા શમાવી દીધા છે અને અબ્દુલ ગજ્જુર મુખ્ય મંત્રીપદે ચાલુ રહે છે. હવે શું? શ્રી જયપ્રકાશના શે! ઈરાદો છે? શું પરિણામ લાવવા તે ઈચ્છે છે? શું પરિણામ આવશે? શ્રી જયપ્રકાશ પ્રત્યે જેમને આદર છે તેવાઓ પણ તેમની આ પ્રવૃત્તિ પ્રત્યે પૂરા સાશંક છે અને તેની ઉપયોગિતા કે અસરકારક પરિણામ વિષે વિશ્વાસ નથી. વિનોબાજીએ હવે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે આ પગલાં ભૂલભરેલાં છે અને હાનિકારક છે. ગુજરાત અને બિહારની પરિસ્થિતિમાં બહુ ફેર છે. ગુજરાતમાં અને દેશમાં આવું આંદોલન પહેલું હતું. યુવકશકિતને આવિર્ભાવ આટલા વ્યાપક પ્રમાણમાં પ્રથમ હતા. પ્રજાનો પૂરો સાથ હતો. કાગ્રેસમાં ફાટફૂટ જબરી હતી. ચીમનભાઈ પટેલ પ્રત્યેને રોષ ઊંડા હતા. ઉત્તર પ્રદેશની ચૂંટણી માથે હતી અને કેન્દ્ર ચિન્તામાં હતું અને જોખમ ખેડવા તૈયાર ન હતું. રવિશંકર મહારાજ જેવાને સાથ હતા. બિહારમાં જયપ્રકાશને પ્રભાવ છે છતાં વિરોધ પણ છે. સામ્યવાદી પક્ષના વિરોધ છે અને અન્ય વિરોધ પક્ષો આંદોલન માટે ઉત્સાહી નથી. વિરોધ પક્ષના ધારાસભ્યો પણ રાજીનામાં આપવા તૈયાર નથી. આમજનતાને કદાચ જયપ્રકાશ પ્રત્યે આકર્ષણ રહેશે અને કેટલેાક વખત આંદોલન ચાલશે, કાંઈક વિકટ પરિસ્થિતિ પણ ઊભી થાય. પણ ગુજરાતના અનુભવે બુદ્ધિશાળી વર્ગની આંખ ઉઘાડી નાખી છે. ગુજરાતના આંદોલનનું કાંઈ જ પરિણામ આવ્યું નથી એટલું જ નહિ પણ વધારે વિષમ પરિસ્થિતિ પેદા થઈ છે. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી, નફાખોરી વગેરે અનિષ્ટોને કાંઈ અસર થઈ નથી. વિદ્યાર્થીઓમાં ઊંડી નિરાશા જાગી છે. નવનિર્માણ સમિતિ લગભગ વિજિત થઈ છે. ગુજરાતના અનુભવ પછી બિહારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વધારે તૈયાર છે. રેલવે હડતાળના સફળતાથી સામનો કર્યા પછી અને વિસ્ફોટ કરીને, ઈન્દિરા ગાંધી વધારે દઢતાથી અને વિશ્વાસથી બિહારના આંદોલનને સામનો કરવાની સ્થિતિમાં છે. પણ સૌથી સબળ કારણ બીજું છે. હવે લોકો પૂછે છે કે જયપ્રકાશ પાસે કાર્યક્રમ શે! છે? મંત્રીમંડળ અને ધારાસભા વિસર્જન કરાવ્યા પછી શું? જયપ્રકાશ કોઈ કાર્યક્રમ બતાવી શકયા નથી. તેમની પારહિત લેાકશાહીની હવાઈ વાતમાં કોઈને વિશ્વાસ નથી. જયપ્રકાશ કહે છે કે તેએ નૈતિક ક્રાંતિ કરવા ઈચ્છે છે. એક રાજકીય પક્ષને હટાવી બીજાને સ્થાપવામાં તેમને રસ નથી. તેમના કહેવા પ્રમાણે, એ તો ભૂત મરે અને પલિત જાગે એવું થાય. પેાતે આગેવાની અથવા જવાબદારી લેવા તૈયાર નથી. રાજકારણ ખેલવું છે, પણ રાજકારણમાં દાખલ થવું નથી. તેમણે ઘણી વાતો કરી છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા છે, શિક્ષણપદ્ધતિ પાયામાંથી બદલવી છે, ચૂંટણીપતિમાં ધરમૂળથી ફેરફાર કરવા છે. એવી કાંઈક માટી માટી વાતો કરી છે. કોઈના પાયે નથી. અંતે, મંત્રીમંડળ હટાવવું અને ધારાસભા વિસર્જન કરાવવી ત્યાં અટકી પડે છે. ગુજરાતમાં તે થયું. તે પછી ત્યાં રહી, નવસર્જન કરવું જોઈતું હતું. તે કાંઈ જ ન કર્યું ' અને બિહારમાં શરૂ કર્યું. ફરીફરીને જયપ્રકાશ કહે છે કે તેમનું શરીર ભાંગી ગયું છે. તે માર્ગદર્શન આપી શકે તેમ નથી, આગેવાની લઈ શકે તેમ નથી. તમે પોતે કાર્યક્રમ ઘડો અને તમારા પોતાના આગેવાન થાવ એમ કહે છે. પોતે ભડકો કરી આપશે. પછી બીજાએ બધું કરવાનું. કોઈ પ્રજાકીય આંદોલન આવી રીતે સફળ થાય
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy