________________
૩૦
પ્રબુદ્ધ જીવન
- તા. ૧-૬-૭૪
ભ્રષ્ટતાથી ભરેલી, અનૈતિક, ઉદ્યોગ - વેપારને ઢાંચે પગથી તે માથા સુધી શેષણમૂલક, નફેખર. અને અહીં તમે એવા જ લોકોના કણસાદને કારણે ઈંદિરાને ઉથલાવી કઈ ચરણ - બીજને મોકો આપનારા આંદોલનનું તાંડવ મચાવી બેઠા છે !
તમે કહો છો કે તમારે બાહ્ય પરિવર્તન નથી જોઈતું, કેવળ સરકારે નથી ઉથલાવવી. પરંતુ તમે જે કરી રહ્યા છે તેનાથી તે સરકારો ઉથલાવવા સિવાય બીજું થઈ પણ શું શકે તેમ છે? કોણ છે આ વિદ્યાર્થીએ? વેપારી, મેટા ખેડૂત, ધંધાદારીએ, અમલદારોના બેટા- બેટી. હા, જુવાન છે, આદર્શવાદ હજી એમના દિલમાં સૂકાઈ નથી ગયે. પરંતુ તેઓ નફાખોરીની જ બુનિયાદ પર ઊભેલા વેપાર-ઉદ્યોગ અને કાળા બજારને નાબૂદ કરવા આવા જ ઉત્સાહથી આટલી સંખ્યામાં તમારી સાથે થશે કે? સમૂળી ક્રાંતિના તમે અમારા ઝાંડાધારી હતા, હવે આ કઈ પાયા વિનાની ક્રાંતિના નેતા તમે બની રહ્યા છે?
તમારે ખ્યાલ કદાચ એ હશે કે તમે એક સાંસ્કૃતિક કાંતિથી આરંભ કરીને પછી તેને આર્થિક ક્રાંતિમાં વાળી દેશે. માકર્સને છોડો, પણ ગાંધી - વિનેબામાં આને આધાર કયાંય જે છે તમે? અને આ જો તમારું પોતાનું મૌલિક દર્શન હોય, તે કયારેય સાંગેપાંગ સમજાવે છે તમે? ગાંધીએ સાંસ્કૃતિક ક્રાંતિ અવશ્ય કરી, પરંતુ એમના આંદોલનનું કલેવર હતું, સ્પષ્ટપણે આથિકરાજકીય. અંગ્રેજી રાજ શોષણ કરે છે, ખાદી - ગ્રામોદ્યોગ મારફત શોષણને પાયો ખતમ કરે, સામ્રાજ્ય આખું બેસી પડશે, એ જ હતુંને એમનું આહવાન ? શું તમારું આહવાન એ ન હોઈ શકે કે હે સાધન - સંપત્તિવાન લોકો! જમીને ગરીબ કિસાનો અને ખેતમજરે માટે છોડી દે ! વેપારઉદ્યોગમાં મને અને ગ્રાહક જનતાને કાયદેસર ભાગીદાર બનાવે ! ચૂંટાયેલા પ્રતિનિધિને મતદારો પ્રત્યે નિયમિત રીતે ઉતરદાયી બનાવે!” તે આપોઆપ જ ભ્રષ્ટાચાર સમાજમાંથી નાબૂદ થઈ જશે, સરકારેની સત્તાધારીઓની હિંમત નહીં રહે ભ્રષ્ટાચરણ કરવાની.
મારું એમ માનવું છે કે આજની સરખામણીમાં બહુ ઓછા લેકે કદાચ એકદમ તમારા આવા હુવાન પર આગળ આવશે. પરંતુ જે આવશે તે સાચા અર્થમાં ક્રાંતિકારી હશે. ૭૫ ટકા ખેડૂત અને લાખો મજૂરો સુધી તમારો અવાજ પહોંચશે. હા, ક્રાંતિ કદાચ ૧૯૭૪ કે ૧૯૭૫ માં નહીં થાય, પરંતુ તમને યશ મળશે, આવનારી ક્રાંતિનું બીજારોપણ કરવાને.
આ પ્રક્રિયામાં ઈંદિરાજી સાથ આપતી હોય તો આપે. ન. આપે તો બેઠી રહે. વિરોધ કરતી હોય તો એની સાથે ય મુકાબલો થઈ જાય. મુકાબલા અને સંઘર્ષ સામે મારો વિરોધ નથી. ઈંદિરાજી રહે કે જાય તે વિશે ય મને કોઈ હરખ - શક નથી, મારું નમ્ર અથવા કહો કે અનમ્ર નિવેદન એટલું જ છે કે તમે કરતા હો તે સમૂળી ક્રાંતિનું આહવાન કરો, ભ્રષ્ટાચારના વિષવૃક્ષનાં ડાળોપાંખડા તેડવામાં તે શી કાંતિ છે! પ્રહાર જ કરવું હોય તો મૂળ ઉપર જ કાં ન કરવું? વિનોબાજી કહી શકે છે: ‘ખંડન નહીં, મંડન જ મંડન. અવિરોધને સર્વે ધામ - કોઈને યે વિરોધ કર્યા વિના કાંતિ કરો.' પરંતુ તમે ગુણમાં પડેલા આ દેશમાં મૂળમાં પડેલા વિષને વિરોધ કરવા જેટલો રજોગુણ જો તમે તીવ્ર સંઘર્ષ છોડીને પેદા કરી આપે, તો હું તમને વિનાબાજી કરતાં યે વધારે સમયાનુરૂપ ક્રાંતિકારી માનવા તૈયાર છું. સગુણી વિનોબા તો સમય - નિરપેક્ષ જ છે. - તમારા બેની વચ્ચે ફૂટ પાડનારી વાત આ નથી. ઇંદિરાજીએ પણ ફૂટ પાડવા માગી એવું તમારું કથન પણ બરાબર નહોતું. પ્રબુદ્ધ જીવન ના સંપાદકે જેમ લખ્યું છે, કે તમારી બેઉની વચ્ચે અત્યારે અદિાલન કરવા બાબત મત - ભિન્નતા છે જ. પરંતુ સૂક્ષ્મપ્રવેશી અનારંભી વિનાબા મૌન રહેશે, તમારો પ્રગટ વિરોધ નહીં કરે. તેના પરથી તમારા બેઉના અભિગમ (એપ્રોચ) માં જે મૂળભૂત ભેદ છે, તે થોડે જ સમાપ્ત થઈ જવાનું છે? ભેદ ભલે રહે પદ્ધતિમાં, રીતિમાં. તમે યોદ્ધા છે, એટલે લડશો જ. વિનોબા ઋષિ છે, એટલે દર્શન કેવળ સમજાવી દઈને ખાશ થઈ જશે.
પરંતુ કાંતિ તે બેઉને એક જ જોઈએ છે ને? અને ઈંદિરાજીને પણ જમીનદારી અને મૂડીવાદ થેડા જ જોઈએ છે? અને રાજ્ય
પૂંજીવાદની પણ એણે થેડી જ પ્રતિજ્ઞા લીધી છે? તો શા માટે એક રાષ્ટ્રીય આંદોલન બેલ્ટે સંઘર્ષ ન છોડી દેવામાં આવે? ભ્રષ્ટાચારના મા-બાપ જેવા કાળાં નાણાંને, રૂશ્વતખારીને, નફાખોરી અને સંઘરાખેરીને ઉઘાડા પાડવામાં આવે અને જમીને વહેંચવામાં આવે, ખાનગી - સરકારી મિલ - કારખાનાંઓ ઉપર મજૂરોની અને ગામની પંચાયતોને કબજો કરવામાં આવે. બાપુએ ક્રાંતિનું આવું દર્શન • કર્યું હતું. તમે પણ એ જ ઈચ્છો છો ને?”
આગામી સર્વોદય સંમેલન કલકત્તાને બદલે સેવાગ્રામમાં કરાવશે? બેલા ઈંદિરાજીને પણ અને બીજા નેતાઓને પણ, અને વિનોબાજી સાથે મળીને તમે એક મૂળગામી કાંતિનું આહવાન આપે દેશને. ત્યારે હું હાર કબૂલીશ, તમારાં ગાણાં ગાઈશ. દુનિયા માનશે કે જ્યપ્રકાશે જે આશા આપેલી તેવું કાંઈક કરીને બતાવ્યું. ત્યાં સુધી કૃપા કરીને છોડો આ નાની નાની છોકરા - છોકરીની લડાઈઓ!
ક્ષમા શી માગું? જે પ્રેમ અને આદર હૃદયમાં વરસેથી અનુભવતો આવ્યો છું, તેને જો તમે માન્યો હોય, ત્યારે તો આ શબ્દોમાં અને વાતમાં ક્ષમા માગવા જેવું છે જ શું? અને જો ન માન્ય હોય, પછી અક્ષમ્યને માટે ક્ષમા - પ્રાર્થના કરવી વ્યર્થ ચેષ્ટા માત્ર જ બની રહેશે.
તમારે
પ્રબોધ ચેકસી સંઘ સમાચાર શ્રી મુંબઈ જન યુવક સંધ
--વાર્ષિક સભા* શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જન માસની ૧૫ મી તારીખ શનિવારે સાંજના સાડા પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે. જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે.
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ, મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબને મંજૂરી આપવી.
(૨) નવા વર્ષનાં અંદાજપત્ર મંજૂર કરવાં
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી.
(૪) સંઘના તથા વાચનાલય અને પુસ્તકાલયના એડિટરની નિમણૂંક કરવી. તે ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે, ઉપર જણાવેલ સંઘને વૃત્તાંત અંદાના તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબે તેમ જ ચેપડાએ, સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સોમવારથી શનિવાર સુધીના દિવસમાં બપોરના ૨ થી ૫ વાગ્યા સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતી છે.
ચિતન યાત્રા સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાનાં આજસુધીના પ્રગટઅપ્રગટ લખાણમાંથી સંકલન કરેલા લેખેનું પુસ્તક “ચિત્તને યાત્રા” હવે છપાઈને તૈયાર થઈ ગયું છે અને આગામી જૂન માસની ૧૮ મી તારીખે પ્રિન્સિપાલ શ્રી અમૃતલાલ યાજ્ઞિકના શુભહસ્તે તે પુસ્તકનું ઉદ્ઘાટન, સંઘનું કાર્યાલય, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સાંજના છ વાગે કરવાનું આયોજન કરેલ છે. આ પ્રસંગે સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા વિનંતી છે.
સભા સ્થળ : સંઘનું કાર્યાલય : ૩૮૫, સરદાર વી. પી.રોડ, વનિતા વિશ્રામ, સામે, મુંબઈ -૪.
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ મંત્રીએ મુંબઈ જૈન યુવક સંઘ,