SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૭૪ પ્રબુદ્ધ જીવન કે વાત વિચારની ....... વિચાર એ કઈ વસ્તુ નથી - કારણકે એ અદશ્ય છે. મારા મતાનુસાર, જે અદશ્ય છે, છતાં આચારમાં વિદ્યમાન છે એ દેવ- તુલ્ય છે. વિચારો દેવતુલ્ય છે; પણ એ કયા વિચારે એ સમજવું પડશે ! વિચારે એ માણસના જીવનની બહુમૂલ્ય મૂડી છે: કોઈ માણસ એને વેડફી નાખે છે, ને કોઈ વિચારોને મૂલ્યવાન સમજી, બીજાને પ્રેરણારૂપ બનાવે એવી રીતે સાચવે પણ છે. વિચાર એ વાયુ છે, એટલે એને બંધનયુકત કરવા અતિ મુશ્કેલ છે. ડાહ્યાઓ વિચારોને વશ રાખે છે અને જે ડાહ્યા નથી છતાં મૂર્ખ કે ગાંડા નથી - ઉત્સાહી છે, એ વિચારોને વશ છે. બાહ્યથી માણસ રૂપાળો ન હોય તે કાંઈ બહુ જરૂરની વાત નથી - પણ વિચારથી માણસ સુંદર હોય તો એનું રૂપ દિશાઓને આંજી શકે છે! જગતગુરુ શંકરાચાર્ય, ભગવાન મહાવીર, તથાગત બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, ગાંધીજી વગેરેના વિચારો આજે એમના અસ્તિત્વ જેટલા જ વિદ્યમાન છે. વિચારમાં ભેદ ઘણીવાર સર્જાતા હોય છે. માનસશાસ્ત્રની દષ્ટિએ નિકટના સ્ત્રી પુરુષ (પતિ - પત્ની) વચ્ચે સંબંધોના ઉદયકાળે વિચારોને ઘેરો સમન્વય રહે છે; કાળઉમે વિચારમાં ભેદ સજા તે જાય છે. આ વિચારોને વિનિપાત છે, પણ પરસ્પરના ભાવમૂલ્યાંકન કર્યા વગર વિચારનું જીવન એ સુખી સંસાર છે. | વિચારોને પણ જીવન છે: વિચારે યવનમાં વધુ પડતે તરફડાટ અનુભવે છે - આ કાળના વિચારો ગરજતા વાદળને પણ ગણકારતા નથી, પણ એ વિચારે ઠોકરો ખાઈને ચેડા પીઢ બને છે, વિચારમાં સજાગતા આવતી જાય છે – વિચારે વૃદ્ધ બને છે, ત્યારે જ એને સારું જીવન મળે છે. વૃદ્ધાવસ્થા એ વિચારે સ્થિતપ્રજ્ઞ ને સુંદર જીવન છે. વિચારોને વાણી સાથે નિકટ સંબંધ છે. વાણી વગર પણ વિચારોને ગતિ સાંપડે છે. વહાણ પાણીમાં જ ચાલી શકે તેમ વિચારવાણીદ્રારા જ ચાલે છે એવું નથી, વિચારેની ગતિ અન્ય અંગેદ્વારા પણ વ્યકત થઈ શકે છે. આંખથી, હાથથી, આંગળીએથી, માં પરના ભાવથી. પણ સાવ મૂંગા અને પ્રજ્ઞાચક્ષુએના વિચારોની ગતિ વાચાળ કરતાં જુદી છે, પણ ભાવતત્વ એક છે. માણસ મરે છે, પણ એના વિચારે મરતા નથી. પિતા કે માતા એના સંતાનને હંમેશા એના વિચારને વારસે આપતા જાય છે - બેશક, એ વિચારોમાં મહદ્ અંશે નહીં તો થોડે અંશે સમયાનુલક્ષી પરિવર્તન આવે છે, પણ વિચારને અંતગર્ત ભાવ છે એ કદી પલટાતું નથી. સ્વપ્નવત વિચારો એ માણસને આભાસના જગતમાં મંત્રમુગ્ધ કરી દે છે - આ આભાસ માણસને અગમ્ય ભાવાવેશમાં ખેંચી જાય છે. માણસ પણ અગમ્યમય બનીને, પોતાની જાતથી જુદો થઈને, કેઈ નવી અવસ્થા ભેગવે છે. બેશક, માણસ માટે ઘણી વખત આ ઉત્તમ કાળ પુરવાર થાય છે, પણ માણસની આ અવસ્થાને વિચારે વધુ કાળ ચિરંજીવ રહેવા દેતા નથી. વિચારે માણસને ભગ્નાવસ્થામાં પણ દેરી જાય છે: અહીં આભાસને સ્થાન નથી. બહુ જ સચેતકાળમાં ભગ્નાવસ્થા ભગવે છે - પણ આ અવસ્થા માણસ માટે ઘણા કપરો કાળ છે. માણસને વલેપાત તરફ પણ વિચારો જ દેરી જાય છે. વલેપાત એ માણસ માટે અતિ ખરાબ અવસ્થા છે. વિચારોને મારીનાખવાની માંનવીમાં નૈતિક શકિત હોય તે આ અવસ્થા હળવી અનિવાર્ય છે. માણસે વિચારોને વશ થાય છેઆ બધી સુખદુ:ખની અવસ્થા અનિવાર્યપણે જીવનને વેદનાની ગર્તામાં ધકેલી દે છે! “મને ખૂબ વિચારો આવે છે.” એવું કહીને વિચારોને વશ થવા કરતાં, એ ગતિમય વિચારેને મનના કોઈ અગમ્ય ઊંડાણમાં દાટી દેવા જેટલું ધૈર્યવાન બનવા વિચારો કરવા જરૂરી નથી ! વિચરોને મારવા માટે નૈતિક શકિતનું અસીમ સામર્થ્ય હોવું જોઈએ. વિચારેમાંય ભેદ છે : મનની ગતિ સાથે વિચારોને સગપણ છે અને આત્મા સાથે વિચારોને આધ્યાત્મિક ભાવ છે. ઘણી વખત વિચારો માણસના લક્ષણનું પિત ખુલ્લું કરી દે છે, તે ઘણી વખત માણસ વિચારથી વધુ સ્પષ્ટ – નિખાલસ અને નિર્દોષ પુરવાર થાય છે. ઘણા માણસો બીજ ઉપર પિતાની છાપ ઊભી કરવા, નિષ્ઠાહીન વિચારેને વ્યાપાર કરે છે, પરંતુ એ માત્ર વ્યકિતત્વનું પ્રદર્શન કરવાને તલસાટ છે. સર્જકે વિચારના સંનિષ્ઠ વિતરક છે: અંતરના સમદરને વલોવી વલોવીને “વિચાર” નામનું અમૃત સર્જનાર સર્જક, વિચારોને >ણી પણ છે. વિચારો જેટલા વાણીના ઘોતક છે, એટલી જ રીતે વાણી વિચારોની ઘાતક નથી, કારણ કે મંગાએ વિચારી શકે છે, વદી શકતા નથી. કયાંય પણ ભાવાત્મક એકતા સર્જવા માટે વિચારેનું ચણતર ઘણુ અગત્યનું છે. વિચારો બંધનમુકત હોય છે. એ ચારે દિશાએામાં, આકાશમાં, સર્વ જગ્યાએ વિચરી શકે છે. માણસ જ્યારે વિચારોના વર્તુળમાં અટવાઈ જાય છે, ત્યારે વિચારો જ એની જિંદગી બની જાય છે: આ શૂન્યમનસ્ક દશામાં માણસ વિચારલક્ષી બની જતો હોય છે. વિચારોનું આવાગમન માણસના જીવનની એક અગત્યની ભૂમિકા સજે છે. આ ભૂમિકા માણસના જીવનને ઘડે છે. વધુ વિચારો એમ માણસનું જીવન વધુ ગતિમય - અહીં ખરાબ વિચારો અપવાદ છે. માણસ વિચારના શૂન્યાવકાશમાં ભમતું હોય છે ત્યારે એના અસ્તિત્વનું એને ભાન રહેતું નથી ... ગંભીર વિચારની અવસ્થા એ માણસના જીવનની સ્થિતપ્રજ્ઞ દશી કહી શકાય ખરી, પણ એ વિષય - વસ્તુ પર અવલંબે છે. વિચારની કોઈ પૂર્વભૂમિકા હોતી નથી, કારણકે માણસ વિચારોને સર્જક છે, પણ જ્યારે વિચારે પરિપકવ બની જાય છે, ત્યારે વિચારો જ માણસના સર્જક બની જાય છે. વિચારોનું સામર્થ્ય પ્રબળ હોય છે, માણસમાત્ર આ સામર્થ્યને સ્વીકારવું પડે છે. – ગુણવંત ભટ્ટ રીટાયર્ડ મોં ફાડીને ઊભે રહે છે આખો દિવસ સવારની છાપાની કંઠસ્થ થઈ ગઈ લાખે લીટીએ. “Engagement ” કલમમાંથી શોધી શકું એકાદ પ્રવૃત્તિતો કદાચ કલાક એક પસાર થાય! નેતરની ખુરશી પર બેઠાં બેઠાં જ આવી જાય પ્રલંબ નિદ્રા, રેડિયો પર નાટક, ‘વિવિધ ભારતી' ની એકવિધતા, સ્વીચ ઓફ, સ્વીચ ઓન ... દરિયા કાંઠે-સાંજે- સાગરની સામે જ અહીન ‘ગોસીપ” તડકે બેસી બેસી સ્વપ્નાંઓનાં પણ ઊડી ગયા છે રંગ. સેમ, મંગળ, શનિ, રવિ અઠવાડિયાના કેટલા દિવસ?– કોઈ માનીતે નહીં, કોઈ અણમાનીતે નહીં ... –વિપિન પરીખ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy