________________
પ્રબ જીવન
ને ભારત : છઠ્ઠી અણુ-તાકાત : વૈજ્ઞાનિક સમૃદ્ધિથી શાભતી ગરીબી
ચાવીસ વર્ષ પહેલાં ભાવનગર નજીક સણાસર ગામે એક સર્વોદય સંમેલન ભરાયું હતું. રાજેન્દ્રબાબુ અને વિનોબા ભાવે જેવા ગાંધીવાદી અને સર્વોદયી નેતાઓએ આ સંમેલનમાં હાજરી આપી હતી. વિદેશના ઘણા મહેમાના શાંતિના ફરિસ્તા જેવા વિનોબા ભાવેને સાંભળવા ને જોવા આવ્યા હતા. ત્યારે આપણે લશ્કરી તાકાત વધારવા કોશિષ કરતા હતા અને કલકત્તાના એક કારખાનામાં બંદુક પણ બનાવવાની યોજના ઘડતા હતા. અમેરિકા અને રશિયાના ભયાનક અણુશસ્રો સામે આપણી આ રાંક કક્ષાની સશસ્ત્રસજજતા અંગે વિનોબાએ મજાક કરી હતી. “અમેરિકાના અણુશસ્ત્રો સામે આપણાં શસ્રો તે રમકડાં જેવા લાગે છે, આપણે શસ્રો બનાવવાની શેખી ન કરવી જોઈએ.” તેવા મતલબનું વિનોબાજી બાલ્યા હતા. આજે ચાવીસ વર્ષ પછી આપણે ૧૮ મી મેના રોજ અ ુવિસ્ફોટ કર્યો ત્યારે વિનોબાજીની પ્રતિક્રિયા આ લખાય છે ત્યારે જાણવા મળી નથી પણ સર્વત્ર આનંદની લાગણી જોવા મળે છે. જમાના પલટાઈ જાય અને યોગાની ભીંસમાં માનવી ભીંસાઈ
જાય ત્યારે તે માનવીનું માનસ બદલાઈ જાય છે, પરંતુ સંયાગાના શિકાર બનેલા સમગ્ર દેશનું માનસ પણ કેટલું બદલાઈ જાય છે તે આણુ - વિસ્ફોટ પછીની તમામ લોકોની એકસરખી હુલસીત પ્રતિક્રિયા ઉપરથી જણાઈ આવે છે.
આપણે યંત્રયુગમાં લપેટાઈ ગયા અને હવે આણુયુગ અને અવકાશયુગમાં પણ માથાબોળ થવ! લાગ્યા છીએ, એટલે તેમાંથી નીકળવાની વાત તે હવે કોઈ કરી જ શકે નહિ. અણુ વિસ્ફોટને બીજે જ દિવસે એક નિવૃત લશ્કરી અધિકારીએ સલાહ આપેલી કે ભાકતે હવે ઈન્ટરકોટીનેટલ બૅલીસ્ટીક મિઝાઈલ્સ બનાવવાની દિશામાં આગળ વધવું જોઈએ. અણુવિસ્ફોટ કર્યા પછી આપણે ઠોકી ઠોકીને કહેવું પડયું છે કે, “અણુશકિતને શાંતિમય ઉપયોગ કરવામાં જ ભારત માને છે.”
લ, ૧-૬-૭૪
ફળીયામાં મીઠો લીમડો વાવ્યો હોય પછી ઊગીને વિપુલ પ્રમાણમાં લીલાં પાંદડાં આપવા લાગે ત્યારે તેના ઉપયોગ કરવા માટે કઢી બનાવવી પડે તેવા ઘાટ થયા છે. અણુકિતના શરૂના વિકાસ પછી આપણને પ્લુટોનિયમ મળ્યું ત્યારે એ પ્લુટોનિયમ દ્વારા અણુવિસ્ફોટનું એક ઓજાર બનાવવાની આપણને માનસિક ફરજ પડી છે. અમેરિકાએ વિનાશક રીતે અણુશકિતને જાપાન ઉપર અખતરો કર્યો તે પહેલાં જ ભારતમાં શ્રી હામી ભાભાએ અણુશકિતના વિકાસ માટે પંડિત નહેરુ ના મગજમાં વિચાર - બીજ રોપી દીધું હતું. એ પછી અમેરિકાએ લગભગ એંગસ્ટ ૧૯૪૬ માં અણુશકિત પંચ રચ્યું અને આપણે ત્રણ વર્ષ પછી આણુશકિત પંચ રચ્યું. ભારતે અણુશકિત પંચ રચ્યું ત્યારે પણ અમેરિકાના અખબારોએ આપણી મજાક ઉડાવી હતી. પરંતુ મઝાની વાત એ હતી કે ત્યારે આપણે અણુબાંબ બનાવવાની ક્ષમતાને આંબી જઈશું તેવા ખ્યાલ સપનામાંય અમેરિકાના લોકોને કે ભારતના લોકોને નહોતા. તે સમયે તે। આણુશકિતના શાંતિમય ઉપયોગમાં વિજળીની પેદાશ કરવાને એક માત્ર કીમિયો નજરે ચઢયા હતે!. અમેરિકા અને રશિયાએ થેાડાક અણુ - વિજળી પ્લાંટ નાંખ્યા હતા. કેટલાક અણુવિજળી પ્લાંટામાં ધુમાડા થયા અને નિષ્ફળ ગયા હતા. ત્યારે વિશ્વભરના ૧૮ થી ૨૦ દેશમાં અણુદ્વારા વિજળી પેદા થાય છે. છતાંય આ અણુવિજળી પ્લાંટો પૂર્ણકુશળતાથી કામ કરતા નથી. હજી એક મહિના પહેલાં રશિયાના ‘ફાસ્ટ બ્રિડર રિએકટર’માં ધડાકો થયો હતો અને કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા પ્લાંટ ભસ્મ થઈ ગયા હતા,
ભારતે ગૌરવ લેવા જેવું છે કે અણુશકિતના વિકાસમાં આપણે બહુ જાનહાનિ ભગવી નથી. આપણી નાણા`ચ એક દષ્ટિએ ઉપકારક નીવડી છે અને તેથી આપણે અણુશકિતના વિકાસમાં દસ વર્ષ પહેલાં માત્ર રૂા. ૯ કરોડ ખર્ચતા હતા તેને બદલે હવે રૂા. ૪૫ કરોડ પૃર્ચીએ છીએ છતાં પણ આપણા અણુવિજ્ઞાની ખરેખર ચીંથરે હાલ હાલતમાં પણ આપણને ઓછા ખર્ચે વિજ્ઞાનના ઉત્તમ પરિણામે। આપતા આવ્યા છે. અમેરિકા જે દર વર્ષે અણુશકિતના વિકાસ ઉપર રૂા. ૩૨૦ અબજ ખર્ચે છે તેની સરખામણીમાં આ ખર્ચ તો સાવ ટીપા જેવા લાગે છે. પણ આપણા મર્યાદિત સાધન વડે તારાપુર ખાતે જે અણુ - વિજળી મથક સ્થાપ્યું તેમાં વારંવાર ખોટકા આવ્યા કરે જ છે. છતાં સરખામણીએ બીજા દેશ કરતાં આપણે અણુશકિતના વિકાસમાં ખૂબ જ સાવધાનીથી વર્તીએ છીએ અને તેને કારણે આપણી સફળતા બીજાને આંજી નાંખે તેવી છે.
ટૂમ્બે ખાતે ૧૯૬૭માં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સ્થપાયું, અત્યારે ત્યાં કુલ ૧૦,૨૭૬ કર્મચારીઓ કામ કરે છે, તેમાં ૨,૫૬૦ વિજ્ઞાનીઓ અને ૪,૪૮૬ જેટલા ટેકનિશ્યના કામ કરે છે. અમેરિકાના વિકાસના ખર્ચના ભાણામાંથી જેટલા એઠવાડ જતા હશે તેટલા ખર્ચથી આપણું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ચાલે છે! તે સેન્ટરના પ્લુટોનિયમ પ્રોસેસીંગ પ્લાંટમાં આપણે જે પ્લુટોનિયમ બનાવી કાઢયું હતું તે પ્લુટોનિયમ ૧૮મી મેના આØવિસ્ફોટમાં વાપરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં રાણા પ્રતાપ સાગર ખાતે અને મદ્રાસમાં કલપક્કમ ખાતે જે અણુવિજળી મથકો સ્થપાશે તેમાં બળતણરૂપે આપણે યુરેનિયમ વાપરીશું, તેમાંથી જ આપણને આડપેદાશ રૂપે પ્લુટ
નિયમ મળી રહેશે.
આપણે અણુવિજ્ઞાનના ક્ષેત્રે કેટલા ઊંડા પાણીમાં ઉતરી ગયા છીએ અને તેમાં કેટલી પ્રગતિ કરી છે તેનો ખ્યાલ હજી સામાન્ય જનતાને આવ્યો નથી, અહીં તેની નામાવલી જોવી પડશે :
કલપક્કમ ખાતે રિએકટર રિચર્સ સેન્ટર સ્થપાયું છે તે દુનિયામાં અતિ પ્રતિષ્ઠિત સ્થાન ભાગવે છે. ફાસ્ટ બ્રિડર રિએકટર્સમાં એવી વ્યવસ્થા હાય છે કે જેણૢઈંધણ આપણે વિજળી બનાવવામાં વાપરીએ તેટલું જ ઈંધણ આપણને પ્લુટોનિયમ રૂપે પાછું મળે છે.
ગૌરીલિદાનુર (બેંગ્લા નજીક) ખાતે એક સેસ્મીક સ્ટેશન સ્થપાયું છે. ત્યાંથી ૧૦,૦૦૦ કીલેામીટર દૂરની તમામ ભૂગર્ભની હિલચાલ કોમ્પ્યુટર મંત્રા દ્વારા આપણને જાણવા મળે છે. ચીને એક વર્ષ પહેલાં અણુવિસ્ફોટ કરેલા તેની જાણ આપણને આ સેસ્મીક સ્ટેશન દ્વારા થઈ હતી.
પંજાબ, કોટા, વડોદરા, તુતીકોરીન, તાલચેર અને હૈદરાબાદમાં આપણે આણુવિજળી મથકોમાં જોઈતા હેવી વેટરના પ્લાંટ નાંખ્યા છે. હૈદરાબાદ ખાતે ઝીરકોનિયમ એકસાઈડ પ્લાંટ, ઝીરકોનિયમ સ્પોન્જ પ્લાંટ, ઝીરકાલેય ફેબ્રિકેશન પ્લાંટ, યુરેનિયમ ઑક્સાઈડ પ્લાંટ, સીમીક ફ્યુએલ ફેબ્રીકેશન પ્લાંટ, એનરીસ્ટ યુરેનિયમ ઑક્સાઈડ પ્લાંટ, એનરીસ્ડ ફ્યુઅલ ફેબ્રિકેશન પ્લાંટ અને સ્પેશ્યલ મટીરીયલ પ્લાંટ સ્થપાઈ રહ્યા છે.
તારાપુર ખાતે “પાવર રિએકટર ફ્યુઅલ પ્રોસેસિંગ પ્લાંટ” તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાંટમાં તારાપુર અણુવિજળી મથક અને રાણા પ્રતાપ અણુ -રીએકટરમાંથી મળેલા ઈંધણોનું પ્રોસેસિંગ (શુદ્ધિકરણ) કરાશે. જાપાન, ઈટાલી, કેનેડા, જર્મની, સ્પેન અને સ્વીટઝટલેન્ડ જેવા આગળપડતા દેશેાને તેમના અણુ - રિએકટરોમાંથી જે ઈંધણ પ્રાપ્ત થાય છે તેનું પ્રોસેસિંગ કરવા માટે બ્રિટન ખાતે મેકલવું પડે છે. એ પ્રાસેસિંગ પછી જે પ્લુટોનિયમ મળે તેની માલિકી મોટે ભાગે બ્રિટનની જ રહે છે. જ્યારે આપણે આ પ્રકારના પ્રાસે