________________
તા. ૧-૬-૭૪
પ્રબુદ્ધ જીવન
જવાબ. તેમાં કોઈ દંભ કરવાની જરૂર નથી. આપણે લશ્કર છે, પોલીસ, છે, બધી દંડશકિત છે. બીજી વાત. આજની દુનિયામાં કોઈના એશિયાળા રહેવું ન હોય તો લશ્કરી દષ્ટિએ શકિતશાળી રહ્યા વિના છૂટકો નથી. આપણા જેવો દેશ પરાવલંબી ન જ રહી થકે. તેની મર્યાદા બાંધવી પડે. સમય પ્રમાણે કરવું પડે. કયાં જઈ અટકશું? અટકી શકાશે? ધારાસભા વિસર્જન અને રાષ્ટ્રપતિની ચૂંટણી :
આપણા બંધારણ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી પાંચ વર્ષ પૂરા થાય તે પહેલા થઈ જવી જોઈએ. રાજાના ધારાસભ્ય અને પાર્લામેન્ટના સભ્યોની બનેલી ચૂંટણીસભા-ઈલેકટોરલ કોલેજ-રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. બંધારણમાં પ્રબંધ છે કે આ ચૂંટણીસભામાં કોઈ જગ્યા ખાલી પડી હોય તેથી ચૂંટણીને બાધ આવે નહિ. તેને સામાન્ય અર્થ એ છે કોઈ રાજ્યની ધારાસભામાં અથવા પાર્લામેન્ટમાં કોઈ જગ્યાએ
ખાલી પડી હોય તે પણ ચૂંટણી થઈ શકે. પણ કોઈ એક અથવા વિશેષ રાજ્યની ધારાસભાનું જ વિસર્જન થયું હોય તે તે માત્ર ખાલી પડેલી જગ્યા જ ગણાય કે મેટું ગાબડું પડયું ગણાય ? રાષ્ટ્રપતિની ચૂંટણી જેવા મહત્વના બનાવમાં કોઈ એક અથવા વિશેષ રાજ્યને ભાગ લેવાની તક જ ન મળે, તેવું કેમ નિભાવી શકાય? ગુજરાત ધારાસભાનું વિસર્જન થયું છે. કદાચ બિહારનું થાય અથવા બીજા કોઈ રાજ્યમાં પણ થાય; તે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે ? બંધારણ ઘડવાવાળાએ આવી પરિસ્થિતિ કલ્પી ન હતી. ફરજિયાત ધારાસભાનું વિસર્જન થયું હોય એવી કલ્પના લોકશાહીમાં ન થાય. આ બંધારણીય પ્રશ્ન સંબંધે સરકારે સુપ્રિમ કોર્ટને અભિપ્રાય લેવાનું નક્કી કર્યું તે યોગ્ય જ કર્યું છે. જેથી કોઈને ફરિયાદનું કારણ ન રહે. આમાં મતાગ્રહની જરૂર નથી. ભવિષ્ય માટે વ્યાજબી પ્રણાલિકા સ્વીકારવાની વાત છે. જો સુપ્રિમ કોર્ટ અમ હરાવે કે ધારાસભાનું વિસર્જન થયું હોય ત્યાં સામાન્ય જગ્યા ખાલી પડી છે તેમ ન ગણાય અને તે ધારાસભાની પુન:રચના ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી ન થાય તે સરકારે બંધારણમાં ફેરફાર કરવો પડશે અને રાષ્ટ્રપતિની મુદત લંબાવવી પડશે. બીજો માર્ગ એ છે કે પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા થોડા દિવસ અગાઉ, રાષ્ટ્રપતિ રાજીનામું આપે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યાં સુધી ઉપ - રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની કામગીરી બજાવે. આમ થાય તે બંધારણમાં ફેઈ ફેરફાર કરવા ન પડે. ધારાસભ્યનું રાજીનામું બળજબરીથી હોય તે રાજીનામું ગણાય ?
બંધારણમાં પ્રબંધ છે કે કોઈ સભ્ય રાજીનામું આપે તે ધારાસભાના અધ્યક્ષે સ્વીકારવું જ જોઈએ. બીજી રીતે કહીએ તે સ્વીકાર- વાને પ્રશ્ન જ નથી. રાજીનામું અધ્યક્ષને મળે એટલે અમલમાં આવે. બળજબરીથી કોઈ પાસે રાજીનામું મેળવવામાં આવશે એવી કલ્પના બંધારણ ઘડવાવાળાને ન હતી. રાજીનામાને અર્થ જ એ છે કે તે સ્વૈચ્છિક છે. ગુજરાતમાં આ કોયડે શરૂ થયું. સુવિદિત હકીકત હતી કે ઘણા સભ્યોના રાજીનામાં ધાકધમકીથી લેવાયા હતા. ગુજરાત ધારાસભાના અધ્યક્ષ મુંઝવણમાં મુકાયા હતા. તે જાણતા હતા કે આ રાજીનામાં સ્વૈચ્છિક નથી તે તેને સ્વીકાર કેમ થાય? તેમણે ધારાસભ્યને પોતાની રૂબરૂ હાજર થઈ રાજીનામાં રજૂ કરવા જણાવ્યું જેથી પોતે કાંઈક તપાસ કરી શકે. આ માટે તેમની ઘણી ટિકા થઈ હતી. આવું કરવાને તેમને કોઈ અધિકાર નથી તેમ પણ કહેવાયું. તેમને ઘણું સહન કરવું પડયું. એ જ પ્રક્રિયા બિહારમાં શરૂ થઈ. હવે સરકારે બંધારણમાં ફેરફાર કર્યો છે. કોઈ સભ્ય રાજીનામું આપે તો તેને સ્વીકાર કરતાં પહેલાં, અધ્યક્ષ યોગ્ય લાગે તેવી તપાસ કરે અને રાજીનામું સ્વૈચ્છિક છે તેવી ખાતરી થાય તો સ્વીકારે એ પ્રબંધ કરવામાં આવ્યો છે. અસાધારણ સંજોગોને કારણે આ ફેરફાર કરવો પડયો છે પણ તેનાથી ઘણી ગૂંચવણ પણ ઊભી થાય. સામાન્ય કાયદો એ છે કે કોઈ કરાર કર્યા હોય તે ધાકધમકીથી, લાલચથી, બળજબરીથી, દગાથી કે બેટી લાગવગથી કરાવ્યા છે એવી કોર્ટને ખાતરી થાય તો એવા કરાર રદ કરી શકાય છે. પણ એવી ફરિયાદ પક્ષકારે પોતે કરવી જોઈએ. અને તેણે પુરવાર
કરવું જોઈએ. સામાન્ય રીતે એમ માની લેવાય કે કોઈ કરાર ઉપર સહી થઈ હોય તે સ્વેચ્છાએ થયા છે.
બંધારણના આ ફેરફારથી અધ્યક્ષને બોજો ઘણો વધી જાય છે અને અધ્યક્ષ ઉપર પક્ષપાતની આપ થવા પણ સંભવ છે. અધ્યક્ષને કોર્ટે ઘસડાવું પડે એવું પણ બને. અત્યારની બંધારણ મુજબ અધ્યક્ષાના કોઈ ચુકાદા ઉપર કોર્ટને અધિકાર નથી. તે અંતિમ ગણાય છે, પણ હવે જો સત્તા અધ્યક્ષને આપવામાં આવી છે તે સર્વથા અબાધિત છે એમ કદાચ ન લેખાય. એવો કિસ્સો બને ત્યારે કોર્ટ શું વલણ લે છે તે જોવાનું. એવું પણ બને કે ધાકધમકી કે ભયથી રાજીનામું આપ્યું હોય તે એટલી હદે હોય કે ધારાસભ્ય અધ્યક્ષ સમક્ષ જઈને પણ એમ કહે કે પોતે રાજીખુશીથી રાજીનામું આપ્યું છે, છતાં અધ્યક્ષને ખાતરી હોય કે રાજીખુશીથી નથી આપેલું અને અત્યારે જે કહે છે તે પણ ધાકધમકીને કારણે છે ત્યારે અધ્યક્ષે શું કરવું?
હકીકતમાં ધારાસભ્યો ધાકધમકી કે ભયને વશ થાય અને તેમનામાં નૈતિક હિંમત ન હોય તે ખેદની વાત છે, પણ રતુભાઈ અદાણી જેવી નિડરતા અને સહનશકિત કેટલાની હોય ?
અસાધારણ સંજોગો માટે અસાધારણ કાયદા થાય ત્યાં અસાધારણ પરિસ્થિતિ જ ઊભી થાય. પાયાની વસ્તુ એ છે કે લોકશાહીમાં આવી ધાકધમકી, ભય કે દબાણને સ્થાન હોવું જ ન જોઈએ. પણ. સંતપુરુ એવા વલણને ઉત્તેજન આપે અને લોકશાહીના રક્ષણ માટે કરે છે એમ કહે ત્યારે શું થાય ? રેલ્વે હડતાળ :
આ લખાય છે ત્યારે (સોમવાર - ૨૭ તારીખ) હડતાળ લગભગ તૂટી પડી છે. સંભવ છે બે ત્રણ દિવસમાં પાછી ખેંચાશે અથવા પૂરેપૂરી તૂટી પડશે. સરકારે ઘણું મક્કમ વલણ લીધું. આ એક મોટો દેશવ્યાપી પડકાર હતું અને તેને સફળતાપૂર્વક સામને કર્યો. તેમાં સરકારે નમનું મુકાયું હેત અથવા સરકારને નિષ્ફળતા સાંપડી હોત તે પરિણામે ઘણાં ગંભીર આવત. સરકારે પિતાની બધી શકિત અને સાધનને ઉપયોગ કર્યો. ઘણાં દમનકારી પગલાં લીધાં છે. હજારોની ધરપકડ, બરતરફી, ધાકધમકી, કામદારોના રહેઠાણે ખાલી કરાવવા, તેમના કુટુંબીઓ ઉપર દબાણ લાવવું વિગેરે પગલાં લીધાં છે. કામદારોને પગાર ગુમાવવા ઉપરાંત ઘણું સહન કરવું પડયું છે અને હજી સહન કરવું પડશે. સરકાર કિન્નાખેરી નહિ કરે એમ આશા રાખીએ છતાં સેંકડો બરતરફ થશે અથવા નેકરીનું સાતત્ય ગુમાવશે અથવા પગારવધારે ગુમાવશે. આ માટે ખેદ થાય, પણ સરકારને માટે બીજો કોઈ ઉપાય ન હતા. કામદાર નેતાઓ અને વિરોધી પક્ષોને હેતુ રાજકીય હતો અને તેને સામને કર્યો જ છૂટકો હતો. કામદારોએ સહન કર્યું અને દેશને કરોડોનું આર્થિક નુકસાન થયું. મામલો થાળે પડતાં સારો સમય લાગશે. કામદારોમાં કડવાશ રહી જશે. સરકારે સહાનુભૂતિથી કામ લેવું પડશે. આશ્ચર્યની વાત તે એ છે કે ૨૦ લાખ કામદારોની દેશવ્યાપી હડતાળ છતાં ભાંગફોડ કે મારામારીના કિસ્સાઓ પ્રમાણમાં બહુ ઓછા થયા છે. લશ્કર અને રેલ્વે પોલીસની તકેદારીનું કારણ હોય કે કામદારોની સાદી સમજણ હોય, પણ હડતાળ ધાર્યા કરતાં લાંબી ચાલી છતાં, એકંદરે શાન્તિમય રહી છે. પ્રજાએ પણ ઘણી હાડમારી ધીરજથી સહન કરી. પરિણામે સરકારને ટેકો મળ્યો.
રેલ્વે કામદારોને પગારવધારે કે બોનસ ન આપ્યું અને તેટલે દરજજે ફગાવો અટકાવ્યો તે એક બાજુ છે. પણ ચીજવસતુઓને ભાવવધારો અટકાવી નહિ શકે તે પરિસ્થિતિ સ્ફોટક રહેશે. વળી પ્રજાના એક વર્ગની જ આવક અંકુશમાં રાખવાથી પ્રશ્ન ઊકલતે નથી. પ્રજાના બધા વર્ગોની આવક અંકુશમાં રાખવી જોઈએ. આ માટે અસરકારક પગલાં લેવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એકંદરે આર્થિક પરિસ્થિતિ વણસતી રહી છે. ૨૭-૫-૭૪.
આ લખાયા પછી બીજે દિવસે જ કામદાર નેતાઓએ હડતાળ પાછી ખેંચી લીધી તે સારું કર્યું. વધારે યાતનાઓ અટકી.
ચીમનલાલ ચકુભાઈ