________________
૨૪
પ્રબુદ્ધ જીવન
તા
૧-૬-૭૪
હોય કે શ્રમજીવી હાય, દરેકને તેની મહેનત અને સામાજિક કલ્યાણને લક્ષમાં રાખી, વળતર મળવું જોઈએ, તેથી વિશેષ નહિ. શ્રમ વિનાની આવક ચારી છે, બીજાની લૂંટ છે. આમાં પ્રશ્ન એ થાય છે કે શરૂઆત કોણ કરે? દરેક વ્યકિતને એમ થાય કે બીજાએ લૂંટ ચલાવતા હોય તે પોતે શા માટે તેથી વંચિત રહે? બધા કરે તે હું કરીશ એવી વૃત્તિ સૌની રહે છે. બીજા ન કરે તે પણ પોતે કરી બતાવે એવી વ્યકિતએ બહુ થોડી હોય છે. આવી શરૂઆત ટોચથી થાય તે અસરકારક બને. સામાજિક દબાણ એક માર્ગ છે. હરામની વૃત્તિ પ્રત્યે નફરત થાય અને તેવી વ્યકિતઓની સમાજમાં પ્રતિષ્ઠા ન રહે તે કાંઈક ફેર પડે. અત્યારે એવું છે કે ગમે તે ભોગે પૈસો મેળવ્યો હોય તેવા સમાજમાં પ્રતિષ્ઠિત ગણાય છે. - બીજી વાત જીવનની જરૂરિયાતો ઓછી કરવાની છે. જીવનધોરણ ઊંચું કરવાને બહાને, બિનજરૂરી વસ્તુઓની ખરીદી કે સંગ્રહ, આવક વધારવાના લાભને પ્રોત્સાહન આપે છે. આ હકીકત પ્રજાના પ્રમાણમાં સુખી વગેરે વધારે લાગુ પડે છે. પણ સામાન્ય વર્ગ, આવા વર્ગોનું અનુકરણ કરી પોતાની જાતને મુશ્કેલીમાં મૂકે છે. જીવનમાં સાદાઈ, કરકસર, વિ. ને આપણે તિલાંજલી આપતા જ જઈએ છીએ. સામાન્ય મજૂરી કરતો માણસ પણ કાંડા ઘડિયાળનું ખર્ચ કરશે. ઝુંપડામાં રહેવાવાળા પાસે પણ ટાન્ઝીસ્ટર રેડિયે દેખાશે. પરિણામે પોતાની બીજી આવશ્યક જરૂરિયાત ઉપર કાપ પડે એટલે ગમે તે ભેગે કમાણી કરવાનું મન થાય .
હકીકતમાં, આપણી સંસ્કૃતિના મૂળ અને જીવનના પાયાના મૂલ્ય આપણે છોડી દીધા છે. અપરિગ્રહ, સમાજવાદ, સમાનતા, વિગેરે વાત કરીએ છીએ. તેને માટેની મૂળભૂત પ્રમાણિકતાને અભાવ છે. વિશ્વપરિબળે. તેલની કટોકટી વિગેરે કારણો આજની પરિસ્થિતિમાં ભાગ ભજવે છે. પણ આપણા હાથની જેટલી વાત છે તેટલું પણ ન કરીએ તે બહારના કારણેને આગળ ધરવાથી આ સમસ્યાને ઉકેલ કરી નહિ શકીએ. મુખ્ય વાત ઉત્પાદન વધારવાની છે, દુર્વ્યય અટકાવવાની છે. તેમાં કામચોરી કરીએ, સ્વાર્થી થઈએ તે સૌને ભેગવવું પડે. બીજાની રાહ જોયા વિના અને બીજાની દેખાદેખી કર્યા વિના દરેક વ્યકિત પ્રમાણિકપણે પોતાની ફરજ બજાવે અને કામ કરે તે અત્યારે જે ભયંકર આપત્તિ લાગે છે તે પણ હળવી થાય, અત્યારનું માનસ જ ચાલુ રહેશે તે પરિસ્થિતિ હજી પણ વિષમ થશે અને આપણા જ દોષે તે બનશે. [‘આકાશવાણી'ના સંજન્યથી ચીમનલાલ ચકુભાઈ શાહ વાર્તાલાપ તા. ૨૦-૧૧-૭૪]
તેનાથી ઊડતી અને ફેલાતી આયુરજ લાખો માણસને હાનિકારક થાય છે. ભૂગર્ભમાં આપણે આણુ ધડાકો કર્યો તેમાં અણુરજ નહિવત ઊડી છે તેમ જ હવામાન નામનું દુષિત થયું છે એમ આપણા વૈજ્ઞાનિક કહે છે. ભૂગર્ભના વિસ્ફોટે પણ હાનિકારક તો છે જ, તેથી ધરતીકંપ, થવા સંભવ છે. આ બધા રાક્ષસી સાધન છે. કોણ જાણે લાભ વધારે છે કે હાની? આ વિસ્ફટ સંપૂર્ણપણે આપણા સાધનથી અને આપણા વૈજ્ઞાનિકોની શકિતથી થઈ શકે છે. આ વિસ્ફોટ એટલું પુરવાર કરે છે કે અણુ બોમ્બ અને અણુશસ્ત્રો બનાવવા હોય તો આપણી પાસે માનવશકિત છે અને તેનાં સાધન છે.
આપણે દ્રઢતાથી જાહેર કર્યું છે કે અણુશકિતનો ઉપયોગ. શાન્તિમય હેતુ માટે જ થવાને છે; લશ્કરી ઉપયોગ કરવાના નથી જ. આવી જાહેરાત કરનાર આપણે દેશ એક જ છે. શાન્તિમય હેતુ માટે ઉપયોગ એટલે ઔદ્યોગિક વિકાસ માટે, ખનિજ પદાર્થો ભૂગર્ભમાંથી પ્રાપ્ત કરવા માટે, વીજળી પૂરવઠો વધારવા માટે વિગેરે. અણુશકિતના ઘણા શાન્તિમય ઉપયોગી છે.
સવાલ એ છે કે આ નિર્ણયને આપણે કાયમ વળગી રહીશું? એ શકય છે? દુનિયાના દેશોએ ટીકા કરી છે, કારણકે તેમને એવો વિશ્વાસ નથી. અણુશકિત જેવું સાધન હોય ત્યારે દેશના રક્ષણ માટે તેની જરૂર પડે તે તેના ઉપગના લેભને રોકી શકીશું? યુદ્ધમાં કોઈ મર્યાદા રહે છે? બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ છેવટ અણુ બેંમ્બિને ઉપયોગ કર્યો. અશ્વત્થામાએ પાંડવકુળને સંપૂર્ણ વિનાશ કરવા પાંડુ સ્ત્રીઓનો ગર્ભપાત થઈ જાય તેવા શસ્ત્રોને ઉપયોગ કર્યો.
અણુશકિત હોય એટલે દેશની લશ્કરી તાકાત વધે છે અને તેટલે દરજજે તેને પ્રતિષ્ઠા મળે છે. ચીન પાસે અણુ શસ્ત્રો છે તેથી ચીન શકિતશાળી ગણાય છે. અણુ બેંમ્બિ બનાવવા આપણે ત્યાં આગ્રહ ચલુ રહેશે જ.
અણુશસ્ત્રોની દેટ અને હરીફાઈ વિનાશક છે તે સૌ કોઈ સ્વીકારે છે. તેને મર્યાદિત કરવાના પ્રયત્નોમાં સફળતા મળી નથી.
નિઃશસ્ત્રીકરણની વર્ષોથી વાતે થાય છે. તે દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. પરસ્પરને અણવિશ્વાસ અને હાથમાં હોય તે હથિયાર જતા કરવાની અનિચ્છા કારણભૂત છે. હજી પણ યુરેપને રશિયાને ભય છે અને તેથી અમેરિકાનું રક્ષણ અને છત્રછાયા માગે છે, રશિયા અને અમેરિકાને પરસ્પરને ભય છે. નવા નવા અણુશસ્ત્રોની શોધ અને ઉત્પાદન ચાલુ છે. એની વિનાશકતા અને નિરર્થકતા જાણવા છતાં તેને છોડી શકાતું નથી.
બીજા દેશો પણ અણુ શસ્ત્રો બનાવવા પ્રયત્ન કરશે જ, ખાસ કરી જાપાન, પશ્ચિમ જર્મની, ઈઝરાઈલ વિગેરે, આ હરીફાઈ કોઈ અટકાવી શકે તેમ નથી.
આપણી આકરી ટીકા થઈ છે તે કેટલેક દરજજે ઈર્ષાને કારણે, કેટલેક દરજજે ભયથી છે. અમેરિકા, કેનેડા અને જાપાન, આપણને અપાતી આર્થિક સહાય બંધ કરવાની વાત કરે છે, કેટલીક ચીજવસ્તુઓને પુરવઠો બંધ કરવાની વાત કરે છે. આવું દબાણ આપણને ડરાવે તેમ નથી. વિદેશી સહાય બંધ થાય તે ઈટાપત્તિ બનશે. વિદેશી સહાય ઉપર આપણે બહુ આધાર રાખતા થયા છીએ અને તેથી કેટલેક દરજજે પાંગળા બન્યા છીએ. વિદેશી સહાય સામે તે દેશને માલ ઉંચા ભાવે લેવું પડે છે. હાડમારી વેઠવી પડે તે પણ આપણા પગ ઉપર ઊભા રહેતા થઈએ અને આપણી શકિતમર્યાદા પ્રમાણે ફાળ ભરીએ તે આવકારદાયક થશે. ચીને તેમ જ કર્યું હતું. રશિયા સાથેના સંબંધો બગડયા પછી રશિયા તરફથી મળતી ટેકનિકલ અને આર્થિક સહાય બંધ થઈ. ચીને તેની પરવા ન કરી.
આ પછી પણ એક પ્રશ્ન તે રહે જ છે. આપણા જેવા ગરીબ દેશને આવું જંગી ખર્ચ પોસાય? અણુશકિતને ખરેખર ઉત્પાદક માર્ગે ઉપયોગ થઈ શકે તો જુદી વાત છે. અણુશસ્ત્રો સર્વથા અનુત્પાદક છે અને બેજા રૂપ છે. આપણા વૈજ્ઞાનિકો અણુશકિતને કેટલે દરજજે ઉત્પાદક બનાવી શકે છે તે જોવાનું રહે છે.
બીજો સવાલ. શાન્તિમય માર્ગને વરેલ દેશ, ગાંધીવાદી કહેવાતે, એણુશકિતનું ઉત્પાદન કરે? આપણે ગાંધીવાદી નથી જ એ એક
-
પ્રકીર્ણ નોંધ રહું
અણુ વિસ્ફોટ : - ૧૮ મી મેને દિને આપણે ભૂગર્ભમાં સફળતાપૂર્વક અણુ વિસ્ફોટ કર્યો તે આપણે માટે અને દુનિયા માટે અતિ મહત્ત્વને બનાવ છે. પ્રજાએ આ સિદ્ધિને સહર્ષ આવકારી છે. દુનિયાને આશ્ચર્ય થયું છે. કેટલાક દેશેએ આકરી ટીકા કરી છે. એક સમય એ હતો કે જ્યારે અમેરિકા પાસે જ આગ્ર બોમ્બ હતા. પછી રશિયા, બ્રિટન, ફૂડ અને છેવટ ચીને અણુ બૉમ્બ અને અણુ શસ્ત્રો બનાવ્યા. આણુ શસ્ત્રોને વિસ્તાર અટકાવવા આ પાંચ દેશોએ કરાર કર્યા અને તેમાં બીજા દેશની સંમતિ માગી. જે દેશો કોઈ દિવસ અથવા નજીકના ભવિષ્યમાં અણુ શસ્ત્રો બનાવી શકે તેમ નથી અથવા જેની એવી આર્થિક શકિત નથી એવા કેટલાક દેશોએ આ કરાર સ્વીકાર્યા. ભારતે આ કરાર સ્વીકારવાની ના પાડી. અણુ શસ્ત્રોને ઈજારો પાંચ જ દેશોને આપી પાંગળા અને પરાવલંબી રહેવું આપણને માન્ય ન હતું.' ચીને અણુ બોમ્બ બનાવ્યા ત્યારે આપણા દેશ માટે મોટો ભય પેદા થશે. આપણા વૈજ્ઞાનિકે, દુનિયાના વૈજ્ઞાનિકેથી કોઈ રીતે ઊતરે તેમ નથી તેની આપણને ખાતરી હતી. આર્થિક બોજ વધારે છે જ, પણ આપણે અણુ બંમ્બિ નથી બનાવ્યા, અણુ વિસ્ફટ ભૂગર્ભમાં કર્યો છે એટલે કે અણુશકિત પેદા કરી છે. અવકાશમાં અણુ ધડાકાને આપણે વિરોધ કર્યો છે, કારણકે તેથી હવામાન અત્યંત દૂષિત થાય છે અને