________________
42
૧૯૪
પ્રબુદ્ધ જીવન
ટાગેાર અને
"એવી એક માન્યતા છે કે જાહેર જીવનમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખનાર ગાંધીજી પ્રથમ હતા. એ ખરું છે કે જાહેર જીવનમાં સાધનશુદ્ધિના મહદ્ અંશે અમલ કરાવનાર ગાંધીજી પ્રથમ હતા. પણ ગાંધીજી ૧૯૧૫ માં ભારત આવ્યા તે પહેલાં, વર્ષોથી ટાગારે નીડરતાપૂર્વક સાધનશુદ્ધિના આગ્રહ રાખ્યા હતા તે બહુ થોડાને ખબર છે. તેને માટે ટાગરને ઘણું સહન કરવું પડયું હતું. તેમને વિષે ભારે ગેરસમજૂતી થઇ હતી. તેમની દેશભકિત વિષે શંકા લાવવામાં આવતી હતી. લોકપ્રશંસા કે નિદાની લેશ પણ પરવા કર્યા વિના ટાગોરે બુલંદ અવાજે સત્યનો પોકાર કર્યાં હતા, સ્વદેશી ચળવળ ૧૯૦૬-૭ માં શરૂ થઇ ત્યારે તેમાં ખૂબ ઝનૂન, હિંા, વેરઝેર અને અસત્યનાં તત્ત્વો દાખલ થયાં. દેશપ્રેમને નામે આ બધું ચાલતું. ટાગરનો આત્મા કકળી ઊઠયો. તેમની પ્રખ્યાત નવલકથા ગારા'માં આવા માનસની ઝાટકણી કાઢી. સ્વદેશી ઉપરના લેખાથી પ્રજાને ચેતવણી આપી. તે જ પ્રમાણે કાગ્રેપમાં મેટરેટોથી કંટાળી, બંગાળ, પંજાબ વગેરે પ્રાન્તામાં યુવાનો ત્રાસવાદી - ટેરરિસ્ટ - પંથે વળ્યા હતા અને અંગ્રેજોનાં ખૂન કરી, શહીદ થતા. આવા શહીદ્દા પ્રત્યે સ્વાભાવિક રીતે લેાકાનો આદર અને સહાનુભૂતિ રહેતાં, ટાગારે આવા માર્ગ પ્રત્યે પણ પાતાના બુલંદ અવાજ ઉઠાવ્યો, માણિકતામાં બોમ્બનું કારખાનું મળી આવ્યું અને ૧૯૦૮માં મુઝફ્ફરપુરમાં બે અંગ્રેજી સ્ત્રીઓનાં બામ્બથી મૃત્યુ થયાં ત્યારે કવિવરેં જાહેરમાં લેખાડ્રા અને ખાનગી રીતે, આ માર્ગ ખોટો છે તેવું ભારપૂર્વક કહ્યું. તે બાબતમાં ટાગેારના કેટલાક પત્ર હમણાં પ્રકટ થયા છે તે મનનીય છે. એક બહેન આવા શહીદેથી બહુ પ્રભાવિત થયાં હતાં. તેમને ઉદ્દેશીને લખેલ ત્રણ૫ત્રના ભાઈ નગીનદાસ પારેખે કરેલ અનુવાદ ‘સંસ્કૃતિ’ના ડિસેમ્બરના અંકમાં પ્રકટ થયા છે તે અહીં આપું છું.
૨૪-૧૨-૭૩
ચીમનલાલ ચકુભાઈ
[3]
જૉડાસ કા
કલ્યાણીયાણુ,
માત: એટલું નિશ્ચય યાદ રાખજે કે પેાતાના કે પરિવારના કે દેશના કામ માટે ધર્મનું ઉલ્લંઘન કરીએ તે ઇશ્વર માફ નહિ કરે. મોટા ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પણ જો પાપનો આશરો લઈએ તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જ પડે છે. વિધાતાના એ નિયમની વિરુદ્ધ બળવા કરવા વ્યર્થ છે. દેશની જે દુર્ગતિ અને દુ:ખ આપણે આજ સુધી ભાગવતા આવ્યા છીએ તેનું ઊંડું કારણ આપણી પ્રજાની અંદર રહેલું છે-ગુપ્ત કાવતરા દ્વારા સ્રપુરુષની હત્યા કરીને આપણે તે કારણ દૂર કરી શકવાના નથી, આપણાં પાપના બાજો સતત વધતે જ જશે.
વ્યથા
આ મામલામાં જે કાચી ઉંમરનાં બાળકો અને વિચલિત બુદ્ધિના યુવકોને સજા થઈ છે તેમને માટે હૃદય પામ્યા વગર રહી શકતું નથી - પરંતુ એટલું યાદ રાખવું ઈશે કે આ સજા આપણી બધાની સજા છે- ઇશ્વરે આપણને એ વેદના દીધી છે - કારણ, વેદના વગર પાપ ધાઇ શકાતું નથી - સહિષ્ણુતાપૂર્વક એ બધું જ આપણે સહી લેવું પડશે અને ધર્મના પ્રશસ્તર માર્ગનું જ અવલંબન કરવું પડશે. પાપને માગે રસ્તે ટૂંકા થાય છે એવા આપણા મનમાં ભ્રમ થાય છે તેથી જ અધીરા થઇને આપણે તે તરફ દાઢીએ છીએ, પરંતુ ઉતાવળ કરવા જતાં જ સફળતાને જતી કરીએ છીએ. આજે આપણા રસ્તે પહેલાં કરતાં અનેકગણા
*
તા. ૧-૧-૭૪
ગાંધીજી
લાંબા થઇ ગયા છે- હવે ફરી આપણે નૅક દુ:ખ, અનેક બાધા, અનેક વિલંબમાં થઇને જવું પડશે. ઇશ્વરની ઇચ્છા આગળ માથું નમાવીને ફરી વાર આપણે યાત્રા શરૂ કરવી પડશે – ગમે એટલાં કષ્ટ આવે, રસ્તે ગમે એટશ લાંબા હોય તે ય વિચલિત ચિત્તે આપણે ધર્મનું જ અનુસરણ કરીએ. બધી દુર્ધટનામાં, બધા ચિત્તા ભમાં ઇશ્વર આપણને એવી શુભબુદ્ધિ આપે.. એ જ. ૨૩ મી વૈશાખ ૧૩૧૫.
આશીર્વાદક શ્રી રવીન્દ્રનાથ ઠાકુર
[2]
૧૫ મે ૧૯૦૮
કલ્યાણીયાસુ,
માત: તે જે અઘરા પ્રશ્નને ઉત્તર જાણવા માગ્યો છે, તે એક પત્રમાં વિસ્તારપૂર્વક સમજાવવું સંભવિત નથી. હું એ વિશે એક નિબંધ લખવા તૈયાર થયો છું, તેમાં મારા મત બને એટલે સ્પષ્ટ કરવાના પ્રયત્ન કરીશ, ઘણે ભાગે ‘ભારતી’માં એ પ્રગટ થશે અને જો એમ કરવું જોઈએ એમ લાગશે તે કઈ સભામાં પણ તે વાંચું. ઉદાર દષ્ટિએ જગતની ઘટનાઓને મેટા સ્વરૂપમાં જોતી રહેજે. બધાં વિના – વિપત્તિઓ અને અસહ્ય દુ:ખ-તાપની વચ્ચે પણ ઈશ્વરની મંગલ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી તારું કરુણા પૂર્ણ વ્યથિત ચિત્ત સાત્ત્વના પામેા, એવો હું આશીર્વાદ આપું છું. એ જ. ૨ જી જ્યેષ્ઠ - ૧૩૧૫.
જોડાસ કા
શુભાનુધ્યાયી કાંી રવીન્દ્રનાથ ઠાકુર
/_
૩૦ મે ૧૯૦૮ કલ્યાણીયાસુ,
માત : સર્વદા ઈશ્વર તરફ મન વળેલું રાખવું, તેમના માં તરફ જોઈ રહેવું, અને સમસ્ત કર્તવ્યને તેમનું કામ માની ધૈર્યપૂર્વક આનંદની સાથે કર્યું જવું, એ સિવાય સંસારમાં શાંતિનાબીજો શે ઉપાય છે એ હું જાણતા નથી. કોઈકોઈ માણસે ઈશ્વરનું ક્ષણે ક્ષણે સ્મરણ કરાવવા માટે કોઈકોઈ મંત્રના આકાય લે છે. રામમેાહનરાય બધા ચિત્તોાભમાંથી પેાતાને પાર ઉતારવા માટે ગાયત્રીમંત્રનું અવલંબન લેતા હતા. જ્યારે પણ તેમનું મન કોઈ કારણે પંચળ થઈ જતુ ત્યારે તેઓ એ મંત્ર મનમાં મનમાં યાદ કરતા અને ક્ષુદ્ર સંસારના બધા બંધનથી બચીને મુકિતક્ષેત્રમાં પહોંચી જતા, હું પણ ઉપનિષદના કોઈ કોઈ શ્લાકનુ એ રીતે આઢાય તરીકે અવલંબન લઉં છું. એ રીતે કાઈ કેાઈ મંત્ર તોફાનને વખતે સુકાનના જેવું કામ કરે છે.
મારા પ્રબંધ સભામાં વંચાઈ ગયા છે. પુસ્તિકાકારે છપાય છે તને એકબે દિવસમાં જ મેકલી આપીશ. એટલું યાદ રાખજે કે પેાતાને માટે શું કે દેશને માટે શું, જે સર્વોચ્ચ સત્ય છે તે જ એકમાત્ર સત્ય છે.કાઈ તાત્કાલિક ક્રોધથી, લાભથી કે કોઈ ક્ષુદ્ર વૃત્તિની ઉશ્કેરણીથી ધર્મને હલકા પાડવા જતાં કદી મંગલ થઈ શકતું નથી. પેાતાના પ્રયોજન કે વ્રુત્તિ અનુસાર ધર્મ ઉપર હસ્તક્ષેપ કર્યા વગર મરુભૂમિના માર્ગે થ્રુ વતારાની પેંઠે એકાગ્ર લક્ષ્યથી તેના તરફ નજર રાખીશું તે દુ:ખ પામીએ કે ગમે તે પામીએ છતાં રસ્તો ભૂલીને વિનાશના મુખમાં તે નહિ પડવું પડે, એ જ.
૧૭ મી જયેષ્ઠ ૧૩૧૫.
કલકત્તા.
શુભાનુધ્યાયી
શ્રી રવીન્દ્રનાથ ઠાકુર
માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : ી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટે નં ૩૫૦૨૯૬ મદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ ૧.