________________
તા. ૧૬-૫-૭૪
પ્રબુદ્ધ જીવન
પરંતુ ઉપરથી લદાતા આવતા સમાજવાદની એમાં નિષ્ફળતા છે.
દેશમાં ગરીબા ઘણા છે. તો બીજી બાજુ ભારતની કારો વિદેશમાં નિકાસ થાય છે. આમ અસમાનતા વધતી જ જાય છે. ૧૯૫૬માં ઔદ્યોગિક આંક જે હતા. એનાથી ૧૯૬૫ માં બેવડા થયા હતા. આમાં ‘કેપિટલ ગેઈન્સ' વધે છે. ગાંધીના સમયમાં ઔદ્યોગિક ચિત્ર સરળ હતું, પરંતુ આજે એ જટિલ બન્યું છે. આજે રાજકીય નોકરશાહી, વહીવટી નાકરશાહી અને ઔદ્યોગિક વહીવટકારો વચ્ચે ભાગીદારી થવા પામી છે. અને તેઓ મલાઈ જમી જાય છે.
આ અંગે અભાન રહેવાની જરૂર નથી. આજે આરામથી બેઠા બેઠા વાત કરતા સમાજવાદીઓ કામ નહિ કરે. આમાં તા ભારતમાંના મોટા ભાગના ગરીબોને ગરીબ રાખવાની વાત આવે છે.
ઉત્પાદન મજૂરો માટે પણ હોવું જોઈએ, દેશમાં આજે સંપત્તિ માટે દોડ ચાલે છે, પૈસા કેમ કમાવા અને તેને કેમ ઉપયોગ કરવા એની જ લાગી પડી છે.
આર્થિક ચોકઠું' જોવા જેવું છે. આજે ગ્રાહક વર્ગ વધી રહ્યો છે અને ઉત્પાદનના વર્ગ ઘટી રહ્યો છે. બધા જ પ્રકારનું ઉત્પાદન વધી રહ્યું છે છતાં આપણે ત્યાં અમેરિકા જેવી હાલત આવી રહી હાવાનાં એંધાણ આમાં વર્તાય છે. આપણે ત્યાં કચેરીઓમાં માંડ ત્રીજો ભાગ કામ થતું હોય છે. બાકીના બે ભાગ દરમિયાન ગપસપ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે એવું કંઈક થતું રહે છે.
ટ્રસ્ટીશિપની ભાવના પ્રમાણે મૂળ પૈસા રોકનારા સંચાલકો-માલિકો, મજૂરો, ગ્રાહકો અને સરકાર ભાગીદારો બની શકે અને એ માળખામાં બે પ્રકારનાં ટ્રસ્ટો બની શકે - કામદાર ટ્રસ્ટ અને ગ્રાહક ટ્રસ્ટ. ટૂંકમાં, જંવાબદાર સમાજ પ્રતિ વધવું જોઈએ. મોટી કંપનીઓના આ બે પ્રકારના ટ્રસ્ટમાંથી કામદાર અંગેના ટ્રસ્ટને જિયાત બનાવવું જોઈએ.
ટ્રસ્ટીશિપ સામાજિક ભાગીદારી તરીકે વિકાસ પામે તો આજે જે કુરુક્ષેત્ર દેખાય છે તે અટકી શકશે. આજે જે વિપરીત પરિસ્થિતિ છે એમાં પણ ફેર લાવી શકાશે. ટૂંકમાં, ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચેના ગજગ્રાહ છે એ ટ્રસ્ટીશિપને કારણે નિવારી શકાય એમ છે. પ્રબોધ ચોકસી
માણસને શું મળ્યું છે?
ગ્રીષ્મની એક ખુશનુમા સવાર છે. ઉત્સાહપૂર્ણ જિજ્ઞાસાથી અત્યારે હું પુસ્તક વાંચી રહ્યો છું. પવન બારીમાંથી ઘરમાં પ્રવેશીને ધીમે ધીમે આમતેમ બધે જ પસાર થતા થતા સામેની બારીમાંથી બહાર નીકળી જાય છે. એ ફરી થોડી વારે બહાર ચાલીને આવે છે. દરમ્યાન વાતાવરણ ચૂપ રહે છે. પણ તરત જ એ બારીમાંથી ફરી પ્રવેશે છે.
મારી આંખેંટમાં એક પ્રકારની તાજગીનો અનુભવ થઈ રહ્યો છે: બારીની બહાર ડોલતું પીપળાનું વૃક્ષ એનાં પર્ણો સહિત હું એની તરફ જોઉં ત્યારે મારી આંખોમાં એકસામટી લીલાશ લઈને ઊતરી આવે છે. આકાશમાં કર્યાંક એકાદ વાદળી સરકતી રહી છે. કોઈ પણ દર્પણમાં જોયા વિના એ પોતાના આકારને સુંદર રીતે ગોઠવી રહી છે. સૂર્યનાં કિરા એની કિનારને શણગારી રહ્યાં છે. દૂર સમુદ્રના ઘુઘવાટ પણ મારા કાન સુધી ધીમે અવાજે પહોંચી રહ્યો છે. હું વાચનમાં ખલેલ પામું નહિ, એટલે એનું સંગીત અત્યંત ધીમું છતાં મધુર રીતે એ રેલાવી રહ્યો છે. પુસ્તક ઉઘાડતાં પહેલાં મેં પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ પવન સાથે હળી ગઈ છે.
એટલામાં એક શિશુ હાથમાં પાટીપેન સાથે મારી નજીક આવી બેસી જાય છે. હું જે રીતે બેઠો છું તે જ રીતે પહેલાં બેસવાના એ પ્રયત્ન કરે છે. હું એના તરફ જોઈ સ્મિત કરું છું, પછી એ પલાંઠી
ય
મારી બેસી જાય છે અને પાર્ટી પર પેનથી કશીક રેખાઓ આંકે છે. સૃષ્ટિકર્તાએ આટલી સહજતાથી જ સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, આકાશ, ધરતી, વૃક્ષ, પર્વત, ઝરણાં, નદી, સરોવર ચીતર્યાં હશે! હું એના તરફ એક ક્ષણ જોઈ ફરી વાંચવામાં લીન થઈ જાઉં છું.
અચાનક એ પૂછે છે: ‘ભાઈ !’પછી અટકી જાય છે. હું એના તરફ જોઉં છું. મૃદુતાથી એને કહું છું, ‘પૂછ, શું પૂછે છે?'
‘આ ઝાડને પાંદડાં કોણે આપ્યાં?' હું ઉત્તર દઉં તે પહેલાં, કહે છે, ‘ભગવાને ને?”
‘હા, ' હું કહું છું, ‘પાંદડાં પણ, ફલા પણ, ફળે પણ એ ઝાડને ભગવાને જ આપ્યો છે ...'
‘... અને આ આકાશને આટલું મોટું કોણે બનાવ્યું?” આ વખતે હું ઉત્તર દઉં ત્યાં સુધી એ ચૂપ રહે છે. એને શ્રદ્ધા છે કે, હવે મને જવાબ આવડી ગયા હશે. હું કહું છું, ‘ભગવાને, બરાબર ?”
એ હકારમાં ડોકું હલાવે છે. સ્મિત કરે છે.
હું આગળ કહું છું, ‘જેમ વૃક્ષને પર્ણ, પુષ્પ ને ફળ ભગવાને આપ્યાં, આકાશને વિશાળતા આપી તેવી જ રીતે, સૂર્યને તેજસ્વિતા, ચંદ્રને શીતળતા, તારકને ચમકાર, સમુદ્રને ઊંડાણ, પર્વતને સ્થિરતા અને ઝરણાને વહેણ પ્રભુએ આપી દીધાં છે....'
‘બરાબર છે,’ શિશુ બાલી ઊઠે છે. પછી અધીરાઈથી પૂછે છે, ‘અને માણસને ?
હું વિચારમાં પડી જાઉં છું. એ કહે છે, ‘માણસને પ્રભુએ કાંઈ નથી આપ્યું, બરાબર ? હું વિમાસણ અનુભવું છું. એ પણ અવાક થઈ જાય છે. થોડી વાર રહી હું કહું છું, ‘આપ્યું છે.’
‘શું?”
‘શકવું, કંઈક બનવું તે’ હું આટલા શબ્દમાં જ બોલી જઉં છું. પછી એ શિશુને સમજાવું છું, ત્યારે મારા અંતરમાં પણ એક પ્રકારના સુખદ આશ્ચર્ય સાથે આનંદનો અનુભવ કરું છું. પરમતત્ત્વના માનવ • નામના જીવ માટે કેટલા અસીમ સ્નેહ, પક્ષપાત હશે કે આટલી અજોડ વસ્તુ એણે માનવને આપી દીધી!
વૃક્ષને પર્ણ, પુષ્પને ફળ એણે આપી દીધાં, આકાશને વિશાળતા આપી દીધી, જ્યારે માનવને એ ‘પર્ણવત્ હળવું, પુષ્પવત્ સુવાસિત જીવન જીવી શકે, આકાશવત્ અંત:કરણ રાખી શકેઅને એવા એ થઈ શકે’ની જ એક મહાન ભેટ પ્રભુએ આપી દીધી છે. સૂર્યચંદ્રોની શકિત તે અન્યએ કરેલા અનુગ્રહ છે. જ્યારે કશુંક મેળવી શકવાની, પામવાની પ્રાપ્ત થયેલી શકિતમાં માનવીની આત્મનિર્ભરતાનું ગૌરવ સમાયેલું છે.
એ શિશુ, ફરીથી પાર્ટીમાં નવી રેખાએ આંકવા માંડે છે. અને મને પુસ્તક વાંચતાં વાંચતાં શિશુ કયારે ઊઠીને વરંડામાં રમવા જતા રહે છે તેનું જ્ઞાન રહેતું નથી. મહેશ દર્શનીય
તમારી જાતને ચાહો આપણે બધા વ્યકિતગત રીતે અનેખા છીએ. દરેકની ચેતનાનું સ્તર જુદું છે, દરેકની બુદ્ધિશકિત પણ ભિન્ન હોય છે. તમારો પોતાના અનોખા એવા ઉપયોગ છે. એટલે તમે તમારી જાતને જરાય ઉતરતી ગણતા નહિ. તમને કદાચ એમ લાગે કે તમારી ઉંંમર, જાતિ, રાષ્ટ્રિયતા, પૂર્વ ભૂમિકા કે વ્યવસાય તમારી વિરૂદ્ધ છે. તમે આમ માનતા હો છે. એટલે જ તમે મુશ્કેલીમાં મુકાઓ છે અને તમારી સામે અવરોધો ઊભા થાય છે. વસ્તુત: આ બધા પર ધ્યાન આપવાને બદલે તમારે તમારી અસ્કયામત વિશે જ સભાન બનવું જોઈએ. બીજાઓએ તમને સૂચવ્યું છે કે બીજાઓએ તમને જે માનવા પ્રેર્યા છે એને લીધે જ તમે તમારા વિશે ઊતરતા ખ્યાલ બાંધી બેઠા છે. આટલું યાદ રાખશેા તે પછી તમે તમારી જાતને જુદા પ્રકાશમાં જેવાં લાગશો. તમારી ભૂતકાળની ભૂલ અને પીડાઓને ભવિષ્ય પર પડછાયા પડે નહિ એ તમારે જોવું જોઈએ. આજે નવા દિવસ ઉગ્યો છે એને આનંદથી અને ભરપૂરપણે જીવ. ભૂતકાળ માટે તમે તમારી જાતને ક્ષમા કરી દે, તમારી જાતના સ્વીકાર કરો. તમારી જાતને ચાહો. ‘યાત્રિક'