________________
તા. ૧૬-૫૭૪
નિર્ણય કરવો તે પુરાતનના પ્રેમથી જડ બનેલ વ્યકિતને માટે જ ઉચિત હાઈ શકે, કોઈ પરીક્ષકને માટે નહિ,
પુરાતન પ્રેમના કારણે આળસુ બનેલ વ્યકિત જે રીતે યથાર્થના નિશ્ચય કરવા પામતી નથી તેવી રીતે તે નિશ્ચય કરેલ વ્યકિતની માફક પ્રસન્ન થાય છે. તે કહે છે, અમારા પૂર્વજો જ્ઞાની હતા, તેમણે જે કહ્યું તે મિથ્યા કઈ રીતે હાઈ શકે? હું મંદમિત છું. તેમને આશય સમજી શકતો નથી. તે મારી અલ્પતા છે. પરંતુ ગુરુજનાની કહેલી વાત અન્યથા હોઈ શકતી નથી, તેવા નિશ્ચય કરવાવાળી વ્યકિત આત્મનાશ તરફ દોડે છે.
શાસ્ત્રકાર આપણા જેવા જ મનુષ્ય હતા. તેઓએ મનુષ્યને માટે જ મનુષ્યોના વ્યવહાર અને આચાર નિશ્ચિત કરેલ છે. જે લોકો પરીક્ષા કરવામાં આળસુ છે તે જ એમ કહી શકે છે કે તેને તાગ મળી શકતા નથી, તેને પાર પામી શકાતે નથી. પરંતુ પરીક્ષક વ્યકિત તેને અગાધ માનીને કઈ રીતે સ્વીકાર કરશે? તે પરીક્ષાપૂર્વક જ તેને સ્વીકાર કરી શકે છે.
એક શાસ્ત્ર અસંબદ્ધ અને અસ્તવ્યસ્ત રચેલું હોય છે છતાં પણ તે પુરાતન પુરુષો દ્વારા રચિત છે એમ કહીને તેની પ્રશંસા કરે છે. આજનું બનેલું શાસ્ત્ર સંબદ્ધ અને સંગત છે છતાં પણ નવીન હેાવાના કારણે તેને વાંચતા નથી. તે માત્ર સ્મૃતિ–માહ છે, પરીક્ષાના વિવેક નથી.
અલ્પવય શિશુની વાત મુકિતયુકત હોઈ શકે અને પુરાણા પુરુષોની કહેલી વાત દોષપૂર્ણ હોઈ શકે છે તે કારણે આપણે પરીક્ષક બનવું જોઈએ. નવીનતાની ઉપેક્ષા અને પ્રાચીનતાને માહ આપણા માટે ઉચિત નથી. તે વિક્રમના પાંચમા સૈકાનું ચિંતન આજના વૈજ્ઞાનિક યુગમાં વધારે અધિક મૂલ્યવાન બનાવવામાં આવે છે.
કાળહેતુક અવરોધ અને તેનું ફલિત
ભારતીય ચિંતનનું એવું વ્યાપક રૂપ રહેલ છે કે પુરાતન કાળ સદ્ગુગ હતો, વર્તમાન યુગ કળિકાળ છે. તેમાં પ્રકૃષ્ટતા નિકૃષ્ટતા તરફ ચાલી જાય છે તેવા ચિંતનના આધાર ઉપર ભારતીય જનતાને એવા વિશ્વાસ દઢમૂળ થઈ ગયા છે કે પ્રાચીન કાળમાં જે સારાપણુ, ક્ષમતાઓ। હતાં તે આ કળિકાળમાં સમાપ્ત થઈ ચૂકેલ છે અને રહ્યાંસહ્યાં સમાપ્ત થતાં જઈ રહેલ છે એવી ચિંતનધારાએ એક વિચિત્ર જાતની હીન ભાવના ઉત્પન્ન કરી દીધી. લગભગ પંદરસે વરસ પહેલાં કેટલાક જૈન મુનિ એમ માનવા લાગ્યા હતા કે વર્તમાનમાં ધર્મ નથી, વ્રત નથી અને ચારિત્ર્ય વિચ્છિન્ન થઈ ગયેલ છે. વર્તમાનમાં જે જૈન શાસન ચાલી રહેલ છે તે જ્ઞાન અને દર્શનના આધાર ઉપર ચાલી રહેલ છે. પણ આજ કોઈ સાધુ નથી. પ્રાચીન કાળમાં શરીરનું સંહનન ઉત્તમ બનતું હતું. આજ એવું નથી રહ્યું. ઉત્તમ સંહનનવાળા ધ્યાનના અધિકારી હતા. અત્યારે કોઈ ધ્યાનના અધિકારી નથી. ધ્યાન વિચ્છિન્ન થઈ ગયું. પ્રાચીન કાળમાં જિનકલ્પ મુનિ વિશિષ્ટ સાધના કરતા હતા. અત્યારે જિનકલ્પ સાધનાના પણ વિચ્છેદ થઈ ગયો. વિશિષ્ટ પ્રત્યક્ષ શાન અને વિશિષ્ટ યોગિક લબ્ધિઓ પણ વિચ્છિન્ન થઈ ગયાં. ચિંતનની તેવી ધારાએ વિકાસનાં દ્રાર અવરુદ્ધ કરી દીધાં. મુનિજન એવું માનીને ચાલવા લાગ્યા કે આ દુધમ કાળમાં વિશિષ્ટ સાધના અને વિશિષ્ટ ઉપલબ્ધિ થઈ શકતી નથી ત્યારે તેવી ધારણાનો પ્રભાવ પણ થયો. સાધનાના પક્ષમાં અભિનવ ઉન્મેષ લાવવાની મનેવૃત્તિ શિથિલ થઈ ચૂકી ત્યારે એમ માની લેવામાં આવ્યું. આજ વિશિષ્ટતા ઉપલબ્ધ થઈ શકતી તો પછી તેને માટે પ્રયત્ન કરવાની સ્ ફુરણા પણ રહેતી નથી. કેટલાક મનીષી મુનિએનું ધ્યાન તેવી હીન ભાવનાની મનેવૃત્તિ અને તેના ફિલતા ઉપર ગયું. તેઓએ તેમનો પ્રતિવાદ કર્યો. ભાષ્યકાર સંઘદાસગણીએ કહ્યું, જે મુનિ એમ કહે છે કે વર્તમાનમાં સાધુત્વ નથી, તેને ભ્રમણા
પ્રબુદ્ધ જીન
સંઘમાંથી બહિષ્કૃત કરી દેવા જોઈએ. આચાર્ય રામસેને તેનું જોરદાર સમર્થન કર્યું કે વર્તમાનમાં ધ્યાન થઈ શકે છે, તેને વિચ્છેદ થયા નથી.
કેટલીક વિચ્છિતિઓના બારામાં કોઈ આચાયૅ કાંઈ ન કહ્યું તે ધણું વિમર્શનીય છે. વિચ્છેદની ચર્ચા શ્વેતાંબર અને દિગંબર બન્ને પરંપરાના આચાર્યએ કરેલ છે. તુલનાત્મક દષ્ટિથી શ્વેતાંબર આચાર્યોએ અધિક કરેલ છે. દિગંબર પર પરામાં ધ્યાન, કાયોત્સર્ગ અને પ્રતિમાના અભ્યાસની પર પરા દીર્ઘકાળ સુધી ચાલી. દિગંબર આચાર્યએ યોગ વિષયના અનેક ગ્રંથ રચ્યા. શ્વેતાંબર પરંપરામાં ધ્યાનનો અભ્યાસ ઘણા દૂરના ભૂતકાળમાં જ ઓછે થઈ ગયા હતા. શ્વેતાંબર આચાર્યોમાં જિન ભદ્રગણી ખમાામણ, હરિભદ્રસૂરી, આચાર્ય હેમચ’દ્ર, ઉપાધ્યાય યશેાવિજય આદિ કેટલાક થેડાક વિદ્રાન જ યોગ ગ્રંથોના નિર્માતા બનેલ છે. આચાર્ય તુલસીએ યોગ ઉપર મનેાડનું શાસન નામના ગ્રંથ લખ્યો. તેના નિર્માણની અવધિમાં તેઓએ કહ્યું : યાગિક ઉપલબ્તિઓના વિચ્છેદની વાત સાધકના મનમાં પહેલેથી જ ન બેસાડવામાં આવી હોત તો આજ સુધીમાં જૈન પરંપરામાં અધિક વિકાસ થયા હોત.
સાધના કરવાવાળી વ્યકિતઓને અધ્યવસાય સમાન હોતા નથી, તેમની ક્ષમતા પણ સમાન હોતી નથી. ગતિમાં તારતમ્ય હોય છે પરંતુ લક્ષ્ય સમાન હોય છે. કોણ કેટલા આગળ વધી શકે તે તેના ઉપર નિર્ભર છે. પહેલાં જ આપણે તેને અવરોધપટ્ટો દેખાડી દઈએ છીએ કે તમે તેનાથી આગળ જઈ શકતા નથી તે તેના ચરણ આરંભમાં જ બરાબર જાય છે. આચાર્ય હેમચંદ્ર કળિકાળના નિમિત્તથી નિમિત કરવામાં આવેલ અવરોધોને તાડવા માટે મહત્ત્વપૂર્ણ ચિંતન પ્રસ્તુત કર્યું. તેમણે લખ્યું : સુષમ કાળમાં સાધક લાંબી તપસ્યા પછી ફળ પ્રાપ્ત કરતા હતા. આ કળિકાળ જ એવા છે કે જેમાં સાધક ટૂંકા વખતની તપસ્યાથી જ ફળ પ્રાપ્ત કરી લે છે. ત્યારે કળિકાળ શું ખરાબ છે? આપણને કૃતયુગથી શું પ્રયોજન પ્રભા! સુષમા (કૃતયુગ)ની અપેક્ષા દુષમા (કળિકાળ )માં તમારી કૃપા અધિક ફળવતી હોય છે, કલ્પતરુ મેરુની અપેક્ષા મરુભૂમિમાં અધિક શ્લાઘનીય હાય છે, કલ્યાણસિન્તિને માટે આ કળિકાળ કસાટી છે. અગ્નિ વિના અગરની ગંધ પ્રસ્સું ટિત થતી નથી. હું યુગ - યુગ સુધી સંસારમાં પરિભ્રમણ કરી ચૂકયે પણ તમારાં દર્શન ન મળ્યાં. હું આ કળિકાળને નમસ્કાર કરું છું, જેમાં દર્શન મળે. લોકો કહે છે, કળિકાળમાં લોકો ઘણા ઉચ્છ્વ ખલ અને દુષ્ટ હોય છે. શું કૃતયુગમાં એવા લોકો ન હતા? એ સાચું છે કે તે યુગમાં પણ એવા લોકો હતા. પછી આપણે કળિકાળ ઉપર ફોગટમાં જ શા માટે કોપિત થઈએ છીએ? કોઈ કોઈ આચાર્યોએ કાળહેતુના અવરોધોને સમાપ્ત કરવાના પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ એટલા સુસ્થિર થઈ ચૂકયા હતા કે તેમનું ઉન્મૂલન થઈ શક્યું નહિ. મુનિશ્રી નથમલ (‘અમરભારતી ’માંથી સાભાર) હિન્દીમાંથી અનુવાદક : જે. એલ, દોશી સજ્જનની નબળાઈ
૧૯
મેં વાર'વાર જાહેર કર્યું છે કે, દુનિયા ભૂંડામાં ભૂંડા દૂષણથી ત્રાસ પામી રહી છે તેનું કારણ દુષ્ટોની તાકાત નથી, પરંતુ સજજ નાની નબળાઈ છે. તે મેટે ભાગે ઈચ્છાશકિતની સુસ્તિ, સ્વતંત્ર મતપ્રદર્શનને ભય અને નીતિ વિષયમાં બાયલાપણ એને આભારી છે. – રોમા રોલાં
જો માણસ કેવળ સુખી થવા ઈચ્છે તે એની એ ઈચ્છા પૂરી થઈ શકે છે. પરંતુ આપણે તે બીજાઓની અપેક્ષાએ સુખી થવા માગીએ છીએ, એટલે એ મુશ્કેલ થઈ પડે છે, કારણ કે, બીજાઓને આપણે તેઓ હોય તે કરતાં વધારે સુખી સમજીએ છીએ.
ઈમર્સન
A