________________
૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૪
એ વિશે માતાનું દષ્ટાંત જોઈએ: મા જ્યારે પિતાનું બાળક ભણીગણીને મોટું થાય, ત્યારે તેના ઉત્કર્ષ દેખી હરખાય છે. એને અર્થ એવો નથી કે મા કેવળ પોતાના સ્વાર્થે હરખાય. છે. પોતાને બાળકના ઉત્કર્ષને લાભ મળે યા ન મળે. એવી ખેવનાથી મા હરખાતી નથી. ઊલટે માબાપ અને બાળકને સંબંધ જ આ જગતમાં કંઈ એવી રીતે રચાયો છે કે માતાપિતા- ઋણ બાળક સવશે ફેડી શકે નહિ. એ એક પેઢીને પૂર્વજ પેઢી જોડેને સંબંધ છે. પૂર્વાપરને સંબંધ છે. માટે જ વિષમ સંબંધ છે. તેથી એ પરસ્પર ઋણપૂર્તિના સંબંધ કરતાં વિશેષ પેઢીઉતાર ઋણપૂતિન - પરંપરાને વ્યવહારસંબંધ છે. મનુષ્ય પોતાના બાળકના લાલનપાલન વડે માતાપિતાની ઋણને પરોક્ષપણે કેડતો હોય છે. એ દષ્ટિએ મા બાળકના ઉત્કર્ષમાં જે સાત્વિક ભાવે આનંદ અનુભવે છે, તેવો આનંદ જીવે જીવમાત્ર જોડેના સંબંધમાંથી અનુભવવું જોઈએ.
બુદ્ધ આધ્યાત્મિક જીવનના વ્યવહારુ બોધ માટે અહીં જે માતાનું ઉદાહરણ આપ્યું તેવું બીજું કોઈ સચોટ ઉદાહરણ હોઈ શકે નહિ. માતાનું ઉદાહરણ રોજિંદા જીવનનું છે : છતાં નિત્યનું-હંમેશને માટેનું – એ અર્થમાં ચિરંતન પ્રકારનું છે. કારણ સંબંધ દષ્ટિએ એ અનૂઠું છે. આપણે બહેનો માટે એ કેટલું સુગમ ઉદાહરણ છે! પ્રત્યેક સ્ત્રીમાં પડેલી માતાની વૃત્તિને કારણે આ દસંત નિશ્ચિત કોટિનું છે.
હવે ત્રીજો મુદો : મનષ્યદેહને આપણે આપણું લેખ્યો છે. પરમાત્માને પૂર્ણ. તે પ્રશ્ન છે કે આ અપૂર્ણ દેહે પૂર્ણ એવા પરમાત્માને સાક્ષાત્કાર કેવી રીતે થાય? ઉત્તર, કે આત્માવડે. એટલે તે ઉપનિષદે આત્માને અમૃતને સેનુ કહ્યો છે. આત્મા એટલે મનુષ્યનું ચૈતન્યસ્વરૂપ. હવે મનુષ્યના સદગુણો, ઈષ્ટ શકિતઓનું આસન તે આત્મા. જેમ જેમ મનુષ્ય પોતાની ઈષ્ટ શકિતઓને વિકસા- ' વતે જાય, પૂર્ણ કરતો જાય, તેમ તેમ તે પોતાના આત્માવડે પરમાત્માને પામે છે. મનુષ્ય પોતાની શકિતઓને અને ખાસ તે મર્યાદાએને સમજતાં જવી, એ મર્યાદાને મિટાવતાં જવી અને શકિતને પૂર્ણતર કરતાં જવી અને એ રીતે પૂર્ણતાવડે જ પૂર્ણ એવા પ્રભુને પામતા જેવા જોઈએ.
ગદાન જૂની અને નવી પેઢીને સંઘર્ષ ઘણા પુરાણો છે. પુરાણી વ્યકિત અને પુરાણી કૃતિને માન્યતા પ્રાપ્ત થાય છે. નવી વ્યકિત અને નવી કૃતિએ માન્યતા પ્રાપ્ત કરવાની રહે છે. મનુષ્ય સ્વભાવમાં એટલો ઉદાર નથી કે સહજમાં તે કોઈને માન્યતા દઈ દે. નવી પેઢીમાં , માન્યતા પ્રાપ્ત કરાવવાને ચટપટાટ હોય છે અને જૂની પેઢીને પિતાને અહં હોય છે, પોતાને માનદંડ હોય છે તે કારણે તે નવી પેઢીને, નવી માનદ ડેના આધાર ઉપર માન્યતા દેવામાં સંકોચાય છે. એવો સંઘર્ષ સાહિત્ય, આયુર્વેદ અને ધર્મ–બધાંય ફોત્રોમાં રહેલ છે. પુરાણું હેવા માત્રથી બધું યે સારું હોતું નથી–એ મહાકવિ કાલિદાસને સ્વર બે પેઢીઓના સંઘર્ષમાંથી ઉત્પન્ન થતે સ્વર છે. તેમનાં કાવ્ય અને નાટક પ્રત્યે પુરાણા વિદ્વાનોએ ઉપેક્ષાપૂર્ણ વ્યવહાર કર્યો ત્યારે તેમને એમ કહેવા ફરજ પડી–પુરાણું હોવા માત્રથી કોઈ કાવ્ય પ્રકૃષ્ટ થતું નથી કે નવું હોવા માત્રથી કોઈ કાવ્ય નિકૃષ્ટ હેતું નથી. સાધુચેતા પુરુષ પરીક્ષા પછી જ કોઈ કાવ્યને પ્રકૃષ્ટ કે નિકૃષ્ટ બતાવે છે અને જે મૂઢ હોય છે, તે વિચાર્યા - સમજ્યા વિના પુરાણાનું ગીત ગાતા રહે છે.
આચાર્ય વાગ ભટ્ટ અષ્ટાંગ હૃદયનું નિર્માણ કર્યું. આયુર્વેદના ધુર ધર આચાર્યોએ તેને માન્ય ન કર્યાં. વાન્ ભટ્ટને પણ પુરાણી પેઢીના તિરસ્કારને પાત્ર બનવું પડયું. તેવી મનની સ્થિતિમાં તેમણે એમ લખ્યું - વાતની શાંતિને માટે તેલ, પિત્તની શાંતિને માટે ઘી અને સળેખમની શાંતિ માટે મધ પથ્ય છે. એ વાત ચારે બ્રહ્મા કહે, ચારે બ્રહ્માના પુત્ર કહે તેમાં કોઈ ફરક પડતો નથી. તે કારણે આપ માત્સર્યને છોડી મધ્યસ્થ દષ્ટિનું આલાંબન યો.
પ્રાચીનતા અને નવીનતાના પ્રશ્ન ઉપર મહાકવિ કાલિદાસ અને વાન્ ભટ્ટનું ચિંતન ઘણું મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તે વિષય ઉપર આચાર્ય સિદ્ધસેનની કલમે જે ચમત્કાર દેખાય છે તે પ્રાચીન ભારતીય સાહિત્યમાં દુર્લભ છે. તેમનું ચિંતન છે કે કોઈ વ્યકિત નવી નથી કે કોઈ પુરાણી નથી. જેમને આપણે જૂની માનીએ છીએ તે એક દિવસ નવી હતી અને જેમને આપણે નવી માનીએ છીએ તે પણ એક દિવસ જૂની થઈ જશે. આજ જે જીવિત છે તે મર્યા પછી નવી પેઢીને માટે પુરાણાની સૂચિમાં આવી જાય છે. પુરાણના અવસ્થિત નથી તે કારણે પુરાતન વ્યકિતની કહેલી વાત ઉપર પણ પરીક્ષા કર્યા વિના કોણ વિશ્વાસ કરશે?
આચાર્ય સિદ્ધસેને ભગવાન મહાવીરની અભયની ભાવનાને આત્મસાત કરી લીધી હતી. તે સત્યના પ્રકાશનમાં સંકોચાતા ન હતા, મુકત સમીક્ષા અને પ્રાચીનતાની યુકિતસંગત આલોચનાને કારણે તેમને વિરોધ વધી રહેલ હતા. તેઓ તેવી સ્થિતિથી પરિચિત હતા. પરંતુ સ્વપૂત્રચેતા વ્યકિત એ જાતની સ્થિતિથી ગભરાતી નથી. તેમને અભય સ્વર આવી ભાષામાં પ્રફુટિત થા-પુરાણા પુરુષોએ જે વ્યવસ્થા નિશ્ચિત કરેલી છે, શું તે ચિંતન કરવાથી તે જ રૂપમાં સિદ્ધ થશે? નહિ પણ થઈ શકે. તેવી સ્થિતિમાં મરેલા પુરુષની જામેલી પ્રતિષ્ઠાના કારણે તેવી અસિદ્ધ વ્યવસ્થાનું સમર્થન કરવા માટે મારે જન્મ થયો નથી. તેવા વ્યવહારથી જો વિદ્રપી વધતા હોય તે ભલે વધે.
વ્યવસ્થાની મર્યાદા અનેક જાતની હોય છે, અને તે પરસ્પર વિરોધી પણ હોય છે. તેને તરતમાં જ નિર્ણય કઈ રીતે કરી શકાય? છતાં પણ તેવી મર્યાદા છે કે તેવી નથી તે જાતને એકપક્ષીય.
આ જ હોઈ શકે માનવજીવનનો પરમ અને ચરમ પુરુષાર્થ. લેશપણ દિલ ચેર્યા વિના પોતાની તમામ શકિતને ક્ષણેક્ષણે કામે લગાડતાં જવી – એ અર્થમાં ‘ક્ષણજીવી’ બનતાં જવું, એથી અન્ય વિશેષ ઉઘમ શો હોઈ શકે? ઈશોપનિષદને “ર્વજો મન...' મંત્રને આ જ બોધ છે.
ઉપરોકત મૂલ્યમાં વ્યકિતના વિકાસને સંભવ છે. જીવનમાં જે કંઈ મેં વિચારેલું, શ્રદ્ધેય માનેલું છે અને શકય સાધનાથી પ્રમાણભૂત લેખ્યું છે તે નમ્રભાવે આપ સહુ બહેને સમા સાભાર ધરું છું. ૧૦-૪-'૩૪
હીરાબહેન રા. પાઠક
* ગયા મહિનાના–માર્ચ તા. ૮-૯-૧૦ના ત્રણ દિવસમાં શ્રી વિનોબાજીના પવનાર આશ્રમમાં ભારતીય મહિલા સંમેલન ભરાયું તેમાંથી તા. ૧૩-૭૪ ને રોજ “બહેને અને આધ્યાત્મિકતા વિષયે જે કહેવાયું છે.