SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૭૪ येनाहं પ્રમુખશ્રી, ભારતભરની પ્રતિનિધિ બહેન, હાજર નથી છતાં – જેઓ આ આશ્રામના પ્રાંગણથી તે અહીં, સર્વત્ર છે, તે શ્રાધ્ધેય વિનેબાજી ! આ વ્યાખ્યાનમંચના અગ્રભાગે તેારણરૂપે એક ઉકિત ટાંકેલી છે, તે મહિલાસંમેલનના ધ્યેયમંત્રનું ગૈારવ ધરાવે તેવી ઉદાત્ત ભાવની છે: માટે જ મેખરારૂપ છે. બૃહદારણ્યક ઉપનિષદમાંથી એક આખ્યાયિકાની એ ઉકિત છે, જે અહીંના આશ્રામની ભાવનાને અનુરૂપ છે. આપણી સંસ્કૃતિએ, ગૃહસ્થાશ્રમને અને બ્રહ્મજ્ઞાનને એટલે કે ઈશ્વરશાનને સુસંગત લેખ્યું છે: વળી સ્ત્રીને બ્રહ્મજ્ઞાન-અધિકારી લેખી છે; તેના સાક્ષાત્ પુરાવા તે આ ઉકિત. એ ઉકિત એક બ્રહ્મવાદિનીની છે. યાજ્ઞવલ્કય નામે જનકરાજાના કાળમાં એક મહાઋષિ થઈ ગયા. તેમને બે પત્નીઓ–કાત્યાયની અને મૈત્રેયી. કાત્યાયની દુન્યવી સુખા સ્વીકારનારી; મૈત્રેયી આધ્યાત્મિકતાની ઉપાસક, યાજ્ઞવલ્ક્ય પોતાના જીવનના ઈષ્ટ ભાગ યજ્ઞયાગ વ. માં ગાળ્યા. પાછલી વયે સંન્યાસ લેવાના નિર્ધાર કર્યો. ત્યારે તેણે બન્ને પત્નીઓને ધનસંપત્તિની સોંપણી કરી, ચાલી નીકળવાની સંમતિ માગી, કાત્યાયનીએ સંપત્તિ સ્વીકારી: જવાની સંમતિ આપી. પણ મૈત્રેયી! કંઈ જૂજવા વલણની એ સ્ત્રી! એણૅ યાશવલ્કયને પૂછ્યું : येनाहं नामृता स्यां किमहं तेन कुर्याम् । અર્થાત્ જેથી ના થાઉં અમૃતા, શું હું તેહ થકી કર્? આ બધા વૈભવથી મને આત્મજ્ઞાન લાધશે ખરું? નહિતર એને લઈને હું શું કરુ? આમ, એણે વિત્તેષણા અને તેનાદ્રારા ભાગેષણાના અસ્વીકાર કર્યો: આત્મવાન બનવાના બોધ માગ્યો. એના આ ઉદ્ગારમાં, ભાગ - સામગ્રી વિશે કેટલા મેટ્રો સંશયપ્રશ્ન! નિ:સ્પૃહ વૈરાગ્યની ભૂમિકારૂપ : પરમશાન સાધનાની પૂર્વતૈયારીરૂપ. નથી લાગતું કે સમસ્ત સ્રીજાતિ તે! શું – સમસ્ત માનવજાતિ સારુ આ એક ઉત્તમ આદર્શ ધરેલા છે? જેને ભૌતિક પદાર્થની નિ:સારતા સમજાય, તેને શાનાક્ષરો આપે આપ ઊકલે છે. તો આપણે, આ ઉકિતના અનુલક્ષમાં, જીવનમાં વ્યવહરવા વિશે બેત્રણ મુદ્દાઓના વિચાર કરીએ. શુદ્ધ જીવન આપણે સ્ત્રીઓ વધારે પડતી લાગણીશીલ – લાગણીપ્રધાન છીએ. વાતવાતમાં આપણને દુ:ખ લાગી જાય છે. ખાટુ લાગી જાય છે. એથી આપણુ' જીવન કુંઠિત છે. અને એથી જ સંસાર વિશેના આચારવિચાર સ્વસ્થ – સુસ્થ રહી શકતા નથી. રોજ-બ - રોજના જીવનના, એક નાના અમથા બનાવ જ સંભારો ને ! એક જરીક અમથું દૂધ ઢળી જાય ને! કે પછી એકાદું કાચનું વાસણ ભાંગી જાય ને! થયું. આપણું ધૈર્ય – ચેતના ઢોળાઈ જાય ! આપણું હૃદય ભાંગી જાય ! એટલેા કલેશ - સંતાપ આપણે કરીએ છીએ. કારણ આપણી આસકિત પારાવાર છે – પ્રમાણભાન વિનાની, બગડે કે નુકસાન થાય, તો કંઈ લાગવું જ ન જોઈએ એમ નહિ. એ તા નિર્ભીરપણું – જડતા કહેવાય. પણ હદથી યાદે નહિ એવું વલણ જોઈએ. એ શી રીતે બને? જીવનનું અમુક દષ્ટિબિન્દ કેળવીને. કહ્યું? સમગ્ર જીવનના મૂલ્યભાનથી, તે તે પ્રસંગનું મૂલ્ય આંકવાની ટેવ કેળવીને. એથી એની મેળે તે નુકસાન વિશેની الله ૧૭ તીવ્રતા ઓછી થઈ જશે. આ પ્રકારની અભ્યાસવૃત્તિમાંથી જીવનનાં ઈષ્ટ વલણે સર્જાય છે. બીજો મુદ્દો : ભગવાન બુદ્ધે માનવજાતને બ્રહ્મવિહારના એટલે કે ઈશ્વરમાર્ગના ચાર પાયા ચીંધ્યા છે. ૧. મૈત્રી. ૨. કરુણા. ૩. ઉપેક્ષા અને ૪. મુદિતા—એ, પાયાનાં જીવનમૂલ્યો છે. જીવનઘડતરમાં અત્યંત અગત્યનાં, તે ચારેને જીવનમાં કેવી રીતે ઉતારવાં? તે સમજાવવા માટે ભગવાને એક જ પણ ઉત્તમાત્તમ એવું માતાનું ઉદાહરણ આપ્યું છે. ઉત્તમે!ત્તમ એટલા માટે કે માતૃત્વ તે સ્ત્રીનું ઉત્તમાત્તમ સ્વરૂપ છે. માનવજીવનનું ઉદાત્ત પરિબળ છે. આપણી તેમ જ જગતભરની સંસ્કૃતિએ માતાની કામગીરીને અને તેમાંની ભાવનાને બિરદાવી છે. ભગવાન કહે છે, જીવે જીવમાત્ર પ્રત્યે માતાની જેમ ‘મૈત્રી ’ભાવ રાખવા. મૈત્રી એટલે પ્રેમ, સ્નેહ, હેત. મા પોતાના બાળક પ્રતિ જે સ્વયંભૂ સાહજિક હેત રાખે છે, તેનું હેત કેળવવું જોઈએ. એ પછી તેઓ કરુણાસંબંધી કહે છે: કરુણા એટલે દયા, અનુકંપા, સહાનુભૂતિ વગેરે. મા બાળકપ્રતિ કેવી કરુણા ધરાવે છે? તો કહે છે: બાળક માંદુ પડે, હેરાન હોય, તે માના જીવ કળીએ કળીએ કપાઈ જાય. બરાબર એ મુજબ, આજાર–દુ:ખી માનવ પ્રત્યે જીવે મમતાપૂર્વકની સહાનુભૂતિ કેળવવી જોઈએ. સહું – અનુભૂતિનો અર્થ જ એ કે સામાની વેદનાનો જે અનુભવ તેજ પેાતાનો અનુભવ બની જાય. જીવ જે અન્ય જીવની જોડે તાદાત્મ્ય સાથે ~ પોતે જ તે બની જાય, તે તેવી અનુકંપા નીપજી શકે. એ પછી, ત્રીજું મૂલ્ય અને તે ઉપેક્ષાનું. ઉપેક્ષા એટલે અવગણના, ધ્યાનમાં ન લેવું તે. એકલા ઉપેક્ષા શબ્દ સાંભળીએ તે તે અવગુણ-દુર્ગુણ લાગે. પણ અહીં તે સદ્ગુણરૂપે છે. અલબત્ત નકારાત્મક પ્રકારના. આ જગતમાં એવું શું છે જે ધ્યાનમાં લેવું ન ઘટે? આ જગતનું અનિષ્ટ તત્ત્વ. અન્યનાં દૂષણેા. એટલે કે માનવજીવનની ધારબાજુ. શા માટે તે તરફ મનને જવા ન દેવું? કોઈનાં દૂષણેાનો વિચાર કરતાં અને તેથી થયેલી હાણનો વિચાર કરતાં, તેના પ્રતિદ્વેષ જાગે. આપણી સદ્ભાવના નષ્ટ થાય. વળી વેરવૃત્તિ આત્માને વણસાડે. તેથી જ દુર્લક્ષ કરવાનું કહ્યું. માની જેમ. મા પોતાનાં બાળકોના દોષોને અવગણીને નિ:સ્વાર્થભાવે પ્રેમ રાખે છે, તેમ જીવે જીવમાત્ર પ્રતિ પ્રેમ સાધવા. આપણે સમજી શકીશું કે મા જો આ વલણ ન અપનાવે તે કદી તે બાળકનું લાલનપાલન કરી જ શકે નહિ. તેા વળી માતાની બાબતમાં એક બીજી વાત : જે માએ મહાકષ્ટ વેઠી બાળકને મોટું કર્યું, તે બાળક કદાચ મેટપણમાં માને વીસરી જાય. પેાતાની સૃષ્ટિમાં રચ્યાપચ્યો રહે. તેમ છતાં મા તેને વીસરતી નથી. તે કહેશે, હશે: તે સુખી હાય એટલે બસ. માની એ ક્ષમાશીલ વૃત્તિ પાછળ ઉપેક્ષા છે. અને હવે મુદિતા. મુદિતા એટલે પરમ આનંદની ભાવના. આપણા મનમાં નરવા આનંદ કયારે ઊભરાય ? મનમાં કોઈ પાપકિલ્મિનું કસ્તર ન હોય ત્યારે. જેમ જળાશયમાં આપોઆપ સરવાણીઓ ફૂટે તેમ આત્મામાંથી પ્રસન્નતા આપોઆપ ાવ્યા કરે, કારણ આત્માના સ્વભાવ જ આનંદના છે. એ કયારે સંભવે ? મનની બધી જ બાધાઓ ઓસરી જાય તે. રાગદ્વેષ શમી જાય તે. મનની નિ:સ્પૃહ વૃત્તિમાંથી આનંદ જાગે, તેનો અર્થ, પદાર્થ પ્રત્યે પ્રેમને અભાવ નહિ: પણ સ્વના કેન્દ્રમાંથી પ્રગટવાને બદલે તે અન્યની સર્વની સાથેના અનુસંધાનમાંથી પ્રગટે.
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy