________________
તા. ૧૬-પ-૭૪
પ્રબુદ્ધ જીવન
યુરેપનું પલટાનું ચિત્ર
યુરોપમાં તાજેતરમાં ત્રણ મહત્ત્વના બનાવો બન્યા છે. ફ્રાન્સના પ્રમુખનું અવસાન, પશ્ચિમ જર્મનીના ચાન્સેલર વિલી બ્રાન્ટનું રાજીનામું અને પોર્ટુગલમાં રાજ્યપલટે. આ ત્રણે બનાવની અસર યુરોપ અને દુનિયા ઉપર થાય તેમ છે. કૅન્સમાં દ’ગાલે વિશિષ્ટ નીતિ, ખાસ કરી વિદેશનીતિ, અપનાવી હતી. ફ્રાન્સની પ્રજા ઉપર દરોલની જાદુઈ અસર હતી. દગલ ખૂબ અભિમાની હતા. ખાસ કરી અમેરિકાના વિરોધ કરવા અને યુરોપમાંથી અમેરિકાનું વર્ચસ ઓછું કરી, ફ્રાન્સને ગૌરવ આપવાની તેની નીતિ હતી તેમાં ઠીક પ્રમાણમાં તેને સફળતા મળી હતી. તેના અનુગામીએ દગલની નીતિ એકંદરે ચાલુ રાખી હતી. હવે નવા પ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી છે. સમાજવાદી ઉમેદવાર, મીતરાં જો ચૂંટાઈ આવે – અને એવી શકયતા લાગે છે - તે ફ્રાન્સની આંતરિક અને વિદેશનીતિમાં ઠીક પલટો આવે.
પશ્ચિમ જર્મનીમાં, વિલી બ્રાન્ટને કરુણ સંજોગોમાં અચાનક રાજીનામું આપવું પડયું. વિલી બ્રાન્ટ સાચા સમાજવાદી અને શાન્તિચાહક વ્યકિત છે. તેમનામાં આદર્શ છે અને નિડરતા છે. ભૂતકાળને ભૂલી જઈ, પૂર્વ જર્મની અને પૂર્વ યુરોપના બીજા સામ્યવાદી દેશે તથા રશિયા સાથે તેમણે સારા સંબંધ બાંધ્યા. દુર્ભાગ્યે એ જ પૂર્વ જર્મનીના એક જાસૂસ, તેમની જાણ વિના, તેમના અંગત મંત્રી જેવા થયા. આ હકીકત બહાર આવી. અને તે વ્યકિતએ પતે પૂર્વ જર્મનીના જાસૂસ છે તે કબૂલ કર્યું. તેમાં બ્રાન્ટને કોઈ દોષ ન હતે. છતાં, શ્રેષ્ઠ પ્રણાલિકા મુજબ તેમણે તુરત રાજીનામું આપી દીધું. બ્રાન્ટની ખેટ જર્મનીને જ નહિ પણ દુનિયાને, ખાસ કરી યુરોપને લાગશે.
પોર્ટુગલમાં લગભગ અરધી સદીના સૂર સરમુખત્યારી શાસન ' પછી બળવો થયો અને રાજ્યપલટો થયો. યુરોપના દેશોનાં સામ્રાજ્યો વિલીન થયાં. પાર્ટુગલ, એક નાને દેશ, એક જ સામ્રાજ્યવાદી રહ્યો અને આફ્રિકાનાં સંસ્થાને, અંગેલા અને મેઝામ્બિકને પકડી રાખ્યાં. ત્યાં અનહદ સિતમે ગુજાર્યા છે અને સત્તા ટકાવવા લશ્કર રાખી, અબજોનું ખર્ચ કર્યું છે. જનરલ સ્પિનેલા જે હવે સત્તા ઉપર આવ્યા છે તે આફ્રિકામાં લશ્કરી વડા હતા. અનુભવે તેને લાગ્યું કે લશ્કરી બળથી આકિકાની પ્રજા ઉપર સત્તા ટકાવી શકાય તેમ નથી.
ગમે તેટલું લોહી રેડીએ અને ખર્ચ કરીએ તો પણ અંતે છોડવું પડશે. આવા વિચારે વ્યકત કરતું તેમણે એક પુસ્તક પ્રકટ કર્યું. તેની ઊંડી અસર થઈ. સત્તા ઉપર આવ્યા પછી, સ્પિનેલા કેટલા ઉદાર થાય છે તે જોવાનું રહે છે. તેમણે કેટલાંક ઉદાર પગલાં લીધાં છે. રાજદ્વારી કેદીઓને છોડી મૂકયા છે, વર્તમાનપત્રોને કાંઈક છૂટ મળી છે, અને વર્ષોની ગૂંગળામણ પછી પ્રજા કાંઈક મેકળાશ અનુભવે છે. આફ્રિકાનાં સંસ્થાના પ્રત્યે કેવું વલણ લે છે તે હજી જોવાનું રહે છે. પણ આ બનાવની અસર માત્ર પેર્ટુગલની પ્રજા ઉપર પડશે. એટલું જ નથી. પડોશના સ્પેન ઉપર પણ પડશે અને આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા અને રહોડેશિયા ઉપર પણ પડશે. ભારત અને ઈરાનના સંબંધો
ઈન્દિરા ગાંધીની ઈરાનની મુલાકાત આપણા દેશને સારી પેઠે લાભદાયી થશે. ઈરાન સાથે વેપાર વધે તે એક લાભ છે પણ તેનાં કરતાં ઈરાન સાથે સારા સંબંધો હોય તે પાકિસ્તાનને ભય ઓછા થાય. તેલને લીધે ઈરાનની સમૃદ્ધિ વધી છે. ઈરાને મોટા પ્રમાણમાં શસ્ત્રોની ખરીદી કરી છે. મધ્યપૂર્વમાં ઈરાન શકિતશાળી દેશ થત જાય છે. પાકિસ્તાનને ઈરાનને ટેકો છે. આપણી સાથે ઈરાનના સંબંધો સારા હોય તે આપણી સામે પાકિસ્તાનને ઈરાન તરફથી કોઈ સહાયને સંભવ રહે નહિ. ઈન્દિરા ગાંધીની આ સફળતા માટે તેઓ અભિનંદનને પાત્ર છે. ૧૫-૪-૭૪
ચીમનલાલ ચકુભાઈ
હડતાળે કેમ પડે છે? કામ અને ખાસ કરીને પોતાને રસ પડે તેવું કામ દરેકના જીવન માટે અતિ મહત્ત્વનું છે. નિવૃત્તિ લેવી પડે, આપણે નકામા થઈ જઈએ, ૨ાગ્ય બગડે કે અકસ્માત થાય અને બેકાર બની જઈએ ત્યારે કામનું મહત્ત્વ સમજાય છે. કામ અગર તો પ્રવૃત્તિ એ જાણે જીવન માટેનું રસાયણ છે અને એ રસાયણ ઝૂંટવાઈ જાય એટલે આપણે ખાલી ખાલી બની જઈએ છીએ. કામ ખેવાને કારણે માત્ર આવક ગુમાવી હોય તેને સાફસ હોતે નથી, બીજું કશુંક મૂલ્યવાન ગુમાવ્યાને અફસ પણ થાય છે.
આમ છતાંય અત્યારે લોકો હડતાળ દ્વારા કે ખાસ કારણ વગર કામથી દૂર શું કામ રહેવા લાગ્યા છે? હાલના ઉધોગીકરણે માનવને અર્થહીન બનાવી દીધું છે. એકનું એક કંટાળાજનક કામ કરીને તેનું સત્ત્વ અને હીર ચુસાઈ ગયું છે. ખેતીમાં કામ કરનારો મજૂર તેના કામ સાથે ઓતપ્રેત હોય છે. જે માટીમાં કામ કરે છે તે માટી સાથે એનું સગપણ બંધાઈ જાય છે. એક શેઢાનું ઘાસ કાપ્યું હોય તે તેને બીજે વરસે શિયાળામાં યાદ રહે છે અને કહે છે: “અહીંથી એક ચીભડાના વેલામાંથી હું મારા કાનિયા માટે ચીભડું - કોઠીંબુ લઈ ગયો હતો.” *
પણ યંત્ર સાથે કામ કરતા મજૂર મંત્ર સાથે આ પ્રકારનું તાદાભ્ય કે સગપણ અનુભવ નથી. પગારવધારો આપવાથી મજ સારું કામ કરશે તેવો દાવો કરનારાએ યુરોપના અનુભવને દાખલારૂપે લેવો જોઈએ.
અમુક પ્રકારનાં કામમાં તે સ્વીડનના લોકો જતા જ નથીગમે તેટલો પગાર આપે તે પણ. દા. ત. વોલ્વો અને સાબ નામની મોટરગાડી બનાવતા કાર બનામાં સ્વીડનના મજૂરો આવતા જ નથી. એક ને એક ભાગ બેસાડ્યા કરવાથી સ્વીડનને મજૂર કંટાળે છે ચોટલે વિદેશથી મજૂરો લાવવા પડે છે. અમેરિકાનાં ઘણાં નાનકડાં શહેરોમાં એક બાજુ બેકાર લોકો રખડતા હોય છે ત્યારે અમુક કારખાનાંમાં મજૂરો મળતા નથી! બ્રિટનમાં સફઈકામ માટે વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન અને ભારતના લોકોને જ રાખવા પડે છે. બ્રિટનના લોકો આ કામથી કંટાળે છે.
યુવાન લોકો પોતાની નોકરી સાથે તાદાસ્ય અનુભવતા નથી. તાજેતરમાં ભારતની રાષ્ટ્રીયકૃત બે કોમાં પહેલાં જેવી સેવા અપાતી નથી તે અંગે એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ૧ લાખ જેટલા બેંક કર્મચારીઓ એવા છે કે જે તાજા ગ્રેજ્યુએટ થઈને બેકમાં ભરતી થયા છે. કૉલેજમાં લહેરી જીવન જીવ્યા પછી બેંકના જવાબદારીવાળા કામ સાથે તેમને મેળ જામતું નથી. ભાવિ જીવનનાં ઘણાં સપનાઓ જોયાં હોય અને ટેબલ ઉપર માત્ર બેંકનાં કંટાળાજનક ફર્મ ઉથલાવવાનાં હોઈને તે કામથી નાસે છે ! જાપાનમાં પણ આ સમસ્યા જોવામાં આવે છે.
યુરોપમાં તે શરૂમાં કારખાનામાં અને જાહેર સેવાની સંસ્થામાં કામ કરવા માટે લોકો નારાજી દર્શાવતા હતા. હવે કારકુનીમાં પણ કોઈ માથું ઘાલવા તૈયાર થતા નથી. પહેલાં કારકુનેનાં કામદાર મંડળે ઊભાં કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી. હવે આ ‘હાઈટ - કોલર” તરીકે ઓળખાતા વર્ગના લોકો પણ ઝડપથી મંડળે રચવા માંડયા છે.
કામમાં મન ચોંટતું ન હોય અને રોજેરેજ એક કામ કરવાનું હોય તેમાંથી એકાદ દિવસને છુટકારો મળે તેવી તક મળે તો સૌ ઝડપી લેવા ખુશી હોય છે. આને કારણે હડતાળનું એલાન બહુ ત્વરાથી સ્વીકારી લેવામાં આવે છે. કામ અગર તે પ્રવૃત્તિ એ જીવન - રસાયણ હોવા છતાં ૨ પ્રવૃત્તિ માંહાલું રસાયણ સાવ પાંગળું બની ગયું હોઈને કામથી દૂર જવાનું સૌ પસંદ કરવા લાગ્યા છે.