________________
પ્રબુદ્ધ જીવન
. ૧-૫-
જ
કે કતલખાનાં શી રીતે અટકે?
:
If anybody has developed the doctrine of Non- Violence, it was Lord Mahavir. ‘જો કોઈએ અહિંસાધર્મને ચરમ સીમા સુધી વિકસાવ્યું હોય તે તે મોટે ભાગે ભગવાન મહાવીરને જ આભારી છે.' ઉપરોકત શબ્દો દ્વારા અહિંસાના આચાર્ય મહાત્મા ગાંધીજીએ જે પુરુષની અહિંસાને બિરદાવી છે એ પુરુષે સચિલા સંસ્કારોને કારણે આપણે જેને કોઈ પણ જીવની શારીરિક પીડાને જોઈ શકતા નથી અને તેથી કતલખાનાંને આપણે સહી શકતા નથી. આ સંસ્કારોને કારણે જીવદયા એ આપણો એક સંસ્કાર બની ગયું છે અને તેથી જીવદયાને નામે આપણે દર વર્ષે લાખ રૂપિયા જીવ છોડાવવા માટે વાપરીએ છીએ.
જેમ સમય જતાં હરેક વસ્ત] એક જડ ક્રિયાકાંડ બની જાય છે, તેમ જીવદયા એ પણ એક જડ ક્રિયાકાંડ બની ગયા છે. અને તેથી પૈસા ખરચી કસાઈઓ પાસેથી જીવ છોડાવીએ છીએ. એથી આપણે આત્મસંતોષ માનીએ છીએ, પણ એથી કસાઈઓને જે ઉત્તેજન મળે છે અને સારી એવી કમાણી થાય છે તેથી એમને ધંધે વિકસતે જાય છે અને દિનભરદિન વિશેષ પ્રમાણમાં જીવ કપાતા જાય છે, એને વિવેક આપણે કરી શકતા નથી.
બાકી થોડા દિવસ કતલખાનાં બંધ રહેશે એથી આપણે અહિસાને મેહ સંતોષાશે પણ એથી હિંસામાં કોઈ ફેર નહીં પડે. જે ઢોરે આજે કપાવાનાં હશે તે એક દિવસ આગળપાછળ કપાશે એટલું જ. શહેરોમાં અઠવાડિયે એક દિવસ દુકાને બંધ રહે છે એથી ખરીદવેચાણમાં કશો જ ફેર પડતો નથી, કારણ કે લેકે આગળપાછળ ખરીદવેચાણ કરી નાખે છે. વળી માત્ર કાયદો કરવાથી સંસ્કારો નિર્મુલ બની શકતા નથી. એ માટે તે પ્રજાસમૂહોને જાગૃત કરી દિલ પર લાગેલા વાસનાઓના થરને દૂર કરવા મથવું પડે છે. દારૂબંધી માટે સમગ્ર રાષ્ટ્રો કાયદો કર્યો પણ આઝાદી વહેલી આવવાથી પ્રજાઘડતરનું કામ થઈ શકયું નહીં. દારૂના સંસ્કારને દૂર કરવાનું કાર્ય બની શકયું નહીં, પરિણામ એ આવ્યું કે ખાનગી રાહે દારૂને વપરાશ વધી ગયો અને સરકારોને પણ કાયદો પાછા ખેંચી લેવા પડશે. દારૂના આ અનુભવને ધ્યાનમાં રાખી, જ્યાં સુધી પ્રજાને માંસાહારના સંસ્કારોથી મુકત કરવાના પ્રયત્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી કતલખાનાં અટકશે નહીં. એટલે એ માટે તે નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ, ખાસ કરી ત્યાગીવર્ગે મંદિર - મઠો - ઉપાછા કે આશ્રમમાંથી બહાર નીકળી આમજનતા વચ્ચે પ્રચારકાર્ય કરવા ફરવું પડશે. બાકી જો એ વર્ગ ઉત્સવ – મહોત્સવ, સમૈયા-સામૈયા કે યશપૂજાપાઠેમાંથી બહાર નહીં નીકળે અને પોતાની દુનિયામાં જ ભકતોનાં વંદનનમન ઝીલવામાં જ મહાલ્યા કરશે તે કંઈ જ અર્થ નહીં સરે અને એમનું બુમરાણ વ્યર્થ જશે.
આ અંગે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જૈનધર્મને પ્રાણ” પુસ્તકના ૧૧૯-૧૨૦ પાને લખે છે કે “અશેકના પત્ર સંપ્રતિએ કેવળ પિતાના આધીન પ્રદેશમાં જ નહીં બલકે રાજ્યની સીમાની બહાર પણ જ્યાં અહિંસક જીવનવ્યવહારનું નામનિશાન પણ નહોતું ત્યાં અહિંસાની ભાવનાને પ્રચાર કર્યો. અહિસાની ભાવનાના એ ઝરણાને વ્યાપક રૂપ આપવાનું કાર્ય નિર્ગથ અણગારોએ જ કર્યું. તેઓ ભારતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં જેમ શંકરાચાર્યે ભારતના ચારે ખૂણાઓમાં મઠોની સ્થાપના કરીને બ્રહ્માઢું તને વિજયસ્થંભ રોપ્યું હતું તેમ એમણે અહિંસાઢું તની ભાવનાના વિજયભે રોપ્યા હતા. પરિણામે એકવાર સમગ્ર
, ભારતમાંથી માંસાહાર લગભગ નામશેષ થઈ ગયો હતો અને થશહિંસા તો ત્યારથી બંધ જ પડી ગઈ છે.
આમ જે આજને જૈન સાધુ જાગે છે જેની સંખ્યા આજે હજારોની છે એ જોતજોતામાં ભારતને માંસાહારવિમુકત કરી શકે. અને એમ થશે ત્યારે જ કતલખાના બંધ પડશે. બાકી કામ ઉપાડયા વિના ખાલી બુમરાણ મચાવવાથી કોઈ જ અર્થ સરે તેમ લાગતું નથી; ભલે પછી એ લાખ રૂપિયાના દિલ્હી તારો કરે કે વિરોધના ઠરાવો મેકલે.
બાકી જેનું હૃદય પવિત્ર છે, અહિંસક નિર્મળ જીવન છે એની છાપ એ એકલે હોય તે પણ હજારો પર અંકાઈ જાય છે. પણ આપણે એવી શ્રદ્ધા જ ગુમાવી છે. કારણ કે કતલખાનાંની ચરબીથી મુલાયમ બનેલી મલમલને આપણે મેહ જ છોડી શકતા નથી ને એ રીતે કતલખાનાને જ ઉત્તેજન આપી રહ્યા છીએ ત્યાં આપણી અસર બીજને શું થાય? ઉપરાંત ચમરી - મેતી - ફુમતાં જેવી અનેક હિંસક વસ્તુઓને આપણે જ આવકારીએ છીએ. પાણીના એક ટીપામાં હજારો ત્રસ્ત જીવે હોવાનું આપણે વ્યાખ્યાન કરીએ છીએ પણ બીજી બાજુ પખાળને નામે હજારે ઘડા પાણી ઢોળાય, લાખ પુષ્પોની હિંસા થાય એમાં આપણે ધર્મ માનીએ છીએ અને રેશમના ત્રણ ત્રણ ઈંચ લાંબા નેઈન્દ્રિય જીવોને ખદબદતા પાણીમાં ઉકાળ્યા પછી મળતા રેશમને આપણે પવિત્ર માની પૂજાભકિતમાં એને જ આગ્રહ રાખીએ છીએ તેમ જ ઉત્સવ-મહોત્સવમાં પૈસા કઢાવવા રાતદિવસ યુકિતઓ અજમાવીએ છીએ અને નીતિ-અનીતિ જોયા વિના એવું દ્રવ્ય એકઠું કરવામાં ગૌરવ ધરાવીએ છીએ ત્યાં એની અસર શું થાય? પણ આશ્ચર્યની વાત છે કે ધર્મનેતાઓએ સ્વરૂપહિંસાનો એક નવો પ્રકાર શોધી કાઢી એ બધી હિંસાત્મક કાર્યવાહીને ધર્મમાં ખપાવી દીધી છે. આમ પગ તળે શું બળે છે એનું ભાન આપણને રહેતું નથી અને કતલખાના માટે શેરબકોર ગજવ્યા કરીએ છીએ એ પણ કાળની એક બલિહારી જ છે ને! ભગવાને તો વિધH- વિવેક દષ્ટિમાં જ ધર્મ કહ્યો હાઈ હરેક વસ્તુ વિવેકદષ્ટિથી વિચાર્યા વિના ધર્મનું રહસ્ય નહીં સમજાય. આશા છે કે સમજુ વર્ગ આ અંગે વિચાર કરી નવું માર્ગદર્શન આપશે.
શાહ રતિલાલ મફાભાઈ સાભાર સ્વીકાર શ્રી જિનેશ્વર મહિમા” : શ્રી યંતીલાલ પોપટલાલ શાહ યુવાન ઉંમરના છે અને તેઓ શ્રીમદ્ રાજચંદ્રના માત્ર ભકત. જ નહિ, એક જીવનસાધક પણ છે. તેમણે આ પુસ્તકમાં શ્રીમદુનાં લખાણોને સુંદર સંગ્રહ કર્યો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં જૈન સાહિત્યના સંનિષ્ઠ લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખ્યું છે કે “શ્રીમદ્રના ચિતનપૂર્ણ આંતરવૈભવનું થોડુંક પણ દર્શન કરાવવામાં આ પુસ્તક ઉપયોગી થઈ પડે એવું હોવાથી એને હ અંતરથી સ્વાગત કરું છું.” અમે પણ આ પુસ્તક વાંચી ગયા પછી આવી જ ભાવના ભાવીએ છીએ અને ભાઈ જયંતીલાલને હાદિક અભિનંદન આપીએ છીએ. આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન છે - શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર, પંચભાઈની પોળ, અમદાવાદ. ૨૦૮ પૃષ્ઠવાળા આ આધ્યાત્મિક પુસ્તકની કિંમત માત્ર રૂ. ૧-૨૫ રાખી હોઈ આ પુસ્તકની માગ સારી રહેશે અને તત્ત્વજિજ્ઞાસુ પ્રેમી ભાઈબહેનને ધર્મમાર્ગનું અનુસરણ કરવામાં પણ આ પુસ્તક સારું એવું સહાયરૂપ થશે.
મંત્રીઓ,
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ (કવિઓ, લેખકો અને સાહિત્યકારોને એમનાં પ્રકાશને અમને અવકનાર્થે મેકલવા વિનંતી છે. – તંત્રી)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને મુંબઈ-૪, ટે. નં. ૩૫૦૨૯૬.
પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ